• 8 October, 2025 - 9:22 PM

ગુજરાત સરકારના વર્ગ-4 ના કર્મચારીઓને દિવાળીની ભેટ, કર્મચારીઓને 7 હજારની મર્યાદામાં બોનસ ચુકવાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ-૪ના કર્મચારીઓ ઉત્‍સાહપૂર્વક ઉજવી શકે તે માટે સાત હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ-4ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.

સાત હજારની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ-4ના અંદાજે 16,921 કર્મચારીઓ તથા રાજ્ય મંત્રીમંડળ પરના મહેકમ પરના, વિધાનસભા અધ્યક્ષના, દંડકના, નાયબ દંડક અને ઉપદંડક તથા પંચાયત, યુનિવર્સિટી સંલગ્ન કોલેજો, ગ્રાન્ટ ઈન એઈડ શાળા અને કોલેજ તથા જેમને બોર્ડ કોર્પોરેશન દ્વારા બોનસ ચુકવવામાં આવતું નથી તેવા રાજ્ય સરકારના બોર્ડ કોર્પોરેશનમાં ફરજ બજાવતા વર્ગ-4ના કર્મચારીઓને આનો લાભ મળવાપાત્ર થશે.

મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.

Read Previous

ઉદ્યોગપતિઓને નફાની બે ટકા રકમ સ્કીલ ડેવલપમેન્ટ માટે ખર્ચવાની ફરજ પાડશે

Read Next

અતિ ભારે વરસાદના કારણે ખરીફ પાકને ભારે નુકસાન થવાની આશંકા, શાકભાજી, ફળોનાં ભાવ વધશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular