શું TCSમાં હાલને તબક્કે રોકાણ કરવું યોગ્ય છે?
AI આવક $1.8 બિલિયન થવાની સંભાવનાને કારણે ચાર બ્રોકર હાઉસે ટાર્ગેટ ભાવ વધાર્યા, ચાર ચાર બ્રોકરેજ હાઉસનો ઇન્વેસ્ટમેન્ટ કરવાનો સંકેત
મોતિલાલ ઓસવાલ, JM ફાઇનાન્શિયલ, એલારા અને એમકે ગ્લોબલે TCS માટે 2026ના ટાર્ગેટ ભાવ વધાર્યા છે, કારણ કે AI–આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થકી તેની આવક $1.8 બિલિયનના વાર્ષિક લેવલ પર પહોંચી ગઈ છે. ભારતની અગ્રણી IT કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) એ નાણાકીય વર્ષ 2026ના ત્રીજા ત્રિમાસિકમાં મજબૂત પ્રદર્શન કર્યું છે. કંપનીએ $9.3 બિલિયનના ડીલ મેળવ્યા છે, જોકે નફા પર એક વખતના રીસ્ટ્રક્ચરિંગ ખર્ચ અને નવા શ્રમ કાયદાના અમલનો થોડો પ્રભાવ પડ્યો છે.
પરંતુ TCSના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પ્રોજેક્ટ્સમાં ઝડપી વૃદ્ધિ હવે મુખ્ય આકર્ષણ બની છે. કંપનીની AI સેવાઓની વાર્ષિક આવક $1.8 બિલિયન સુધી પહોંચી ગઈ છે, જેના કારણે અગ્રણી બ્રોકરેજ હાઉસોએ તેમના ટાર્ગેટ ભાવ અને રેટિંગ્સ અપડેટ કર્યા છે.
મોતીલાલ ઓસવાલે ટીસીએસમાં બાય કૉલ આપ્યો છે. તેનો ભાવ 36 ટકાના સુધારા સાથે રૂ. 4400નું મથાળું આંબી જાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. મોતિલાલ ઓસવાલે TCS માટે ‘Buy’ રેટિંગ જાળવી રાખ્યું છે. તેમણે ત્રીજા ત્રિમાસિકને “સેફ ક્વાર્ટર” ગણાવ્યું છે. TCSની આવક $7.5 બિલિયન રહી છે. જે તેમના અંદાજ કરતાં થોડી વધારે છે. ડિમાન્ડ હજુ થોડી અસ્થિર છે, પરંતુ કંપનીનું $9.3 બિલિયનનું કોન્ટ્રાક્ટ વેલ્યુ ડીલ મોમેન્ટમ મજબૂત બતાવે છે. રીસ્ટ્રક્ચરિંગ અને શ્રમ કાયદાના ખર્ચ દૂર કરીએ તો એડજસ્ટેડ PAT 6.4 ટકા વધીને રૂ. 141 બિલિયનને વળોટી ગયો છે.
JM Financialએ પણ ટીસીએસના શેર્સમાં લેવાલી કરવાનું એટલે કે Buyનું રેટિંગ આપ્યું છે. જે.એમ ફાઈનાન્શિયલે ટીસીએસનો ટાર્ગેટ ભાવ: રૂ. 3,810નો આપ્યો છે. તેમાં 17 ટકા સુધીનો સુધારો થવાની તેમને આશા છે. JM ફાઇનાન્શિયલના જણાવ્યા મુજબ TCS “શરૂઆતની આશાવાદી સ્થિતિ”માં છે. AI આધારિત શોર્ટ-સાયકલ ડીલ્સ અને AI સેવાઓમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી રહી છે કંપનીનો બુક-ટુ-બિલ રેશિયો 1.4x પર મજબૂત છે અને 25.2 ટકા ઓપરેટિંગ માર્જિન જાળવવામાં આવ્યો છે.
Elara Securities ટીસીએસના શેર્સમાં લેવાલી કરી હોલ્ડિંગ વધારવાની ભલામણ કરી રહ્યા છે. તેમણે 11 ટકાના ભાવ વધારા સાથે રૂ. 3,600નો ટાર્ગેટ ભાવ થવાનો સંકેત આપ્યો છે. એલારાએ નોંધ્યું કે AI આવક હવે કુલ આવકના લગભગ 6 ટકા જેટલી થઈ ગઈ છે. વૈશ્વિક બજારોમાં AI આધારિત પ્રોજેક્ટ્સથી વૃદ્ધિ આવવાની શક્યતા છે. જોકે, કર્મચારી દ્વારા નોકરી છોડવાના દર (attrition) વધવાથી ખર્ચ થોડો વધવાની ચેતવણી પણ આપી છે.
Emkay Global – Add કંપનીએ ટીસીએસના શેર્સના ભાવ 8 ટકાના વધારા સાથે રૂ. 3500ના મથાળાને આંબી જાય તેવી ધારણા વ્યક્ત કરી છે. એમકે ગ્લોબલના મતાનુસાર પગાર વધારા અને બ્રાન્ડ ઇન્વેસ્ટમેન્ટ છતાં 25.2 ટકાએ માર્જિન સ્થિર રહ્યું છે. AI સેવાઓની ત્રિમાસિક આવક $450 મિલિયન સુધી પહોંચી છે અને CY26માં CY25 કરતા વધુ સારો દેખાવ થવાની અપેક્ષા છે.
તારણ શું છે?
ચારેય અગ્રણી બ્રોકર હાઉસ જો માને છે કે TCS હવે AI આધારિત વૃદ્ધિના નવા ચરણમાં પ્રવેશી રહી છે. ખર્ચ નિયંત્રણ, મજબૂત ડીલ બુક અને AI સેવાઓની ઝડપી વૃદ્ધિને કારણે 2026માં TCSનું પ્રદર્શન વધુ મજબૂત બની શકે છે.




