આઈસીડી ખોડિયારમાં મોબાઈલ એસેસરીઝના આયાતકારના કન્ટેઈનરની ડીઆરઆઈએ તપાસ ચાલુ કરી

ડીઆરઆઈના દરોડામાં બનાસકાંઠા જિલ્લાના ડિસાની કંપની હિના ટ્રેડિંગે અન્ડર વેલ્યુએશન કર્યું હોવાનું બહાર આવ્યું
આઈસીડી ખોડિયારમાં મોબાઈલ એસેસરીઝ આયાતમાં મોટું અન્ડરવેલ્યુએશન કૌભાંડ, ડીઆરઆઈએ ડિસાની હિના ટ્રેડિંગ સામે તપાસ શરૂ કરી
અમદાવાદઃ મોબાઈલના બેક કવર અને સ્ક્રિન ગાર્ડ સહિતની મોબાઈલ એસેસરીઝ(Mobile assesories)ની આયાત કરનારા બનાસકાંઠાંના ડિસાની હિના ટ્રેડિંગ કંપનીના-Hina trading companyના આયાતના કન્સાઈનમેન્ટ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે-DRIએ તપાસ ચાલુ કરી છે. આ કંપનીએ મોબાઈલ એસેસરીઝની આયાત કરવામાં અન્ડર ઇન્વોઈસિંગ કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. મોબાઈલના બેક કવર અને સ્ક્રિન ગાર્ડની મિનિમમ ઇમ્પોર્ટ વેલ્યુ ભારત સરકારે રૂ. 9થી 12ની નક્કી કરી આપી હોવા છતાંય ડિસાની હિના ટ્રેડિંગ કંપનીએ રૂ. 3ના ઇમ્પોર્ટ મૂલ્ય બતાવીને તેની આયાત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
હોન્ગકોન્ગની ડ્રેગન નોબેલ ટેક્નોલોજી કંપની લિમિટેડ પાસેથી મોબાઈલ એસેસરીઝની આયાત કરવામાં આવી હોવાનું જામવા મળી રહ્યું છે. આયાત કરેલા કન્ટેઈનરમાં 1,80,000 મોબાઈલ બેક કવર અને 3,00,000 પ્લાસ્ટિક સ્ક્રિનગાર્ડ હોવાનું જાણવા મળી રહ્યું છે. તેના મૂલ્ય પર 7.5 ટકા આયાત ડ્યૂટી, 10 ટકા સેસ અને 18 ટકા જીએસટી લાગુ પડે છે.
આમ આયાત કરનારી કંપનીએ તેનું મૂલ્ય 66 ટકાથી માંડીને 75 ટકા સુધી ઓછું બતાવીને આયાત ડ્યૂટીની ચોરી કરવાનું આયોજન કર્યું હોવાનું ડીઆરઆઈની તપાસમાં બહાર આવ્યું છે. શ્રીરામ લોજિસ્ટિકના માધ્યમથી આ કન્સાઈનમેન્ટની આયાત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
અગાઉ પણ હિના ટ્રેડિંગના કન્સાઈનમેન્ટ સી.પી. લોજિસ્ટિકના માધ્યમથી કરવામાં આવેલા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ કન્સાઈનમેન્ટની વિગતોની પણ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સના અધિકારીઓ કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. મોબાઈલ એસેસરીઝના આયાતકારો દ્વારા મોટે પાયે અન્ડરવેલ્યુએશન કરીને આયાત ડ્યૂટીની અને જીએસટીની ચોરી કરવામાં આવી રહી હોવાનું ડીઆરઆઈના અધિકારીઓની તપાસમાં બહાર આવ્યુ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.



