FarmingSuccessStory, YoungFarmerSuccess, AvocadoFarming, ModernFarming, AvocadoBusiness,
શેઢા પર રોપેલા વૃક્ષ ખેતરમાંના છોડના પોષક દ્રવ્યો શોષી લેતા નથી અને જમીનમાં ખેતઉપજ માટે જરૂરી નાઈટ્રોજનનું સ્તર જાળવી રાખવામાં મદદ કરે છે
ખેતરના શેઢા પર વૃક્ષ રોપીને ઊભા પાકને રક્ષણ આપવા ઉપરાંત જમીનને ઘસારો અટકાવી જમીનનો કસ જાળવી રાખવામાં મદદ કરે છે.
ખેતરને શેઢે રોપવા માટે વૃક્ષની પસંદગી પણ સમજી વિચારીને ન કરવામાં આવે તો તે લાભને બદલે ગેરલાભ કરાવ પર વૃક્ષ રોપીને ખેડૂતો વધારાની આવક મેળવી શકે

ખેતીની સંપૂર્ણ જમીનનો એક સીઝન દરમિયાન અને કાયમ ઉપયોગ થતો રહે અને તેના થકી મહત્તમ ઉપજ મેળવતા રહેવાની ઇચ્છા દરેક ખેડૂતની હોય જ છે. તેથી જ ખેડૂતો ખેતરને શેઢે પણ કંઈકને કંઈક રોપીને તેનો લાભ મેળવવાનો પ્રયાસ કરે જ છે. છતાંય ખેતરને શેઢે વૃક્ષ વાવવામાં ભૂલ કરી બેસનાર ખેડૂત અજાણતા જ તેના ખેતરમાં લેવામાં આવનારા પાકને નુકસાન પહોંચાડી શકે છ.
ખેતરના શેઢા પર વૃક્ષ રોપીને ખેતરમાં લેવામાં આવતા પાકને રક્ષણ આપવાનું કામ કરે છે. તેનાથી જમીનને ઘસારો પહોંચતો નથી. જમીનની ઉપરની સપાટી પરનો કસ જળવાઈ રહે છે. જમીનમાં ભેજ પણ જળવાઈ રહે છે. જમીનમાંના વિવિધ પ્રકારના બેક્ટેરિયા પણ ટકી રહે છે. આ કુદરતી લાભ આપવા ઉપરાંત શેઢા પરના વૃક્ષો ખેડૂતોને વધારાની આવક પણ કરી આપે છે. છતાં શેઢા પર મનમાં આવે તે વૃક્ષ વાવી દેવા ખેતરમાં કરવામાં આવતી ખેતી માટે લાભદાયક નથી જ નથી. ખેતરને શેઢે રોપવા માટે વૃક્ષની પસંદગી પણ સમજી વિચારીને ન કરવામાં આવે તો તે લાભને બદલે ગેરલાભ કરાવી શકે છે. ખેતરને શેઢે અયોગ્ય વૃક્ષની વાવણી કરવામાં આવે તો તેને પરિણામે ખેતરમાં લેવાતા પાકની ઉપજ ઘટી જવાનું જોખમ પણ રહેલું છે. તેમ જ યોગ્ય વૃક્ષની રોપણી કરવામાં આવે તો તે જ ખેતરની ઉપજમાં વધારો થઈ જવાની સંભાવના રહેલી છે. અયોગ્ય વૃક્ષ રોપવામાં આવે તો તેને પરિણામે જમીનમાં ચોક્કસ પ્રકારની જીવાત વધી જવાની સંભાવના છે. બીજીતરફ યોગ્ય વૃક્ષની રોપણી કરવામાં આવે તો તેને પરિણામે ખેતરમાંના પાકને પોષક દ્રવ્યો પણ મળી રહે છે. તેમ જ ખેતરના પાકને માટે પૂરતું પાણી પણ જાળવી રાખે છે.
ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટી એટલે કે સૌરાષ્ટ્ર કૃષિ યુનિવર્સિટી, આણંદ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને નવસારી કૃષિ યુનિવર્સિટીએ ખેતરને શેઢે ઉગાડવા લાયક વૃક્ષોના નામ અને તેની વિગતો પૂરી પાડેલી જ છે. આ યાદીમાં સૌથી પહેલું નામ આવે છે કડવા લીમડાના વૃક્ષનું. કડવા લીમડાંનું ઝાડ કુદરતી રીતે જ ખેતરમાંના પાકને વિષારી બેક્ટેરિયાના આક્રમણ સામે રક્ષણ આપે છે. જોરથી ફૂંકાતા પવનને રોકે છે. તેને પરિણામે પરાગરજ બહુ દૂર સુધી ફંગોળાઈ જતી અટકે છે. કડવા લીમડાંના વૃક્ષના મૂળ જમીનની તન્દુરસ્તીમાં સુધારો કરે છે. કડવા લીમડાંના પાંચ કિલો પાન અને કુમળી ડાળખી પંદર દિવસે ગાયને આપી દેવામાં આવે તો ગાય પણ આરામથી તે ખાઈ જાય છે. ગાયને પણ કોઠાસૂઝ છે કે કડવા લીમડાંના આ પાન તેની તન્દુરસ્તી માટે લાભદાયક છે. આમ કડવો લીમડો પશુના આહાર માટે પણ વાપરી શકાય છે.
બાવળનું ઝાડ પણ ખેતરને શેઢે ઉગાડવું લાભદાયક મનાય છે. કૃષિ પાક માટે જોઈતા નાઈટ્રોજનને જાળવી રાખવાનું કામ પણ બાવળનું ઝાડ કરે છે. નાઈટ્રોજન કૃષિ ઉપજ માટે મહત્વનું ઘટક છે. બાવળના કાંટાં લાગવાનું જોખમ હોવા છતાં તેના પાન પશુઓનો એટલે કે ગાય, ભેંસ અને બકરીઓના ચારા તરીકે પણ વાપરી શકાય છે. બાવળના ઝાડના કાંટા હોવાથી ખેતીને નુકસાન કરતાં અને રઝળતા જાનવરોથી ખેતરને રક્ષણ પણ આપી શકે છે. બાવળની પાતળી ડાળીનો દાતણ તરીકે એટલ કે રોજ સવારે મોંઢું ચોખ્ખું કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. દાતણ ચાવવાથી દાંત મજબૂત બને છે. તેમાંના કુદરતી ઘટકો માનવ મુખમાના હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે.
સુબબુલ કે સુબાવળ ખેતરને શેઢે રોપવાને લાયક વૃક્ષની કેટેગરીમાં આવે છે. સુબાવળ ઝડપથી ઉગી જતું વૃક્ષ છે. નાઈટ્રોજન ફિક્સ કરવાની એટલ કે નાઈટ્રોજનને જાળવી રાખવાની ક્ષમતા ધરાવતું વૃક્ષ છે. વેગથી આવતા વાયુની ગતિ પર બ્રેક લગાવવાને સક્ષમ છે. પશુઓના ચારા તરીકે તેના પાનનો ઉપયોગ થઈ શકે છે. આ વૃક્ષ લીસાબાવળના નામે પણ ઓળખાય છે. લીસાબાવળનો માવો કાગળ બનાવવા માટેના કાચા માલ તરીકે ઉપયોગી ગણાય છે. સુબાવળ-લીસાબાવળના પાન અને કુમળી ડાળીઓમાં પ્રોટીનનું પ્રમાણ ખાસ્સું વધારે હોવાથી તેનો પશુઓના ચારા તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. પશુઓના પાચનતંત્રને મજબૂત બનાવવાનું કામ પણ સુબાવળના પાન કરે છે.
દેશી બોરડી ખેતરને શેઢે રોપી શકાય છે. દેશી બોરડી ખેતરની વાડ તરીકે કામ આપે છે. તેમાંથી માનવ ખાઈ શકે તેવા બોર મળે છે. દુષ્કાળના સમયમાં ટકી રહેવાની ક્ષમતા દેશી બોરડીનું વૃક્ષ ધરાવે છે. ક્ષારયુક્ત જમીનમાં પણ ટકી રહેવાની ક્ષમતા દેશી બોરડી ધરાવે છે.
પીળા ફૂલ આપતી પીલુંડીની ઝાડ પણ ખેતરને શેઢે રોપી શકાય છે. ક્ષારયુક્ત જમીનમાં ટકી રહેવાની ક્ષમતા પીલુંનું વૃક્ષ ધરાવે છે. પીલુડીના ફૂલ જાતજાતના પક્ષીઓને આકર્ષે છે. પશુઓ માટેનો પીલુડીના પાનફૂલ આહાર તરીકે પણ વાપરી શકાય છે.
પોષક તત્વોનો ખજાનો ધરાવતું સરગવાનું વૃક્ષના પાન અને તેની સિંગ ખાવા માટે ઉપયોગમા લઈ શકાય છે. પશુઓને પોષક ઘટકો મળી રહે તે માટે પખવાડિયે એકવાર સરગાવાના પાન અને કુમળી ડાળી આહાર તરીકે આપી શકાય છે. પશુઓની તન્દુરસ્તી જાળવી રાખવામાં સરગવાના પાન ઉપયોગી ગણાય છે. સરગવાના પાન અને ફળી-સિંગનો ઉપયોગ ઔષધ તરીકે પણ કરવામાં આવે છે. ખેતરમાં લીધેલા પાકને માટે સરગવો જરાય અવરોધરૂપ બનતો નથી.
કરંજનું ઝાડ પણ ખેતરને શેઢે ઉગાડવા માટે ઉત્તમ ગણાય છે, કારણ કે તે જમીનમાંના નાઈટ્રોનને જાળવી રાખવાનું કામ કરે છે. તેના બીજમાંથી બાયોફ્યુલ બને છે. તેમ જ ઊભા પાકને છાયડો પૂરો પાડવાનું પણ કામ કરે છે. કરંજના ઝાડની પાતળી ડાળીનો પણ દાતણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. મનુષ્યના હલતા દાંત ફરીથી ફિક્સ કરી દેવાની એટલે કે ફરીથી મજબૂત અને ન હલે તેવા કરી દેવાની ક્ષમતા કરંજના ઝાડની ડાળીનું દાતણ ધરાવે છે. તેના જેવી મોઢાની સફાઈ કોઈપણ ટૂથપેસ્ટ કરી શકે તેવું કહી શકાય નહિ.
ખેતરના શેઢા પર સીતાફળનું ઝાડ રોપવાથી પણ લાભ થાય છે. મધ્યમ ઊંચાઈ ધરાવતું આ વૃક્ષ ઓછામાં ઓછું પાણી જમીનમાંથી શોષે છે. તેથી તેની આસપાસમાં વાવવામાં આવેલા અન્ય પાકને પાણીની અછત પડતી નથી. ખેતરના શેઢા પર સીતાફળી રોપવાથી તેના પર બેસતા ફળ થકી ખેડૂતોને આવક પણ થઈ શકે છે. સીતાફળીના પાન પણ જીવામૃત બનાવવા માટે ઉપયોગી છે. ગૌમૂત્રમાં આંકડા, લીમડાં અને ધતુરાના પાન પાસે મિક્સ કરીને પંદર દિવસ સુધી તેને આથો આવવા દેવામાં આવે તો તેમાંથી અત્યંત અસરકારક કુદરતી જંતુનાશક બને છે. જે ઊભા પાકને જીવાતના આક્રમણ સામે રક્ષણ આપે છે.
ટીકનું એટલે કે ટીક લાકડું આપતું અને લાંબા સમય સુધી રાહ જોઈ શકવાની ખેડૂતમાં ક્ષમતા હોય તો તેના વૃક્ષને રોપી શકાય છે. લાંબા ગાળે તેમાંથી બહુ જ મોટી આવક થઈ શકે છે. ટીકનું લાકડું બહુ જ લાંબું ટકે તેવી અને બહુ જ કિંમતી ગણાય છે. તેને બહુ જીવાત પણ લાગતી નથી. ખેતરની ચોમેર તેવી રોપણી કરવાથી ખેતરને રક્ષા પણ મળી રહે છે.
ખેતરને શેઢે કમળકાકડી રોપી શકાય છે. કમળકાકડી(Agave) શેઢા પર રોપવાથી જાનવરો ખેતરમાં ઘૂસતા અટકે છે. અન્ય પાક સાથે તે કોઈપણ રીતે સ્પર્ધા કરતું નથી. જમીનમાંથી પાણી શોષવામાં કે પોષક દ્રવ્યો શોષવામાં અન્ય છોડના વિકાસને રૂંધવાનું કામ કરતું નથી. તેમ જ ખેતરને શણગારવામાં આવ્યું હોય તેવો આભાસ ઊભો કરે છે. ઓછા પાણીવાળા વિસ્તારમાં પણ આ વૃક્ષ વિકસી શકે છે. તેનો ઉપયોગ બાયોફ્યુઅલ તરીકે પણ થઈ શકે છે. તેનાથી ખેડૂતને આવક પણ થઈ શકે છે. આ વૃક્ષના પાનમાંથી ફાઈબર બનાવી શકાય છે. તેનો ઉપયોગ દોરડા અને પગલૂછણિયા બનાવવા માટે કરી શકાય છે. તેમાંથી એથેનોલ પણ બની શકે છે. કમળકાકડીનો ઔષધ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. કમળકાકડીના છોડની ખાસિયત એ છે કે તેના પાન અને ડાળખી તથા મૂળમાં પાણી સંગ્રહી રાખી શકે છે. તેથી દુષ્કાળમાં પણ ટકી શકે છે. કમળકાકડીમાંથી બનાવવામાં આવતા બાયોફ્યુઅલ કે અન્ય વસ્તુઓ થકી અંદાજે રૂ. 2500થી રૂ.7000 સુધીની આવક થઈ શકે છે.
શેઢા પર ઉગાડેલા વૃક્ષ થકી આવક પણ થાય છે. ખેતરની ઉપરની જમીનનો ઘસારો અટકાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો જમીનનો કસ જળવાઈ રહે છે. કપાસ, શાકભાજી અને કઠોળના પાકને ઝડપી હવાથી થતાં નુકસાન સામે રક્ષણ આપે છે. શેઢા પરના વૃક્ષ જમીનનો ભેજ જાળવી રાખવામાં મદદ કરે છે. આ વૃક્ષ પર બેસવા માટે પંખીઓ પણ વધારે આવે છે. નુકસાનકારક જીવાતની વૃદ્ધિ અટકાવે છે. શેઢા પર ઝાડ રોપવાથી ખેડૂતને વધારાની આવક પણ થાય છે.
શેઢા પર નિલગીરીનું ઝાડ ક્યારેય ન રોપતા
નિલગીરીનું ઝાડ રોજના 90થી 100 લિટર પાણી શોષી લેતું હોવાથી તે ખેતરમાંના છોડવાઓની પાણીની જરૂર પૂરી ન થાય તેવી સંભાવના રહેલી છે. નિલગીરીના મૂળ 20 ફૂટ સુધી ફેલાઈ જતાં હોવાથી ખેતરમાંના છોડની પાણીની અને પોષક દ્રવ્યોની જરૂરિયાત પૂરી કરવામાં અવરોધ આવી શકે છે. નિલગીરીના વૃક્ષમાંથી એલોપથિક કેમિકલ છૂટે છે જે જમીનમાંના ખેતીને ઉપયોગી બેક્ટેરિયાને નુકસાન કરે છે.
ગાંડો બાવળ તો ક્યારે પણ ખેતરના શેઢા પર રોપવાની ભૂલ કરવી નહી. આખા ખેતરની જમીન પર કબજો જમાવતો હોય તેમ તે વધી જશે. જમીનમાંનું પાણી વધારેમાં વધારે શોષી લે છે. તેથી અન્ય છોડવાઓને પાણી ન મળે તેવી સંભાવના છે. તેનાથી જમીનના પી.એચ. લેવલ પણ બદલાઈ જાય છે. જમીનમાં ઉધઈ અને પાકને નુકસાનકારક જીવાતો વધી જાય છે. ગાંડાં બાવળના પાન નીચે પડે તો તેની આસપાસના બીજા છોડના અંકુરિત થવાની પ્રક્રિયાને રૂંધી નાખે છે.
શિરીષ, સરસડો કે સસ તરીકે ઓળખાતું વૃક્ષ પણ ખેતરના શેઢે રોપવું ન જોઈએ. તેના મૂળ બહુ ઊંડા ન જતાં હોવાથી બીજા છોડના મૂળ સાથે પોષક દ્રવ્યો અને પાણી ખેંચવામાં સ્પર્ધા કરે છે. ટૂંકમાં બીજા છોડના વિકાસમાં અવરોધ ઊભો કરી શકે છે.
શરુનું ઝાડ પણ ખેતરના શેઢે ઉગાડવું જ ન જોઈએ. તેનાથી જમીન એસિડિક બની જાય છે. પરિણામે ખેતરમાં અન્ય છોડની ઉપજમાં ખાસ્સો ઘટાડો લાવી શકે છે.
વાંસના વૃક્ષ પણ ખેતરને શેઢે લગાડવા ન જોઈએ. કારણ કે તેના ઝડપી વિકાસને કારણે તેના મૂળ ખેતરની વનસ્પતિઓ સુધી લંબાય છે. તેથી જમીનમાંથી પોષક દ્રવ્યો શોષવામાં સ્પર્ધા થાય છે. તેથી નાના છોડવાઓનો વિકાસ અટકી શકે છે.
ખેતરને શેઢી વડ કે પછી પીપળાનું ઝાડ ઉગાડવું ન જોઈએ. તેની ઘટા ખાસ્સી મોટી હોય છે. તેથી જમીન પર ઘેરો છાયડો થઈ જાય છે. પરિણામે ખેતરમાં ઊભા પાકને જોઈતો તડકો ન મળે તેવી સંભાવના વધી જાય છે. તેના મૂળ વધુને વધુ જગ્યામાં ફેલાતા જાય છે. તેથી બીજા છોડના મૂળને વિકસવાની તક મળતી નથી.
સિલ્વર ઓકનું ઝાડ પણ ખેતરના શેઢે ઉગાડવું ન જોઈએ. સિલ્વર ઓક મૂળ ભારતનું ઝાડ જ નથી. તેના મૂળને રોગ લાગવાની શક્યતા વધારે રહેલી છે. જમીનની અંદરના ક્લાઈમેટને બદલી નાખવામાં તેનો મોટો ફાળો છે.
ખેતરના શેઢે અયોગ્ય વૃક્ષ રોપવાને કારણે ખેતરના પાક માટે જોઈતું પાણી ઓછું પડવાની શક્યતા રહેલી છે. ખેતરમાં રોપેલા બીજ અંકુરિત ન થવાની શક્યતા રહેલી છે. કઠોળ, અનાજ અને શાકભાજીના પાકના વિકાસમાં અવરોધ ઊભો કરી શકે છે. તેના પર ફૂલ બેસવાની પ્રક્રિયાને મંદ કરી દે છે. સૂરજનો પાક ઓછો પસંદ કરતાં કપાસ અને તલના ઉતારા ઘટી જવાની સંભાવના છે. તેમ જ મેલીબગ્સ, ઉધણ સહિતની નુકસાનકારક જીવાત વધી જવાની દહેશત છે. ઝાડના અને ખેતરના પાકના મૂળ પોષક દ્રવ્યો મેળવવા માટે હરીફાઈ કરે તેવી સંભાવના વધી જાય છે. અમદાવાદ જિલ્લાની વાત કરવામાં આવે તો કડવા લીમડાં, બબુલ-બાવળ, દેશી બોરડી, કરંજ, સરગવો, સુબાવળ, સીતાફળ અને કમળકાકડી ખેતના શેઢા પર રોપી શકાય છે.
કયા પાકના ખેતરને શેઢે કયા વૃક્ષ રોપી શકાય
મગફળીના ખેતરને શેઢે કડવા લીમડાનું ઝાડ રોપી શકાય છે. તેનાથી ગતિમાન હવા સામે પાકને રક્ષણ મળે છે. પાકને રોગ લગાડતી જીવાતનું આક્રમણ ઓછું થાય છે. જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે. કપાસના ખેતરને શેઢે સુબાવળ અને કરંજના ઝાડ રોપી શકાય છે. જીરું અને ઘઉંના ખેતરની આસપાસ બોરડી અને સરગવાના ઝાડ રોપી શકાય છે. ટામેટાં, રિંગણની ખેતી કરવામાં આવી હોય તે ખેતરના શેઢે અગેવ એટલે કે રામબાણ તરીકે ઓળખાતા વૃક્ષની રોપણી કરી શકાય છે. ઓછા પાણીમાં રામબાણ ઉગી શકે છે. જમીની માટીને સ્થિર કરી ફળદ્રુપતા વધારે છે. ઘસારો રોકે છે. બાયોફ્યુઅલ પણ તેમાંથી બની શકે છે. પડતર જમીનને ખેતીલાયક બનાવવામાં પણ રામબાણ ઉપયોગી સાબિત થાય છે. જમીનનો કસ વધારી આપતું હોવાથી વેસ્ટલેન્ડમાં રામબાણ રોપવા લાભદાયક ગણાય છે. જમીનમાં કાર્બનનું પ્રમાણ વધારી આપે છે.