• 16 January, 2026 - 1:32 AM

હવે ખાનગી સ્કૂલોની મનમાની નહીં ચાલે : ગુજરાતની 5,780 શાળાની ફી ઓનલાઇન જાહેર

ગુજરાતની વિવિધ સ્કૂલો દ્વારા મનફાવે તેમ ફીમાં વધારો કરવાની મનમાની ચાલશે નહીં. એટલું જ નહીં હવે ખાનગી શાળાઓ ફી છુપાવી પણ શકશે નહીં કારણ કે, ગુજરાતની 5,780 ખાનગી શાળાઓની ફી નક્કી કરાઈ છે અને તે એફઆરસીની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ હવે સ્કૂલ ફી મામલે છિઈ કડક બની છે. વધુ પ્રમાણમાં વસૂલાતી ફીને કારણે અને તેના પર અંકુશ મૂકવા માટે ફી રેગ્યુલેટરી કમિટીએ મોટો અને પારદર્શક નિર્ણય લીધો છે. જેમાં રાજ્યની 5780 ખાનગી શાળાઓએ કેટલી ફી વસૂલવી તેની માહિતી એફઆરસીની સત્તાવાર વેબસાઇટ પર મૂકી દેવાઈ છે. ઘણી શાળાઓમાં ફીમાં ઘટાડો કરવામાં આવ્યો હોય તેવી શાળાઓએ ફી પરત અથવા એડજેસ્ટ કરી આપવી પડશે. જોકે કેટલીક શાળાઓ ફી ઘટાડાના આદેશ સામે અપીલ માટે જાય તેવી શક્યતા છે.

હવે એફઆરસીની વેબસાઇટ પર ફી જાહેર થતાં વાલી-વિદ્યાર્થીઓ સરળતાથી માહિતી મેળવી શકશે. જો કોઈ સ્કૂલ નિયત ફી કરતાં વધુ રકમ વસૂલશે તો શિક્ષણ વિભાગમાં સીધી ફરિયાદ કરી શકાશે, જેનાં કારણે ગેરરીતિ કરનાર સંચાલકો સામે કાર્યવાહી સરળ બનશે

Read Previous

લેન્ડ રેવન્યુ એક્ટ અંગે ફેરવિચાર કરવા ગુજરાત સરકારે કમિટી રચી

Read Next

ભારતની મહત્વપૂર્ણ સિદ્ધિ , જાપાનને પછાડી વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular