માત્ર બે કલાક જ ફોડી શકાશે ફટાકડા? ગુજરાત સરકાર દ્વારા ફટાકડા ફોડવા અંગે ગાઈડલાઈન જાહેર કરાઈ
દિવાળીના તહેવારની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. દિવાળીના તહેવાર પર લોકો ફટાકડા ફોડે છે અને આતશબાજી કરે છે. રાજ્ય સરકારે દિવાળી પર ફટાકડા ફોડવા અંગે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.
દિવાળીના તહેવાર શરુ થવાને હવે વેઢે ગણાય તેટલા દિવસો બાકી છે, ત્યારે દિવાળી પર નિશ્ચિત સમય માટે જ ફટાકડા ફોડી શકાશે. સુપ્રીમ કોર્ટના નિર્દેશનું સ્પષ્ટ રીતે પાલન કરવા રાજ્ય સરકારે નાગરિકોને પાલન કરવા સૂચન કર્યું છે
જો ગાઈડ લાઈન પર વિગતવાર નજર કરીએ તો શહેરના બજારો, શેરીઓ તેમજ જાહેર રસ્તા, પેટ્રોલ પંપ, સીએનજી અને એલપીજી બોટલિંગ પ્લાન્ટ, એલપીજી ગેસના સ્ટોરેજ અને એરપોર્ટની નજીક ફટાકડા ફોડી શકશે નહીં. માત્ર બે કલાક જ ફટાકડા ફોડી શકાશે.
સૌથી મહત્વની વાત એ છે કે ભૂતકાળમાં દિવાળીમાં આગના બનાવો બન્યા જેમાં ચાઇનીઝ તુક્કલને કારણે આગની ઘટના સૌથી વધુ હતી. જેથી પોલીસે ચાઇનીઝ તુક્કલ, બલૂનના વેચાણ તેમજ ઉપયોગ સામે પ્રતિબંધ મૂક્યો છે.
હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્ર, શૈક્ષણિક સંસ્થા, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોના 100 મીટરના એરિયાને સાયલન્ટ ઝોન ગણી ત્યાં ફટાકડા ફોડી શકાશે નહીં. આ જાહેરનામું બે દિવસના તહેવારમાં બે સમય નક્કી કરાયો છે, જેમાં દિવાળી અને અન્ય તહેવારોમાં ફટાકડા રાત્રે 8થી રાત્રે 10 વાગ્યા સુધી ફોડી શકશે, જ્યારે નવા વર્ષના દિવસે રાત્રે 11.55 થી રાત્રે 12.30 વાગ્યા સુધી ફોડી શકશે.
ગાઈડલાઈન મુજબ વધુ ઘોંઘાટ કરતા ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ફટાકડા ઈ કોમર્સ વેબસાઈટ પર વેચાણ થઈ શકશે નહીં. જાહેરનામાનો જો કોઈ ભંગ કરશે તો તેની સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે.પરંતુ હવે એ જોવાનું કે સુપ્રીમ કોર્ટના નિર્દેશનું સ્પષ્ટ રીતે પાલન કરવા રાજ્ય સરકારે નાગરિકોને પાલન કરવા સૂચન કર્યું છે તેનો અમલ ગુહ વિભાગ કેવી કાર્યવાહી કરશે તે જોવાનું રહેશે …….?


