અમદાવાદના ભાવિ વિકાસની દિશા નક્કી કરતા ‘યુથકોન – ધ અનસ્ટોપેબલ્સ’નું આયોજન

ગાહેડ પ્રોપર્ટી ઓલિમ્પિયાડમાં વિઝનરીઝ પેનલ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ રહ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે ક્રેડાઈ અમદાવાદ ગાહેડ આયોજિત ૨૦માં ગાહેડ પ્રોપર્ટી ઓલિમ્પિયાડનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ ગાહેડ પ્રોપર્ટી ઓલિમ્પિયાડમાં વિઝનરીઝ પેનલ અંતર્ગત ૯ જાન્યુઆરીના રોજ માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ રહ્યા હતા.
શહેરના ભાવિ વિકાસ, શહેરી આયોજન અને રિયલ એસ્ટેટ ક્ષેત્રના આગામી પડકારો અને શક્યતાઓ પર ચર્ચા કરવા માટે ક્રેડાઈ અમદાવાદ ગાહેડ દ્વારા આયોજિત ‘યુથકોન – ધ અનસ્ટોપેબલ્સ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ૨૦મા ગાહેડ પ્રોપર્ટી ઓલિમ્પિયાડના ભાગરૂપે ૯ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું.
આ વિશેષ કાર્યક્રમ અંતર્ગત ‘ધ વિઝનરીઝ પેનલ’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મુખ્ય અતિથિ અને કી-નોટ પેનલિસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેઓ અમદાવાદના ભવિષ્યના વિકાસ માટે સરકારના વિઝન અને નીતિગત દિશા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ પેનલમાં દેશના રિયલ એસ્ટેટ અને ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ ક્ષેત્રના અગ્રણીઓ પણ જોડાયા હતા. ક્રેડાઈના નેશનલ પ્રેસિડેન્ટ શ્રી શેખરભાઈ પટેલ અને ક્વોલિટી કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના ચેરમેન શ્રી જક્ષયભાઈ શાહ વગેરે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ અમદાવાદને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક શહેર તરીકે વિકસાવવા માટેના બ્લ્યુપ્રિન્ટ પર ચર્ચા કરવાનો છે. ખાસ કરીને યુવાનો, ડેવલપર્સ, ઈન્ડસ્ટ્રી લીડર્સ અને પોલિસી મેકર્સને એક મંચ પર લાવી ભવિષ્યના શહેરના સ્વરૂપ અંગે સંવાદ સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને કોન્સ્ટેરા (Constera) દ્વારા સ્પોન્સર કરવામાં આવી રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છેકે, ગાહેડ પ્રોપર્ટી ઓલિમ્પિયાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં આવેલા પ્રમાણિત રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સને રજૂ કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે ઊભરી આવ્યું છે અને ભારતના ઝડપી વિકાસ પામતા શહેરોમાંથી એક એવા અમદાવાદમાં પ્રગતિ, નવીનતા અને શ્રેષ્ઠતાનું પ્રતીક બની ગયું છે. એક્ઝિબિશનમાં વિવિધ સેગમેન્ટ્સના ૪૦૦થી વધુ પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા છે. આ પ્રદર્શન જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાઈ રહ્યું છે અને ૯થી ૧૧ જાન્યુઆરી સુધી લોકો માટે ખુલ્લું રહેશે.



