• 17 January, 2026 - 8:13 AM

લઘુતમ ટેકાના ભાવનો ફિયાસ્કો થતાં ટેકાના ભાવ પ્રમાણે ખેતઉપજની કિંમત મળે તે માટે સરકાર ભાવાંતરની યોજના લાવે

સરકારે ટેકાના ભાવ જાહેર કર્યા તે પછી ખેડૂતો તેમની ખેતઉપજ વેચવા નીકળ્યા તો ટેકાના ભાવથી ૯થી ૩૦ ટકા ઓછા મળ્યા, સરકારની યોજનાની નિષ્ળતા બહાર આવી

અમદાવાદઃ સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે અને સંખ્યાબંધ પેરામીટર્સને ધ્યાનમાં રાખીને લઘુતમ ટેકાના ભાવ નક્કી કરતી હોવા છતાં ગુજરાતના ખેડૂતોને લઘુતમ ટેકાના ભાવ કરતાં ઓછા ભાવે વેચવાની ફરજ પડે છે. આ સંજોગમાં ખેડૂતોને ભાવાંતરની યોજનાનો લાભ આપવો જોઈએ. ભાવાંતરની યોજનામાં ખેડૂતને બજારમાં મળેલા ભાવ અને ટેકાના ભાવની રકમ વચ્ચેના ગાળાની રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની વ્યવસ્થા હેઠળ ખેડૂતેને તેમના બેન્ક ખાતામાં તત્કાળ જમા આપી દવાની વ્યવસ્થા કરવી જોઈએ, એમ ખેડૂતોની સંસ્થા સાથે સંકળાયેલા કનુભાઈ પટેલનું કહેવું છે. ભાવાંતર યોજના ઉપરાંત ખેડૂતો પાસેથી માલ ખરીદતા વેપારીઓને ટેકાના ભાવથી ઓછા ભાવની બોલી જ ન લગાવવા દેવાનો કાયદો લાવવો જોઈએ. તેમ કરવાથી ટેકાના ભાવથી ઓછા ભાવે ખેતઉપજ લઈને ખેડૂતોને ખંખેરી લેવાની પ્રવૃત્તિ પર અંકુશ આવી શકશે.

લઘુતમ ટેકાના ભાવથી ઊંચી કિંમતની જ બોલી લગાવવાની ખાનગી વેપારીઓને સરકાર ફરજ પાડે

જોકે તેમાં ગેરરીતિ ન થાય તે મો  સરકાર ખેતીની સંપૂર્ણ ઉપજ ખરીદતી ન હોવાથી આ સમસ્યા ઊભી થઈ રહી છે. તદુપરાંત ખેડૂતોની ઉપજ ખરીદનારા વેપારીઓને લઘુતમ ટેકાના ભાવથી નીચી કિંમતની બોલી લગાવવાની છૂટ જ ન આપવી જોઈએ. હા, ખેડૂતોએ તેમની જમીનમાં લીધેલો જ પાક લઈને આવ્યા હોવાનું પ્રસ્થાપિત કરવા માટે તલાટી સરપંચ પાસેથી તેના પ્રમાણપત્ર લઈને ટેકાના ભાવે ખરીદી કરવા માટે રજૂ કરવાજ રુરી છે.મહેસૂલ ખાતેા હેઠળ કામ કરતાં પુરવઠા ખાતાના અધિકારીઓ ભ્રષ્ટ હોવાથી તેઓ કોઈપણ રીતે ખેડૂતોને ઓછા ભાવ મળે તે માટે કદડો કરતાં હોવાનું જોવા મળે છે. આ સ્થિતિને બદલવા એક અલગ જ વિભાગની રચના કરવી જરુરી હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. તેમ કરીને ખેડૂતોને તેમની ખેત ઉપજના વાજબી ભાવ અપાવવાના દરવાજા ખોલી શકાશે.

આ વરસે કપાસના ટેકાના રૃા. ૮૧૧૦થી વધુના ભાવ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. છતાં તેમનો કપાસ રૃા. ૧૪૦૦થી રૃા. ૧૬૦૦ના ભાવે વેચવો પડી રહ્યો છે. આમ તેમને ટેકાન ભાવ કરતાં નીચા ભાવ મળી રહ્યા છે. તમામ ખરીફ પાકો ઓક્ટોબરથી ડિસેમ્બર ૨૦૨૫ના મુખ્ય કાપણી ગાળામાં તેમની લઘુત્તમ ટેકાના ભાવ કરતાં ખેડૂતોને ૯ થી ૩૦ ટકા ઓછા મળ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. મકાઈના ખેડૂતોને સરેરાશ માત્ર રૃ. ૧,૬૮૪ પ્રતિ ક્વિન્ટલ મળ્યા હતા. સરકારે મકાઈના ટેકાના ભાવ રૃ. ૨,૪૦૦ નક્કી કર્યા છે. જુવારનો સરેરાશ ભાવ રૃ. ૩,૩૫૭ પ્રતિ ક્વિન્ટલ રહ્યો હતો. જુવારનો ખેડૂતોને મળેલો ભાવ સરકારે નક્કી કરેલા ટેકાના ભાવ કરતાં ૯ ટકા ઓછો છે. આ જ રીતે બાજરી(મિલેટ)ના ક્વિન્ટલદીઠ ભાવ રૃ. ૨,૩૧૮ મળ્યા હતા. આ ભાવ ટેકાના ભાવ કરતાં ૧૬.૫ ટકા ઓછા છે.

કપાસ અને કૃષિ માટે કરવામાં આવલી વ્યવસ્થા

લાંબા રેશાવાળા કપાસનો સરેરાશ ક્વિન્ટલદીઠ ભાવ રૃ. ૭,૦૩૪ પ્રતિ ક્વિન્ટલ રહ્યો હતો. આ ભાવ સરકારે નક્કી કરી આપેલા લઘુતમ ટેકાના ભાવ રૃ. ૮,૧૧૦ કરતાં ૧૩ ટકા ઓછા છે. વર્તમાન ભાવ પર ત્રિરાશી માંડવામાં આવે તો વાસ્તવિક ટેકાના ભાવમાં ૨૦૨૫-૨૬માં માત્ર ૦.૮ ટકા વધીને રૃ. ૫૪.૨૮ લાખ કરોડ થયું છે, જે ૨૦૨૪-૨૫માં રૃ. ૫૩.૮૫ લાખ કરોડ હતું.

ખેડૂતને ખેતઉપજના ભાવ કેટલા મળ્યા

ખેત ઉપજ          ટેકાના ભાવ           બજારમાં મળેલા ભાવ         ઘટાડો ટકામાં

અડદ                  રૂ. ૭૮૦૦               રૃ. ૬૦૯૦                            -૨૧.૯ ટકા

તુવેર                   રૃા. ૮૦૦૦               રૃા. ૮૦૦૦                            – ૧૭.૫ ટકા

મગ                      રૃા. ૮૭૬૮             રૃા. ૬૫૭૫                          – ૨૫ ટકા

સોયાબિન           રૃા. ૫૩૨૮              ર-ા. ૪૧૯૭                       – ૨૧.૧૩ ટકા

મગફળી               રૃા. ૭૨૬૩             રૃા. ૫૫૮૩                         – ૧૬૮૪ ટકા

મકાઈ                  રૃ. ૨૪૦૦               રૃા. ૧૬૮૪                           -૧૬.૦૫

બાજરો                રૃા.૨૭૫૨              રૃા. ૨૩૧૮                           – ૧૬.૫ ટકા

જુવાર                  રૂ.૩૬૯૯              રૃા.૩૩૫૭                           -૯.૦૨ ટટકા

 

 

 

 

 

Read Previous

GST રિટર્નમાં થયેલી સચ્ચાઈભરી અને અનિચ્છિત ભૂલો સુધારવાની છૂટ આપેઃ હાઈકોર્ટ

Read Next

GST રિટર્ન ફાઈલ કરવામાં વેપારીથી અજાણતા થયેલી ભૂલો સુધારવાની તક આપવી જોઈએ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular