સરકારે નકલી બીજના વેચાણ પર નિયંત્રણ લાવવા બીજ બિલનો મુસદ્દો રજૂ કર્યો

- બીજ બિલના મુસદ્દા પર ટિપ્પણી કરવા માટે 11મી ડિસેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો
- બિલના મુસદ્દામાં મુખ્ય ગુના માટે રૂ.10 લાખનો દંડઃ 5 વર્ષમાં ફરી ગુનો થાય તો રૂ.20 લાખ સુધી દંડની જોગવાઈઃ રૂ.20 લાખ દંડ પછી ફરી ગુનો થાય તો રૂ.30 લાખ દંડ અને ડીલરશિપ લાયસન્સ રદ કરશે, ત્રણ વર્ષની જેલની સજા કરશે
અમદાવાદઃ સરકારે નકલી બીજના વેચાણ પર નિયંત્રણ લાવવા બીજ બિલનો મુસદ્દો- Seeds Bill to curb sale of spurious seeds-રજૂ કર્યો છે. બીજ બિલના મુસદ્દામાં નાની ભૂલોને અપરાધની શ્રેણીમાંથી દૂર કરીને તેને ડીક્રીમિનલાઇઝ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ પગલું લઈને ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ-Ease of Doing Business વધારવાનો અને કાયદાનું પાલન કરવાનો બોજ ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારે ડ્રાફ્ટ બીજ બિલ(Draft of seed bill)નો મુસદ્દો જાહેર કરીને એક મહિનામાં એટલે કે 11મી ડિસેમ્બર 2025 સુધીમાં જાહેર જનતા પાસે ટિપ્પણીઓ (Public opinion in one month)મંગાવી છે. સંસદના આગામી સત્રમાં બીજ બિલ પર ચર્ચા કરીને મંજૂર કરી શકાય તે માટેની વ્યવસ્થા કરવાના ધ્યેય સાથે બીજ બિલનો મુસદ્દો વહેતો મૂકવામાં આવ્યો છે.
બીજ બિલના મુસદ્દામાં નોંધણી પ્રક્રિયામાં મોટા સુધારા અને ખેડૂતોને ખરા-જિન્યૂઇન બીજ ઉપલબ્ધ રહે તે માટે તથા નકલી બીજોના વેચાણને ગુનો ગણાવી ₹50,000 થી ₹30 લાખ સુધીના દંડના પ્રાવધાન સાથે કડક નિયમો રાખવામાં આવ્યા છે. કૃષિ મંત્રાલયે જણાવ્યું કે હિતધારકોએ 11 ડિસેમ્બર સુધીમાં સૂચનો આપવા જોઈએ. પ્રસ્તાવિત કાયદો હાલના Seeds Act, 1966 અને Seeds (Control) Order, 1983નું સ્થાન લેશે. .
કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે બજારમાં મળતા બીજ અને રોપણી માટેની સામગ્રીની ગુણવત્તાને નિયમિત કરવાનું કામ બીજ બિલ કરશે. પરિણામે ખેડૂતોને ઊચ્ચ ગુણવત્તાવાળા બીજ વાજબી દરે મળે તે સુનિશ્ચિત કરશે, નકલી અને નીચી ગુણવત્તાવાળા બીજોના વેચાણને અટકાવશે, ખેડૂતોને નકલી બીજથી થતાં નુકસાન સામે રક્ષણ આપશે.નવી જાતોના સંશોધન માટે વિદેશી બીજ આયાતમાં મુક્તિ આપશે, તેમ જ બીજ સપ્લાય ચેઇનમાં પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરશે. બિલમાં નાની ભૂલોને ડીક્રીમિનલાઇઝ કરીને વ્યવસાયને સરળ બનાવવાનો અને પાલનનો ભાર ઘટાડવાનો પ્રસ્તાવ છે, જ્યારે ગંભીર ઉલ્લંઘનોને દંડવા માટે કડક જોગવાઈઓ યથાવત́ રાખવામાં આવી છે.
ટ્રેડર ફ્રેન્ડલી જોગવાઈ
બીજ બજારના નિષ્ણાતોનું કહેવું છે કે બીજ બિલનો મુસદ્દો વેપાર કરનારાઓના મિત્ર જેવું અને વિકાસને વેગ આપે તેવું છે. બીજ બિલ કાયદાનું સ્વરૂપ ધારણ કરશે તે પછી બીજ કંપનીઓને ખેડૂતો દ્વારા અનાવશ્યક કેસોમાં ખેંચાવું પડશે નહિ. તેમની કોર્ટ કેસની સમસ્યા હળવી થશે. આ અધિનિયમ હેઠળ કોઈપણ દંડનીય ગુનાની કોર્ટકાર્યવાહી માત્ર સીડ ઇન્સ્પેક્ટર દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પરથી જ થશે.
નજીવા ગુનામાં સજા કઈ થશે
કાયદા અનુસાર કેન્દ્રીય/રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સરકારો દંડ નક્કી કરવા માટે સત્તાધિકારી અધિકારીને નિમણૂક કરી શકશે અને તે અધિકારી સંબંધિત વ્યક્તિને સાંભળ્યા પછી દંડ નક્કી કરી શકશે. બીજ બિલના મુસદ્દામાં મૂકવામાં આવેલી કલમ 34(1) અનુસાર નકલી બીજનું વેચાણ કરવાના પ્રથમ નજીવા ગુના માટે નકલી બીજનું વેચાણ ન કરવા માટે વેપારમાં સુધારો કરી લેવા માટેની નોટિસ આપવામાં આવશે. પહેલીવારના નજીવા ગુના મેટ પહેલીવાર ઉપર જણાવ્યા પ્રમાણેની સુધારણા નોટિસ આપવામાં આવશે. ત્રણ વર્ષમાં ફરીવાર ગુનો કરે તો તે વ્યક્તિને રૂ. 50,000નો દંડ કરવામાં આવશે.
બીજના બિઝનેસનો રેકોર્ડ રાખવો ફરજિયાત
આ જ રીતે બિઝનેસ રેકોર્ડ ન રાખવો, નોંધણી પ્રમાણપત્ર ન દર્શાવવું, બીજ પેકેટ પર લેબલ ન લગાવવેં, QR કોડ સંબંધિત ભૂલો કરવી, રજીસ્ટ્રેશન સમાપ્ત થયા પછી એક વર્ષથી વધુ બીજ વ્યવસાય ચાલુ રાખવો, ભલામણમાં મનાઈ કરવામાં આવી હોય તેવા વિસ્તારમાં બીજનું વેચાણ કરવાનો ગુનાને નજીવા ગુનાઓ ગણવામાં આવશે.
નાના-મોટા ગુનાની વ્યાખ્યા
બીજ બિલના મુસદ્દામાં નાના ગુનાઓની પણ વ્યાખ્યા આપવામાં આવેલી છે. તેમાં પહેલીવાર ગુનો કરનારને રૂ. 1 લાખ અને 3 વર્ષમાં ફરી ગુનો રૂ. 2 લાખનો દંડ કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવેલી છે. નાના ગુનાઓમાં મિસબ્રાન્ડિંગ, નીચી ગુણવત્તાના બીજનું વેચાણ, સરકારે નક્કી કરી આપેલા ભાવ કરતા વધુ ભાવથી વેચાણ કરવાના ગુનાઓમાં નાના ગુનાઓની વ્યાખ્યામાં સમાવેશ કરવામાં આવ્યો છે. સાથી પોર્ટલ પર વિગતો ન અપલોડ કરવાના ગુનાનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
સ્પુરિયસ બીજનો વેપાર
બીજ બિલના મુસદ્દામાં આપવામાં આવેલી મોટા ગુનાની વ્યાખ્યા મુજબ પહેલીવાર ગુનો કરનારને રૂ. 10 લાખનો, 5 વર્ષમાં જ તે ગુનો ફરીથી કરે તો રૂ. 20 લાખનો અને ત્યારબાદ ફરી એટલે કે ત્રીજીવાર એ જ ગુનો કરે તો રૂ.30 લાખનો દંડ કરવાની સાથોસાથ ઝ વેપાર માટેનું લાયસન્સ રદની અથવા ત્રણ વર્ષની જેલની સજા કરવાની જોગવાઈ દાખલ કરવામાં આવેલી છે. “Spurious Seeds” સપ્લાય કરતી કંપનીઓને પણ મોટા ગુનાની શ્રેણીમાં મૂકવામાં આવેલી છે. સ્પુરિયસ સીડ્સની કેટેગરીમાં આવતા બિયારણનું છૂટક વેપારી વેચાણ કરે, રજીસ્ટર્ડ ન થયેલા બીજ વેચામ કરે અથવા રજીસ્ટ્રેશન વગર ડીલર કે ડિસ્ટ્રિબ્યુટરની માફક કામ કરવાની પ્રવૃત્તિને પણ મોટા ગુનામાં સામેલ કરવામાં આવશે.
Spurious seed ની વ્યાખ્યા:
“કોઈપણ આવું બીજ જે true-to-type નથી અથવા જિનેટિક પ્યોરિટીના ઓછામાં ઓછા ધોરણોની મર્યાદાનું પાલન ન કરવામાં આવ્યું હોય તેવા બિયરણને નકલી બિયારણ ગણવામાં આવે છે. બીજ વિજ્ઞાના અભ્યાસુઓના મત મુજબ ‘fake seed’ શબ્દનો ઉપયોગ નથી, એટલે જો સિંન્થેટિક સામગ્રી બીજ તરીકે રજૂ થાય તો બીજ નિયંત્રણ માટેના કાયદાની પકડ બહાર રહી શકે છે.
રજિસ્ટ્રેશન લેવું પડશે
હાલમાં ICAR પ્રદાન કરતું માળખું મોટાભાગે યથાવત́ રહેશે. બીજ બિલના મુસદ્દામાં દર્શાવ્યા પ્રમાણે Registration Sub-Committee બનાવવામાં આવશે. કમિટી બીજની નોંધણી માટે ભલામણ કરશે. આ જ પ્રકારે તૈયાર કરવામાં આવનારી પેટા કમિટી નવા Seed Certification આપવાનું કામ કરશે. તેમ જ બીજની વરાયટીને ઓળખી આપતી કમિટી-Variety Identification Committee, CSN&RV દ્વારા તપાસ કરતી કમિટી બનાવવામાં આવશે. આ કમિટીઓના અધ્યક્ષ સ્થાને ICARના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ રહેશે. એક પ્રાઈવેટ બીજ કંપનીના અધિકારીએ સૂચન કર્યું છે કે રજિસ્ટ્રેશન સબ-કમિટીની અધ્યક્ષતા મંત્રાલયના સંયુક્ત સચિવ કે અતિરિક્ત સચિવ પાસે હોવી જોઈએ, કેમ કે ખાનગી કંપનીઓની જાતો ICARની જાતો સાથે સ્પર્ધા કરે છે.



