બજેટમાં નવા ટેક્સ રેજિમને વધુ આકર્ષક બનાવવાની કવાયત કરવામાં આવશે
અમદાવાદઃ હજીય 20થી 25 ટકા કરદાતાઓ વેરાના લાભ લેવા માટે જૂના ટેક્સ રિજિમમાં જ રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા હોવાથી તેમને નવા રિજિમ તરફ ખેંચવા માટે નવા ટેક્સ રિજિમને વધુ આકર્ષક બનાવવામાં આયોજન ભારત સરકાર કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. પહેલી ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવનારા 2026-27ના બજેટમાં આ ફેરફારો કરવામાં આવે તેવી શક્યતા છે.
સરકારી આંકડાઓ પણ નવા ટેક્સ રેજિમને કરદાતાઓ સ્વીકારતા હોવાનું દર્શાવે છે. આર્થિક વર્ષ 2024–25 માટે ફાઇલ થયેલા 7.28 કરોડ આવકવેરા રિટર્નમાંથી આશરે 72 ટકા રિટર્ન નવા ટેક્સ રેજિમમાં જ હેઠળ ફાઇલ કરવામાં આવ્યા હતા. માત્ર 28 ટકા કરદાતાઓએ જૂનું રેજિમ પસંદ કર્યું હતું. મોટાભાગના કરદાતાઓને નવું ટેક્સ રેજીમ વધુ સરળ અને ટેક્સ-દક્ષ લાગવા માંડ્યું છે.
નવું ટેક્સ રીજિમ પહેલેથી જ ઓછી ટેક્સ દર વાળું અને વધારે રિબેટ આપવાની વ્યવસ્થા સાથે ઉદાર બનાવવામાં આવ્યું છે. સરકારનો હાલ તુરંત તો સ્થિરતા અને સરળ પરિવર્તન પર જ ફોકસ કરી રહેશે. છતાં નવા ટેક્સ રિજિમને વધુ આકર્ષક કેવી રીતે બનાવવાનો પ્રયાસો કરવામાં આવે તેવી સંભાવના છે. તેથી કલમ 80 જી અને 80 ડી સહિતના વેરા માફીના લાભ આપવાનું બંધ કરી દેવું પડે અને લોકો તેનો ગેરલાભ ઊઠાવતા અટકી જાય. પરિણામે ઘર ભાડાં ભથ્થું પણ બાદ ન આપવું પડે તેવી નવતર વ્યવસ્થા દાખલ કરવામાં આવે તેવી સંભાવના છે.
તેમ છતાંય મધ્યમ વર્ગના કરદાતાઓ માટે નવું ટેક્સ રેજીમ વધુ આકર્ષક બનાવવા માટે સરકાર નાની ફેરફારો પર વિચાર કરી શકે છે. તેથી નવા ટેક્સ રિજિમમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન મર્યાદા વધારવાની શક્યતા રહેલી છે. તેમ જ તથા હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ અને હોમ લોનના વ્યાજ જેવી કેટલીક કપાતોને નવું રેજીમમાં મંજૂરી આપવાની સલાહ આપી. રૂ. 12 લાખથી ₹30 લાખ આવક ધરાવતા, ખાસ કરીને હોમ લોન અને ઇન્શ્યોરન્સ ધરાવતા કરદાતાઓ માટે હજુ પણ જૂનું ટેક્સ રેજીમ વધુ ફાયદાકારક સાબિત થાય છે.
જોકે બજેટ 2025માં જ કેટલાક સુધારાઓ જાહેર કરી દેવામાં આવેલા છે. આ જાહેર કરી દેવાયેલા સુધારાઓ વધુ ટેક્સ રિબેટ અને સુધારેલા ટેક્સ સ્લેબ પછીનું નવું ટેક્સ રેજીમ મોટા ભાગના કરદાતાઓ માટે વધુ આકર્ષક બન્યું છે. પરિણામે, ચાલુ નાણાકીય વર્ષ માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે વધુ લોકો નવું રેજીમ અપનાવશે તેવી અપેક્ષા છે. હવે સૌની નજર બજેટ 2026 પર છે, ખાસ કરીને આવકવેરા સંબંધિત જાહેરાતોને લઈને.
શું બજેટ 2026માં આવકવેરામાં વધુ ફેરફાર થશે?
હવે પ્રશ્ન એ છે કે શું બજેટ 2026માં વધુ કોઈ મોટા ફેરફારો જાહેર થશે? ગયા વર્ષે નવું ટેક્સ રેજીમમાં મોટા પાયે ફેરફાર થયા હોવાથી હવે વધુ મોટા બદલાવ શક્ય નથી. આ વર્ષની બજેટમાં આવકવેરા અંગે કોઈ મોટી જાહેરાત થવાની શક્યતા ઓછી છે. હવે નવા ટેક્સ સ્લેબ જાહેર થવાની જરાય સંભાવના નછી. કરદાતાઓ મોટી કપાતો (deductions) મેળવી શકતા નથી, તેમના માટે નવું ટેક્સ રેજીમ સામાન્ય રીતે ઓછો ટેક્સ ભાર લાવે છે. બજેટ 2025માં સરકારે પહેલેથી જ નવું ટેક્સ રેજીમ વધુ સુધારેલું બનાવ્યું હોવાથી આ વર્ષે ટેક્સ સ્લેબમાં મોટા ફેરફારો થવાની શક્યતા નથી.




