• 9 October, 2025 - 3:33 AM

ઠંડાં પીણાને ફૂડ કેટેગરીમાં લઈ 18 ટકા જીએસટીના સ્લેબમાં મૂકી આપવાની માગણી

  • અત્યારે ઠંડા પીણાને સિન ગુડ્સની કેટેગરીમાં મૂકી તેના પર 28 ટકા જીએસટી અને 12 ટકા સેસ મળીને 40 ટકા જીએસટી વસૂલવામાં આવે છે

 

એરેટેડ બેવરેજ એટલે કે કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિન્ક્સને-Arated beveragesને ફૂડ કેટેગરીમાં સ્થાન આપીને 18 ટકા GST સ્લેબમાં સામેલ કરવાની માગણી કરવામાં આવી છે. આ કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિન્ક્સમાં ફેન્ટા, જિન્જર એલે, સ્પાર્કલિંગ વૉટર, ક્રીમ સોડા, ઓરેન્જ સોડા, સોફ્ટ ડ્રિન્ક્સ, ચેરીકોલા, રૂટ બિયરનો સમાવેશ થાય છે.

સિનગુડ્સની કેટેગરીમાંથી કાઢો

અત્યારે આ તમામ પીણાઓને આરોગ્યને નુકસાન કરતી ચીજવસ્તુઓ એટલે કે સિન ગુડ્સ-Sin Goodsની કેટેગરીમાં મૂકવામાં આવેલા છે. તેના પર 40 ટકા જીએસટી વસૂલવામાં આવે છે. તમાકુની બનાવટોને પણ સિન ગુડ્સની કેટેગરીમાં મૂકીને તેના પર 28 ટકા જીએસટી વત્તા 12 ટકા કમ્પેન્સેશન સેસ મળીને 40 ટકા જીએસટી વસૂલવામાં આવે છે. સિન ગુડ્સ સામાન્ય રીતે માનવના આરોગ્ય માટે હાનિકારક હોવાથી તેના પર વધુ જીએસટી વસૂલવામાં આવે છે. કારણ કે તેનાથી આરોગ્ય સેવા માટે સરકારે કરવા પડતા ખર્ચમાં વધારો થઈ જાય છે.

જીએસટી કાઉન્સિલને પત્ર

તેની સાથે જ ઇન્ડિયન બેવરેજ એસોસિએશન-Indian Beverages  Association-IBAએ GST કાઉન્સિલને વિનંતી કરી છે કે ફળ આધારિત જ્યુસ પર વસૂલવામાં આવતા 12 ટકા જીએસટીને ઘટાડીને 5 ટકા જીએસટી કરી આપવા જોઈએ. ટેક્સ દરમાં ઘટાડો થવાથી એરેટેડ બેવરેજ સસ્તાં થશે, તેની ડીમાન્ડમાં વધારો થશે અને ગ્રાહક લક્ષી અર્થતંત્રને વેગ પણ આપશે. ગ્રાહકલક્ષી ચીજવસ્તુઓના વપરાશમાં વધારો થશે અને તેનો સીધો ફાયદો ગ્રાહકોને જ મળશે. તેમ જ વિતરકો તથા છૂટક વેપારીઓના-Retail tradersના નફામાં પણ વધારો થશે.

ઠંડા પીણાના ઉદ્યોગમાં રોકાણ

આ નશામુક્ત પીણાં બનાવવા માટે ઉદ્યોગે અત્યાર સુધીમાં આશરે ₹50,000 કરોડનું રોકાણ કર્યું છે. આગામી મહિનાઓણાં વધારાના ₹85,000 કરોડનું રોકાણ કરવાની યોજના છે, આ રીતે ઠંડા પીણઆના ઉત્પાદકો મેક ઈન ઈન્ડિયાની પહેલ પ્રત્યે પ્રતિબદ્ધ છે. એકોતેર ટકા કાર્બોનેટેડ પીણાંની કિંમત રૂ. 20 અથવા તો તેનાથી ઓછી છે. આ પીણાનો ઉપયોગ કરનારા આશરે 65% ગ્રાહકો નીચલા આર્થિક વર્ગના છે.

સામાન્ય ગ્રાહકોને સસ્તા મળશે

આ સંજોગોમાં GST ઘટાડવાથી સામાન્ય કેટેગરીમાં આવતા ગ્રાહકો માટે પીણાં પરવડે તેવા બની જશે. અત્યારે એરેટેડ પીણાં દેશભરના 60 લાખ કરિયાણાની દુકાનોમાં વેચાય છે. તેના વેચાણ થકી છૂટક વેપારીઓને 19થી 24 ટકા સુધીનો ઊંચો નફો મળી રહ્યો છે. આ કેટેગરી ફૂડ એન્ડ બેવરેજની જુદી જુદી કેટેગરીઓમાંથી સૌથી ઝડપી વિકસતી કેટેગરીમાંની એક છે.

સાત લાખ લોકોને રોજગારી

ઠંડા પીણાનો ઉદ્યોગ અંદાજે 7 લાખ લોકોને રોજગારી પૂરી પાડે છે. અર્ધ-શહેરી અને ગ્રામિણ વિસ્તારોના અર્થતંત્રને મજબૂત બનાવે છે. GST સ્લેબમાં રાહત આપવાથી રોજગારના નવા અવસરો પણ ઉભા થશે. અત્યારે એરેટેડ પીણાંને ખોટી રીતે ‘સિન ગુડ્સ કે ડિ-મેરિટ ગુડ્સ-Demerit Goods તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે અને તેના પર 40 જીએસટી વસૂલવામાં આવે છે. આમ એરેટેડ કે કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિન્ક્સ તમાકુ અને પાન મસાલાની કેટેગરીમાં આવી જાય છે,

ડીમેરિટ ગુડ્સની કેટેગરીમાંથી બહાર કાઢો

જાહેર આરોગ્યના સંદર્ભમાં તમાકુ-પાન મસાલા અને એરેટેડ ડ્રિન્કની સરખામણી કરવી અનુચિત છે. આ પીણાઓ હવે ઓછી સુગર-ખાંડનો ઉપયોગ કરીને બનાવવામાં આવી રહ્યા છે. આમ તેની આરોગ્ય પર પડતી અસર સીમિત કરી દેવામાં આવી છે. લૉ સુગર વાળા સોફ્ટ ડ્રિન્ક્સ એક સ્વસ્થ વિકલ્પ છે. તેથી સુગરના કન્ટેન્ટના પ્રમાણમાં તેને જીએસટીની જુદી જુદી કેટેગરીમાં મૂકવા જોઈએ. આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃતિ પામી ચૂકેલા સુગરના કન્ટેન્ટ આધારિત મોડલ મુજબની ટેક્સેશન પદ્ધતિ અપનાવવી જોઈએ. તેમ જ અત્યારે ફળ આધારિત જ્યુસ-fruit juices પર લાગતો 12% ટેક્સ ઘટાડીને 5% કરવો જોઈએ.

 

Read Previous

સાયબર ફ્રોડથી બચવા IT રિફંડના મેઈલ મોકલી ફ્રોડ કરનારાઓને કેવી રીતે ઓળખશો?

Read Next

ટેક મહિન્દ્રા લિમિટેડ (TECHM) | ખરીદોઃ (BUY) | ટાર્ગેટ ભાવ: રૂ. 1,931

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular