• 22 November, 2025 - 8:46 PM

GST સુધારા અને મજબૂત માંગ વચ્ચે ઓક્ટોબરમાં ઉત્પાદન પ્રવૃત્તિમાં ઊછાળો

ઓક્ટોબરમાં ભારતના ઉત્પાદન ક્ષેત્રે ફરી ગતિ પકડી છે. GST રાહત ઉપાયો, ઉત્પાદકતામાં સુધારો અને ટેકનોલોજી રોકાણને કારણે વૃદ્ધિ નોંધાઈ છે.

અમદાવાદઃ ભારતનું ઉત્પાદન ક્ષેત્ર ઓક્ટોબર મહિનામાં વધુ મજબૂત બન્યું છે. કારણ કે માલ અને સેવા કર (GST)માં રાહત આપવામાં આવી છે. કાચા માલ સસ્તા થયા છે. તેમ જ ઉત્પાદકતામાં સુધારો અને ટેકનોલોજી રોકાણ પણ વધ્યું છે. સપ્ટેમ્બરનાં ચાર મહિના સુધીના સૌથી નીચા સ્તર પછી ઓક્ટોબરમાં ભારતના ઉત્પાદન ક્ષેત્રે ફરી ગતિ પકડી છે. GST રાહત ઉપાયો, ઉત્પાદકતામાં સુધારો અને ટેકનોલોજી રોકાણને કારણે વૃદ્ધિ નોંધાઈ છે.

અલબત્ત આંતરરાષ્ટ્રીય વેચાણનો વધારો થોડો ધીમો રહ્યો છે. પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ (PMI) સપ્ટેમ્બરનાં 57.7 હતો તે ઓક્ટોબરમાં વધીને 59.2 પર પહોંચી ગયો છે. આમ ઉત્પાદન ક્ષેત્રની તન્દુરસ્તીમાં ઝડપી સુધારો થયો હોવાનો નિર્દેશ આપે છે. પરચેઝિંગ મેનેજર ઇન્ડિક્સની એટલે કે PMI ની ભાષામાં વાત કરીએ તો 50થી વધુ સ્કોરનો અર્થ છે કે મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી વધી હોવાનો અને 50થી ઓછો સ્કોર હોય તો મેન્યુફેક્ચરિંગની એક્ટિવિટીમાં ઘટાડો થયો હોવાનો નિર્દેશ આપે છે.

ભારતનો મેન્યુફેક્ચરિંગ PMI ઓક્ટોબરમાં 59.2 પર પહોંચી ગયો, જે સપ્ટેમ્બરનાં 57.7 કરતાં વધુ છે. પીએમઆઈ મજબૂત અંતિમ માંગને કારણે આઉટપુટ, નવા ઓર્ડર અને રોજગારમાં પણ વધારો નોંધાયો છે. વેચાણમાં વૃદ્ધિ મુખ્યત્વે ઘરઆંગણે માર્કેટમાંથી આવી છે, કારણ કે નિકાસ ઓર્ડરનો વધારો મંદ પડી ગયો છે.

નવા ઓર્ડર ત્રીજા નાણાકીય ત્રિમાસિકની શરૂઆતમાં વધુ વધ્યા હતા. પરંતુ  કંપનીઓએ આ વૃદ્ધિનું શ્રેય જાહેરાત ઉપરાંત મજબૂત -ડિમાન્ડ માંગ અને GST સુધારાને આપ્યું છે.  આ વૃદ્ધિ સપ્ટેમ્બર કરતાં વધુ તેજ રહી હોવાનું તેઓ જણાવી રહ્યા છે. ઓક્ટોબરમાં ઉત્પાદકોએ કાચો માલ અને અર્ધતૈયાર માલ વધુ પ્રમાણમાં ખરીદ્યો હતો તેથી ઉત્પાદનને ટેકો મળે અને ભાવ વધારાના દબાણ વચ્ચે સ્ટોક બનાવી શકાય તે મટે કાચા માલની વધુ ખરીદી કરી હતી.

જોકે પ્રોડક્ટ્સના ભાવની વાત કરવામાં આવે તો મેન્યુફેક્ચરર્સ અને પ્રોડક્શન યુનિટ્સના ઇનપુટ ખર્ચમાં થોડો વધારો નોંધાયો છે. તેમ જ મોંઘવારીનો દર સપ્ટેમ્બરનાં 12 વર્ષના ઉચ્ચ સ્તરે રહ્યો છે. ઓક્ટોબરમાં ઇનપુટ કિંમતોમાં થોડી રાહત જોવા મળી હતી. બીજીતરફ સરેરાશ વેચાણ કિંમતો વધી કારણ કે કેટલીક કંપનીઓએ વધેલો ખર્ચ અંતિમ ગ્રાહકો સુધી પહોંચાડ્યો છે. અલબત્ત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સમાં કરવામાં આવેલા ઘટાડાને પરિણામે ગ્રાહકોને ભાવ વધારામાં થોડી રાહત મળી ગઈ છે.

ઓક્ટોબરમાં રોજગાર વૃદ્ધિ સતત 20મા મહિને નોંધાઈ છે. રોજગારી વૃદ્ધિનો દર મધ્યમ રહ્યો છે. સપ્ટેમ્બર 2025ની સપાટીને જાળવી રાખવામાં સફળ રહ્યો છે. આગામી મહિનાઓમાં પરિસ્થિતિમાં સુધારો થવાની ઉત્પાદકોને આશા છે. GST સુધારાથી મળતી રાહત, ઉત્પાદન ક્ષમતામાં વધારો કરે છે. તેમ જ અને માર્કેટિંગ પ્રયાસોને કારણે ડિમાન્ડ તેની વર્તમાન સપાટીએ જળવાઈ રહે તેવી આશા વેપાર-ઉદ્યોગના અગ્રણીઓ રાખી રહ્યા છે.

તાજેતરના સમયમાં ભારતના ઉત્પાદન ક્ષેત્રે અમેરિકન ટેરિફ્સનો દબાણ અનુભવ્યો છે. વોશિંગ્ટને ઓગસ્ટમાં લગભગ તમામ ભારતીય ઉત્પાદનો પર 25% ટેરિફ લગાવ્યો હતો, અને તે જ મહિનાના અંતે વધુ 25% ટેરિફ ઉમેરી ભારત દ્વારા રશિયન તેલ ખરીદવાની સજા રૂપે લગાવ્યા છે. SBI કેપિટલ માર્કેટ્સના તાજેતરના EcoCapsule અનુસાર અમેરિકાની ટેરિફથી અમેરિકન સરકારને દર મહિને લગભગ 30 અબજ ડોલરનું આવક થઈ રહ્યું છે, જેમાં ભારત સૌથી વધુ અસરગ્રસ્ત છે. ઓગસ્ટના અંત પછી લગભગ 50% સુધીની અસરકારક ડ્યૂટી ભારણી પડી છે.

 

Read Previous

બે મોટી બેંકોના મર્જરની તૈયારી, PSU બેંકના શેરમાં 4% સુધીનો ઉછાળો

Read Next

અમદાવાદનો સાબરમતી વિસ્તાર બનશે સ્માર્ટ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ, જાણો શું હશે વિશેષતાઓ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular