ગુજરાતના કૃષિ વૈજ્ઞાનિક ડો.ચિરાગે કેળ થડના રેસામાંથી કાપડ બનાવ્યું
- ગુજરાતમાં કપાસના દોરાના બદલે કેળના દોરાનું મબલખ કાપડ બની શકે તેમ છે.
- ગુજરાતમાં કેળાની સૌથી વધુ ખેતી ભરૂચ, આણંદ, સુરત અને નર્મદામાં થાય છે. પાંચેય જિલ્લા કેળના રેસા બનાવવા સૌથી વધું આદર્શ છે.
નવસારી વિશ્વવિદ્યાલય દ્વારા કેળના થડમાંથી દોરા બનાવીને કાપડ અને કાગળ બનાવવાની ટેકનોલોજી વિકસાવી છે. તેની શોધના 10 વર્ષ પછી કેળના થડના રેસામાંથી દોરા બનાવી તેમાંથી કાપડ બનાવવાનો પ્રોજેક્ટ મહારાષ્ટ્રમાં શરૂ થયો છે. દોરા બનાવવાની ટેકનોલોજી વિકસાવનારા નવસારી કૃષિ વિશ્વવિદ્યાલય ડો. ચિરાગ છે. કેળના થડના રેસાઓનો-તંતુઓનો ઉપયોગ કાપડ, ડાયપર જેવા સ્વચ્છતા ઉત્પાદનો બનાવવા માટે મોટા પ્રમાણમાં થાય છે. તંતુ બાયોલોજિકલ અને પર્યાવરણને અનુકૂળ છે.
કેળના થડના રેસામાંથી જેનક્રેસ્ટ (gencrest) કંપની કાપડ બનાવી રહી છે. આ કંપનીને ફાઈબર કાઢવા માટેની ટેકનોલોજી નવસારી કૃષિ યુનિવર્સિટીએ આપેલી હતી.
ગુજરાતમાં 2011માં કેળના થડના રેસામાંથી કાપડ બનાવવાની ટેક્નોલોજીની શોધ થઈ હતી. પણ 10 વર્ષથી તે વેપારી દ્રષ્ટિએ ઉત્પાદન શક્ય બન્યું ન હતું. હવે કેળના દોરાનું કાપડ અને વસ્ત્રો બનાવવાના ઉદ્યોગના દ્વાર ખુલી ગયા છે. નવસારી ફળ સંશોધન કેન્દ્ર દ્વારા જાહેર કરાયું છે કે, કેળના થડ હાથ વણાટના દોરા, કાપડ, કાગળ, દોરડા બનાવા સહેલા છે. તેમ નવસારી કૃષિ વિશ્વવિદ્યાલયના સંશોધન નિયામક ડો.એસ. આર. ચૌધરીએ જણાવ્યું હતું.
ગુજરાતમાં 5 હજાર વર્ષથી કપાસમાંથી કાપડ અને કપડાં બનાવવાનો એક હથ્થુ ધંધો હતો. નવસારી કૃષિ વિશ્વવિદ્યાલયએ વિશ્વનું સૌથી પહેલું શંકર કપાસ બિયારણ બનાવ્યું હતું. હવે કોટન ફાઈબર પછી કેળ ફાઈબરમાં પણ ગુજરાતના વિજ્ઞાનીઓએ નામના કાઢી છે. નવસારી કૃષિ વિશ્વવિદ્યાલયના વિજ્ઞાની ડો.ચિરાગ દેસાઈ કહે છે કે, જલગાંવના ભુસાવાડામાં અમારી ટેકનોલોજીના આધારે કાપડ બનાવવાની મિલ છે. 10 લાખ ટેકનોલોજી ફી આપીને તેમણે નવસારી કૃષિ વિશ્વવિદ્યાલય પાસેથી ટેકનોલોજી ખરીદી છે. તેના ઉપર તે મિલના એન્જીનિયરોએ સંશોધન કરીને પોતાનું કેળાના રેસા આધારિત કાપડ બનાવ્યું છે.
ભુસાવળમાં 60 એકર જમીન પર કેળાના દોરાની કાપડ મિલ બની રહી છે. મિલ ઉત્પાદનના 2 ટકા રોયલ્ટીની આવક થશે. સ્પીનીંગ ટેકનોલોજી અંગે તે કંપનીએ સંશોધન કર્યું છે. જેની પેટન્ટ તેમણે મેળવી છે. હવે ભારતની પ્રખ્યાત મિલો આ કાપડ બજારમાં મૂકવાની તૈયારી કરી રહ્યાં છે.
અટીરાએ નવસારીના સંશોધન પછી અમદાવાદની અટીરાએ કેળના દોરાથી કાપડ બનાવવાનું કોમર્સિયલી વાયેબલ બનાવવા માટે સંશોધન કરી શકે તેમ હતી. પણ તેમ થયું નથી. કેળા ફાઇબર એ બધા કૃત્રિમ અને કુદરતી દોરાઓમાં સારો વિકલ્પ છે. ઇકો ફ્રેન્ડલી, કેમિકલ ફ્રી, બિનઝેરી, ગરમી સામે રક્ષણ અને ગંધ મુક્ત છે. કેળાના રેસા કુદરતી ઠંડક આપનારા અને ઔષધીય ગુણધર્મો ધરાવે છે.
એક થડમાંથી 200 ગ્રામ ફાઈબર કાઢી શકાય છે. કેળાના થડના 37 કિલોમાંથી 1 કિલો સારી ગુણવત્તાનો દોરો-ફાઇબર મળે છે. ત્રણ બાહ્ય આવરણોને દૂર કરીને અંદરના પડ-સ્તરોનો ઉપયોગ દોરા બનાવવા માટે કરવામાં આવે છે. તેમાં બે ટકા ફાઈબર હોય છે. ફાઈબર કાઢી લીધા પછી 98 ટકા કચરો અને પાણી હોય છે. કેળના થડમાં પાણી હોવાથી ફાઈબર કાઢવાની સરળતા રહે છે. કેળના થડમાંના પાણીનો ઉપયોગ પોષણ આપતા ખાતર તરીકે કરી શકાય છે. ગુજરાતમાં કેળના થડના રેસામાંથી કોઈ જ કાપડ બનાવતું નથી. મહારાષ્ટ્રમાં તેનો આરંભ થઈ ચૂક્યો છે. પરિણામે પ્રયોગશાળામાં બનેલા રેસા અને કાપડ હવે કોમર્શિયલ પ્રોડક્ટ બની ગયા છે. નવસારી કૃષિ યુનિવર્સિટીએ મહારાષ્ટ્રની કંપની સાથે કરાર કરીને રૂ. 10 લાખ લઈને તેમને કાપડ બનાવવાની ટેક્નોલોજી આપી છે મહારાષ્ટ્રની જેનક્રેસ્ટ કંપની 60 એકર જમીનમાં મિલ બનાવી રહી છે. છેલ્લા દસ વર્ષમાં નવસારી કૃષિ યુનિવર્સિટીએ કેળના રેસામાંથી કાપડ બનાવવા માટેની સ્પિનિંગ ટેક્નોલોજીને વધુ એડવાન્સ કેટેગરીમાં લઈ જવામાં સફળતા મેળવી છે.
કેળના થડના રેસામાંથી બનાવેલું ફેબ્રિક ગરમીની મોસમમાં માનવ શરીરને ઠંડક આપે છે. કેળના થડના રેસામાંથી બનેલું ફેબ્રિક-કાપડ નરમ અને કોમળ હોય છે. તેમ છતાં તે સુતરાઉ અને રેયોન જેવા નરમ નથી. કેળના થડના રેસામાંથી બનાવેલું કાપડ આરામદાયક છે. તેના વસ્ત્રો પહેરવાથી એલર્જી થતી નથી. પાણી, અગ્નિ અને ગરમી પ્રતિરોધક છે.
શણ, વાંસ અથવા અન્ય કુદરતી રેસા જેવા અન્ય કોઈપણ ફેબ્રિક જેટલું મજબૂત અને ટકાઉ નથી. ઇન્સ્યુલેટેડ નથી. છતાં કેળના થડના રેસો સ્પિન ક્ષમતા અને તાણ શક્તિની દ્રષ્ટિએ અન્ય કાર્બનિક તંતુઓ કરતાં શ્રેષ્ઠ છે. કેળાના પાકની લણણી કર્યા પછી ખેડૂતો સામાન્ય રીતે થડ એટલે કે કદલીસ્તંભ ફેંકી દે છે. તેને ગમે ત્યાં ફેંકી દેવામાં આવે તો ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ ખેડૂતને પકડીને તેને દંડ પણ કરી શકે છે. ગમે ત્યાં ફેંકવા માટે પણ તેને દૂર દૂર સુધી લઈ જવાનો ખર્ચ કરવો પડે છે. બીજું, કેળના થડને સડવા દઈને તેમાંથી કુદરતી ખાતર બનાવી શકે છે. ખેતરમાંથી નકામા થઈ ગયેલા થડને સાફ કરવા ક્વિન્ટલ દીઠ પાંચ રૂપિયા ખર્ચ કરવો પડે છે.
કેળના વાવેતરમાં ઘટાડો
કેળનું વાવેતર 2008-9થી ગુજરાતમાં સ્થગિત થઈ ગયું છે. કેળાની ખેતીમાં વધારો થતો અટકી ગયો છે. તેમાં વધારો કરવો હોય તો દોરા બનાવવાનો ઉદ્યોગ વિકસીત કરવો પડે તેમ છે. એક હેક્ટરે 3.78 ટન રેસા મળી શકે છે. 2008-09માં 61 હજાર હેક્ટર અને 2018-19માં 70 હજાર હેક્ટર, 2021માં કેળના 60થી65 હજાર હેક્ટરમાં બગીચા હતા. ગુજરાતની વાત કરીએ તો 2023-24માં 60 હજાર હેક્ટરમાં કેળના બગીચા હતા. જેમાં 40 લાખ ટન કેળાં પાક્યા હોવાનો બાગાયત વિભાગનો અંદાજ છે.
કેળની ખેતી કરનારાઓ એક હેક્ટરે 3.78 ટન રેસા મળી શકે છે. એ હિસાબે ગુજરાતમાં 60 હજાર હેક્ટરના તમામ થડમાંથી રેસા કાઢવામાં આવે તો 2.26 લાખ ટન રેસા મળી શકે. જો 10 ટકા વિસ્તારને આવરી લેવામાં આવે તો પણ 22 હજાર ટન રેસાથી હજારો મીટર કાપડ બની શકે તેમ છે.
એક હેક્ટરમાં 1000થી 1200 થડ હોય છે. એક થડમાંથી 200 ગ્રામ રેસા મળી શકે છે. આમ સમગ્ર ગુજરાતમાં 60000 હેક્ટર જમીનમાં કેળની ખેતી કરીને 2.27 લાખ ટન રેસા પેદા કરી શકાય છે. જોકે 10 ટકા કેળના થડનો ઉપયોગ થાય તો 23 હજાર ટન રેસા બની શકે છે. કેળના એક થડમાંથી લગભગ 100 ગ્રામ ફાઇબર ઉત્પન્ન થાય છે. જે વીસ મિનિટમાં કાઢી શકાય છે. એક દિવસમાં નવથી દસ કિલો ફાયબર કાઢી શકાય છે. ગુજરાતમાં કેળાની સૌથી વધુ ખેતી ભરૂચ, આણંદ, સુરત અને નર્મદામાં થાય છે. તેથી આ 5 જિલ્લા કેળના રેસા બનાવવા માટે આખા દેશમાં સૌથી વધું આદર્શ છે.
આદિવાસી
હાલમાં કેળાનું ફાઇબર કાઢવાનું કામ મોટા પાયે કરવામાં આવતું નથી. કાંતવાની મશીનરી દ્વારા તે તૈયાર કરી શકાય છે. તેથી કેળના થડના રેસામાંથી યાર્ન-દોરા બનાવવાની વારસાગત આવડત ગુજરાત પાસે છે. અત્યાર સુધી આદિવાસી વિસ્તારના હજારો નાના જૂથો રેસામાંથી કાગળ અને જાડું કાપડ બનાવીને વેંચે છે. જે હેન્ડમેઈડ કાપડ કે કાગળ બને છે. તેને વેચવા માટે અમદાવાદની એક કંપની મદદ કરે છે. જેના શો રૂમ અમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરના એક શો રૂમ અને સરદાર પટેલના કેવડિયાના પૂતળા પાસેને શો રૂમમાં વેચે છે.
એક કિલો ફાઈબર માટે સો રૂપિયા ચૂકવવામાં આવે છે. સરેરાશ, એક સ્ત્રી દિવસમાં ચારથી છ કિલો ફાઈબર કાઢે છે. જે 400 થી 600 રૂપિયાની કમાણી કરે છે. દોરો 180-250 રૂપિયા પ્રતિ કિલોમાં વેચે છે. કંપનીઓ જાતે યાર્ન એકત્રિત કરવા ગામડે આવે છે.
કેળના દોરાનો હેન્ડ બેગ અને અન્ય ફેન્સી ઉપયોગ કરવામાં આવે છે. કૃષિ આધારિત બાયો ફાઇબરમાં કમ્પોઝિટ, ટેક્સટાઇલ, પલ્પ અને પેપર મેન્યુફેક્ચરીંગ જેવા ઉપયોગ થઈ શકે છે. ઈન્ડિયા માર્ટ જેની ઓન લાઈન દુકાનો પરથી એક કિલોના 120થી 900 રૂપિયા ભાવે વેચવામાં આવી રહ્યા છે.
કાગળ
એક થડમાંથી 200 ગ્રામ ફાઈબર કાઢી શકાય છે. ફાઈબર કારના એન્જીનનો અવાજ ઓછો કરવા વાપરી શકાય છે. તેના દોરામાંથી-પલ્પમાંથી કાગળ પણ બને છે. કેળના થડના માવામાંથી બનાવેલો કાગળ 700 વર્ષ સુધી ટકી શકે છે. કાગળની ગુણવત્તા ચલણી નોટો બરાબર છે. કાગળનો ઉપયોગ લાંબા સમય સુધી સાચવવા માટે ધાર્મિક ગ્રંથો લખવા, દસ્તાવેજો બનાવવા, પુસ્તકો છાપવા અને સરકારી દસ્તાવેજો બનાવવા માટે તેનો ઉપયોગ થઈ શકે છે.
કેળના થડના માવામાંથી બનાવેલા કાગળને 3 હજાર વખત વાળીને વિજ્ઞાનીઓએ વાળીને ચકાસણી કરી છે. પરંતુ તે તૂટતો નથી. કારના એન્જીનમાંથી અવાજ ઓછો કરવા માટે કાગળ વાપરી શકાય છે. કારની છત અને દરવાજામાં તેના કાગળ વપરાય છે. તેથી કાર જલદી ગરમ થતી નથી. થિયેટર અને સ્ટુડિયોને સાઉન્ડ પ્રુફ બનાવવા માટે થાય છે. તેમાંથી સેનેટરી નેપકીન પણ બનાવી શકાય છે.
ઢસા
ઢસા નગર (લખીમપુર ઘેરી)માં એક કંપની કૃષિ કચરાને કુદરતી તંતુઓ અને યાર્નમાં ફેરવે છે જેનો ઉપયોગ કપડાં અને પેકેજીંગમાં થાય છે. કપાસ, મકાઈ, ઘઉં, ચોખા, જુવાર, જવ, શેરડી, અનાસ, કેળા અને નાળિયેરની ખેતીથી ઉત્પન્ન થયેલા બાય પ્રોડક્ટ એગ્રો-આધારિત બાયો ફાઇબરના મુખ્ય સ્ત્રોત છે.