ગુજરાતનાં મંત્રીમંડળની ફેરરચના: સંપૂર્ણ લિસ્ટ જૂઓ, 26 મંત્રીઓએ શપથ લીધા, હર્ષ સંઘવી બન્યા નાયબ મુખ્યમંત્રી
ગુજરાતમાં આજે નવા મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો. ગુજરાતમાં નવા મંત્રીમંડળનું સીએમ ભુપેન્દ્ર પટેલના નેતુત્વમાં વિસ્તરણ હાથ ધર્યું છે. જેમાં નવ મંત્રીઓએ કેબિનેટ અને 16 મંત્રીઓ રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા હતા. જેમાં ત્રણ મંત્રીઓને રાજ્યકક્ષાનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે.
ગુજરાતમાં જીતુ વાઘાણી, નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયાએ મંત્રી તરીકે શપથ લીધા
ગુજરાતમાં આજે નવા મંત્રીમંડળનું સીએમ ભુપેન્દ્ર પટેલના નેતુત્વમાં વિસ્તરણ હાથ ધર્યું છે. જેમાં આજે હર્ષ સંઘવીએ રાજ્યના ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા. તેની બાદ ધારાસભ્ય જીતુ વાઘાણી, નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા અને પ્રદ્યુમ્ન વાજાએ મંત્રી તરીકે શપથ લીધા હતા.ૉગુજરાતના ડેપ્યુટી સીએમ તરીકે હર્ષ સંઘવીએ શપથ લીધા
ગુજરાતમાં આજે નવા મંત્રીમંડળનું સીએમ ભુપેન્દ્ર પટેલના નેતુત્વમાં વિસ્તરણ હાથ ધર્યું છે. જેમાં આજે હર્ષ સંઘવીએ રાજ્યના ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમને શપથ લેવડાવ્યા હતા.

પ્રધાનમંડળમાં સૌરાષ્ટ્રનો દબદબો
સરકારે જાહેર કરેલા નવા પ્રધાનમંડળમાં પ્રાંત અનુસાર જોઈએ તો સૌરાષ્ટ્ર-કચ્છને 9 નવા પ્રધાન મળ્યા છે. દક્ષિણ ગુજરાતને છ, મધ્ય ગુજરાતને છ અને ઉત્તર ગુજરાતને પાંચ પ્રધાન મળ્યા છે.
આ નેતાઓ હવે પ્રધાન નથી
ચૂંટણી બાદ જે 16 પ્રધાને શપથ લીધા હતા, તેમાંથી આ 9 પ્રધાન હવે ગુજરાત રાજ્યના પ્રધા નથી. રાઘવજી પટેલ, બળવંતસિંહ રાજપૂત, મૂળુભાઈ બેરા, કુબેર ડિંડોર, ભાનુબેન બાબરિયા
બચુ ખાબડ, મુકેશ પટેલ, ભીખુસિંહ પરમાર, કુંવરજી હળપતિને પ્રધાનમંડળમાંથી પડતા મૂકાયા છે. 2022મં ચૂંટણી બાદ લગભગ 2023થી તેઓ પ્રધાનપદે હતા.


