• 11 October, 2025 - 10:27 PM

નાણાકીય વર્ષ 2026ના પ્રથમ 6 મહિનામાં SME IPO લિસ્ટિંગમાં ગુજરાતનો ડંકો, મહારાષ્ટ્ર બીજા ક્રમે

નાણાકીય વર્ષ 2026ના પ્રથમ છ મહિનામાં ગુજરાત એસએમઈ આઈપીઓ માર્કેટમાં લીડર તરીકે ઉભર્યું હતું. આ સમયમાં બીએસઈના એસએમઈ અને એનએસઈ પ્લેટફોર્મમાં 31 લિસ્ટિંગ થયા હતા. 28 એસએમઈ લિસ્ટિંગ સાથે મહારાષ્ટ્ર બીજા ક્રમે રહ્યું હતું. ગુજરાતની કંપનીઓએ એપ્રિલ-સપ્ટેમ્બર મહિના દરમિયાન 1206 કરોડનું ભંડોળ એક્ત્ર કર્યું હતું. જ્યારે મહારાષ્ટ્રની કંપનીઓએ 1843 કરોડ એકત્ર કર્યા હતા. ત્રીજા ક્રમે રહેલા દિલ્હીએ 20 આઈપીઓ દ્વારા 838 કરોડનું ભંડળ એકત્ર કર્યું હતું.

બીએસઈ એસએમઈ પ્લેટફોર્મના ડેટા અનુસાર, એપ્રલિ-સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતની 15 કંપનીઓ બીએસઈ-એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટ થઈ હતી. જ્યારે એનએસઈ પર 16 કંપની લિસ્ટ થઈ હતી. ગુજરાતની કંપનીઓએ બીએસઈ એસએમઈ પર 501 કરોડ અને એનએસઈ પર 705 કરોડ એકત્ર કર્યા હતા. મહારાષ્ટ્ર સ્થિત એસએઈએ પ્રથમ છ મહિનામાં આઈઓ દ્વારા વધુ ભંડોળ એકઠું કર્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે, બંને રાજ્યો ભારતના એસએમઈ પાવરહાઉસ છે અને ઇક્વિટી બજારો વિશે વધુ જાગૃતિને કારણે,એસએમઈ આઈપીઓ પ્રવૃત્તિમાં દેશનું નેતૃત્વ કર્યું છે.

આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું કે, અગાઉ એસએમઈ પાસે વૃદ્ધિની યોજનાઓ હતી પરંતુ તેને પૂર્ણ કરવા માટે ભંડોળનો અભાવ હતો. જો કે, છેલ્લા દાયકામાં, સ્ટોક એક્સચેન્જો પરના એસએમઈ પ્લેટફોર્મ્સે સેંકડો એસએમઈને ભંડોળ એકઠું કરવા તેમજ પોતાને સ્મોલ-કેપ કંપનીઓમાં રૂપાંતરિત કરવામાં સક્ષમ બનાવ્યા છે. શરૂઆતના દિવસોમાં લિસ્ટેડ થયેલી ઘણી એસએમઈ હવે નોંધપાત્ર માર્કેટ કેપિટલાઇઝેશન સાથે મુખ્ય પ્લેટફોર્મ્સ પર સ્વિચ થઈ ગઈ છે.

ગુજરાત ગ્રોથ એન્જિન હોવાને કારણે એસએમઈ લિસ્ટિંગની રેસમાં અગ્રેસર છે. આ સેગમેન્ટમાં હજી પણ ઘણી કંપનીઓ એવી છે, જેમને પ્લેટફોર્મમાં પ્રવેશ કરવો બાકી છે. ઘણા એસએમઈ લિસ્ટિંગ્સે પ્રારંભિક રોકાણકારોને સારું વળતર આપ્યું છે. જોકે, નબળા લિસ્ટિંગ્સના કિસ્સાઓ પણ છે. રોકાણકારોએ એસએમઈ કંપનીની પ્રોફાઇલનો વિગતવાર અભ્યાસ કરવો જોઈએ અને પછી જ રોકાણ કરવાનું પસંદ કરવું જોઈએ તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

Read Previous

ભારતીય ગૃહિણી શેરી સિંહે ‘મિસિસ યુનિવર્સ’નો તાજ જીતી રચ્યો ઇતિહાસ, મહિલાઓ માટે કહી આ વાત…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular