ગુજરાત સરકાર દ્વારા ડાંગર, બાજરી, જુવાર અને રાગીનાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદીની જાહેરાત
ખરીફ માર્કેટીંગ સીઝન ૨૦૨૪-૨૫ માં રાજ્યના ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ડાંગર, બાજરી, જુવાર અને રાગીની લઘુતમ ટેકાના ભાવે ખરીદીની જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોને આ ખરીદીમાં ટેકાના ભાવ ઉપરાંત રૂ. ૩૦૦/- પ્રતિ ક્વિન્ટલ લેખે વધારાનું બોનસ પણ ચૂકવવામાં આવશે. નિર્ધારિત ટેકાના ભાવો આ પ્રમાણે છે. ડાંગર રૂ,૨,3૬૯ પ્રતિ ક્વિન્ટલ,મકાઈ રૂ,૨,૪૦૦પ્રતિ ક્વિન્ટલ, બાજરી રૂ, ૨,૭૭૫ પ્રતિ ક્વિન્ટલ, જુવાર હાઈબ્રીડ રૂ,૩,૬૯૯ પ્રતિ ક્વિન્ટલ, જુવાર માલદંડી રૂ, ૩,૭૪૯ પ્રતિ ક્વિન્ટલ,રાગી રૂ, ૪,૮૮૬ પ્રતિ ક્વિન્ટલ.
ખરીદી માટે નોંધણીનો સમયગાળો તારીખ ૦૧/૧૦/૨૦૨૫ થી ૩૧/૧૦/૨૦૨૫ સુધી કરવામાં આવશે. ડાંગરની ખરીદીનો સમયગાળો: તારીખ ૦૧/૧૧/૨૦૨૫ થી ૩૧/૦૧/૨૦૨૬ સુધી કરવામાં આવશે. જયારે મકાઈ,બાજરી, જુવાર તથા રાગીની ખરીદી તારીખ: ૦૧/૧૧/૨૦૨૫થી ૩૦/૧૧/૨૦૨૬ સુધી કરવામાં આવશે. ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ VCE મારફત ઇ-ગ્રામ કેન્દ્રો ખાતે પોતાની નોંધણી કરાવી શકશે.
ખેડૂતોએ નોંધણી માટે આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો,૭/૧૨/૮-અ, તેમજ પાકની વાવણી અંગેની એન્ટ્રી ૭/૧૨/૮-અ માં ન હોય તો તલાટીના સહી સિક્કાવાળો દાખલો, બેન્ક પાસબુકની નકલ તથા કેન્સલ ચેકની નકલ લાવવાની રહેશે. નોંધણી ઓનલાઇન થતી હોવાથી ખેડૂતોએ રૂબરૂ હાજર રહેવું ફરજિયાત છે.
નોંધણી કરાવનાર ખેડૂતોને ખરીદીની તારીખ અને સમય અંગે SMS દ્વારા જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ સાથે રાખે. ખેડૂતોએ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા જ પોતાનો જથ્થો ખરીદી શકશે. જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરાયા હશે તો ક્રમ રદ કરવામાં આવશે તેની ખેડૂતોએ ખાસ નોંધ લેવી. નોંધણી અને અન્ય વિગતો માટે ખેડૂતો ૮૫૧૧૧૭૧૭૧૮ અને ૮૫૧૧૧૭૧૭૧૯ હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકે છે.