ભારતીય IT કંપનીઓ અપાતા H-1B વિઝા મંજૂરીમાં 70 ટકાનો ઘટાડો

અમેરિકન ટેક જાયન્ટ્સ કંપનીઓએ અમેરિકા ભણવા ગયેલા અને તાજાં જ ગ્રેજ્યુએટ્સ થયેલા વિદ્યાર્થીઓની ભરતી કરીને AIની દેશની ક્ષમતામાં વધારો કરવાનું શરૂ કરી દીધું
અમેરિકાએ ભારતીય IT કંપનીઓ H-1B વિઝા આપવા પર બ્રેક લગાવતા ભારતીય આઈટી કંપનીઓના માધ્યમથી અમેરિકામાં આઈટી પ્રોફેશનલ્સ તરીકે જનારાઓની સંખ્યામાં 70 ટકાનો ઘટાડો થઈ ગયો છે. બીજીતરફ અમેરિકાની ટેક કંપનીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ થકી કામ કરાવવાની પોતાના દેશની ક્ષમતામાં વધારો કરવા માટે અબજો ડૉલરનું રોકાણ કરવા માંડ્યું છે. અમેરિકાએ તેને માટે વિદેશમાંથી પોતાના દેશમાં ભણવા આવેલા અને નવાસવા જ ગ્રેજ્યુએટ્સ થયેલા યુવાનોની મોટે પાયે ભરતી કરવા માંડી છે.
આમ ભારતીય IT કંપનીઓની નવી H-1B મંજૂરીઓમાં તેજીથી ઘટાડો થયો છે જ્યારે બીજી તરફ Amazon, Meta અને Google જેવી કંપનીઓ એચ-1બી વિઝા માટેની મંજૂરીઓ મેળવવામાં ભારતીય કંપનીઓથી ખાસ્સી આગળ છે.
ભારતીય IT કંપનીઓને FY 2025માં ફક્ત 4,573 H-1B મંજૂરીઓ
2025ના નાણાંકીય વર્ષમાં ભારતની સૌથી મોટી IT કંપનીઓને ફક્ત 4,573 નવી H-1B મંજૂરીઓ મળી છે. આ વરસે મળેલી મંજૂરીઓની સરખામણી 2015માં મળેલી મંજૂરીઓ સાથે કરવામાં આવે તો તેમાં 70 ટકાનો ઘટાડો થયો છે. તેમ જ 2024ના નાણાંકીય વર્ષ સાથે તેની તુલના કરવામાં આવે તો 2025માં મળેલી મજૂરીઓમાં 37 ટકાનો ઘટાડો થયો છે. આમ અમેરિકામાં વૈશ્વિક ટેક ટેલેન્ટનો પ્રવાહ બદલાઈ રહ્યો છે.
NFAP (National Foundation for American Policy) તરફથી મળેલી માહિતી મુજબ TCS એકમાત્ર ભારતીય કંપની છે જે ચાલુ રોજગાર-મંજૂરીઓમાં ટોપ 5માં રહી છે. છતાંય, TCSના એક્સ્ટેન્શન રિજેકશન રેટમાં વધારો થયો છે. ટીસીએસની અરજીનો રિજેક્શન રેટ 4 ટકાથી વધીને 7 ટકા થઈ ગયો છે. NFAPના આંકડા દર્શાવે છે કે FY 2025માં H-1B પિટિશન રિજેક્ટ કરવાનો દર-ડિનાઇલ રેટ 1.9 ટકા રહ્યો હતો, જે FY 2024ની સાલના 1.8 ટકાના ડિનાયલ રેટલની આસપાસ જ છે. આ વર્ષે TCSને ચાલુ રોજગાર માટે 5,293 મંજૂરીઓ અને નવા રોજગાર માટે 846 મંજૂરીઓ મળી, જે ગયા વર્ષની 1,452 મંજૂરીઓ કરતા ઘણી જ ઓછી છે.
FY 2025માં ફક્ત ત્રણ ભારતીય કંપનીઓ ટોપ 25 H-1B નવા રોજગાર મંજૂરી ધરાવતા નોકરીદાતાઓની યાદીમાં આવી હોવાનું Newsweekના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
અમેરિકન ટેક કંપનીઓ H-1B ભરતી વધારી રહી છે
NFAPના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સ્ટુઅર્ટ એન્ડરસનના જણાવ્યા મુજબ ભારતીય IT કંપનીઓ હવે H-1Bનો ઓછો ઉપયોગ કરે છે. તેની સામે અમેરિકાની ટેક્નોલોજીના ક્ષેત્રની-US ટેક કંપનીઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના મોરચે વિશાળ ઇન-હાઉસ ક્ષમતા ઊભી કરવા સક્રિય બની ચૂકી છે. અમેરિકાની યુનિવર્સિટીઓમાંથી નવા વિદેશી ગ્રેજ્યુએટ્સને AI ક્ષેત્રમાં ઝડપથી સામેલ કરવામાં આવી રહ્યા છે. NFAPનું વિશ્લેષણ જણાવે છે કે USCISના H-1B Employer Data Hub પર આધારિત છે. આ ડેટા યુએસની નવા અને કડક વિઝા નીતિઓ અમલમાં આવે તેના પહેલાનો છે.
Amazon, Meta, Microsoft ને Google: FY 2025ના ટોપ H-1B નોકરીદાતા
પહેલી વાર છે કે ટોપ ચારેય સ્થાનો અમેરિકન કંપનીઓએ જ મેળવ્યા છે. તેની સામે ભારતીય TCSએ 846 નવી H-1B મંજૂરી મેળવી અને ટોપ 5માં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. H-1Bના નવા રોજગાર પિટિશન 65,000 વાર્ષિક કૅપ-મર્યાદા હેઠળ આવે છે. બીજીતરફ 20,000 વધારાની મંજૂરી US એડવાન્સ ડિગ્રી ધરાવતા ઉમેદવારો માટે રિઝર્વ રાખવામાં આવી છે.
- Amazon – 4,644
- Meta – 1,555
- Microsoft – 1,394
- Google – 1,050
ચાલુ રોજગાર મંજૂરીઓમાં કંપનીઓનો ક્રમ આ મુજબ છે. Amazon – 14,532, TCS – 5,293, Microsoft – 4,863, Meta – 4,740, Apple – 4,610, Google – 4,509 અન્ય ભારતીય કંપનીઓમાં એચ-1બી વિઝા મેળવવામાં LTIMindtree 20મું સ્થાન અને HCL America 21મું સ્થાન ધરાવે છે.



