• 9 October, 2025 - 3:19 AM

અમેરિકાએ એચ-1બી વિઝા પર લાદેલી તોતિંગ એક લાખ ડૉલરની ફીથી વિપ્રો, ટીસીએસ, ઇન્ફોસિસના ધંધાઓ તૂટી જવાની સંભાવના

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શનિવાર

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એચ-1બી વિઝા માટેની ફી રૂ. 1 લાખ ડૉલર કરી દીધી તેને પરિણામે ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના સેક્ટરની ભારતીય કંપની ટીસીએસ, વિપ્રો અને ઇન્ફોસિસ સહિતની કંપનીઓની હાલત ખબાર થઈ જશે. કંપનીઓએ કર્મચારી દીઠ એચ 1-બી વિઝા માટે રૂ. 88 લાખનો ખર્ચ કરવો પડશે. પરિણામે અમેરિકામાં કુશળ IT કર્મચારીઓ મોકલવાની કિંમત ખૂબ મોટો વધારો થઈ જતાં કંપનીઓની હાલત ખરાબ થઈ છે.  અત્યાર સુધી ભારતીય IT કંપનીઓ માત્ર થોડા હજાર ડોલર જ ફી ભરીને એચ-1બી વિઝા પર આઈટી પ્રોફેશનલ્સને મોકલતી આવી છે. પરંતુ હવે 21મી સપ્ટેમ્બરથી આવનારા ફેરફારને પરિણામે વિઝા ફીમાં 25–50 ગણો વધી જાય છે. પરિણામે આઈટી કંપનીઓએ તેમના ઘણાં પ્રોજેક્ટ પડતા મૂકવાની ફરજ પડશે.

ટીસીએસને એચ-1બી વિઝાનો ખર્ચ કરવાનો આવે તો તેનો એક આખા વર્ષનો નફો ધોવાઈ જવાની શક્યતા રહેલી છે. ઇન્ફોસિસને રૂ. 8360 કરોડનો ખર્ચ એચ-1બી વિઝા માટે આવી શકે છે. તેથી તે અમેરિકાની કંપનીઓમાં જઈને સેવા આપવાને બદલે રિમોટ ડિલીવરી સિસ્ટમને અનુસરવાનું વધુ પસંદ કરશે. વિપ્રો અને કોગ્નિઝન્ટે એચ-1બીના નવા નિયમ પ્રમાણે રૂ 6500થી રૂ. 7000 કરોડ ચૂકવવાના આવી શકે છે. તેથી તેમના ઊંચા માર્જિનવાળા અમેરિકાના પ્રોજેક્ટનું નવેસરથી ગઠન કરવું પડશે અથવા તો તેમના માર્જિનમાં ખાસ્સો ઘટાડો આવી જવાની સંભાવના રહેલી છે. આમ ભારતીય કંપનીઓને અમેરિકાના બજારમાંથી થતી આવક ઘટી જશે. તેથી પ્રોજેક્ટની કિંમત અંગે કંપનીઓએ નવેસરથી બાર્ગેનિંગ કરવું પડશે. આ સંજોગમાં ભારતીય કંપનીઓએ તેમના કર્મચારીઓને છૂટા કરવાની ફરજ પડશે. અમેરિકાની કંપનીઓ ભારત સ્થિત ડિલીવરી પર જ વધુમાં વધુ મદાર બાંધે છે. નાના અને મધ્યમ કદની કંપનીઓ કે સ્ટાર્ટ અપનો ખર્ચ વધી જશે. તેમને માટે અમેરિકાનો બિઝનેસ કરવા પાત્ર રહેશે નહિ. બીપીઓની માફક કેપીઓના કામકાજ પણ ઘટી જશે કે બંધ થઈ જશે.

અમેરિકાની ઇન્ફોર્મેશન કંપનીઓ દ્વારા આઉટસોર્સિંગથી ભારતીય પ્રોફેશનલ્સને સ્ટાફ તરીકેની ડિમાન્ડ ઘટી જશે. ખર્ચ વધવાને કારણે, યુ.એસ. કંપનીઓ હવે ભારતીય IT ફર્મો પાસેથી ઓછા કર્મચારીઓ ભાડે રાખશે. પરિણામે ભારતીય ઇન્ફોર્મેશન ટેક્નોલોજીની કંપનીઓના કામકાજમાં ખાસ્સો ઘટાડો થઈ જશે. કારણ કે ભારતીય કંપનીઓના અમેરિકાના પ્રોજેક્ટ પરના માર્જિન ઘટી જવાની સંભાવના છે. આઈટી કંપનીઓ તેમના પ્રોજેક્ટનો અમલ વિલંબમાં મૂકશે અથવા તો પછી અમેરિકાના જ યુવાનોને નોકરીએ લઈને તેમના પ્રોજેક્ટના કામકાજ નવેસરથી ચાલુ કરવામાં આવશે.

આઈટી સર્વિસ અને કન્સલ્ટિંગ કંપનીઓ એચ-1બી વિઝાનો કામ કરનારાની વધુ જરૂર પડે છે. તેથી એચ-1બી વિઝાની ફી વધતા ભારતીય સ્ટાફ ઘટી શકે છે. અમેરિકા જઈને કામ કરવું પડે તેવા પ્રોજેક્ટના કામકાજ બંધ થઈ શકે છે. તેની સીધી અસર ઇન્ફોસિસ, ટીસીએસ, વિપ્રો અને કોગ્નિઝન્ટ પર પડી શકે છે.

બિઝનેસ પ્રોસેસનું આઉટસોર્સિંગ કરનારાઓ પર પણ તેની અસર પડી સકે છે. કારણ કે બીપીઓના સ્ટાફને મોકલવાનો ખર્ચ વધી જતાં આ સ્થિતિ નિર્માણ થશે. કોન્ટ્રાક્ટ ઓટોમેશન પર પણ તેની અસર પડશે. આઈટીએનેબલ્ડ સર્વિસિસ, એનાલિટિક્સ, ક્લાઉડ માઈગ્રેશન સર્વિસિસ, સાયબર સિક્યોરિટી સાથે સંકળાયેલી કંપનીઓના કામકાજ પર અસર પડશે.

અમેરિકાની કંપનીઓ મેનપાવર પૂરા પાડતી કંપનીઓના પ્લેસમેન્ટના કામકાજ ઘટી જશે. નાના સ્ટાર્ટ અપ પણ અમેરિકાની કંપનીઓ માટે મેનપાવર મોકલવાનું કામકાજ કરે છે. તેમની ફી વધુ પડતી હોવાથી તેમના કામકાજ પર પણ અસર પડશે. સ્ટાફિંગ રિક્રૂટમેન્ટ કંપનીઓના કામકાજ પણ ઘટી શકે છે. સ્ટાફિંગ અને રિક્રૂટમેન્ટ ફર્મને તકલીફ પડી શકે છે. અમેરિકામાં આઈટી સર્વિસ આપતી ભારતીય કંપનીઓએ અમેરિકાના ક્લાયન્ટ્સ માટે ઓનસાઈટ હાજરી આપવામાં તકલીફ પડશે. પરિણામે ભારતીય કંપનીઓએ રિમોટ સેવાઓ પર ફોકસ કરવું પડશે.

આઈટી કંપનીઓ પર ખર્ચ બોજ વધી જતાં તેમના નફાના માર્જિનક કપાઈ જવાની સંભાવના છે. તેમની ઓપરેશન કોસ્ટ-કામકાજનો ખર્ચ વધી જશે. ભારતીય કંપનીઓએ રિમોટ સર્વિસ પૂરી પાડવી પડશે. અમેરિકાના કુશળ યુવાનોની સેવા લઈને કામકાજનું સોલ્યુશન્સ આપવું પડશે.

–     (બોક્સ)

આઈટી  કંપનીઓએ હાયર કરેલા સ્ટાફને જોતા ખર્ચમાં થનારો સેંકડો કરોડનો વધારો

ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના સેક્ટરની ભારતીય કંપનીઓ પર ડોનાલ્ડ ટ્રમ્પના એચ-1બી વિઝાની ફી અંગેના નિર્ણયને કારણે ખર્ચબોજમાં મોટો વધારો થઈ જશે. નફાના માર્જિન સાવ જ ધોવાઈ જાય તેવી સંભાવના છે.

કંપની           કર્મચારીની સંખ્યા       એચ-1બીની અંદાજિત ફી         કુલ અસર

ટીસીએસ        12,000                  રૂ. 88 લાખ                      રૂ. 10,560 કરોડ

ઇન્ફોસિસ      9,500                 રૂ. 88 લાખ                     રૂ.8,360 કરોડ
વિપ્રો      7,500                  રૂ. 88 લાખ                     રૂ.6,600 કરોડ
કોગ્નિઝન્ટ      8,000                  રૂ. 88 લાખ                      રૂ. 7,040 કરોડ

(નોંધઃ એચ 1બી વિઝા માટે અહીં આપવામાં આવેલા ટેબલ પ્રમાણે ખર્ચ કરવાનો કંપનીઓને આવે તો ટીસીએસ જેવી કંપનીનો આખા વર્ષનો નફો ધોવાઈ જવાની સંભાવના છે.)

Read Previous

અમેરિકાના પ્રમુખનો નવો $100,000 H-1B વીસા ફી એક્ઝિક્યુટિવ ઓર્ડર

Read Next

TCS, Wipro, HCL technology stock price to crash, શેરધારકોની બજાર ખૂલતા બજાર પર નજર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular