• 24 November, 2025 - 10:52 AM

હેપ્પિએસ્ટ માઈન્ડઃ મધ્યમ ગાળાનું મજબૂત રોકાણ

હેપ્પિએસ્ટ માઈન્ડની આવક અને નફામાં વધારો થવાની સંભાવના

કંપનીને નવા 30 ક્લાયન્ટ્સ મળ્યા, ક્લાયન્ટ્સ થકી રૂ. 450થી 540 કરોડની આવક થવાની સંભાવના

છેલ્લા 21 ત્રિમાસિક ગાળાથી હેપ્પિએસ્ટ માઈન્ડના પરફોર્મન્સમાં સતત સુધારો થઈ રહ્યો છે

અમદાવાદઃ સેબી રજિસ્ટર્ડ ચોઈસ ઇન્સ્ટિટ્યૂશનલ ઇક્વિટીઝ(Choice Reserach Equities)ના નિષ્ણાતો વિકાસની મજબૂત શક્યતા ધરાવતી કંપની હેપ્પિએસ્ટ માઈન્ડ્સના(Happiest Mind) શેર્સમાં રોકાણ કરવાની ભલામણ કરી રહ્યા છે. તેનું કારણ આપતા ચોઈસ રિસર્ચ લિમિટેડના(Choice Research Limited) નિષ્ણાતો કહે છે કે 2025-26ના નાણાકીય વર્ષમાં હેપ્પિએસ્ટ માઈન્ટને 30 નવા ક્લાયન્ટ મળ્યા છે.(30 New Clients)  તેને પરિણામ કંપનીની આવકમાં પાંચથી છ કરોડ ડૉલરનો વધારો થવાની સંભાવના છે. આગામી ત્રણથી ચાર વર્ષમાં કંપનીની આવકમાં રૂ. 450 કરોડથી રૂ. 540 કરોડ સુધીનો વધારો આવી શકે છે. કંપની તેને માટે નવું મજબૂત માર્કેટિંગ નેટવર્ક (Strong Marketing network)તૈયાર કરી રહી છે. આમ કંપની વ્યૂહાત્મક પરિવર્તનના તબક્કામાં પ્રવેશી ચૂકી છે. આ પરિવર્તન માટે કરવાનું થતું રોકાણ પણ કંપની કરશે.

કંપનીના માર્જિનમાં અને વેરા પૂર્વેની આવકમાં વધારો કરવામાં મદદ કરશે. પરિણામે કંપની છેલ્લા થોડા સમયથી દાવો કરી રહી છે તેમ તેનો વિકાસ દર આગામી 3થી 4 વર્ષ માટે 10 ટકાથી ઉપરનો રહેવાનો અંદાજ છે. (Higher growth rate)ચોઇસ રિસર્ચ લિમિટેડના એક્સપર્ટના મતાનુસાર કંપનીનો સર્વગ્રાહી વિકાસ દર 2025થી 2028ના ગાળામાં અનુક્રમે 14.3 ટકા, 21.8 ટકા અને 25.9 ટકાનો રહેવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. આ સંજોગોમાં ચોઈસ રિસર્ચના નિષ્ણાતો હેપ્પિએસ્ટ માઈન્ડના શેર્સમાં લેવાલી કરવાની ભલામણ કરી રહ્યા છે.

શેરના ભાવમાં 30.8 ટકા સુધીનો વધારો થવાની ધારણો તેઓ બાંધી રહ્યા છે. રૂ. 2ની મૂળ કિંમતના શેર બાવન અઠવાડિયા દરમિયાન રૂ. 795ની ટોચ અને રૂ. 486ના તળિયું જોઈ ચૂક્યો છે. કંપનીના શેરનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. 78.5 અબજનું છે. હેપ્પિએસ્ટ માઈન્ડ્સનો પીઈ મલ્ટીપલ 30 ગણો રહેવાની ધારણા છે.2027 અને 2028ની શેરદીઠ રૂ. 22.3ની કમાણીની શક્યતાને આધારે તેના પીઈ મલ્ટીપલની ત્રિરાશી માંડવામાં આવી છે. બજારમાં અત્યારે તેના શેર્સનું વોલ્યુમ 3,86,880નું છે.

2025-26ના બીજા ત્રિમાસિક ગાળામાં કંપનીની આવકમાં 1.2 ટકા વધીને 65.1 લાખ ડૉલરની રહી છે. અગાઉના ત્રિમાસિક ગાળાની તુલનાએ કંપનીની કેશ ક્રેડિટમાં 2.3 ટકાનો વધારો જોવા મળ્યો છે. કંપનીની વેરા પૂર્વેની આવકમાં 2025-26ના બીજા ત્રિમાસિકગ ાળાને અંતે 6.7 ટકાનો વધારો થયો છે. વેરા પૂર્વેની આવક આ ગાળામાં વધીને રૂ. 76.40 કરોડની થઈ છે. કંપનીના વેરા પૂર્વેના માર્જિનમાં પણ 0.3 ટકાનો (30 બેઝિસ પોઈન્ટનો)વધારો થયો છે.વેરા પછીના નફાની વાત રીએ તો 2025-26ના બીજા ત્રિમાસિક ગાળાને અંતે કંપનીનો વેરા પછીનો નફો રૂ. 54 કરોડનો થયોછે. જોકે તેમાં ત્રિમાસિક ગાળાઓની તુલનાએ 5.4 ટકાનો ઘટાડ જોવા મળ્યો છે.

હેપ્પિએસ્ટ માઈન્ડના નાણાકીય પરફોર્મન્સની વાત કરીએ તો કંપનીનો આઈપીઓ એટલે કે પબ્લિક ઇશ્યૂ આવ્યો ત્યાર બાદ 21 ત્રિમાસિક ગાળાથી તેનો વિકાસ ચાલુ જ છે. પરિણામે કંપનીની કેશક્રેડિટમાં પણ 10 ટકાથી વધુનો વધારો થવાનો કંપનીના મેનેજમેન્ટને વિશ્વાસ છે. કંપનીના મેનેજમેન્ટને તેમની આવકમાં વધારો થવાનો વિશ્વાસ છે. તેમ જ નવા ક્લાયન્ટ મળતા રહેવાન પણ વિશ્વાસ છે.
કંપની નવા મૂડીરોકાણ કરી રહી હોવા છતાં અને પગાર ખર્ચમાં વધારો થઈ રહ્યો હોવા છતાંય કંપનીની વ્યાજ ખર્ચ, વેરા ખર્ચ, ઘસારો અને એમોર્ટાઈઝેશના ખર્ચ બાદ પણ 20થી 22 ટકાનો વધારો થવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ બાબત કંપનીની નાણાકીય સંગીનતા દર્શાવે છે. કંપનીના ઓપરેટિંગ પરફોર્મન્સની સંગીનતાનો નિર્દેશ આપે છે. કંપનીની કાર્યક્ષમતાનો અંદાજ આપે છે.
કંપનીમાં 2025-26ના બીજા ત્રિમાસિક ગાળાને અંતે 6554 કર્મચારીઓ જોડાયેલા છે. પહેલા ત્રિમાસિક ગાળામાં તેમની સંખ્યા 6523ની હતી. આમ કંપની નવા ક્લાયન્ટને હેન્ડલ કરવા માટે નવા સ્ટાફની નિમણૂક પણ કરી રહી છે. કંપનીના જનરલ એઆઈના બિઝનેસ યુનિટનો પોર્ટફોલિયો સંગીન છે. 22 કિસ્સાઓમાં અનુકરણ કરી શકાય તેવા સોલ્યુશન્સ કંપનીએ પૂરા પાડ્યા છે. આ સોલ્યુશન્સનું અનેક નવી કંપનીઓના કિસ્સાઓમાં અનુકરણ કરી શકાય તેવા છે. તેના થકી આગામી ત્રણથી ચાર વર્ષમાં 1.5 કરોડ ડૉલરની આવક થવાનો અંદાજ છે. જનરલ એઆઈના પ્રોજેક્ટમાં અત્યારે તેમને 20થી 25 ટકા પ્રીમિયમ મળી રહ્યું છે. આમ સ્ટાન્ડર્ડ રેટ કાર્ડ કરતાં કંપની વધુ સારી આવક કરી રહી છે. કંપનીની ક્ષમતાનો લાભ તેના ક્લાયન્ટ્સને પણ મળી રહ્યો છે.

કંપનીના બોર્ડે શેરદીઠ રૂ. 2.75નું વચગાળાનું ડિવિડંડ જાહેર કરી દીધું છે. અત્યારે હેપ્પિએસ્ટ માઈન્ડના શેરનો બજાર ભાવ રૂ. 515ની આસપાસનો બોલાઈ રહ્યો છે. શેરના ભાવમાં 20.8 ટકા સુધીનો સુધારો આવવાની ચોઈસ રિસર્ચના નિષ્ણાતોને શક્યતા જણાઈ રહી છે. આમ વર્તમાન બજારમાં રોકાણ કરનારાઓને 30 ટકા સુધીનું વળતર મળી શકે છે. પરિણામે હેપ્પિએસ્ટ માઈન્ડના શેર્સમાં રોકાણ કરવાની ભલામણ કરવામાં આવી રહી છે. ફંડામેન્ટલ્સને ધોરણે હેપ્પિએસ્ટ માઈન્ડ એક મજબૂત શેર છે.

 

Read Previous

L&T નાં ત્રિમાસિક રિઝલ્ટ: એન્જિનિયરિંગ કંપનીએ 3,926 કરોડનો નફો નોંધાવ્યો, નવા ઓર્ડરમાં 45%નો ઉછાળો

Read Next

જનરલ એટલાન્ટિક ફોનપેમાં $600 મિલિયનનું રોકાણ કરશે, 12,000 કરોડનો મેગા IPO આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular