Honda Amaze 2nd Generation ની બે લાખ કાર વેચાઈ

1st & 2nd Generation ની કારનું કુલ વેચાણ 4.6 લાખના આંકને પાર કરી ગયું
હોન્ડા એમેઝની સેકન્ડ જનરેશનની બે લાખ કાર વેચવામાં હોન્ડા કાર ઇન્ડિયા લિમિટેડને સફળતા મળી છે. આમ તો કંપનીએ ફર્સ્ટ જનરેશન અને સેકન્ડ જનરેશનની મળીને 4.6 લાખ હોન્ડા કાર બજારમાં મૂકી છે. હોન્ડા એમેઝની ઉત્પાદક કંપની મૂળભૂત રીતે જાપાની કંપની છે. મે 2018થી આ કારનું વેચાણ શરૂ કર્યું ત્યારથી આજ સુધીમાં તેમણે બે લાખ કાર વેચવામાં સફળતા મેળવી છે. ભારતીય બજારમાં હોન્ડા એમેઝ એ સૌથી સફળ ગણાતું મોડેલ છે. અત્યાર સુધીમાં એટલે કે ફર્સ્ટ અને સેકન્ડ જનરેશનની હોન્ડા એમેઝ મળીને કંપનીએ કુલ 4.6 લાખ કાર વેચી દીધી છે. તેની ડિઝાઈન સૌથી વધુ ઇમ્પ્રેસિવ રહી છે. કંપનીનું સૌથી વધુ વેચાતું મોડેલ છે. એપ્રિલ 2013માં હોન્ડા એમેઝ લોન્ચ કરવામાં આવી હતી.

હોન્ડા કાર ઇન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને પ્રમુખ ગાકુ નાકાનિશિએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે કે હોન્ડા એમેઝ તેમની કંપની માટે સૌથી મહત્વનું પ્રોડક્ટ છે. સેડન કારના સેગમેન્ટમાં તે બહુ જ સારુ વેચાણ ધરાવતી કાર છે. ભારતના કસ્ટમર્સને ધ્યાનમાં રાખીને જ આ કાર ખાસ કરીને તૈયાર કરવામાં આવેલી છે. ભારતના કાર ખરીદનારાઓએ અમારી કારને દિલથી સ્વીકારી છે, તે તેના વેચાણ પરથી જ પ્રસ્થાપિત થાય છે. તેથી જ દેશની બેસ્ટ સેલિંગ સેડન કારની કેટેગરીમાં તે આવે છે. આ સંજોગોમાં એમેઝની સેકન્ડ જનરેશન કારના બે લાખ યુનિટ વેચાવાના આંકડાને પાર કરી ગયા તેથી અમે ગૌરવની લાગણી અનુભવી રહ્યા છીએ. આ સાથે જ આ જ પ્રકારની કાર લોન્ચ કરતાં રહેવાનો અમે પ્રયાસ કરીશું. અમે માનીએ છીએ કે એમેઝ કાર એ કસ્ટમર માટે સારામાં સારી પસંદગી છે. આ કાર આરામદાયક છે. તેનો ઉપયોગ કરનારાઓને મનની શાંતિનો અહેસાસ કરાવે છે.

હોન્ડા એમેઝના નવા પ્રોડક્ટની વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે કારમાં બેસવાનું વધુ આરામદાયક બનાવતી અને વધારાની જગ્યા આપતી અને અદભૂત ઇન્ટિરિયલ ધરાવતી નવે એમેઝ 1.2 લિટર-આઈવીટીઈસી પેટ્રોલ એન્જિન અને 1.5 લિટર આઈ-ડીટીઈસી ડીઝલ એન્જિનમાં ઉપલબ્ધ છે. બંને ફ્યુઅલમાં ઓટોમેટિક ગિયરની વ્યવસ્થા ધરાવતા મોડેલ પણ ઉપલબ્ધ છે. તેનો એક્સ શૉરૂમ ભાવ રૂ. 6.32 લાખથી માંડીને 11.35 લાખ સુધીનો છે.