• 22 November, 2025 - 8:44 PM

કરદાતાઓને એક મહિનામાં મળતાં રિફંડ ત્રણ મહિને પણ મળ્યા નથી

  • રિફંડમાં વિલંબ થાય તો વાર્ષિક છ ટકાના દરે વિલંબના દિવસો માટેનું વ્યાજ ચૂકવી રહેલું આવકવેરા ખાતું

આવકવેરાનું રિટર્ન (Income tax refund)ફાઈલ કર્યાને છેલ્લી તારીખ પછી બે માસથી વધુ અને તે પહેલા રિટર્ન ફાઈલ કરનારના ચાર માસ થવા આવ્યા હોવા છતાંય હજી સુધી કરદાતાઓને તેમના રિફંડ મળ્યા જ નથી. વાસ્તવમાં આવકવેરા ખાતાંના પોર્ટલ પર આપવામાં આવેલી સૂચના દર્શાવે છે કે સામાન્ય રીતે રિફન્ડ ટેક્સપેયરના ખાતામાં જમા થવામાં 4 થી 5 સપ્તાહ જેટલો સમય લાગે છે. મોટા રકમના રિફન્ડમાં વધુ સમય લાગી શકે છે. છતાં નાના રિફડના દાવેદારોને પણ રિફંડ મળ્યા નથી.

વાસ્તવમાં ઇનકમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની અંતિમ તારીખ 16 સપ્ટેમ્બરે પૂરી થઈ ગઈ છે. ઇન્કમટેક્સ વિભાગ મોટાભાગના રિફન્ડ પ્રોસેસ કરી ચૂક્યો છે, પરંતુ કેટલાક રિફન્ડ હજી બાકી છે. જો તમારું રિફન્ડ હજી સુધી પ્રોસેસ ન થયું હોય, તો તેના માટે અનેક કારણો હોઈ શકે છે. જોકે તમે 16 સપ્ટેમ્બર પહેલાં રિટર્ન ફાઈલ કર્યું હોય, તો 1 એપ્રિલથી ઇનકમ ટેક્સ વિભાગ તમારા રિફન્ડ પર પ્રતિ મહિના 0.5% વ્યાજ પણ આપશે.

જો તમે અંતિમ તારીખ પછી રિટર્ન ફાઈલ કર્યું હોય, તો રિફન્ડનો સમયગાળો રિટર્ન ફાઈલ કરવાની તારીખથી શરૂ થશે.

ઇનકમ ટેક્સ વિભાગ તમારું રિફન્ડ પ્રોસેસ કરી શકે તે માટે નીચેની ત્રણ શરતો પૂર્ણ થવી આવશ્યક છે. એક, તમારો માન્ય યુઝર ID અને પાસવર્ડ હોવો જોઈએ. બે, PAN, આધાર નંબર સાથે લિંક થયેલું હોવું જોઈએ. ત્રણ, રિફન્ડ ક્લેમ કરતું ITR ફાઈલ થયેલું હોવું જોઈએ

રિફન્ડ મળવામાં કેટલો સમય લાગે છે?

ઇનકમ ટેક્સ (I-T) પોર્ટલ કહે છે કે રિફન્ડ સામાન્ય રીતે 4 થી 5 સપ્તાહમાં ટેક્સપેયરના ખાતામાં જમા થઈ જાય છે. જો આ સમયગાળા દરમિયાન રિફન્ડ ખાતામાં જમા ન આવ્યું હોય તો કરદાતાએ-ટેક્સપેયરે ITR સંબંધિત ગરબડ હોવા અંગે કોઈ નોટિસ ડિપાર્ટમેન્ટ તરફથી તેમને મોકલવામાં આવી છે કે કેમ તેની ચકાસણી કરી લેવી જોઈએ. તદુપરાંત કરદાતાએ રિફન્ડ સ્ટેટસ પણ ચેક કરવો આવશ્યક છે.

રિફન્ડનું સ્ટેટસ કેવી રીતે ચેક કરશો?

એક આવકવેરાની વેબસાઈટ પર e-filing હોમપેજ પર જાવ. બે, યુઝર ID અને પાસવર્ડ નાખો. ત્રણ e-file ટેબમાં જઈને “Income Tax Returns”માં “View Filed Returns” પર ક્લિક કરો. ચાર, ત્યાં તમે ઇચ્છિત Assessment Year માટેનું રિફન્ડ સ્ટેટસ જોઈ શકો છો. પાંચ, “View Details” પર ક્લિક કરવાથી રિટર્નના સમગ્ર લાઈફસાયકલની વિગતો મળશે.

રિફન્ડમાં વિલંબ થવાના સંભવિત કારણો

રિફંડમાં વિલંબ થવાના કારણોની વાત કરીએ તો TDS કે TCS ક્રેડિટ મિસમેચ હોઈ શકે છે
બીજું, રિટર્ન ફાઈલ કરતી વખતે ખોટી કરકપાત (deduction) ક્લેમ કરેલી હોઈ શકે છે. ત્રીજું, પગારદાર વ્યક્તિએ ભથ્થાના ખોટા ક્લેઈમ કરેલા હોઈ શકે છે. ચાર, કરદાતાએ ખોટી આવક દર્શાવીને ડિફેક્ટિવ રિટર્ન ફાઈલ કર્યું હોઈ શકે છે. પાંચ, પહેલાંના વર્ષમાં ખોટી ડિડક્શન ક્લેમ કરવાના કારણે આ વખતે કડક ચકાસણી પણ થતી હોવાની શક્યતા રહેલી છે.  

Read Previous

ટામેટાં સહિત શાકભાજીના ભાવ કાબૂ બહાર, 15 દિવસમાં 50 ટકા વધી ગયા, બેકાબૂ થયેલા ભાવોનું આ છે કારણ

Read Next

CBDTની મોટી જાહેરાત, આ સમયગાળા દરમિયાન કરદાતાઓને મળશે રિફંડ, આ કારણોસર અટક્યું હતું રિફંડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular