બાળકોના ભાવિને સલામત બનાવવા કયા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરશો?


શું SBI ચિલ્ડ્રન્સ ફંડ તમારા બાળક માટે વધારે જોખમી છે?
34.5% CAGR એલર્ટ: SBI Children’s Fund v/s HDFC Children’s Fund: બાળકના ભવિષ્ય માટે કયું મ્યુચ્યુઅલ ફંડ વધુ યોગ્ય?
બાળકોના ભવિષ્ય માટે મૂડી ઊભી કરવાના હેતુથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારાઓ આટલું જરૂર વાંચે
અમદાવાદઃ નવ દંપતિના પરિવારમાં બાળક અવતરે છે ત્યારે તેના ભાવિ માટે અનેકવિધ સપનાંઓ જોવાનું ચાલુ કરી દે છે. આજે જ્ઞાન આધારિત યુગમાં આપણએ જીવી રહ્યા છે. આ યુગમાં બાળકો સારી રીતે ગોઠવાઈ જાય તે દરેક માતાપિતાના જીવનની પ્રાયોરિટી બની જાય છે. વર્તમાન સ્થિતિમાં બાળકને ઉત્તમ શિક્ષણ આપવું અનિવાર્ય બની ગયું છે. પરંતુ શિક્ષણ ખર્ચ દર વર્ષે સતત વધતો જતો હોવાથી બાળક જન્મે ત્યારથી જ યોગ્ય રોકાણ આયોજન કરવું ખૂબ જ જરૂરી છે.
મ્યુચ્યુઅલ ફંડ્સ સંપત્તિ સર્જન માટે એક અસરકારક અને તુલનાત્મક રીતે કર-કાર્યક્ષમ વિકલ્પ ગણાય છે. સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એક સારો વિકલ્પ ગણાય છે. મ્યુચ્યુઅલ ફંડ્સની વિવિધ કેટેગરીમાં “સોલ્યુશન-ઓરિયન્ટેડ ફંડ્સ” હેઠળ આવતાં Children’s Funds ખાસ કરીને બાળકોના ભવિષ્ય માટે બનાવવામાં આવ્યા છે.
અહીં બે લોકપ્રિય ચિલ્ડ્રન્સ ફંડ્સ – SBI Children’s Fund અને HDFC Children’s Fund –ની તુલના કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
SBI Children’s Fund v/s HDFC Children’s Fund
SBI Children’s Fund પહેલાં SBI Magnum Children’s Benefit Fund તરીકે ઓળખાતું હતું. સપ્ટેમ્બર 2020માં આ ફંડને લોન્ચ કરવામાં આવ્યું હતું. નવેમ્બર 2025 સુધીમાં આ ફંડનું AUM રૂ. 5,053 કરોડની થઈ ગઈ છે.
બીજી તરફ HDFC Children’s Fund માર્ચ 2001માં HDFC Children’s Gift Fund તરીકે શરૂ કરવામાં આવ્યું હતું. નવેમ્બર 2024માં તેનું નામ બદલવામાં આવ્યું હતું. નવેમ્બર 2025ની સ્થિતિએ તેમાં કરવામાં આવેલું કુલ રોકાણ-AUM રૂ. 10,632 કરોડ થઈ ગઈ છે.
બંને ફંડ્સ ઓપન-એન્ડેડ છે અને તેમાં ઓછામાં ઓછા 5 વર્ષ માટે રોકાણ જાળવી રાખવાનું હોય છે. તેમ જ બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી લોક-ઇન સમયગાળો ફરજિયાત છે.
ચિલ્ડ્રન્સ ફંડમાં રોકાણનો હેતુ
બાળકો માટેના બંને ફંડ્સનો હેતુ લાંબા ગાળે મૂડી વૃદ્ધિ (capital appreciation) હાંસલ કરવાનો છે. તે માટે તેઓ મુખ્યત્વે ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત સાધનોમાં રોકાણ કરે છે. તેની સાથે સાથે જ ડેટ અને મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં પણ મર્યાદિત રોકાણ કરે છે. જોકે, રોકાણ હેતુ પૂરો થશે તેની કોઈ ગેરંટી નથી.
ઇક્વિટી ફાળવણી અને જોખમ
બંને ફંડ્સના મેનેજમેન્ટ કુલ રોકાણ માટે આવતા કુલ નાણાંમાંથી આશરે 65થી 100 ટકા સુધી ઇક્વિટીમાં રોકાણ કરી રહ્યા છે. SBI Children’s Fund મધ્યમ કદની કંપનીઓ (Mid-caps)માં વધારે રોકાણ કરે છે અને પોર્ટફોલિયો ચર્નિંગ-સમયે સમયે સ્ક્રિપમાં કરેલા રોકાણમાં ફેરફાર કરવાનું પણ તેમાં વધારે છે.
HDFC Children’s Fund મોટેભાગે Large-cap શેરો પર ભાર મૂકે છે અને buy-and-hold વ્યૂહરચના અપનાવે છે. SBI ફંડમાં ગોલ્ડ ETFમાં 20 ટકા સુધી રોકાણ કરવાની છૂટ છે, જે તેને થોડું વધારાનું વૈવિધ્ય આપે છે, જ્યારે HDFC ફંડ non-convertible preference sharesમાં 10 ટકા સુધી રોકાણ કરી શકે છે.
રિટર્ન્સ અને જોખમ-સમાયોજિત પ્રદર્શન
SBI Children’s Fundના આરંભ-inceptionથી જ તેના રોકાણકારોને 34.5 ટકા CAGR રિટર્ન આપ્યો છે. પહેલી જાન્યુઆરી 2026 સુધીના આંકડાંઓને આધારે આ તારણ કાઢવામાં આવ્યું હોવાનું ફાઈનાન્શિયલ એક્સપ્રેસના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. 5 વર્ષમાં તેનો CAGR-સર્વગ્રાહી વિકાસદર 29.7 ટકાનો રહ્યો છે. આ વિકાસદર ચિલ્ડ્રન ફંડની કેટેગરીના ફંડોની સરેરાશ-એવરેજ આવક અને બેન્ચમાર્ક કરતાં ઘણો વધુ છે. જોકે, તેમાં જોખમ પણ વધારે છે, પરંતુ Sharpe અને Sortino ratio મુજબ risk-adjusted returns મજબૂત રહ્યા છે.
બીજીતરફ HDFC Children’s Fundના મેનેજમેન્ટે તેમના ઇન્વેસ્ટર્સને રોકાણના આરંભથી માંડીને આજ સુધીમાં એટલે કે inceptionથી 15.7 ટકા CAGR-સર્વગ્રાહી વિકાસ દરે રિટર્ન આપ્યું છે. 5 અને 10 વર્ષના ગાળામાં તેના રોકાણકારોને અનુક્રમે 17.5 ટકા અને 14.7 ટકા CAGR રિટર્ન મળ્યા છે, ઓછા જોખમ સાથે સ્થિર પ્રદર્શન કર્યું છે.
ફંડ મેનેજમેન્ટ
બંને ફંડ્સનું અનુભવી અને પ્રતિષ્ઠિત ફંડ મેનેજર્સ દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે. જે equity, debt અને overseas investments માટે અલગ-અલગ નિષ્ણાતોની ટીમ ધરાવે છે. બાળકો માટેના રોકાણ પર વધુ રિટર્ન મેળવવા માટે વધારે જોખમ લેવા તૈયાર રોકાણકારો માટે SBI Children’s Fund આકર્ષક બની શકે છે. જ્યારે ઓછા જોખમ અને સ્થિર વૃદ્ધિ પસંદ કરનારાઓ માટે HDFC Children’s Fund યોગ્ય વિકલ્પ લાગે છે. રોકાણકારોએ માત્રને માત્ર ભૂતકાળના રિટર્ન્સને આધારે નિર્ણય ન લેવો જોઈએ. રોકાણકારોએ તેમની પોતાની જોખમ લેવાની ક્ષમતા, રોકાણનો હેતુ અને સમયગાળો ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો જોઈએ.



