કેન્દ્ર સરકારે સ્ટીલ આયાત પર 12% સુધીની સેફગાર્ડ ડ્યુટી લાદી, ચીન દ્વારા થતાં ડમ્પિંગ પર ભીંસ વધારવાનો પ્રયાસ
નાણા મંત્રાલયના આદેશ મુજબ, ભારતે ચોક્કસ સ્ટીલ ઉત્પાદનો પર 11% થી ૧૨% ની વચ્ચે ત્રણ વર્ષનો આયાત ટેરિફ લાદ્યો છે. સરકારનો ઉદ્દેશ્ય ચીનથી થતી સસ્તી સ્ટીલ આયાતને રોકવાનો છે. આ ડ્યુટી, જેને સામાન્ય રીતે સેફગાર્ડ ડ્યુટી તરીકે ઓળખવામાં આવે છે, તે પહેલા વર્ષમાં 12%, બીજા વર્ષે 11.5% અને પછી ત્રીજા વર્ષે 11% રહેશે. ભારતે નોન-એલોય અને એલોય સ્ટીલ ફ્લેટ ઉત્પાદનો પર આયાત ટેરિફ લાદ્યો છે.
સત્તાવાર સરકારી ગેઝેટમાં પ્રકાશિત આ નિર્ણય, ચોક્કસ વિકાસશીલ દેશોની આયાતને બાકાત રાખે છે. જો કે, ચીન, વિયેતનામ અને નેપાળ આ કરને આધીન રહેશે. આ નિર્ણય સ્ટેનલેસ સ્ટીલ જેવા ચોક્કસ સ્ટીલ ઉત્પાદનો પર પણ લાગુ પડશે નહીં. કેન્દ્ર સરકારના સ્ટીલ મંત્રાલયે વારંવાર જણાવ્યું છે કે તે ઇચ્છતું નથી કે સ્થાનિક સ્ટીલ ઉદ્યોગ સસ્તી આયાત અને નબળી-ગુણવત્તાવાળા ઉત્પાદનોને કારણે મુશ્કેલીમાં મુકાય. અગાઉ, સરકારે એપ્રિલમાં 12% નો 200 દિવસનો કામચલાઉ ટેરિફ લાદ્યો હતો.
સરકારી આદેશમાં જણાવાયું છે કે ટ્રેડ રેમેડીઝના ડિરેક્ટોરેટ જનરલે આયાતમાં “તાજેતરના, અચાનક, તીવ્ર અને નોંધપાત્ર વધારો” નોંધ્યા પછી ત્રણ વર્ષની ડ્યુટીની ભલામણ કરી હતી. આવી આયાત સ્થાનિક ઉદ્યોગને ગંભીર નુકસાન પહોંચાડી રહી છે અને તેને ધમકી આપી રહી છે.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્ટીલ આયાત ટેરિફથી ચીની સ્ટીલ પર વેપાર તણાવ વધ્યો છે. વધુમાં, દક્ષિણ કોરિયા અને વિયેતનામ જેવા દેશોએ આ વર્ષની શરૂઆતમાં એન્ટિ ડમ્પિંગ ટેક્સ લાદ્યો હતો.



