• 1 December, 2025 - 10:10 AM

રેર અર્થ મેટલ્સની ભારતની મજબૂત તલાશનો આરંભઃ ભારતમાંથી પણ રેર અર્થ મળે તેવી સંભાવના

  • ગુજરાત અને રાજસ્થાનમાં હાર્ડ-રોકમાં પણ કેટલાક રેર-અર્થ રિઝર્વ નોંધાયેલા છે. ભારત સરકારે તેની વિગતો તૈયાર કરેલી છે.
  • ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ, આંધ્ર-પ્રદેશ અને ઓડિશાના દરિયા કિનારાના વિસ્તારોમાં મોનાઝાઇટ અને બીચ-સેન્ડ ખનિજ હોવાની શક્યતા
  • નેશનલ ક્રિટિકલ મિનરલ મિશન હેઠળ જિયોલોજિકલ સરવે ઓફ ઇન્ડિયાને 2024થી 2031 દરમિયાન લગભગ 1200 એક્સપ્લોરેશન પ્રોજેક્ટ કરવાની જવાબદારી સોંપી દેવામાં આવી

ભારતમાં રેર અર્થ મેટલ્સ મળવાની સંભાવના છે. દરિયાના કિનારાની જમીન પરની રેતીમાંથી રેર અર્થ મેટલ્સ મળી શકે છે. આ વિસ્તારોમાં ખાસ કરીને કેરળ, તમિલનાડુ, આંધ્ર-પ્રદેશ, ઓડિશા અને ગુંજરાત તથા મહારાષ્ટ્રના દરિયાકિનારાના કેટલાક વિસ્તારોમાં મોનાઝાઇટ અને બીજાં બીચ-સેન્ડ ખનિજ હોવાની શક્યતા છે. તેમ જ રેર અર્થ ઓક્સાઇડ-REO પણ મળવાની સંભાવના રહેલી છે. ગુજરાત અને રાજસ્થાનમાં હાર્ડ-રોકમાં પણ કેટલાક રેર-અર્થ રિઝર્વ નોંધાયેલા છે. ભારત સરકારે તેની વિગતો તૈયાર કરેલી છે. લાંબા સમયથી તે અંગેના સંશોધનો ચાલી રહ્યા હોવાનું સાયન્સ ડાયરેક્ટ સહિતના સંશોધનોમાં જાણવા મળ્યું છે.

બીજું, આયન-અડ્સોર્પ્શન ક્લે (ion-adsorption clays ચીનમાં મહત્ત્વપૂર્ણ હેવી રેર-અર્થ પૂરા પાડ્યા છે. ભારતમાં પણ તેમાંથી રેર અર્થ મેટલ્સ મળે તેમે છે કે નહિ તેની સંભાવના  તપાસવાનો અવકાશ રહેલો છે. સમગ્ર ભારતની વાત કરીએ તો સબ હિમાલયન વિસ્તારો એટલે કે શિલોંગની ધરતીના પેટાળમાં સંશોધન થઈ રહ્યું છે. જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા- GSIના વૈજ્ઞાનિકો આ પ્રકારની થિન પોસ્ટ-માઇનિંગ સ્રોતની શોધ કરી રહ્યા છે. Geological Survey of India (GSI) નેશનલ ક્રિટિકલ મિનરલ મિશન હેઠળ (National Critical Mineral Mission, NCMM) GSIને 2024–31 દરમિયાન લગભગ 1200 એક્સપ્લોરેશન પ્રોજેક્ટ કરવાની જવાબદારી સોંપી દેવામાં આવી હોવાનું માહિતી ખાતાની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે. IREL (India) Limited પાસે ઓડિશામાં રેર-અર્થ એક્સટ્રાક્શન પ્લાન્ટ અને અલુવા (કેરળ)માં રીફાઇનિંગ યુનિટ પણ છે. આ IREL અત્યારે જાપાન, દક્ષિણ કોરિયા જેવા આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે ટેક્નોલોજી અને મૅગ્નેટ ઉત્પાદન માટે ચર્ચા કરી રહી છે. પશ્ચિમ બંગાળમાં પુરુલિયા, બાન્કુરા વિસ્તારમાં પણ રેર અર્થ મેટલ્સ હોવાના નિર્દેશો મળ્યા છે.

ભારત પાસે આશા માટે

સરકારી રણનીતિ અને ફંડિંગ 2025ની વાત કરવામાં આવે તો NCMM-National Critical Mineral Mission અને GSIના વિશાળ એક્સપ્લોરેશન પ્રોગ્રામ ચાલુ છે. જીએસઆઈએ 1200 પ્રોજેક્ટ શરૂ કર્યા છે. કેન્દ્ર સરકાર આ સેક્ટરને પ્રાથમિકતા-અગ્રક્રમ આપે છે. IREL-મોટિવેટેડનો ઉદય IREL દ્વારા રીફાઇનિંગ અને મૅગ્નેટ ઉત્પાદન માટે વિદેશી ભાગીદારીમાં તલાશ ચાલુ છે. તેમાં જાપાન અને દક્ષિણ કોરિયા ભારત સાથે જોડાયેલા છે. રેર અર્થ મેટલની પ્રોસેસિંગ-ચેઇન મજબૂત કરવા પ્રયત્નો થઇ રહ્યા છે.

ભારત સામેના પડકારો

થોરિયમમાં મોનાઝાઇટમાં થોરિયમ હોય શકે છે. તેનું પ્લાન્ટ-પ્રોસેસિંગ અને હેન્ડલિંગ માટે ચુસ્ત નિયમન જરૂરી છે. થોરિયમને કારણે ઉત્સર્જન ન થાય તે માટે ચુસ્ત વ્યવસ્થા કરવાની હોવાથી ઉત્પાદ ખર્ચ વધે છે. અત્યારે ભારત પાસે પ્રોસેસિંગ-ઉપકરણની કમી છે. ભારત પાસે મલ્ટિસ્ટેજ separations અને હાઇ-પ્યુરિટી REO તૈયાર કરતી વ્યાપક ફેક્ટરીઓનો અભાવ છે. અમેરિકા, જાપાન અને યુરોપ તરફથી ટેક્નોલોજી ટ્રાન્સફર અને ભાગીદારી જરૂરી છે. આયન-અડ્સોર્પ્શન ક્લે વિશે અજાણતા જીઓ-મોડેલ છે. ચીનની સમાન પ્રકારની IAC ડિપોઝિટ્સ પ્રાપ્ત કરવાની ખાતરી છે, પરંતુ તેના મજબૂત પુરાવાઓ હજી તૈયાર થયા નથી. તેમાં વધુ ગ્રાન્ડ પ્રુફિંગ જરૂરી છે.

EV બેટરીનો વિકલ્પ શોધી રહેલું ભારત

મોટર-ના વિકલ્પ (Rare-earth-free motors)ના હિસ્સા રૂપે Switched Reluctance Motors (SRM) છે. રેર-અર્થ મેગ્નેટ વગર ચલાવતા મિકેનિકલી સરળ અને મજબૂત મોડલ છે. આ અંગે અત્યાર સુધી થયેલું સંશોધન બતાવે છે કે SRM અને સિંક્રન-ઇન્ડક્શન મોટર્સ EV માટે વાજબી સબ્સ્ટિટ્યુટ બની શકે છે. પરંતુ તેને માટે ઈલેક્ટ્રોનિક કંટ્રોલ અને ઇન્વર્ટરના એડવાન્સ મોડેલ તૈયાર થાય તે જરૂરી છે.

Ferrite magnets અને induction motors: કેટલીક ડિઝાઇન ફેરેસ્ટ મેગ્નેટ અથવા સામાન્ય અસિન્ક્રોનસ ઈન્ડક્શન મોટેરથી ઉપયોગ કરવાના વલણને પ્રોત્સાહન આપે છે. પરંતુ તેમાં પાવરને લગતા ડેટા અથવા સમય પર trade-offs (વજન, કાર્યક્ષમતા) જોવાની રહે છે.  બેટરી કેમિસ્ટ્રી પણ તેનો એક વિકલ્પ છે. લોઅર-કોબાલ્ટ કે કૉબાલ્ટ-ફ્રી કેમીસ્ટ્રિઝ સાથેનો વિકલ્પ પણ છે. ભારતમાં તેમજ વૈશ્વિક સ્તરે લિથિયમ-આયન સેલમાં કૉબાલ્ટ ઘટાડવા માટે NMC → NMA, LFP (Lithium-iron-phosphate) જેવી કેમિસ્ટ્રીઝ વપરાઈ રહી છે. LFP બેટરીમાં કોસ્ટ અને સપ્લાય-રિસ્ક ઓછો હોય છે. પરંતુ તેમાં energy density થોડું ઓછી હોવાનું જોવા મળે છે. આ હવે ઓટોમોટિવ ઉદ્યોગમાં વ્યાપક સ્તરે ઉપયોગમાં કરવામાં આવી રહી છે. ભારતના ઉદ્યોગકારો રેર-અર્થ-ફ્રી મટિરિયલ અને મશીન ડિઝાઇન પર કામ કરી રહ્યા છે. કેટલાક વિકલ્પ વાજબી અને વેપારક્ષમ છે, પરંતું સંપૂર્ણ રૂપે કોમર્શિયલ ધોરણે વેચાણ પર પહોંચી જવાની માટેનું કામ હજુ ચાલુ છે.

ભારત ક્યારે પોતાની રેર અર્થનો ઉપયોગ કરીને ઉપકરણ બનાવશે

ટૂંકા ગાળામાં એટલે કે 1થી 3 વર્ષના ગાળામાં ભારત પોતાની શોધેલી રેર અર્થ મેટલમાંથી ઉપકરણો બનાવવાની દિશામાં સક્રિય થાય તેવી સંભાવના છે. રેર અર્થ મેટલ્સ શોધવા માટે ચાલતા એક્સપ્લોરેશન ડેટા અને નાનેપાયે પ્રોજેક્ટના નમૂનાના ટેસ્ટિંગને કારણે ટૂંકા ગાળામાં હાથ ધરવામાં આવેલી આયાતની નીતિ ફાયદાકારક સાબિત થાય તેવું જણાય છે. મધ્યમ કે લાંબા ગાળામાં એટલે કે ત્રણથી સાત વર્ષથી વધના સમયગાળામાં સ્થાનિક રિફાઈનિંગ અને મૅગ્નેટ મેન્યુફેક્ચરિંગ ક્ષમતા સ્થાપિત કરવા માટે ભાગીદારી કરવી અને મોટાં મૂડીરોકાણની જરૂર છે. અત્યારે ભારત પાસે મહત્વપૂર્ણ રેર-અર્થનો સંગ્રહ મોજૂદ છે. ભારત મોનાઝાઇટ, કિનારાના વિસ્તારની રેતી અને ક્યારેક હાર્ડ-રોકની તપાસ કરી રહી છે. સરકાર અને GSI દ્વારા વ્યાપક એક્સપ્લોરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. IREL અને અન્ય કંપનીઓ પ્રોસેસિંગની અને મેગ્નેટના ઉત્પાદન માટે આંતર રાષ્ટ્રીય ભાગીદારી શોધી રહી છે. તેથી સ્થાનિક ઉત્પાદન અને પ્રોસેસિંગ બનાવવામાં હજી થોડા વર્ષો લાગશે. ટેક્નોલોજી ટ્રાન્સફર અને પર્યાવરણની જાળવણી તથા રેડિયોએક્ટિવ મેનેજમેન્ટ કેટલી સફળતાથી કરી શકે છે તે અત્યંત્ય મહત્વપૂર્ણ રહેશે. રેર અર્થ-ફ્રી મટિરિયલ કે તેના જેવા અન્ય વિકલ્પ તાત્કાલિક મદદરૂપ બની શકે છે, પરંતુ વ્યાપક સ્તરે તેને અપનાવવા માટે સમય અને R&D જરૂરી છે.

જાપાનમાં 780 વર્ષ ચાલે તેટલો રેર અર્થનો મેટલ્સનો જથ્થો મળતા ચીનનું વર્ચસ્વ તૂટી શકે

  • દરિયાના પેટાળમાં 6000 મીટર ઊંડે રેર અર્થ મેટલ્સ પડી હોવાથી તેનું ખનન બહુ ખર્ચાળ સાબિત થવાની સંભાવના
  • રેર અર્થ મેટલનો ઉપયોગ EV કાર, વિમાન એન્જિન, વિન્ડ ટર્બાઇન, મેડિકલ લેસર, સેમિકન્ડક્ટર અને સૈનિકો માટેના હથિયાર બનાવવા માટે કરવામાં આવે છે.

જાપાનના પૂર્વમાં આવેલ તેના સૌથી દૂરના ટાપુ મિનામિતોરીશિમાના સમુદ્રના પેટાળમાંથી  અસીમિત માત્રામાં દુર્લભ ખનિજોના ભંડાર મળી આવ્યા છે. રેર અર્થ(Rare earth)નો આ ભંડાર વિશ્વને સાતસોથી આઠસો વર્ષથી વધુ સમય સુધી ચાલે તેવો છે. જાપાનના વિજ્ઞાનીઓના અંદાજ મુજબ સમુદ્ના પેટાળમાં 160 લાખ ટન જેટલા ઉચ્ચ ગુણવત્તાવાળા રેર અર્થ મેટલ્સ છે. રેર અર્થનો આ વિશ્વમાં ત્રીજા ક્રમનો સૌથી મોટો ભંડાર છે. તેનાથી રેર અર્થના માર્કેટ પરનું ચીનનું પ્રભુત્વને ઓછું થઈ શકે છે. જોકે આ ખનિજો સમુદ્રની 6,000 મીટર જેટલી ઊંડાઈએ છે, તેથી તેનું ખનન તકનીકી રીતે અત્યંત મુશ્કેલ અને ખર્ચાળ સાબિત થઈ શકે છે.

રેર અર્થના માર્કેટમાં ચીનનું પ્રભુત્વ

ચીન હાલમાં દુર્લભ ખનિજોના પ્રોસેસિંગ પર લગભગ એકાધિકાર-(Monopoly of China) ધરાવે છે. તે ઘણી વખત આ પર નિકાસ પ્રતિબંધો લગાવીને વિશ્વના અન્ય દેશો પર દબાણ લાવે છે. રાજકીય દબાણ ઊભું કરવા માટે પણ તેનો ઉપયોગ કરે છે. રેર અર્થ મેટલ્સમાં 17 પ્રકારના મેટાલિક તત્વોનો સમાવેશ થાય છે. રેર અર્થ મેટલનો ઉપયોગ EV કાર, વિમાન એન્જિન, વિન્ડ ટર્બાઇન, મેડિકલ લેસર, સેમિકન્ડક્ટર અને સૈનિકો માટેના હથિયાર બનાવવા માટે કરવામાં આવે છે. રેર અર્થ મેટલ જેટલી હેવી હોય તેટલું તેનું મૂલ્ય વધારે ઉપજે છે.  એપ્રિલ 2025માં ચીને 7 પ્રકારના હેવી અને મિડિયમ રેર અર્થ મેટલ્સ પર નિકાસ પ્રતિબંધ મૂક્યો છે. તેમાંથી પણ ખાસ કરીને ડિસ્પ્રોઝિયમ અને ટર્બિયમ નામની બે ધાતુઓની નિકાસ પર કડક પ્રતિબંધ મૂક્યો છે, કારણ કે ડિસ્પ્રોઝિયમ અને ટર્બિયમ ઇલેક્ટ્રિક વેહિકલ-Electric Vehicle માટેની બેટરી બનાવવા માટે મહત્વપૂર્ણ છે. તદુપરાંત ગત નવમી ઓક્ટોબરથી ચીને વધુ પાંચ તત્વોની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. ચીને આ પગલું લઈને વૈશ્વિક સપ્લાય-ચેઇન પર મજબૂત કબજો કરવાનો પ્રયાસ કર્યો હોવાનું જણાવીને અમેરિકાએ ચીનના આ પગલાંની આકરી ટીકા પણ કરી છે. તેની સાથે જ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીની આયાત પર 100 ટકાનો વધારાના ટેક્સ લગાવવાની ચેતવણી આપી હતી.

જાપાનના મિનામિતોરીશિમા રેર અર્થમેટલ્સનો ભંડાર

ટોકિયોની દક્ષિણ-પૂર્વમાં 2,000 કિમી દૂર મિનામિતોરીશિમા ટાપુ આવેલો છે, તેની આજૂબાજુના પાણીમાં ચીન કરતાં ઘણું વધુ પ્રમાણમાં હેવી અને મિડિયમ રેર અર્થ્સ મેટલ્સ મળ્યા છે. જાપાન 2026ના જાન્યુઆરીથી નાના પાયે સમુદ્રના પેટાળમાં રેર અર્થમેટલ્સ મેળવવા માટે ઉત્ખનન અને પરીક્ષણ શરૂ કરશે. તેમ જ 2028થી ખાનગી ઉદ્યોગોને રેર અર્થ મેટલ્સનો સપ્લાય કરવાની જાપાન તૈયારી કરી રહ્યું છે. 2018ની જાપાનની સંશોધન ટીમે અંદાજ લગાવ્યો હતો કે આ ભંડાર 420 થી 780 વર્ષ સુધી વિશ્વને પુરું પાડી શકે છે. રેર અર્થમેટલ્સ મેળવવા માટે દુનિયામાં પહેલીવાર 6,000 મીટર ઊંડાઈએ ખનન કરવાનો આરંભ કરવામાં આવશે. છ હજાર મીટરની ઊંડાઈએ ખનન કરવું અત્યંત ખર્ચાળ સાબિત થઈ જશે તેવું આ ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે. બીજી તરફ ચીન પાસેનો રેર અર્થ મેટલ્સનો ભંડાર જમીન પર છે. તેથી ચીનમાં રેર અર્થ મેટલ્સ માટે ઉત્ખનન કરવું સરળ અને સસ્તું છે.
જાપાનની નોમુરા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના અર્થશાસ્ત્રી તકાહિડે કિયુચી કહે છે કે  દરેક ખનન અભિયાનનો ખર્ચ 150 કરોડ યેન એટલે કે લગભગ રૂ. 9 કરોડ કરતાં પણ વધુ આવશે. આમ જાપાનના દરિયાના પેટાળમાં રેર અર્થ મેટલ્સ માટે ઉત્ખનન કરવું ચીન કરતાં બહુ જ ખર્ચાળ છે. પરિણામે રેર અર્થ મેટલ્સનું જાપાનમાં થનારું ખનન વ્યાપારી રીતે નફાકારક બની શકે કે નહીં તે અંગે હજીય અનિશ્ચિતતા પ્રવર્તે છે. ટોકિયો યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. કાઝુતો સુઝુકી કહે છે કે “મિનામિતોરીશિમાથી મળી આવેલા રેર અર્થ મેટલ્સ એટલે કે કુદરતી ખનિજો માટે નવી રિફાઈનરીઓ બનાવવી પડશે. હાલમાં તેનો ખર્ચ ઘણો વધારે છે. આ ખર્ચ પર ખરેખર વળતર મળશે કે કેમ તે અંગે પણ આશંકા પ્રવર્તતી હોવાનું જોવા મળે છે.

ચીન પર નિર્ભરતા સંપૂર્ણપણે તોડવી અશક્ય

જાપાને છેલ્લા દાયકામાં ચીન પરની નિર્ભરતા ઘટાડવા માટે મોટા પ્રયાસો કર્યા છે.
2010માં ચીને જાપાન પર નારાજગીમાં રેર અર્થ્સની નિકાસ અટકાવી દીધી હતી, જેનાથી જાપાનનું 90 ટકા પુરવઠો ખોરવાઈ ગયો હતો. પરિણામે જાપાને ઓસ્ટ્રેલિયા, ભારત, કઝાખસ્તાન સાથે સહકાર વધાર્યો હતો. મલેશિયા, વિયેટનામમાં નવી રિફાઈનરી સ્થાપી હતી. આ રીતે ચીન પરની નિર્ભરતા 90 ટકાથી ઘટાડીને 60 ટકા પર લાવી દીધી છે.  જોકે તેમાંય કેટલીક મર્યાદાઓ નડી રહી છે. ઓસ્ટ્રેલિયામાં માત્ર “લાઇટ રેર અર્થમેટલ્સ મળે છે. હેવી અને મિડિયમ રેર અર્થ્સના મોટા ભંડાર ચીન પાસે જ છે. સૌથી મોટો મુદ્દો એ છે કે રેર અર્થમેટલ્સના દુનિયાના મોટાભાગના રિફાઈનિંગ પ્લાન્ટ ચીનમાં જ છે. માટે જાપાન ખનિજ મેળવ્યા છતાં પ્રોસેસિંગ માટે ચીન વગર ચાલતું નથી.

ભવિષ્ય માટે જાપાનની રણનીતિ

ચીન પરની નિર્ભરતા ઘટાડવા માટે જાપાન સક્રિય થઈ ગયું છે. રેર અર્થ મેટલ વગર ચાલે તેવા નવા મેગ્નેટ અને મટિરિયલ્સ પર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ-R&D કરી રહ્યું છે.  બીજું, રેર અર્થ્સ મેટલ્સના રાષ્ટ્રીય સ્ટોકપાઇલ વધારી રહ્યું છે. ત્રીજું, જૂના ઉત્પાદનમાંથી રેર અર્થ્સ મેટલ્સને રીસાઈકલ કરવાની ટેકનોલોજી વિકસાવી રહ્યું છે. ઇલેક્ટ્રિક વેહિલકની બેટરી બનાવવા માટે રેર અર્થમેટલ્સ બહુ જ મહત્વની હોવાથી દુનિયાભરના દેશોમાં તેની ડિમાન્ડ વધી રહી છે. ચીનની દાદાગીર તોડવા માટે ભારતમાં રેર અર્થ મેટલ્સના સંશોધનની ગતિ વધારવામાં આવી રહી છે. ઇલેક્ટ્રિકલ વેહિકલ ઉપરાંત ડિફેન્સના ઉપકરણો અને ઇલેક્ટ્રોનિક્સ આઈટેમ્સ માટે રેર અર્થ મેટલ અત્યંત ઉપયોગી ઇનપુટ ગણાય છે.

ભારતમાં પણ રેર અર્થ મેટલ્સની જરૂર છે. ભારત EV માટેની બેટરી બનાવવાની ટેક્નોલોજી ઝડપી ડેવલપ થઈ રહી છે. તેથી બેટરી બનાવવા માટેના કાચા માલ તરીકે રેર અર્થ મેટલ્સની જરૂર પડી રહી છે. ભારત સરકારની નીતિઓ, સ્થાનિક ફેક્ટરી ઇનોવેશન પણ તેને માટે જરૂરી છે. ઇલેક્ટ્રિક વેહિકલ માટેની બેટરી બનાવવા માટે આવશ્યક ઊચ્ચ શુદ્ધતાવાળા ખનિજ અને કેમીકલ્સ માટે ભારત આયાત પર મદાર બાંધે છે. ઇલેક્ટ્રિક વેહિકલ માટેની બેટરીની સ્થાનિક ઉત્પાદન ક્ષમતા વધી રહી છે, રાજય અને કેન્દ્ર સરકાર તરફથી તેને માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારના 2025-26ના વર્ષના બજેટમાં કેટલાક મહત્વના ખનિજો પરની આયાત ડ્યૂટી નાબૂદ કરી દેવામાં આવી છે. ભારત સરકાર સ્થાનિક સ્તરે બેટરી બનાવતી ફેક્ટરીઓ વધે તથા તેને લગતા કેમિકલ અને સેલનું રિસાઈક્લિંગ શક્ય બને તે માટેના પ્રોજેક્ટ વધારવાના આયોજન કરી રહી છે.

ઇલેક્ટ્રિક વેહિકલ-EV માટે લિથિયમ-આઇઓન-આયર્ન બેટરી બનાવવા માટે લિથિયમ-Lithium-બેટરી સેલ જ સૌથી વધુ જરૂર હિસ્સો છે. તેમ જ કોબાલ્ટ (Cobalt), નિકલ (Nickel) જેવી ધાતુઓ ઊચ્ચ ઉર્જા ઘનતા માટે જરૂરી છે. મેગ્નેટ્સ અને મોટર કોમ્પોનેન્ટ માટે નીઑડિમિયમ-પ્રેસિયોડીમિયમ (Nd-Pr) ડિસપ્રોઝિયમ (Dy), ટેર્બીયમ (Tb) જેવા હેવી રેર-અર્થ એલેમેન્ટ્સ જરૂરી છે. તેમ જ ગ્રીડ માટે લેનેથેન, સેરિયમ જેવી ધાતુઓની જરૂર પડે છે. અત્યારે તેનો મુખ્ય સોર્સ ચીન છે. ચીન પાસે રિફાઇનિંગ અને પ્રોસેસિંગ અને ઘણા ક્ષેત્રોમાં મુખ્ય સપ્લાયર છે. આમ ઘણા રેર અર્થ અને મેટલ્સ માટે પ્રતિષ્ઠિત મુખ્ય સ્ત્રોત ચીન જ છે.

જાપાન, જાપાની અને અન્ય દેશોથી કેટલાક કોંમ્પોનેન્ટ્સ અને ખનિજ વપરાશ માટે આવતા રહે છે. તેમજ ભારતની પોતાની જાહેર સેક્ટર યુટિલિટીઝ મારફતે તેને મોનેઝાઈટ આધારિત પ્રોસેસિંગ કરે તો છે, પણ ગુણવત્તાના વૈશ્વિક માપદંડ સુધી તેમાં વૃદ્ધિ કરવી જરૂર છે.

ભારતની ચીન પરની નિર્ભરતા

2024-25ના વર્ષ દરમિયાન ભારત પોતાની રેર-અર્થ મેટલ્સની જરૂરિયાત ચીનમાંથી આયાત કરીને જ પૂરી કરે છે. ભારતની રેર અર્થમેટલ્સની કુલ જરૂરિયાત 1,185 ટન રેર-અર્થમેટલ્સની છે. તેમાંથી 59 ટકા એટલે કે 699 ટન રેર અર્થમેટલ્સની આયાત ચીનમાંથી કરે છે. 2022ના વર્ષમાં કુલ ભારતની રેર અર્થમેટલસની કુલ આયાત માટે કરવા પડતા કુલ ખર્ચના 81 ટકા ચીનમાંથી આયાત કરવા માટે ખર્ચવામાં આવતા હતા. તેમ જ આયાતના કુલ જથ્થામાંથી 90 ટકા જથ્થો ચીન પાસેથી મેળવવામાં આવતો હતો. આમ રેર અર્થમેટલ્સની આયાત કરવા માટેનો મોટોમાં મોટો સોર્સ ચીન જ છે.

સપ્લાયમાં અવરોધ ઊભા કરે તો ભારતનાં કયા ઉદ્યોગોને અસર

પ્રદુષણ ઘટાડવા એટલે કે કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે હવે દુનિયાના દેશો ફોસિલ્સ ફ્યુઅલ આધારિત ઉર્જાથી ચાલતા વાહનોને બદલે ઇલેક્ટ્રિકથી ચાલતા વાહનો બનાવવા તરફ આગળ વધી રહ્યા છે. આ વાહનોની બેટરી બનાવવા માટે રેર અર્થ મેટલ્સ ઘણુ જરૂરી છે. તેથી ચીન રેર અર્થમેટલ્સનો સપ્લાય અટકાવે કે તેની કિંમત વધારી દે તો સૌથી મોટી અસર ઓટોમોબાઇલ ઉદ્યોગ પર પડી શકે છે. તેમાંય ખાસ કરીને EV-ઇલેક્ટ્રિક વેહિકલના ઉત્પાદન સાથે અને બેટરી અને મોટરના અન્ય હાર્ડવેર બનાવતી કંપનીઓ પર તેની મોટી અસર પડી શકે છે. લિથિયમ, નિકેલ કે કોબાલ્ટ તેમજ Nd-Pr અને હેવી રેર-અર્થમેટલ્સની કિંમતો વધશે અથવા સપ્લાય ઘટશે તો ઇલેક્ટ્રિક વેહિકલ માટેની બેટરીની કિંમત વધી જશે. પરિણામે ઇલેક્ટ્રિક વેહિકલ-EV બનાવવાનો ઉત્પાદન ખર્ચ વધશે. તેની અસર હેઠળ કાર કંપનીઓની માર્જિન પર અસર પડશે.

ચીને 2024ના વર્ષમાં વિશાળ માત્રામાં રેર-અર્થ મેગ્નેટ અને પ્રોસેસિંગ કરી આપવાની સુવિધા ઊભી કરેલી છે. તેના પરના ચીનના નિયંત્રણો લાંબા સમય સુધી રહે તો બેટરી ઉત્પાદનમાં વિલંબ થઈ શકે છે. તેમ જ બેટરીની કિંમત વધી શકે છે. પરિણામે કાર્બન ઉત્સર્જન ઘટાડવાના દુનિયાભરના લક્ષ્યાંક સિદ્ધ કરવામાં અવરોધ નિર્માણ થઈ શકે છે. રેર અર્થ મેટલ્સનો ઉપયોગ ડિફેન્સના ઉપકરમો બનાવવામાં તથા એરોસ્પેસ માટેના એટલે કે સેન્યની સિસ્ટમો, ગાઇડેડ યંત્રો તથા રડાર સહિતના ઉપકરણ માટે કરવામાં આવે છે. તેની અસર મેગ્નેટ્સ બનાવવાના કાર્ય પર અને ખાસ સેમિકન્ડક્ટર-ગ્રેડ મટિરિયલ્સ બનાવવા પર આવી શકે છે. તેના મેન્યુફેક્ચરિંગ અને સર્વિસની કામગીરી પણ ખોરવાઈ જવાની સંભાવના છે. આમ ડિફેન્સ સપ્લાય પર તેની મોટી અસર થશે.

આ જ રીતે રેર અર્થ મેટલ્સના સપ્લાય ઘટે કે કિંમત વધે તો પાવર જનરેશન માટેના વિન્ડ ટર્બાઇન બનાવવાના કે પછી ઇન્ડસ્ટ્રીયલ મોટર્સ બનાવવાના કામકાજ ખોરવાઈ શકે છે. તેથી જ જે ઉદ્યોગો હાઇ-પરફોર્મન્સને લગતા છે અને ટોર્ક મોટર્સ તથા મોટા અને મજબૂત અસર આપતા મેગ્નેટ પર આધાર રાખતા યંત્રોની કામગીરી પણ ખોરવાઈ શકે છે. તેમણે સપ્લાયના ઘટાડાની અને કિંમતના વધારની સામનો કરવો પડશે. અત્યારે ચીને મેગ્નેટ નિકાસમાં મોખરાના દેશ તરીકેનું સ્થાન ધરાવે છે. ઇલેક્ટ્રોનિક્સ અને મેડિકલ ડિવાઇસિસ પર પણ રેર અર્થમેટલ્સનો સપ્લાય ખોરવાય કે કિંમત વધી જાય તો અસર પડે તેમ છે. ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણઓ સાથે સંકળાયેલા સેન્સર્સ બનાવવાની, મેડિકલ ડિવાઈઝ અને તેમાંય ખાસ કરીને લેસર્સ, ટ્રાન્સડ્યુસર્સ બનાવવા માટે જરૂરી કેટલીક રેર-અર્થ એસેસરીઝ મોંઘી થઈ શકે છે. તેના ઉત્પાદનોની કીમત પર અસર પડી શકે છે. તેમ જ તેની ડિલિવરી આપવામાં વિલંબ થઈ શકે છે. તેથી જ નિકાસ માટેની નીતિમાં ફેરફાર આવે તો ઘણાં ઉદ્યોગો માટે જોખમી બની જવાની સંભાવના છે.

આર્થિક નુકસાનનો અંદાજ

રેર અર્થમેટલ્સનો સપ્લાય ન મળે તો તેનાથી મોટું નુકસાન થઈ શકે છે. જે તે ઉદ્યોગ, સપ્લાયનો સમયગાળો, તેનો વિકલ્પ અને જે તે વસ્તુઓનો જથ્થો કેટલો તૈયાર પડ્યો છે તેના પર જ નુકસાન કેટલું થશે તેનો અંદાજ બાંધી શકાય છે. બેટરીના ઇનપુટ કીમતો વધતા બંને ઓટોમેકેનિકલ ઉદ્યોગ અને ઊપરની સપ્લાય-ચેઇન કંપનીઓ માટે ખર્ચમાં વધારો થઈ જતાં તેના બજારના વેચાણ પર પણ અસર પડી શકે છે. ચીનના વડપણ હેઠળના નિકાસ પરના નિયંત્રણો-China-led export curbs લાગુ પાડી દેવામાં આવો તો વૈશ્વિક સ્તરે પ્રોડક્ટ્સના વિતરણ અને ઉત્પાદન ખર્ચ લાંબા ગાળામાં નોંધપાત્ર વધારો થઈ જવાની સંભાવના રહેલી છે.

બીજીતરફ તત્કાલ પુરવઠો અટકી જતાં રેર અર્થ મેટલ્સના સપ્લાય પર નભતા ઉદ્યોગોને ટૂંકા ગાળામાં મોટા આઘાત-short-term shocks લાગી શકે છે. તેમના ઉત્પાદનમાં વિલંબ થવાની સાથે સાથે જ પ્રોડક્ટ્સની કિમતોમાં ખાસ્સો વધારો થઈ જવાની સંભાવના રહેલી છે. આ અસર મધ્ય ગાળામાં એટલે ક 6–24 મહિનામાં, ઉદ્યોગોને ઇન્વેન્ટરી એટલે કે તૈયાર પડેલા માલના જથ્થા પર અને સપ્લાય ડાઇવર્સિફિકેશન પર આધારિત છે. લાંબા ગાળાની વાત કરીએ તો અન્ય દેશોમાં પ્રોસેસિંગની ક્ષમતા  ઊભી ન થાય તો વૈશ્વિક ઉદ્યોગો ઉપર મોટી અસર પડી શકે છે.

 ભારતમાં સરકાર અને ઉદ્યોગો શું કરી રહ્યા છે?

ભારતમાં સ્થાનિક સ્તરે રેર અર્થ મેટલ્સનું પ્રોસેસિંગ વધારવા સરકારી કંપનીઓ જેમ કે IREL (India Rare Earths Ltd.) અને ખાનગી ભાગીદારી દ્વારા રિફાઈનિંગ અને મેટલ-પદ્ધતિઓ વધારવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા ભારતનાં અંદરની રેર અર્થના ઉત્ખનનની કામગીરમાં મદદ કરી રહ્યો છે. બીજી તરફ જાપાન. કોરિયા અને અમેરિકા વગેરે સાથે સહયોગ વધારવો પણ એટલે જ જરૂરી બની ગયો છે.

ભારત રીસાયક્લિંગ કરીને substitute-materials પર R&D-રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની કામગીરી પર નજર રાખીને આગળ વધી રહ્યું છે. તેની સાથે સાથે જ રેર અર્થ મેટલ્સ વિનાના મેગ્નેટ તૈયાર કરવા માટે R&Dની કામગીરી કરી રહ્યું છે. ઇલેક્ટ્રોનિક સાધનોમાંથી જૂના રેર અર્થના જે પાર્ટ્સ નીકળે છે તેના રિસાયક્લિંગ ઉદ્યોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રેર અર્થ મેટલ્સનો સપ્લાય અટકી જાય તો તેવા સંજોગોમાં ભારત વ્યુહાત્મક જથ્થો એકત્રિત કરવાની એટલે કે સ્ટ્રેટેજિક સ્ટોકપાઇલિંગની કવાયત પણ કરી રહ્યુ છે. તેમ જ નીતિ સહાયના માધ્યમથી નીતિઓમાં બદલાવ લાવવાનું, કસ્ટમ્સ રિફોર્મ અને ઉદ્યોગ-પ્રોત્સાહન આપવાની પદ્ધતિનો આશરો લઈને અલગ અલગ સ્કીમ્સ બનાવી રહ્યું છે.

ચીનની ગરબડના ઉદાહરણ

ઓક્ટોબર–નવેમ્બર 2025 દરમિયાન ચીને પોતાના રેર-અર્થ મેટલ્સ અને પરમનેન્ટ મેગ્નેટની પરના નિયંત્રણઓને વધુ કડક બનાવ્યા છે. ચીને કેટલીક વસ્તુઓ પર લાઈસન્સ લેવાની વ્યવસ્થા કરી હતી. તેમજ તેમાં વ્યાપક રોકાણ કરવા પર અને વિદેશી સહાય પર પ્રતિબંધો લગાવ્યા હતા. આ પગલાએ વૈશ્વિક સપ્લાય-ચેઇનમાં ચિંતાનો માહોલ ખડો થઈ ગયો હતો. તેના પ્રભઆવ હેઠળ G7ના દેશો તથા યૂરોપ અને અમેરિકા સહિતના દેશોએ પ્રત્યાઘાતી પગલાં રૂપે સપ્લાયના ડાઈવર્સિફિકેશન કરવાની યોજનાની જાહેરાત કરી હતી.

ચીનના ઉપરોક્ત નિયંત્રણને પરિણામે ઇલેક્ટ્રિક વેહિકલની બેટરીની તથા EV-ઇલેક્ટ્રિક વેહિકલની કિંમતો વધે તો ગ્રાહકની ખરીદી ઘટી જવાની સંભાવના નિર્માણ થઈ હતી. તેથી વાહન વેચાણમાં મંદી આવે કે પછી આધુનિક વાહન તૈયાર કરીને પ્રદુષણને નિયંત્રણણાં લેવાની ગતિ ધીમી થઈ જાય તેવી નોબત આવી હતી. ડિફેન્સ પ્રોજેક્ટો માટે સ્થાનિક વિકલ્પ ન મળે તો બધું જ વિલંબમાં મૂકાઈ જવાની, તેને માટેનો ખર્ચ વધી જવાની સંભાવના નિર્માણ થઈ હતી. પાવર સેક્ટરમાં ખાસ કરીને ગ્રીન ઉદ્યોગ-વિન્ડ પાવર જનરેશન માટે સમયે સમયે જરૂર પડતાં મુખ્ય પૂરાજાઓ એટલે કે હાર્ડવેરની કિંમત વધે તો પ્રોજેક્ટ પ્રોજેક્ટ કોસ્ટ વધી જવાની શક્યતા વધી ગઈ હતી. પરિણામે ભારતે સ્થાનિક સ્તરે રેર અર્થ મેટલ્સના પ્રોસેસિંગ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માંડ્યુ હતું. વૈકલ્પિક સ્રોત એટલે કે રેર અર્થમેટલનું ઉત્પાદન કરતાં ઓસ્ટ્રેલિયા, જાપાન, કઝાકિસ્તાન સાથે ભાગીદારી કરવાની પહેલ કરી હતી. તેમ જ રેર-અર્થ મેટલ્સ વિના મટિરિયલ રીડિઝાઇન અને રાષ્ટ્રીય સ્ટોકપાઇલિંગના વિકલ્પનો આશરો લેવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

0000000000000000000000000000

 

Read Previous

રેર અર્થ મેટલ્સ પર સરકારનું મોટું પગલું, કેબિનેટે 7,280 કરોડના પ્રોત્સાહન પેકેજને મંજૂરી આપી

Read Next

ભારતને મળી 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની, અમદાવાદમાં યોજાશે મેગા-ઈવેન્ટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular