નરેન્દ્ર મોદીની ઓમાનની મુલાકાત દરમિયાન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની આખરીરૂપ અપાશે

નરેન્દ્ર મોદીની ઓમાનની મુલાકાત દરમિયાન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની આખરીરૂપ અપાશે
ઓમાન સાથેની મુક્ત વેપારના કરારનો ચીન ગેરલાભ ન ઊઠાવે તે ચર્ચાનો મહત્વનો મુદ્દો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઓમાનની મુલાકાત દરમિયાન ભારત અને ઓમાન વચ્ચેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ-FTAને આખરી સ્વરૂપ આપી દેવામાં આવશે. ઘણા લાંબા સમયથી બંને દેશો વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અંગે ચર્ચાઓ ચાલી રહી છે. ભારતના પ્રધાનમંત્રી 15-18 ડિસેમ્બરે જોર્ડન, ઇથિયોપિયા અને ઓમાનની મુલાકાતે જવાના સંકેતો મળી રહ્યા છે. ભારત અને ઓમાન વચ્ચે ચાલી રહેલા દ્વિપક્ષીય મુક્ત વેપાર કરાર-FTAને સત્તાવાર રીતે ભારત-ઓમાન સર્વગ્રાહી આર્થિક ભાગીદારી કરાર (CEPA) તરીકે ઓળખાવવામાં આવે છે. ડિસેમ્બર 17-18 દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સંભાવિત ઓમાન મુલાકાત દરમ્યાન આ દ્વિપક્ષી કરારને ફાઈનલ કરી દેવામાં આવે તેવી સંભાવના છે.
FTAમાં જેટલા કેટલાક મુખ્ય મુદ્દાઓ અંગે મતમતાંતરો પ્રવર્તતા હોવાનું જોવા મળ્યું છે. આ મુદ્દાઓણાં ઓમાન સરકારની ઓમાનાઇઝેશન નીતિ એટલે કે સ્થાનિક નાગરિકોની ફરજિયાત ભરતીનો માપદંડનો સમાવેશ થાય છે. ચીન દ્વારા કરારનો દુરુપયોગ કરવામાં આવે તેવી ભારતે વ્યક્ત કરેલી દહેશત પણ આ બાબતમાં અવરોધરૂપ બની રહી હોવાનું માનવાંમાં આવે છે. જોકે ચીન દ્વારા આ કરારનો દુરુપયોગ થવાની સંભાવના અંગેની ભારતની ચિંતાઓનો આ અગાઉ જ નીવેડો લાવી દેવામાં આવ્યો છે. પરિણામે દ્વિપક્ષી કરાર સહી માટે લગભગ તૈયાર છે, એમ માહિતગાર સૂત્રોનું કહેવું છે.
ફિયોની-FIEO)ના અજય સહાયનું કહેવું છે કે ભારત–ઓમાન FTAના કારણે એન્જિનિયરિંગ ઉત્પાદનો, ઇલેક્ટ્રોનિક્સ, ટેક્સટાઇલ્સ અને ફાર્મા જેવા ક્ષેત્રોમાં વધુ બજાર એક્સેસ થઈ શકશે. તેમ જ ટેરિફને લગતા ફાયદાઓ મળશે, તેથી ભારતની નિકાસમાં નોંધપાત્ર વધારો થશે. કરાર બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણના સંબંધોને વધુ મજબૂત બનાવશે, MSME ક્ષેત્રને ખાસ લાભ થશે અને સ્થાનિક સંવેદનશીલ ઉદ્યોગોને સુરક્ષા પણ મળશે.
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15-16 ડિસેમ્બરે જોર્ડન, 16-17 ડિસેમ્બરે ઇથિયોપિયા અને ત્યાર પછી ઓમાનની મુલાકાતે જાય તેવી સંભાવના છે. આ CEPA કરાર ભારત માટે મહત્વનો છે કારણ કે તે ભારતને ગલ્ફ વિસ્તારમાં અને પશ્ચિમ એશિયામાં વધુ બજાર ઍક્સેસ આપશે. આ ભારતની બજાર વિવિધતાની વ્યૂહરચનાથી સુસંગત છે. ભારતની મુખ્ય ચિંતામાં ઓમાનની ઓમાનાઇઝેશન નીતિ છે, જેમાં ખાનગી ક્ષેત્રની અનેક ઉદ્યોગોમાં ઓમાની નાગરિકો માટે ફરજિયાત રોજગાર ક્વોટા નક્કી કરવામાં આવે છે અને સમયાંતરે તેના પુનર્વિચાર થાય છે.
“ભારતે માગણી કરી હતી કે FTAમાં આ ક્વોટા એક નિશ્ચિત સ્તરે નક્કી કરાય અને ભારતીયો માટે એ વધારવામાં ન આવે. આ મુદ્દો ઉકેલવો ભારત માટે તેના પ્રવાસી નાગરિકોને સુરક્ષિત કરવા અને સર્વિસ ક્ષેત્રની નિકાસ તકો જાળવવા જરૂરી હતો,” સૂત્રે જણાવ્યું.
ભારત એ પણ ઇચ્છે છે કે ચીનના તૃતીય-દેશ નિકાસ ઓમાન મારફતે FTAનો ઉપયોગ કરીને ભારત સુધી ન પહોંચે તે માટે યોગ્ય Rules of Origin (ROO) લાગુ કરવાની માગણી કરવામાં આવી રહી છે. FY25માં $10.6 બિલિયનના વેપાર સાથે ઓમાન ગલ્ફમાં ભારતનો ત્રીજો સૌથી મોટો વેપારી ભાગીદાર છે.



