• 23 November, 2025 - 2:21 AM

ભારતીય આઈટી કંપનીઓએ એચ-1બી વિઝા પરની નિર્ભરતા ઘટાડવા માંડી

અમદાવાદઃ મુખ્ય આંતરરાષ્ટ્રીય બજારોમાં લોકલાઇઝેશન(localasation strategy)ના મજબૂત પ્રયાસ એટલે કે સ્થાનિક લોકોને જ નોકરીમાં સ્થાનિક વેતનદરે પ્રાધાન્ય આપવાના અમેરિકા સહિતના દેશોએ નિયંત્રણો મૂકવા માંડ્યા હોવાથી ભારતીય IT(ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના ક્ષેત્રની કંપનીઓએ H-1B વિઝા ઉપરની નિર્ભરતા ઘટાડવી શરૂઆત કરી દીધી છે. (Reduced dependency on H-1B visa)

તેમાંય ખાસ કરીને અમેરિકાએ સ્થાનિક આઈટી એક્સપર્ટ્સને જ સ્થાનિક વેતનદરે નોકરીમાં પ્રાધાન્ય (appoingment of local people at local wagee rate))આપવાનું ચાલુ કરી દીધું છે. અમેરિકાએ સ્થાનિક ભરતીની સાથેસાથે જ નિયરશોર ઓપરેશન્સ (Near shore opetations)એટલે કે નજીકના પ્રદેશોમાં કામગીરીને મહત્વ આપવાનું શરૂ કર દીધું છે. અમેરિકાએ એચ-1બી વિઝા પર એક વ્યક્તિને મોકલવા માટેની ફી રૂ. 88થી 89 લાખ કરી દીધી છે. ડૉલરના મૂલ્યમાં આ ફી એક લાખ ડૉલરની કરી દીધી છે. નવી જોગવાઈ લાગુ કરવામાં આવે તે પહેલા જ કરવામાં આવેલી વ્યવસ્થા મુજબ H-1Bના વિઝા કાર્યક્રમ હેઠળ અમેરિકાની કંપનીઓને ખાસ સિદ્ધાંતો અને વ્યવહારિક કુશળતા ધરાવતા વિદેશી વ્યાવસાયિકોને અસ્થાયી રીતે નોકરીએ રાખવાની મંજૂરી મળે છે. તેમને કાયમી નોકરી કરવાનો અધિકાર મળતો નથી.

અમેરિકન નાગરિકતા અને ઈમિગ્રેશન સેવા (USCIS)ના આંકડા મુજબ, 2009 થી 2025 દરમિયાન TCSએ સૌથી વધુ — 98,259 H-1B વિઝા મંજૂરીઓ મેળવી હતી. ત્યારબાદ Cognizantને 92,435, Infosysને 87,654, અને Wiproને 77,289 વિઝા મંજૂર કરાવ્યા હતા.

ભારતીય આઈ.ટી. કંપનીઓમાં નાણાંકીય વર્ષ 2025માં TCSએ સૌથી વધુ 5,505 એચ-1બી વિઝા મંજૂર કરાવ્યા હતા. તેની સામે Cognizantએ કુલ 2,493 અને Infosysને 2,004 વિઝા મંજૂર કરાવ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પના જંગી ફી લાદવાના નિર્ણય પછી ભારતીય IT કંપનીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ H-1B વિઝા પરની નિર્ભરતા હવે ઘટાડવા માગી રહ્યા છે.

Wiproના સૂત્રો જણાવે છે કે તેમની અમેરિકાની ટીમમાં હવે 80 ટકા કર્મચારીઓ સ્થાનિક ભરતીના છે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B કાર્યક્રમ હેઠળ લાગુ કરેલા નવા નિયમો અને ફીને કારણે વિપ્રોના વ્યવસાય પર મોટા પ્રમાણમાં અસર પડશે તેમ જણાતું નથી.  વિપ્રોના સૂત્રોનું કહેવું છે કે અમે સ્થાનિક સ્તરે જ બિઝનેસનું ફલક વિસ્તારવાનો નિર્ણય કર્યો હોવાથી અમારી H-1B વિઝા માટેની નિર્ભરતા છેલ્લા થોડા વરસોથી સતત ઘટી રહી છે. અમે સમજીવિચારીને સ્થાનિક બિઝનેસ પર ફોકસ કરવા માંડ્યુ હોવાથી એચ-1બી વિઝા પરની અમારી નિર્ભરતા ઘટી છે.

લાર્સન એન્ડ ટુબ્રોના સૂત્રોનું કહેવું છે કે કંપનીના અમેરિકન કર્મચારીઓમાં 50 ટકા કરતાં વધુ સ્થાનિક લોકો જ છે. આ સ્થિતિ કંપનીએ કરેલી જંગી સ્થાનિક ભરતી નિર્દેશ આપે છે. TCSના સૂત્રોનું કહેવું છે કે કંપનીએ અમેરિકામાં પોતાનો વર્ક ફોર્સને મોટા પ્રમાણમાં લોકલાઇઝ કર્યો છે. FY2025-26માં માત્ર 500 સહકર્મચારીઓ H-1B વિઝા હેઠળ અમેરિકા ગયા છે. અમને વિશ્વાસ છે કે ઈમિગ્રેશન નીતિમાં કોઈપણ ફેરફાર થશે તો અમારું બિઝનેસ મોડેલ ઝડપથી તેની સાથે  એડજસ્ટ થઈ જશે. લાર્સન એન્ડ ટુબ્રોની માફક Infosysના થોડાક જ કર્મચારીઓને હવે કંપની તરફથી H-1B સ્પોન્સરશિપની જરૂર છે. ઇન્ફોસિસના સૂત્રોનુ કહેવું છે કે Infosysએ અમેરિકા અંદર અનેક સેન્ટર સ્થાપિત કર્યા છે. આ સેન્ટર ડિજિટલ, ઈનોવેશન, ટેક્નોલોજી અને AI પર નિર્ભર છે. આ સાથે જ કંપનીએ યુનિવર્સિટીઓ અને સ્થાનિક તાલીમ સંસ્થાઓ સાથે ભાગીદારી પણ કરી લીધી છે. Infosysની લોકલાઇઝેશન સ્ટ્રેટેજી-સ્થાનિક સ્તરેથી જ ભરતી કરવાના અપનાવેલો વ્યૂહ અમેરિકા, કેનેડા, મેક્સિકો, લેટિન અમેરિકા અને યુરોપમાં સ્થાનિક ભરતી અને નજીકના ક્ષેત્રોમાં વિસ્તરણ કરવાની નીતિને આધિન રહીને અપનાવવામાં આવેલો વ્યૂહ છે.  આ વ્યૂહનો અમલ સંગીન ફલક સુધી પહોંચી ચૂક્યો છે. વિદેશી કંપનીઓ તેમાં સહકાર આપતી થઈ ગઈ છે.

Read Previous

જાણી લો, દિવાળી ટાણે રોકાણ કરવા પાત્ર શેર્સ કયા કયા છે

Read Next

RBIનો સુવર્ણ રેકોર્ડ! સોનાનો ભંડાર પહેલી વાર $100 બિલિયનને પાર કરી ગયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular