ઇન્ડિયન ઓઇલનો નફો અનેક ગણો વધ્યો, ચોખ્ખો નફો બીજા ક્વાર્ટરમાં 13,288 કરોડ પર પહોંચ્યો
સરકારી માલિકીની તેલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને સોમવારે ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા. 30 સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં કંપનીનો નફો વાર્ષિક ધોરણે (YoY) અનેક ગણો વધ્યો.
ઇન્ડિયન ઓઇલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો વધીને 13,288 કરોડ થયો છે, જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં 180 કરોડ હતો.”
નિવેદન અનુસાર, કંપનીએ બીજા ક્વાર્ટરમાં પેટ્રોલ અને ડીઝલ જેવા ઇંધણમાં પ્રોસેસ્ડ અને રૂપાંતરિત ક્રૂડ ઓઇલના દરેક બેરલ પર $19.6 ની કમાણી કરી હતી. ગ્રોસ રિફાઇનિંગ માર્જિન પાછલા વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં $2.15 અને બીજા ક્વાર્ટરમાં $1.59 હતું.


