શનિવારે ક્લિયર થયેલા ચેકના નાણાં સોમવારે સાંજ સુધી જમા મળ્યા નથી
એક રાષ્ટ્રીય કૃત બેન્કે કોન્સ્ટન્ટ ક્લિયરિંગ માટે તૈયાર ન હોવાનુ જણાવી હાથ ઊંચા કર્યાઃ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ દરમિયાનગીરી કરીને બેન્કને કામકાજ ચાલુ રાખવા સમજાવી
ક્લિયરિંગ ન આવતા બેન્કના સ્ટાફે મોડી રાત સુધી બેસી રહેવાની ફરજ પડી
કોન્સ્ટન્ટ ક્લિયરિંગ(CONSTANT CLEARING)નો ચોથી ઓક્ટોબરથી આરંભ તો થયો ખરો પરંતુ ખાતેદારોને દોઢથી બે દિવસ સુધી ચેકના નાણાં જમા મળતા નથી. શનિવારે બેન્કના ખાતામાં ડેબિટ (DEBIT AMOUNT)થઈ ગયેલા ચેકના નાણાં સોમવારે સાંજ સુધી બીજી બેન્કના ખાતેદારને જમા મળ્યા જ નથી(NOT CREDITED) ). આમ કોન્સ્ટન્ટ ક્લિયરિંગના આરંભમાં મોટી સમસ્યાઓ નડી રહી હોવાની ફરિયાદો થવા માંડી છે. કેટલાક તેને આરંભિક ફિયાસ્કો ગણાવે છે.
કન્ટીન્યુઅસ ક્લિયરિંગમાં પહેલા દિવસે બધી બેન્કના ક્લિયરિંગ વિભાગના માણસોને રાતના બાર વાગ્યા સુધી બેસી રહેવાની ફરજ પાડવામાં આવી હતી(BANK STAFF FORCED TO SEAT FOR LONGER HOURS). ત્યારબાદ બેન્કના કર્મચારીઓને રવિવારે બોલાવવામાં આવ્યા હતા. રવિવારે બાર વાગ્યે ક્લિયરિગં આપવાની વાત કરવામાં આવી હતી, બેન્કના સ્ટાફ પહોંચ્યા બાદ રવિવારે બે વાગ્યે ક્લિયરિંગ (FAILED TO CLEAR CHEQUES ON SUNDAY)આપવાની વાત કરવામાં આવી હતી. ત્યારબાદ ચાર વાગ્યે અને ત્યારબાદ સાંજે સાત વાગ્યે ચેક ક્લિયર કરી આપવાની વાત કરવામાં આવી હતી.
છેવટે સોમવાર તમામ ચેકના નાણાં જમા આપવામાં આવ્યા હતા. સોમવારે અમુક અંશે કોન્સ્ટન્ટ ક્લિયરિંગની ગાડી પાટે ચઢવા માંડી હતી. જોકે હજીય સો ટકા કોન્સન્ટ ક્લિયરિંગ ચાલુ થયું નથી. માધુપુરા વિસ્તારની બેન્કના સૂત્રોનું કહેવું છે કે આજે પણ અમે 25 વાર ચેક જમા આપ્યા છે. એક સામટા ચેક 25 વાર જમા આપ્યા છે તેમાંથી માંડ 18 વારના ચેકના પેમેન્ટ સાંજે સાડા છ વાગ્યા સુધીમાં આવ્યા છે. હજીય ચેકની સાત સાઈકલમાં મોકલેલા ચેકના નાણાં જમા આવ્યા નથી. આજે પણ સ્ટાફને બેન્કિંગ અવર્સ પૂરા થયા પછી બેસી રહેવાની ફરજ પડી રહી છે.
જોકે કોન્સ્ટન્ટ ક્લિયરિંગની કારણે ડિજિટલ ટ્રાન્ઝેક્શન ઓછા થવા માંડ્યા છે. લોકો ડિજિટલ પેમેન્ટ કરવાને બદલે પાર્ટીને ચેક લઈને જવાની ફરજ પાડી રહ્યા છે.