કોફોર્જ લિમિટેડ (COFORGE)માં રોકાણ કરી શકાય, રૂ.1930નું મથાળું બતાવી શકે
કોફોર્જે લિમિટેડનું FY2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં (Q1FY26) ઉત્તમ પ્રદર્શન
કોફોર્જ લિમિટેડ-COFORGE FY26માં વિકાસ માટેનું મજબૂત આયોજન કરીને આગળ વધી રહેલી કંપની છે. કોફોર્જે FY2025-26ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં (Q1FY26) ઉત્તમ પ્રદર્શન કર્યું છે. આ ત્રિમાસિક ગાળામાં ધીમી પણ મક્કમ ગતિએ કંપનીની આવક વધી છે. આ વધારો 9.6 ટકાનો છે. આમ મંદ ગતિએ ક્રમશઃ અમેરિકી ડૉલરમાં વધારાની આવક કંપનીએ કરી છે. આ ત્રિમાસિક ગાળામાં કંપનીએ પાંચ મોટા સોદાઓ કર્યા છે.
તગડી ઓર્ડર બુક
આ સોદાઓને કારણે કંપનીની આગામી બાર માસની ઓર્ડર બુક 1.55 અબજ અમેરિકી ડૉલરને આંબી જાય તેવી સંભાવના છે. અગાઉના વર્ષની ઓર્ડર બુકની તુલનાએ કોફોર્જ લિમિટેડની 2025-26ની ઓર્ડર બુકમાં 46.9 ટકાનો વધારો જોવા મળ્યો છે. કોફોર્જ ટ્રાવેલ સેક્ટરની કંપની છે. ટ્રાવેલ સેક્ટર આધારિત વૃદ્ધિ 32.3 ટકા રહી છે. ટ્રાવેલ સેક્ટરે અમેરિકાએ કુલ આવકમાં 56.7 ટકાનો ફાળો આપ્યો છે. BFS (બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સર્વિસીસ) ક્ષેત્રમાં થોડી નબળાઈ હોવા છતાં કુલ ડીમાન્ડ મજબૂત હોવાનું જોવા મળી રહ્યું છે.
14 ટકાના વિકાસદરનો ટાર્ગેટ
કંપનીનું EBITM 13.2% પર રહ્યું છે અને FY26 માટે 14%નું લક્ષ્ય જળવાઈ રહ્યું છે. એક્વિઝિશન અને નવા પ્રોજેક્ટ્સ શરૂ થવાને કારણે થયેલો માર્જિન પ્રેશર હવે ધીમે ધીમે ઓછો થવાની અપેક્ષા છે, કારણ કે ઓપરેશનલ કાર્યક્ષમતા સુધરી રહી છે.
કંપનીનું મૂલ્યાંકન
Choice Equity Broking Private Limitedના નિષ્ણાતોનું કહેવું છે કે કોફોર્જ મોટી ડીલ્સ અને ટ્રાવેલ, ફાઇનાન્શિયલ સર્વિસીસ (FS) અને હેલ્થકેર ક્ષેત્રમાં પોતાની વિશેષતાની મદદથી વિકાસની કેડી પર અગ્રેસર થઈ રહી છે. કોફોર્જ લિમિટેડે AI અને Forge-X ટેક્નોલોજીનો ઉપયોગ કરીને સોફ્ટવેર વિકાસમાં ઝડપ લાવી રહી છે અને જૂની સિસ્ટમોને આધુનિક બનાવી રહી છે, જેના કારણે મજબૂત અમલ અને ઉદ્યોગમાં આગવી સ્થિતિ સુનિશ્ચિત થાય છે.
ટાર્ગેટ ભાવ રૂ. 1930
Advantage-Go ડિવિઝનમાંથી બહાર નીકળ્યા પછી, કંપનીની આવક/EBITDA/PAT FY25–FY28E દરમિયાન ક્રમશઃ 19.5 ટકા, /24.8 ટકા અને 34.7 ટકાના CAGR દરે વધવાની ધારણા છે. FY28 માટે આગળ વધીને, સરેરાશ EPS ₹55.1 અને સુધારેલા PE 35x આધારે અમે ટાર્ગેટ ભાવ ₹1,930 નક્કી કર્યો છે અને BUY રેટિંગ જાળવી રાખ્યું છે. પહેલી સપ્ટેમ્બરે બજાર બંધ રહ્યું ત્યારે કોફોર્જ લિમિટેડના શેરનો બંધ ભાવ રૂ. 1764.70 હતો. પહેલી સપ્ટેમ્બરે કંપનીના શેરના ભાવમાં 2.3થી 2.4 ટકાની વધઘટ જોવા મળી હતી.