• 22 November, 2025 - 10:05 PM

ગ્રો કરોઃ આઈપીઓમાં અરજી કરવી જોઈએ કે નહિ? અહીં વાંચી લો

 

ગ્રે માર્કેટમાં Growwનું શેરદીઠ પ્રીમિયમ રૂ. 16નું બોલાઈ રહ્યું હોવાથી લિસ્ટિંગનો લાભ લઈન છૂટા થઈ જનારાઓ સક્રિય થઈ લાભ ઊઠાવશે

કંપનીના પ્રમોટર્સ ટેક્નોલોજી આધારિત વિકાસ પર ફોકસ કરવા માગતા હોવાથી ગ્રોના વિકાસની સારી તક

ગ્રોના આઈપીઓ થકી એકત્રિત થનારા મોટાભાગના નાણાં ઓફર્સ ફોર સેલ થકી હોવાથી તે નાણાં વિકાસમાં ખર્ચાશે નહિ, પરંતુ જૂના શેરહોલ્ડર્સના ફાળે જ જવાના હોવાની બાબત આઈપીઓનું નકારાત્મક પાસું

અમદાવાદઃ ગ્રો (Groww)એક બેન્ગ્લુરુ સ્થિત કંપની છે. 2017માં તેની સ્થાપના કરવામાં આવી છે. આ કંપની છૂટક રોકાણકારોને ડિજિટલ ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ(Digital Investment platform) પૂરું પાડે છે. આ રીતે કંપની રોકાણકારોને સંપત્તિ સર્જનની(Wealth Creation) તક પૂરી પાડે છે. તેમને ઇન્વેસ્ટમેન્ટના જુદાં જુદાં વિકલ્પો પૂરા પાડવામાં આવી રહ્યા છે. આ વિકલ્પોમાં મ્યુચ્યુઅલ ફંડ્સ, સ્ટોક માર્કેટ, એફ એન્ડ ઓ, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ, પબ્લિક ઇશ્યૂ, ડિજિટલ ગોલ્ડ(MF, Stock Market, IPO, Digital Gold) અને અમેરિકાના શેર્સ(Stock of US based companies)માં રોકાણ કરવાની તક પૂરી પાડે છે. મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા ઇચ્છનારાઓમાં ગ્રોની મોબાઈલ એપ ખાસ્સી લોકપ્રિય છે. તદુપરાંત ગ્રો માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી-એમટીએફ(Margin Trading Facilities) તથા અલ્ગોરિધમ ટ્રેડિંગ(Algoridham Trading), ન્યુ ફંડ ઓફરમાં (New Fund offer)ઇન્વેસ્ટ કરવાની તક આપવાની સાથોસાથ જ ક્રેડિટ સોલ્યુશન્સ(Credit Solutions) પણ પૂરા પાડે છે.

ભારતના ઇન્વેસ્ટમેન્ટ માર્કેટમાં ગ્રોનું નામ ખાસ્સું મોટું થઈ ગયું હોવાથી તેના આઈપીઓ-પબ્લિક ઇશ્યૂની રોકાણકારો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કંપનીના ઇન્વેસ્ટર્સ પ્લેટફોર્મ પર 40 લાખથી વધુ એક્ટિવ ઇન્વેસ્ટર્સ છ. ટાઈગર ગ્લોબલ, સિક્વોઈયા કેપિટલ, રિબિટ કેપિટલ અને આઈકોનિક ગ્રોથના સહયોગમાં ગ્રો ઇન્ડિયાએ ફંડિંગ માટેના ઘણા રાઉન્ડ કરેલા જ છે. કંપનીએ યુનિકોર્ન તરીકેનું સ્ટેટસ 2021માં મેળવી લીધું છે. ભારતમાં છૂટક રોકાણકારોનો વર્ગ ઝડપથી વધી રહ્યો છે તેથી ગ્રો ઈન્ડિયાના કામકાજ, આવક અને નફામાં વધારો થવાની સંભાવના ખાસ્સી વધારે છે. ગ્રોનું ટાર્ગેટ(Target of Groww) તો તેની ઇન્વેસ્ટમેન્ટ એપ(Investment App)ના સેક્ટરમાં ગ્રોની એપને તે મોટામાં મોટી એટલે કે સુપર એપ બનાવવાનું ટાર્ગેટ ધરાવે છે.

ઇન્વેસ્ટમેન્ટના કામકાજ સાથે સંકળાયેલી કંપની ગ્રો પબ્લિક ઇશ્યૂ લઈને ચોથી નવેમ્બરે માર્કેટમાં આવી રહી છે. ગ્રો રોકાણકારોને 10.60 કરોડ નવા શેર્સ ઓફર કરવાની છે. તેમ જ પ્રમોટર્સ-ઇન્વેસ્ટર્સના 55.72 કરોડ શેર્સ પબ્લિક ઇશ્યૂ મારફતે ઓફર કરી રહી છે. આમ નવા શેર્સ થકી રૂ. 1060 અને પ્રમોટર્સના-ઇન્વેસ્ટર્સના રૂ. 5572.30 કરોડના શેર્સ ઓફર કરી રહી છે. આમ કુલ રૂ. 6632.30 કરોડનો પબ્લિક ઇશ્યૂ લઈને ગ્રો તરીકે વધુ જાણીતી કંપની પ્રાઈમરી માર્કેટમાં આવી છે.

ચોથી નવેમ્બરે ગ્રોનો પબ્લિક ઇશ્યૂ ખૂલી રહ્યો છે. સાતમી નવેમ્બરે પબ્લિક ઇશ્યૂ બંધ થવાનો છે. દસમી નવેમ્બરે એલોટમેન્ટ ફાઈનલ કરવામાં આવે તેવી અપેક્ષા છે. તેમ જ ગ્રોનું લિસ્ટિંગ 12મી નવેમ્બરે થવાની સંભાવના છે. બીએસઈ અને એનએસઈ બંનેમાં તેનું લિસ્ટિંગ કરાવવામાં આવે તેવી શક્યતા છે. રૂ. બેની મૂળ કિંમતના શેર માટે શેરદીઠ રૂ. 93થી 98નું પ્રીમિયમ લઈને ગ્રોના પ્રમોટર્સ રૂ. 95થી રૂ. 100ના પ્રાઈસ બેન્ડમાં શેર્સ ઓફર કરી રહ્યા છે. કંપનીએ એક લૉટ 150 શેર્સનો રાખ્યો છે. અપર પ્રાઈસ બોન્ડને ધોરણે ગણતરી કરીએ તો 150 શેર્સ માટે અરજદારે રૂ. 15000ની અરજી કરવી પડશે. એસ એનઆઈઆઈ ઓછામાં ઓછા 2100 શેર્સની અરજી કરી શકશે. તેમણે રૂ.2,10,000 બેન્કમાં જમા રાખવા પડશે. બી એનઆઈઆઈને 67 લૉટની એટલે કે ઓછામાં ઓછા 10,500 શેર્સની અરજી કરવાની રહેશે. તેમણે રૂ. 10,50,000 બેન્કમાં જમા રાખવા પડશે.

ગ્રોના બુકરનિંગ લીડ મેનેજર કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ છે. ગ્રોના આઈપીઓના રજિસ્ટ્રાર એમયુએફસી ઇનટાઈમ ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ છે.

ગ્રોના આઈપીઓની વિગતો

પબ્લિક ઇશ્યૂ ઓપન-ક્લોઝચોથી નવેમ્બર, 7મી નવેમ્બર 2025
લિસ્ટિંગની તારીખસંભવતઃ બારમી નવેમ્બર 2025
શેરની મૂળ કિંમતશેરદીઠ રૂ. 2
શેરની ઓફર પ્રાઈસરૂ. 95થી રૂ.100
લૉટ સાઈઝ150 શેર્સ
ઓફરનો પ્રકારનવી મૂડી વત્તા વેચાણ માટેની ઓફર
ઇશ્યૂનું કુલ કદરૂ. 6,632,30 કરોડ)
ઓફર કરેલા નવા શેર્સ10,60,00,000 શેર્સ
કુલ એકત્રિત મૂડી1,060.00 કરોડ
ઓફર ફોર સેલરૂ. 2ની મૂળ કિંમતના 55,72,30,051 શેર્સ

કુલ એકત્રિત મૂડી રૂ.5,572.30 કરોડ

પબ્લિક ઇશ્યૂનો પ્રકાર બુક બિલ્ડિંગ
લિસ્ટિંગ ક્યાં કરાવશેબીએસઈ અને એનએસઈ
પબ્લિક ઇશ્યૂ પૂર્વેનું શેરહોલ્ડિંગ6,06,75,96,631 શેર્સ
પબ્લિક ઇશ્યૂ પછીનું શેરહોલ્ડિંગ

એલોટમેન્ટની સંભવિત તારીખ

રિફંડ આપવાની શરૂઆત

6,17,35,96,631 શેર્સ

 

10મી નવેમ્બર

11મી નવેમ્બર

 

ડિમેટ ખાતામાં શેર્સ જમા 11મી નવેમ્બર

લિસ્ટિંગની સંભવિત તારીખ           12મી નવેમ્બર

યુપીઆઈ મેન્ડેટ કન્ફર્મ કરવાની સમય       7, નવેમ્બર 2025, સાંજે 5 વાગ્યા સુધી

 

 

 

 

 

 

કોને કેટલા શેર્સ ફાળવશે

ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સને કુલ ઓફરના 75 ટકા શેર્સ ઓફર કરવામાં આવશે. છૂટક વ્યક્તિગત રોકાણકારોને 10 ટકાથી વધુ શેર્સ ઓફર કરવામાં આવશે નહિ. એનઆઈઆઈને 15 ટકા શેર્સની ઓફર કરવામાં આવશે. રોકાણકારોએ ઓછામાં ઓછા 150 શેર્સ માટેની અરજી કરવી પડશે અને બેન્ક ખાતામાં રૂ. 15000 જમા રાખવા પડશે. 150ના ગુણાકારમાં છૂટક વ્યક્તિગત રોકાણકાર ઇન્વેસ્ટ કરી શકશે. છૂટક રોકાણકાર વધુમાં વધુ 13 લૉટ માટે અરજી કરી શકશે. તેણે રૂ. 1,95,000 બેન્ક ખાતામાં જમા રાખવા પડશે. એસ-એચએઆઈ ઓછામાં ઓછો 14 લૉટ અને વધુમાં વધી 66 લૉટ માટે અરજી કરી શકશે. તેને માટે તેણે બેન્ક ખાતામાં અનુક્રમે રૂ. 2,10 લાખ અને 9.90 લાખ જમા રાખવા પડશે. બીએચએઆઈ 67 લૉટ માટે અરજી કરી શકશે. તેને માટે રૂ. 10.15 લાખ બેન્ક ખાતામાં જમા રાખવા પડશે.

ગ્રોના પ્રમોટર્સનું હોલ્ડિંગ

ગ્રોના પ્રમોટર લલિત કેશરે, હર્ષ જૈન, ઇશાન બંસલ અને નીરજ સિંહ છે. પબ્લિક ઇશ્યૂ પહેલા પ્રમોટર્સનું હોલ્ડિંગ 28 ટકા છે. પબ્લિક ઇશ્યૂ આવી ગયા પછી પ્રમોટરના હોલ્ડિંગની ગણતરી કરાશે. આ તક આપીને કંપની તેના કસ્ટમર્સ બેઝમાં વધારો કરી રહી છે. તેમ જ કસ્ટમર્સ સાથેના સંબંધોને મજબૂત પણ કરી રહી છે. કંપની સ્ટોક અને ડેરીવેટિવ્સમાં બ્રોકિંગ સર્વિસ પણ પૂરી પાડે છે. તેમાં મ્યુચ્યુઅલ ફંડના પ્રોડક્ટ્સ, એમપટીએ, ક્રેડિટ અને ગ્રો એએમસી-એસેટ મેનેજમેન્ટ કંપનીના પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે. 30મી જૂન 2025ની સ્થિતિએ કંપનીમાં કુલ 1415 કર્મચારીઓ કામ કરતા હતા.

ગ્રો ઇન્વેસ્ટર્સની મનપસંદ કંપની બની ચૂકી છે. ભારતના દરેક શહેર અને નાના શહેર તથા ગામડાંમાં તેમના ઇન્વેસ્ટર્સ મોજૂદ છે. તેમ જ એકવાર તેમના કસ્ટમર બન્યા પછી તેને જાળવી રાખવાની સારી કુશળતા કંપની ધરાવે છે. ભાવની બાબતમાં કંપની ખાસ્સી સ્થિતિ સ્થાપક હોવાનું જોવા મળે છે. રોકાણકારને રોકાણ કરવાનો સારામાં સારો અનુભવ થાય તે માટે તેમને અનુકૂળ આવે તેવી ઇન્વેસ્ટમેન્ટ ડિઝાઈન તૈયાર કરી આપે છે. ગ્રો પાસેની ટેક્નોલોજી સારી છે. આ ટોક્નોલોજીની મદદથી ગ્રો ઓછા ખર્ચે ઇન્વેસ્ટર્સને સારામાં સારો અનુભવ કરાવતી હોવાથી અન્ય ઇન્વેસ્ટમેન્ટ કંપનીઓથી તે અલગ પડી રહી છે. ગ્રો તેના ક્લાયન્ટ્સના ઇન્વેસ્ટમેન્ટમાં વૃદ્ધિ કરવામાં અ તેમની નફાકારકતા વધારવામાં ખાસ્સી સફળ રહી છે.

બિલિયનબ્રેઈન્સ ગેરેજ વેન્ચર્સ લિમિટેડ એ ગ્રોની પિતૃકંપની છે. પહેલી એપ્રિલ 2025થી 31મી માર્ચ 2025માં પૂરા થયેલા નાણાંકીય વર્ષ દરમિયાન કંપનીના નફામાં 45 ટકાનો વધારો થયો છે. કંપનીનો વેરા પછીનો  327 ટકા વધી ગયો છે.

સમયગાળો30 જૂન 202531 માર્ચ 202530 જૂન 202431 માર્ચ 202431 માર્ચ 2023
અસ્ક્યામતો-એસેટ12,713.1810,077.3110,819.108,017.974,807.78
કુલ આવક948.474,061.651,047.582,795.991,260.96
વેરા પછીને નફો378.371,824.37338.01-805.45457.72
ઈબીઆઈટીડીએ418.752,371.01482.66-780.88398.78
નેટવર્થ5,995.454,855.352,886.282,542.643,316.75
રિઝર્વ-સરપ્લસ ફંડ5,506.783,251.922,821.412,477.764,445.63
Total Borrowing324.08351.99117.6624.06
નોંધઃ તમામ રૂપિયા કરોડમાં

ગ્રોનું હાલનું બજાર મૂડીકરણ રૂ. 61735.97 કરોડનું છે. 31મી માર્ચ 2025ની સ્થિતિએ કંપનીનું રિટર્ન ઓન નેટવર્થ 37.57 ટકા રહ્યું છે. કંપનીનું પ્રોફિટ માર્જિન 59.11 ટકાનું રહ્યું છે. પ્રાઈસ ટુ બુક વેલ્યુ 11.76ની છે. કંપનીની શેરદીઠ કમાઈ આઈપીઓ પૂર્વે રૂ. 3.01ની હતી. આઈપીઓ પછી તે ઘટીને રૂ. 2.45ની થઈ જવાની છે. પબ્લિક ઇશ્યૂ પૂર્વેનો કંપનીનો પીઈ 33.26 ગણો છે. તે વધીને 40.79 ગણો થઈ જવાની સંભાવના છે. આ ગણતરી કરવા માટે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસમાં આપવામાં આવેલી માહિતીનો આશર લેવામાં આવ્યો છે.

પબ્લિક ઇશ્યૂના નાણાંનો ઉપયોગ

ગ્રો ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે માળાખીય સુવિધા ઊભી કરવા માટે પબ્લિક ઇસ્યૂમાંથી અંદાજે રૂ. 152.50 કરોડનો ખર્ચ કરવામાં આવે તેવી સંભાવના છે. આ જ રીતે બ્રાન્ડ બિલ્ડિંગ અને માર્કેટ પરફોર્મન્સ માટે રૂ. 225 કરોડનો ખર્ચ કરવામાં આવશે. કંપની પોતાનો મૂડી પાયો વધારવા માટે એનબીએફસી-નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીને અને જીસીએસ તરીકે ઓળખાતી તેની મટિરિયલ સબસિડીમાં રૂ. 205 કરોડનું રોકાણ કરશે. આ જ રીતે અન્ય મટિરિયલ સબસિડી જીઆઈટીમાં અને એમટીએફના બિઝનેસ માટે રૂ. 167.50 કરોડનો ખર્ચ કરશે. બિઝનેસનું ફલક વિસ્તારવા માટે કંપની અત્યારે જાણવા ન મળતી કંપનીઓને હસ્તગત કરવા માટે પણ પબ્લિક ઇશ્યૂના નાણાંનો ઉપયોગ કરશે. તદુપરાંત સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે પબ્લિક ઇશ્યૂના નાણાંનો ઉપયોગ કરશે.

પ્રાઈમરી માર્કેટના એક નિષ્ણાતનો મત છે કે આઈપીઓમાં રૂ. 2ની મૂળ કિંમતના શેર્સ પર લેવામાં આવી રહેલું પ્રીમિયમ વધારે જણાય છે.કંપનીનો વિકાસદર અપેક્ષા કરતાં ઓછો રહે તો તેવા સંજોગોમાં માર્જિન ખાસ્સા ઓછા થઈ જવાની સંભાવના રહેલી છે. બ્રોકરેજમાં ફિનટેકની ઓપરેટિંગ સિસ્ટમ, ક્રેડિટના સેગમેન્ટમાં રેગ્યુલેટરી ઓથોરિટીએ ઓપરેશન્સને ચુસ્ત બનાવવા માટેના નિયમોને વધુ કડક કર્યા હોવાથી આઈપીઓ લાવી રહેલી કંપનીના કામકાજ પર અસર કરી શકે છે. ઝેરોધા, એન્જલ વન અને અપસ્ટોક જેવી કંપનીઓ અને અન્ય પરંપરાગત બ્રોકરો તરફથી તેમને તીવ્ર સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબત તેમના વિકાસમાં અવરોધ ઊભો કરી શકે છે. તેમના બજાર હિસ્સા પર તેની અવળી અસર પડી શકે છે. માર્કેટના સેન્ટીમેન્ટ ઉપર તેમના કામકાજનો મદાર રહેલો છે. તેમને ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટની પ્રવૃત્તિ થકી આવક થાય છે. માર્કેટ સેન્ટિમેન્ટ નબળું પડી જાય તો તેમની આવક તૂટી જવાની સંભાવના રહેલી છે.

ઓફર ફોર સેલ્સની હેઠળ મોટી સંખ્યામાં શેર્સ વેચવામાં આવી રહ્યા છે. તેમાંના બહુધા શેર્સ સેકન્ડરી માર્કેટના જ શેર્સ છે. તેથી આ આઈપીઓનો મોટો હિસ્સો વર્તમાન શેરધારકોને ફાળે જ જશે. તેમાંથી નવા ડેવલપમેન્ટના કામકાજ થશે નહિ.

ફિનટેક ઇન્ડસ્ટ્રીઝ સતત વિકસી રહી છે. આજે દેશમાં 15 કરોડ ડિમેટ એકાઉન્ટ ધારકો છે. તેઓ મોબાઈલ ઇન્વેસ્ટિંગ પ્લેટફોર્મનો વધુ ઉપયોગ કરતાં થયા છે. આ સેક્ટરમાં અગ્રણી કંપની તરીકેનો સિક્કો ગ્રો જમાવી ચૂકી હોવાથી તેને ફાયદો મળવાની મજબૂત શક્યતા રહેલી છે. મ્યુચ્યુઅલ ફંડની એસઆઈપી સ્કીમમાં રોકાણ કરનારાઓ વધી રહ્યા છે. અમેરિકાના સ્ટોક્સમાં ટ્રેડિંગ કરનારાઓ, માર્જિન ટ્રેડિંગ કરનારાઓ વધી રહ્યા છે. તેમ જ લોન લેનારાઓ પણ વધી રહ્યા છે. ટીયર-2 અને ટીયર – 3 શહેરના લોકોમાં પણ ડિજિટલ એડોપ્શન-ડિજિટલ ઇન્વેસ્ટમેન્ટનું કલ્ચર સતત વધી રહ્યું છે. ગ્રો ટેક્નોલોજી આધારિત કામકાજ કરી રહી છે. સતત ઇન્નોવેશન એટલે કે નવસંસ્કરણ કરતી આવેલી કંપની છે. તેથી આગામી વરસોમાં પણ તેના કામકાજ, આવક અને નફામાં વધારો થવાની સંભાવના રહેલી છે.

તેથી જ ગ્રોના આઈપીઓની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેથી જ કંપનીનો લાંબા ગાળાના વિકાસની સંભાવના જ અને તેની અત્યારની અગ્રણી કંપની તરીકેની ઇમેજ મદદરૂપ થઈ રહી છે. તેમ જ છૂટક રોકાણકારો કેટલા આગળ વધે છે તેના પર કંપનીના વિકાસનો મદાર રહેલો છે.

 

Read Previous

GST દૂર થતાં આરોગ્ય વીમા ખરીદીમાં 38 ટકાનો ઊછાળો, ઊંચું કવરેજ આપતા વીમા ખરીદાયા

Read Next

દિલ્હી ગેસ ચેમ્બરમાં ફેરવાઈ, AQI ‘ગંભીર’ શ્રેણીમાં પહોંચ્યો, 6-8 અઠવાડિયા માટે દિલ્હી છોડી દેવા ડોક્ટરની ચેતવણી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular