• 1 December, 2025 - 8:13 AM

Invicta Diagnostic Ltd. IPOઃ રોકાણ કરતાં પહેલા પૂરો વિચાર કરી લેજો 

હરીફ કંપનીઓના બિઝનેસ મોડેલ જ અલગ હોવાથી તેની સાથે કરવામાં આવેલી સરખામણી ઉચિત જ નથી

Invicta Diagnostic Limitedનો IPO એક બુક બિલ્ટ ઈશ્યૂ છે, જેના મારફતે કુલ ₹28.12 કરોડનું ભંડોળ એકત્રિત કરવામાં આવશે. આ આખું ઈશ્યૂ સંપૂર્ણપણે ફ્રેશ ઈશ્યૂ છે, જેમાં કુલ 0.33 કરોડ શેર એટલે કે 33,08,800 શેરની ઓફર કરવામાં આવી રહી છે. IPO 1 ડિસેમ્બર 2025ના રોજ ખુલશે અને 3 ડિસેમ્બર 2025ના રોજ બંધ થશે. IPOનું એલોટમેન્ટ 4 ડિસેમ્બર 2025ના રોજ થવાની સંભાવના છે અને 8 ડિસેમ્બર 2025ના રોજ NSE SME પર લિસ્ટિંગ થવાનો અંદાજ છે.

આ IPO માટેનું પ્રાઈસ બેન્ડ રૂ.80 થી રૂ.85 પ્રતિ શેર નક્કી કરવામાં આવ્યું છે. એક એપ્લિકેશન માટેનું લોટ સાઇઝ 1,600 શેર છે. રિટેલ ઈન્વેસ્ટર માટેની ન્યૂનતમ ઇન્વેસ્ટમેન્ટ રૂ. 2,72,000ની એટલે કે 3,200 શેરની કરવાની રહેશે. અપર બેન્ડ મુજબ આ રોકાણ કરવું પડશે. HNI માટે 3 લોટ્સથી અરજી કરી શકાય છે, એચએનઆઈએ ઓછામાં ઓછા રૂ. 4,08,000ની અરજી કરવી પડશે. બી-એચએનઆઈએ ઓછામાં ઓછા આઠ લોટમાં અરજી કરવાની રહેશે. તેને માટે રૂ. 10,88,000નું રોકાણ કરવું પડશે. કંપનીના બુક રનિંગ લીડ મેનેજર સોક્રાડેમસ કેપિટલ પ્રા.લિ. છે. તેમ જ બિગશેર સર્વિસિસ પ્રા.લિ. રજિસ્ટ્રાર છે. કંપનીના માર્કેટ મેઈકર નિકુંજ સ્ટોક બ્રોકર્સ લિ. છે.

Invicta Diagnostic IPO – મુખ્ય વિગતો

મુદ્દોવિગત
IPO તારીખ1 ડિસેમ્બર થી 3 ડિસેમ્બર 2025
લિસ્ટિંગNSE SME
ફેસ વેલ્યુરૂ.10 પ્રતિ શેર
ઈશ્યૂ સાઇઝરૂ.28.12 કરોડ
ઈશ્યૂ પ્રકારBook Building IPO
પ્રાઈસ બેન્ડરૂ.80થી રૂ.85
લોટ સાઇઝ1,600 શેર
પ્રી-ઈશ્યૂ શેર92,63,173
પોસ્ટ-ઈશ્યૂ શેર1,25,71,973

 

શેર રિઝર્વેશન

Invicta Diagnostic Limitedના આઈપીઓમાં જુદી જુદી કેટગરીના અરજદારો માટે નિશ્ચિત સંખ્યામાં શેર્સ અનામત રાખવામાં આવ્યા છે. ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ માટે કુલ ઓફર કરેલા શેર્સમાંથી વધુમાં વધું 50 ટકા શેર્સ અનામત રાખવામાં આવ્યા છે. આ જ રીતે છૂટક રોકાણકારો માટે કુલ ઓફર કરેલા શેર્સના ઓછામાં ઓછા 35 ટકા શેર્સ અનામત રાખવામાં આવ્યા છે. એનઆઈઆઈ-એચએનઆઈ માટે ઓછામાં ઓછા 15 ટકા શેર્સ અનામત રાખવામાં આવ્યા છે.

IPO ટાઈમલાઇન (તારીખો)

  • ઓપનિંગ: 1 ડિસેમ્બર 2025
  • ક્લોઝિંગ: 3 ડિસેમ્બર 2025
  • એલોટમેન્ટ: 4 ડિસેમ્બર 2025
  • રીફંડ શરુ: 5 ડિસેમ્બર 2025
  • ડિમેટમાં શેર: 5 ડિસેમ્બર 2025
  • લિસ્ટિંગ તારીખ: 8 ડિસેમ્બર 2025
  • UPI મેન્ડટ કન્ફર્મ કરવાનો સમય: 3 ડિસેમ્બર 2025 (સાંજે 5 વાગ્યા સુધી)

પ્રોમોટર હોલ્ડિંગ

પબ્લિક ઇશ્યૂ આવ્યા પહેલા કંપનીના પ્રમોટર્સનું હોલ્ડિંગ 90.52 શેર્સનું છે. પબ્લિક ઇશ્યૂ આવી ગયા પછી પ્રમોટર્સ કેટલી ઇક્વિટી ડાયલ્યુટ કરે છે તેના પર જ તેમનું હોલ્ડિંગ કેટલું રહે છે તેનો આધાર રહેલો છે. કંપનીના પ્રોમોટર્સમાં ડૉ. કેતન જયંતિલાલ જૈન, ડૉ. સંકેત વિનોદ જૈન, રોહિત પ્રકાશ શ્રીવાસ્તવ, બાદલ નરેડી અને જયેશ પ્રકાશ જૈનનો સમાવેશ થાય છે.

Invicta Diagnostic Ltd.નું કાર્યક્ષેત્ર મુંબઈ છે. કંપનીની સ્થાપના જાન્યુઆરી 2021માં થઈ છે. કંપનીના પ્રોડક્ટ્સ પીસી ડાયોગ્નોસ્ટિક્સના બ્રાન્ડ નેમથી વેચાય છે. Invicta Diagnostics ઈન્ટિગ્રેટેડ રેડિયોલોજી અને પેથોલોજી સેવાઓ આપે છે. કંપનીનું મુખ્ય હબ પશ્ચિમ થાણેમાં આવેલું છે. આ સેન્ટર પર PET-CT, MRI સહિતની એડવાન્સ ટેસ્ટિંગની સુવિધા પૂરી પાડવામાં આવે છે. કંપનીના ત્રણ હબ સેન્ટર્સ ભાયંદર, ભાયખલા અને મરોલમાં આવેલા છે. કંપનીના ત્રણ સ્પોક સેન્ટર્સ મુંબઈના પરાં લોઅર પરેલ, શિવરી અને કલવામાં આવેલા છે. કંપની કુલ 60 રૂટીન ટેસ્ટ કરે છે. 487 સ્પેશિયલાઇઝ્ડ પેથોલોજી ટેસ્ટ કરી આપે છે. તદુપરાંત 96 બેસિક રેડિયોલોજી ટેસ્ટ કરે છે. તેમ જ 130 એડવાન્સ રેડિયોલોજી ટેસ્ટ કરી આપે છે. 31 ઑક્ટોબર 2025ની સ્થિતિએ કંપનીમાં 157 કાયમી કર્મચારીઓ સક્રિય હતા.

કંપનીની સ્પર્ધાત્મક ક્ષમતા

કંપની મુંબઈના વિસ્તારમાં ઝડપી વિસ્તરણ કરવાનું લક્ષ્યાંક ધરાવે છે. કંપનીની રેડિયોલોજી સેક્ટરમાં હાજરી સતત વધી રહી છે. કંપની પાસે એડવાન્સ IT સિસ્ટમ્સ મોજૂદ છે. કંપની પાસે અનુભવી મેનેજમેન્ટ છે. કંપની હબ & સ્પોક મોડલની સફળતાથી અમલ કરી રહી છે. એક જ સ્થળે પેથોલોજી વત્તા રેડિયોલોજીની સારવાર મળી રહે છે.

કંપનીના નાણાકીય પરિણામો (₹ કરોડમાં)

વર્ષ30 Sep 202531 Mar 202531 Mar 2024
Total Income17.0830.1815.90
PAT4.084.933.81
EBITDA6.779.207.09
Assets34.9021.2215.89
Borrowings3.723.543.81

કંપનીની આવકમાં 2024–2025 દરમિયાન 90 ટકાની વૃદ્ધિ થઈ છે. તેમ જ વેરા પછીના નફામાં PATમાં 30 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. કંપનીનો રિટર્ન ઓન ઇક્વિટી 44.28 ટકા છે. તેમ જ રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોઈડ 42 ટકા છે. કંપનીનો ડેટ ઇક્વિટી રેશિયો Debt/Equity: 0.26નો છે. કંપનીના EBITDA Margin: 30.57 ટકા છે. કંપનીના વેરા પછીના માર્જિન – PAT Margin  16.38 ટકા છે. કંપનીના શેર્સનું બજાર મૂડીકરણ રૂ.106.86  કરોડ છે.

ઈશ્યૂમાંથી મળેલ ભંડોળનો ઉપયોગ

પબ્લિક ઇશ્યૂના નાણાંનો ઉપયોગ કંપની મહારાષ્ટ્રમાં 5 નવા Diagnostic Centers શરૂ કરવા માટે કરવા માગે છે. તેમ જ મેડિકલ ઈક્વિપમેન્ટની ખરીદી માટે કરવા માગે છે. તેને માટે રૂ. 21.11 કરોડ ખર્ચવાના ગણિત માંડેલા છે. બાકીના નાણાં કંપનીના સામાન્ય હેતુ માટે ઉપયોગમા લેવા માગે છે.

નિષ્ણાતોનું શું કહેવું છે

કંપનીનું કામકાજ સ્પર્ધાત્મક માર્કેટમાં છે. તેનું માર્કેટ ટૂકડામાં વિખેરાયેલું છે. 2023-25ના નાણાંકીય વર્ષ પછી કંપનીનો વિકાસ ધ્યાન પાત્ર રહ્યો છે. કંપનીનો વિકાસ લાંબા ગાળા સુધી ટકી રહેશે કે કેમ તે એક સવાલ જ છે. કંપનીની હરીફ કંપનીઓ સાથે તુલના થઈ શકે તેવી સ્થિતિ જ નથી. કંપનીએ Vijaya Diagnostic અને Krsnaa Diagnostic સાથે સરખામણી બતાવી છે. સંપૂર્ણપણે અસમાન બિઝનેસ મોડલ હોવાથી આ સરખામણી વાસ્તવિક નથી. કંપનીના આઈપીઓની ઓફર પ્રાઈસ ઊંચી જણાય છ. તેમ જ  કમ્પેરિઝન અસરકારક નથી. આ IPOમાં ઓફર કરવામાં આવેલી કિંમતને જોતાં તેમાં રોકાણ કરવું જોખમી છે. પરિણામે તેમાં રોકાણ કરવાથી દૂર રહેવાની સલાહ આપવાની ઇચ્છા થાય છે.

ફાઇનાન્શિયલ પરફોર્મન્સ

વર્ષઆવકનફો
FY24₹15.90 Cr₹3.81 Cr
FY25₹30.18 Cr₹4.93 Cr
H1 FY26₹17.08 Cr₹4.08 Cr
H1 FY26₹11.50 Cr₹3.67 Cr

 

Read Previous

હવે નિરવ મોદી, મેહૂલ ચોકસી, વિજય માલ્યા અને જતીન મહેતા બેન્કની બાકી રકમ અંગે સમાધાન કરવા દરખાસ્ત મૂકી શકે

Read Next

રિલાયન્સના શેર્સમાં રૂ. 1785નું મથાળું બતાવી શકે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular