આનંદ રાઠી શેર્સ એન્ડ સ્ટોક બ્રોકિંગ લિમિટેડઃ લાંબા ગાળાનું લાભદાયી રોકાણ
- પાંચ વર્ષથી આનંદ રાઠી શેર અન્ડ સ્ટોક્સ લિમિટેડના ક્લાયન્ટની સંખ્યામાં સતત થઈ રહેલો વધારો
- 25 સપ્ટેમ્બરે પબ્લિક ઇશ્યૂ બંધ થશે અને 26મી સપ્ટેમ્બરે એલોટમેન્ટ કરવામાં આવશે
- ક્લાયન્ટ દીઠ આવકમાં કંપની તેની તમામ હરીફ કંપનીઓ કરતાં ખાસ્સી આગળ
- ક્લાયન્ટેલ વધતા કંપનીની આવક અને ચોખ્ખા નફામાં વધારો થવાની મજબૂત સંભાવના
- આનંદ રાઠીના આઈપીઓ-પબ્લિક ઇશ્યુ માટે કંપનીના બુક રનિંગ લીડ મેનેજર નુવામા વેલ્થ મેનેજમેન્ટ, ડેમ કેપિટલ એડવાઈઝર
- ક્લાયન્ટ મેળવવાની અને સેવા આપવાની અજોડ ક્ષમતા ધરાવતી કંપની પાસે ડિજિટલ નેટવર્ક મજબૂત હોવાથી સમગ્ર ભારતમાં તેની હાજરી વર્તાઈ રહી છે
- ક્લાયન્ટ મેળવવાની અને તેને સેવાઓ પૂરી પાડવાની અજોડ ક્ષમતા ધરાવતી કંપની પાસે ડિજિટલ નેટવર્ક મજબૂત હોવાથી સમગ્ર ભારતમાં તેની હાજરી વર્તાઈ રહી છે
આનંદ રાઠી શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ લિમિટેડ(Anadn Rathi share and stock Broking limited) રૂ. 550 કરોડનો આઈપીઓ આજે ખૂલી ગયો છે. 25મી સપ્ટેમ્બર સુધી તેના શેર્સ માટે અરજી કરી શકાશે. 26મી સપ્ટેમ્બરે જ એલોટમેન્ટ કરી દેવામાં આવશે. 30મી સપ્ટેમ્બરે આઈપીઓનું લિસ્ટિંગ-Listing of IPO- થઈ જવાની સંભાવના છે. આનંદ રાઠી શેર્સ અને સ્ટોક્સ લિમિટેડનો આઈપીઓ 0.23 ગણો ભરાઈ ગયો છે. કંપની શેરદીઠ રૂ. 393થી રૂ. 414ના ભાવે રૂ. 5ની ફેસવેલ્યુનો શેર-Face value of stock-ઓફર કરશે. આઈપીઓ મારફતે ઊભા કરવામાં આવનારા રૂ.754 કરોડનો ઉપયોગ લાંબા ગાળાના મૂડી ભંડોળ તરીકે કરવામાં આવશે. બાકી બચતા ભંડોળનો ઉપયોગ કંપનીના સામાન્ય હેતુ માટે કરવામાં આવશે.
શેરની ઓફર પ્રાઈસ
કંપની ક્વોલિફાઈડ ઇન્સ્ટિટ્યૂશનબ બાયર્સને 50 ટકા હિસ્સો એટલે કે 88.7 લાખથી 93.5 લાખ શેર્સ ફાળવવાની છે. બિન સંસ્થાકીય મોટા રોકાણકારોને 10 ટકા એટલે કે 17.7થી 18.7 લાખ શેર્સ ફાળવવાની છે. તેમ જ છૂટક રોકાણકારોને 35 ટકા એટલે કે 62.1 લાખથી 65.4 લાખ શેર્સ ફાળવશે. કંપનીના શેર્સમાંથી 29.51 ટકા શેર્સ પ્રમોટરે ગિરો મૂક્યા છે. આઈપીઓ પછી કંપનીના શેર્સનું રૂ. 414ના શેરદીઠ ભાવે બજાર મૂડીકરણ રૂ. 2596 કરોડનું થશે.કંપનીના બુક રનિંગ લીડ મેનેજર નુવામા વેલ્થ મેનેજમેન્ટ, ડેમ કેપિટલ એડવાઈઝર અને આનંદ રાઠી એડવાઈઝર્સ લિમિટેડ છે. કંપનીના પ્રમોટર્સમાં પ્રદીપ ગુપ્તા એન્ડ આનંદ રાઠી ફાઈનાન્શિયલ સર્વિસિસનો સમાવેશ થાય છે.
હરીફ કંપનીઓ કરતાં ક્લાયન્ટ દીઠ આવકમાં આગળ
કંપનીના જમા પાસાની વાત કરીએ તો ક્લાયન્ટ દીઠ આવક-per client income of company-માં તેની હરીફ કંપનીઓ કરતાં ખાસ્સી આગળ છે. માર્જિન ટ્રેડિંગ બિઝનેસ-margin trading business-ના વ્યૂહાત્મક ઉપયોગને કારણે કંપની તેની ક્લાયન્ટ દીઠ આવક બીજા કરતાં વધારે છે. કંપની પાસે ડિજિટલ નેટવર્ક મજબૂત હોવાથી સમગ્ર ભારતમાં તેની હાજરી વર્તાઈ રહી છે. ક્લાયન્ટ મેળવવાની અને તેને સેવાઓ પૂરી પાડવાની અજોડ ક્ષમતા કંપની ધરાવે છે. ત્રણ દાયકાથી આ ક્ષેત્રમાં આનંદ રાઠી શેર એન્ડ સ્ટોક બ્રોકિંગ લિમિટેડ સક્રિય હોવાથી તે એક પ્રસ્થાપિત થયેલી બ્રાન્ડ છે. તેની પાસે અનુભવી પ્રમોટર્સ અને મજબૂત મેનેજમેન્ટની ટીમ છે. કંપની સતત વિકાસની કેડી પર આગળ વધી રહી હોવાથી તેનો નાણાંકીય ગ્રોથ મજબૂત છે.
આનંદ રાઠીની બુક વેલ્યુ
આનંદ રાઠી શેર્સની પ્રાઈસ ટુ બુકવેલ્યુ-share price to book value-2.1ની, પી.ઈ. રેશિયો 25.1 ગણો, શેરદીઠ કમાણી 16.5 અને રિટર્ન ઓન ઇક્વિટી 8.3 ટકા છે. કંપનીનો વેરા પછીનો નફો 12.3 ટકા છે. તેમ જ તેની સેવા લેનાર ક્લાયન્ટ-વ્યક્તિદીઠ તેની સરેરાશ આવક રૂ. 29.347ની છે. તેની ક્લાયન્ટદીઠ આવક તો મોતીલાલ ઓસવાલ ફાઈનાન્શિયલ સર્વિસિસ લિમિટેડ કરતાંય વધારે છે. મોતીલાલ ઓસવાલની ક્લાયન્ટદીઠ આવક રૂ. 24,466ની છે. જ્યારે જિયોજિત ફાઈનાન્સ સર્વિસની ક્લાયન્ટદીઠ આવક રૂ. 11,989ની અને એન્જલ વન લિમિટેડની ક્લાયન્ટદીઠ આવક રૂ. 4360ની છે.
ક્લાયન્ટની સતત વધતી સંખ્યા-expanding client base
2022-23થી 2025-26ના અત્યાર સુધીમાં તેના ક્લાયન્ટ્સની સંખ્યામાં વાર્ષિક સરેરાશ 13.6 ટકાના દરે વધારો થયો છે. 2022-23માં તેની પાસે 6.04 લાખ ક્લાયન્ટ્સ હતા. 2024માં તે વધીને 8.87 લાખની નજીક પહોંચી ગયા છે. કંપનીની માર્જિન ટ્રેડિંગની ફેસિલિટી-એમટીએફ ઇક્વિટીના ડિલીવરી સેગમેન્ટમાં જરૂર પડતા 8.94 ટકાનું ફંડની જરૂરિયાત પૂરી કરવામાં મદદ કરે છે. 2023માં આ ફંડ 7.42 ટકા અને 2023માં આ ફંડ 5.96 ટકા હતું. કંપની ક્લાયન્ટ લોયલ્ટી મજબૂત ધરાવે છે. 2024માં તેની ક્લાયન્ટદીઠ આવક રૂ. 30,922ની અને 2023માં કંપનીની ક્લાયન્ટદીઠ આવર રૂ. 26012ની હતી. તેના કુલ ક્લાયન્ટમાંથી 56 ટકા ક્લાયન્ટ એક્ટિવ છે. આ ક્લાયન્ટ ટીયર-થ્રી સિટીના છે. ટીયર -વન સીટીના ક્લાયન્ટનું પ્રમાણ કુલ ક્લાયન્ટમાં 28 ટકાનું અને ટીયર-ટુ સિટીના ક્લાયન્ટનું પ્રમાણ 16ટકાનું છે. હા, ભારતની બહારના ક્લાયન્ટની સંખ્યા તેની પાસે બહુ જ ઓછી છે. આજે કંપનીમાં કામ કરતાં કર્મચારીઓની સંખ્યા 2082ની છે. તેમાં વર્ષે સરેરાશ 9.20 ટકાનો વધારો થાય છે.
માર્જિન ટ્રેડિંગ ફંડનો વિકસતો બિઝનેસ-margin trading business
કંપની મ્યુચ્યઉલ ફંડની સ્કીમ્સ, ડેટ ફંડ, વૈકલ્પિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ, કોર્પોરેટ ફિક્સ્ડ ડિપોઝિટ, નોન કર્વર્ટિબલ ડિબેન્ચર, બોન્ડના ઇન્વેસ્ટમેન્ટ લેવા ઉપરાંત પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ પણ પૂરી પાડે છે. 31મી માર્ચ 2023ના આ ફંડ રૂ. 3157.2, 31મી માર્ચ 2024ના આ ફંડ રૂ. 4904 કરોડ અને 31મી માર્ચ 2025ના આ ફંડ વધીને રૂ. 6459.8 કરોડ થઈ ગયું હતું. આ ફંડમાં વરસે સરેરાશ 32.04 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. માર્જિન ટ્રેડિંગ ફંડના બિઝનેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. 2025માં માર્જિન ટ્રેડિંગ ફંડનો બિઝનેસ 879 અબજ રૂપિયાને આંબી ગયો છે. તેમાં 2020થી 2025ના ગાળામાં 87 ટકાના સર્વગ્રાહી વિકાસ દરથી વધારો થયો છે.
વ્યાજની મજબૂત આવક-strong interest income
કંપનીની વ્યાજની આવક પણ 2022થી સતત વધી રહી છે. 2022માં રૂ. 423.4 કરોડ, 2023માં રૂ. 467.8 કરોડ અને 2023માં રૂ. 681.8 કરોડ અને 2024માં રૂ. 845.7 કરોડની વ્યાજની આવક થઈ છે. તેમાં વરસે સરેરાશ 25.9 ટકાના દરે વધી રહી છે. કંપનીની કુલ આવક 2025માં રૃા. 700.3 કરોડનો વળોટી ગઈ છે. 2022માં રૂ. 386.5 કરોડ, 2023માં રૂ. 418.4 કરોડ, 2024માં 586. કરોડની રહી છે. આ ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો અનુક્રમે 13.1 ટકા, 9 ટકા, 13.2 ટકા અને 14.8 ટકા રહ્યો છે.
ટેકનોલોજીમાં રોકાણ-investment in technology
બિઝનેસ સ્ટ્રેટજીની વાત કરીએ તો કંપની ઇન્વેસ્ટમેન્ટ સોલ્યુશન્સ એક બીજાના ક્લાયન્ટ્સને વેચવાને સક્ષમ હોવાથી તેના ફાઈનાન્શિયલ પરફોર્મન્સનો મજબૂત રેકોર્ડ છે. કંપનીનું ભૌગાલિક ફલક વિસ્તરી રહ્યું છે. બિઝનેસને વધારવા માટે કંપની ટેક્નોલોજીમાં મૂડીરોકાણ કરી રહી છે. 36 શેર્સનો એક લોટ છે.
બ્રોકિંગ લાઈનનો 30 વર્ષનો અનુભવ- experience of three decade
આનંદ રાઠી શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ લિમિટેડ છેલ્લા 30 વર્ષથી બ્રોકરેજ હાઉસ તરીકે સક્રિય છે. કંપની બ્રોકિંગ સર્વિસ ઉપરાંત માર્જિન ટ્રેડિંગ અને ફાઈનાન્શિયલ પ્રોડક્ટ્સના ડિસ્ટ્રીબ્યુશનની સેવાઓ પૂરી પાડે છે. હાઈનેટવર્થ ઇન્ડિવિડ્યુઅલ અને નાના ઇન્વેસ્ટર્સને માર્ગદર્શન આપવાનું કામ પણ આનંદ રાઠી સ્ટોક બ્રોકિંગ સર્વિસ પૂરી પાડી છે.
60 ટકા આવક બ્રોકિંગ સર્વિસથી
કંપનીની 60 ટકા આવક બ્રોકિંગ સર્વિસના માધ્યમથી જ થાય છે. બાકીની 23 ટકા આવક માર્જિન ટ્રેડિંગ, નોન બ્રોકિંગ સર્વિસ અને ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સના ડિસ્ટ્રીબ્યુશન દ્વારા ઊભી કરી રહી છે. બાકી રહેતી 17 ટકા આવક અન્ય કામકાજ થકી કરી રહી છે.
બ્રાન્ચનેટવર્ક સંગીન
આનંદ રાઠી શેર એન્ડ સ્ટોક બ્રોકિંગ લિમિટેડ દેશના 54 શહેરોની 90 શાખાઓના માધ્યમથી સેવા આપી રહી છે. જોકે દેશના 290 શહેરોમાં કંપની માટે 1125 અધિકૃત વ્યક્તિઓ કામ કરીને આ સેવાઓ પૂરી પાડી રહી છે.
શેર્સનું મૂલ્ય કેવું છે?
આઈપીઓ સબસ્ક્રાઈબ થઈ ગયા પછી રૂ. 414ના અપર પ્રાઈસ બેન્ડ પર પ્રાઈસ ટુ બુક વેલ્યુ 2.1નો આવે છે. આઈપીઓ પછીની પી.ઈ. 25.1 ગણો છે. આમ તેની હરીફ કંપનીઓની તુલનાએ શેર્સનું નક્કી કરેલું મૂલ્ય સંપૂર્ણ છે. છેલ્લા ઘણાં વરસોથી કંપનીની આવક અને માર્જિન વધી રહ્યા છે. કંપનીની બ્રાન્ડ વેલ્યુ મજબૂત છે. કંપની એમટીએફના બિઝનેસનું વિસ્તરણ કરવા માગે છે. એમટીએફના સેગમેન્ટનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે તે જોતાં કંપની માટે લાભદાયક બની શકે છે. તેથી કંપનીની આવકમાં પણ વધારો થવાની સંભાવના છે. જોકે ડિસ્કાઉન્ટ આપીને આ સેક્ટરમાં કસ્ટમર્સને ખેંચવાની રમત ક્યારની ચાલુ થઈ ચૂકી છે. તેની સીધી અસર તેમના ભાવ અને માર્જિન પર પડી રહી છે. બીજીતરફ આનંદ રાઠી શેર્સ એન્ડ સ્ટોક્સ લિમિટેડના પ્રમોટરોએ ગિરો મૂકેલા 29 ટકા શેર્સ તેમનામાંનો અરજદારનો વિશ્વાસ ઘટાડી શકે છે. કંપનીની સ્થિરતા પર અસર કરી શકે છે. તેમ જ કંપનીના કામકાજ અને તેના શેર્સના મૂલ્ય પર અવળી અસર પડી શકે છે. છતાંય ઇન્વેસ્ટર્સ આ સ્ક્રિપમાં લાંબા ગાળા માટે રોકાણ કરી શકે છે.