શું ટાટા મોટર્સના શેર હવે ખરીદવા યોગ્ય છે?

ટાટા મોટર્સના શેર્સનો ભાવ હવે જેગુઆર લેન્ડ રોવર (JLR) અને ઘરેલુ પેસેન્જર વ્હીકલ (PV) બિઝનેસના ટર્નઓવર થકી જ નક્કી થશે.
ટૂંકા ગાળામાં એટલે કે 2026ના વર્ષમાં ટાટા મોટર્સની આવકમાં 12થી 13 ટકા સુધીનો ઘટાડો થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.
ટાટા મોટર્સ(Tata Motors)ના શેરમાં તાજેતરમાં એક મહત્વપૂર્ણ કોર્પોરેટ કાર્યવાહી થઈ છે. કંપનીએ પોતાનો કોમર્શિયલ વ્હીકલ (CV) વિભાગ અલગ કરી દીધો છે. આ ડિમર્જર 30 જૂન, 2025થી લાગુ કરી દેવામાં આવી છે. ટાટા મોટર્સના શેર્સનો ભાવ હવે જેગુઆર લેન્ડ રોવર (Jaguar Land Rower-JLR) અને ઘરેલુ પેસેન્જર વ્હીકલ (Domestic PV-pessenger vehicle) બિઝનેસના ટર્નઓવર થકી જ નક્કી થશે. તેને આધારે કંપનીની નફાકારકતામાં થનારી વધઘટને આધીન રહીને ટાટા મોટર્સના શેર્સના ભાવની વધઘટ નક્કી થશે. તેને માટેની રેકોર્ડ ડેટ 14 ઓક્ટોબર હતી. 14 ઓક્ટોબર સુધી જે રોકાણકારો શેર્સની માલિકી ધરાવતા હશે તેમને નવી ડિમર્જ થયેલી કંપનીનો શેર એક જેમ એકના રેશિયોમાં આપવામાં આવ્યો છે.
નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલની(NCLT) મુંબઈ બ્રાન્ચે ડિમર્જરની દરખાસ્તને મંજૂરી લાંબા સમય પહેલા જ આપી દીધી છે. કોમર્શિયલ વેહિકલના બિઝનેસની ટાટા મોટર્સ કોમર્શિયલ વેહિકલ લિમિટેડમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. કોમર્શિયલ વેહિકલના બિઝનેસની ટાટા મોટર્સ કોમર્શિયલ વેહિકલ લિમિટેડમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. કોમર્શિયલ વેહિકલ અને પેસેન્જર કે ઇલેક્ટ્રિક વેહિકલ (Electric Vehicle)અથવા તો જેએલઆરનો બિઝનેસ સાથે રાખવાથી બિઝનેસનું સંપૂર્ણ મૂલ્ય શેરના ભાવમાં રિફ્લેક્ટ ન થવાની સંભાવના જણાતા આ પગલું લેવામાં આવ્યું છે.
ડિમર્જર પછી શેર્સની કિંમત ઘટી
ડિમર્જરને પ્રતિબિંબિત કરવા માટે ટાટા મોટર્સના શેરની કિંમત ₹661 પરથી ઘટીને ₹396 થઈ ગઈ હતી. જેનો અર્થ કે બજાર કોમર્શિયલ વેહિકલના બિઝનેસને આશરે રૂ. 265 પ્રતિ શેરના મૂલ્યે મૂલ્યાંકન કરી રહ્યું છે. હવે, જ્યારે કોમર્શિયલ વેહિકલનો CV વિભાગ અલગ થઈ ગયો છે, ત્યારે પ્રશ્ન એ થાય છે — શું આ શેરમાં હવે રોકાણ કરવું યોગ્ય છે? ટાટા મોટર્સ પેસેન્જર્સ વેહિકલ લિમિટેડ(Tata Motors Vehicle Limited)ના શેર્સનો વર્તમાન બજાર ભાવ આ લખાય છે ત્યારે રૂ. 412.40ની આસપાસનો છે. ટાટા મોટર્સના લક્ઝરી કારના બિઝનેસના વિકાસની શક્યતા અંગે નિષ્ણાતો શંકા વ્યક્ત કરી રહ્યા છે.
જોકે કોટક સિક્યોરિટીઝ મધ્યમ ગાળામાં તેના શેર્સના ભાવમાં સુધારો થવાનો આશાવાદ દેખાડી રહ્યું છે. જોકે બ્રોકરોને ટાટા મોટર્સના શેર્સમાં તેજીની ચાલ ચાલુ રહેવાની શક્યતા દેખાઈ રહી છે. ટાટા મોટર્સનું માર્કેટ કેપિટલાઈઝેશન 1.51 લાખ કરોડનું છે.
કેટલાકને ટૂંકા ગાળામાં એટલે કે 2026ના વર્ષમાં ટાટા મોટર્સની આવકમાં 12થી 13 ટકા સુધીનો ઘટાડો થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. પરંતુ 2027ના વર્ષમાં ટાટા મોટર્સ બાઉન્સ બેક કરશે તેવી સંભાવના તેમને જણાઈ રહી છે. ટાટા મોટર્સમાં રોકાણ કર્યા પછી ત્રણથી છ માસના ગાળામાં નફો કમાવાની શક્યતા સીમિત છે. ટૂંકા ગાળામાં કમાવા ઇચ્છનારાઓ માટે આ રોકાણ જોખમી જણાય છે. મોટું જોખમ ખેડવાની ક્ષમતા ધરાવનારાઓ જ ટૂંકા ગાળામાં નફો કમાઈ લેવાની ગણતરી સાથે રોકાણ કરે તે જરૂરી છે. જોકે રોકાણ કરીને બેથી ત્રણ વર્ષ સુધી રોકાણને પકડી રાખનારાઓને મધ્યમસરનો નફો થવાની સંભાવના જોવામાં આવી રહી છે. છતાં
ચોથી માર્ચ 2024ના ટાટા મોટર્સના બોર્ડે ડિમર્જરની દરખાસ્તને મંજૂરી આપી હતી. તેમાં કોમર્શિયલ વેહિકલ અને પેસેન્જર તથા ઇલેક્ટ્રિક વેહિકલના ધંધાને અલગ તારવવાનો હતો. ઇલેક્ટ્રિક વેહિકલમાં જેગ્વાર લેન્ડર રોવરના બિઝનેસનો સમાવેશ થાય છે. ડિમર્જરને કારણે ટાટા મોટર્સના વર્તમાન શેરહોલ્ડર્સને એક જેમ એકના પ્રમાણમાં નવી અલગ પાડેલી કંપનીના શેર્સ આપવામાં આવશે. ટાટા મોટર્સના શેર્સનું રોકાણ જળવાઈ રહેશે. એક જ કંપનીના અલગ અલગ બિઝનેસને છૂટા પાડવામાં આવે તો તેનું મૂલ્ય અલગ ઉપજે છે. કંપનીના વિકાસને વેગ મળતા મલ્ટીપલમાં વધારો થાય છે. ગ્રોથ જેટલો વધારે તેટલા મલ્ટીપલ પણ વધે જ છે.
હરીફ કંપનીઓ સાથે સરખામણી
છેલ્લા કેટલાક મહિનામાં મારુતિ સુઝુકી, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને હ્યુન્ડાઈના શેર નવા ઉચ્ચતમ સ્તરે પહોંચ્યા છે, જ્યારે ટાટા મોટર્સના શેર ભાવમાં ખાસ વધારો જોવા મળ્યો નથી. કંપનીના વોલ્યુમ ગ્રોથમાં મંદી રહી છે અને તેના નફાકારકતાના આંકડાઓ પણ નબળા દેખાયા છે. કંપનીના JLR સેગમેન્ટનું વેચાણ ઝડપથી વધી તે માટેની શક્યતા ઓછી દેખાય છે. બીજી તરફ સ્થાનિક સ્તરે ઘરેલુ PV-પેસેન્જર વેહિકલના બિઝનેસના વિકાસની શક્યતા 50-50 ટકા જેવી છે. શેરનો ભાવ સુધરીને રૂ. 420ની સપાટીએ પહોંચે એટલે જોખમ અને લાભ (Risk-Reward) લગભગ સંતુલિત થઈ જવાની સંભાવના છે. આ સ્થિતિમાં વર્તમાન રોકાણકારો તેમના શેરહોલ્ડિંગ જાળવી રાખી શકે છે. જોકે તેમણે નવું રોકાણ કરવું હાલના તબક્કે ટાળવું જોઈએ.
ડિમર્જર પહેલા ટાટા મોટર્સનું વાર્ષિક આવક આધારિત મૂલ્ય ₹4.4 લાખ કરોડ હતું.
FY25 મુજબ આવકમાં JLRનો હિસ્સો 71 ટકા, CVનો 17 ટકા અને PVનો 11 ટકા છે. નેટ પ્રોફિટમાં JLRનો હિસ્સો 73 ટકા, CVનો 24 ટકા અને PVનો 3 ટકા છે.
પ્રથમ ત્રિમાસિક કામગીરી-Q1 Performance
જેગુઆર લેન્ડ રોવર- JLR
FY 2025-26ના નાણાંકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકમાં અગાઉના વર્ષના ગાળાની તુલનાએ આવકમાં 9 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. તેમ જ PBT- વેરા પહેલાનો નફો 49 ટકા ઘટ્યો છે. તેમ જ EBIT-વેરા પૂર્વેના માર્જિનમાં 4.9 ટકાનો ઘટાડો થઈ જતાં માર્જિન માત્ર 4 ટકા રહ્યો હતો. આ નબળા પરિણામ માટેના મુખ્ય કારણોમાં ઊંડાં ઉતરીએ તો વોરંટી ખર્ચ અને ફોરેક્સમાં થયેલું નુકસાન જવાબદાર છે. પાઉન્ડના ડોલર સામે મજબૂત થવાને કારણે આ નુકસાન થયું છે. આ માટેના સૌથી મોટા કારણમાં આગળ વિચારીએ તો કંપનીના વોલ્યુમમાં 11 ટકાનો ઘટાડો થય છે. ચીન સાથેના જોઈન્ટ વેન્ચર પછીના ઘટાડાને ધ્યાનમાં લેવામાં આવે તો ઘટોડો 15 ટકા જેટલો છે. ટેરિફમાં-આયાત શૂલ્કમાં થયેલા વધારાની, જેગ્વારના પોર્ટફોલિયો ખતમ થઈ જતાં અને બજારમાં ડિમાન્ડ ઘટી જવાના ત્રણ કારણોની અસર કંપનીના નબળા પરફોર્મન્સ માટે જવાબદાર છે.
FY2024-25ના અંતમાં ટેરિફ લાગુ કરવામાં આવ્યું તે પહેલા જ કંપનીએ વધુ વાહનો USમાં નિકાસ કર્યા હતા. તેથી આ ક્વાર્ટરમાં વેચાણ ઘટ્યું છે. કારણ કે રિટેલરો પાસે પૂરતું સ્ટોક મોજૂદ હતો. તેમણે નવા ઓર્ડર પ્લેસ કર્યા નહોતા. ટેરિફ એટલે કે 27.5 ટકા આયાત ડ્યૂટીને કારણે ઇન્કમટેક્સ પહેલાના EBIT-માર્જિન પર પણ ભારે અસર પડી હતા. જોકે માર્કેટિંગના ખર્ચમાં ઘટાડો કરીને કંપનીએ 2024-25ના વર્ષમાં થયેલા 24.5 કરોડ પાઉન્ડના નુકસાનને ખાસ્સુ ઓછું કરી દેવામાં સફળતા મેળવી હતી.
હવે ટાટા મોટર્સે Jaguar-જેગ્વાર બ્રાન્ડને હવે માત્ર ઇલેક્ટ્રિક વ્હીકલ્સ (EVs) માટે જ રાખવાની જાહેરાત કરી દીધી છે. એક સિવાય તમામ વર્તમાન મોડેલ્સનું ઉત્પાદન તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યું છે. આ નિર્ણયને કારણે બ્રિટન-UK અને યુરોપના દેશોમાં વેચાણ ઘટ્યું છે. આ રહ્યો તેનો પુરાવો. નાણાંકીય વર્ષ 2025-26ના પહેલા ત્રિમાસિક ગાળામાં, Jaguarના વેચાણનો હિસ્સો એટલે કે JLR હોલસેલ્સમાં માત્ર 2.6 ટકાનો જ રહ્યો છે. FY24માં તેનો હિસ્સો 12 ટકા જેટલો ઊંચો હતો. તેથી જ પહેલાથી જ નબળી માંગ ધરાવતી બજારમાં ઉત્પાદન ક્ષમતા અને માર્જિન બંને દબાયા છે.
પેસેન્જર વ્હીકલ (PV) બિઝનેસ
દેશમાં પેસેન્જર કાર ઉદ્યોગના કુલ વોલ્યુમ્સ સ્થિર રહ્યા, ખાસ કરીને ₹10 લાખથી ઓછી કિંમતના સેગમેન્ટમાં ઘટાડો જોવા મળ્યો છે. ટાટા મોટર્સના PV વિભાગના હોલસેલ્સમાં 10 ટકા ઘટાડો થયો છે. તેમ જ આવકમાં આવકમાં 8 ટકાનો ઘટાડો નોંધાયો છે. ઈબીઆઈટી માર્જિન 0.3 ટકાથી ઘટીને માઈનસ 2.8 ટકા થયું છે. કંપનીના ઉત્પાદનમાં ઘટાડો થતાં આ માર્જિન નીચે ગબડ્યા છે. કંપનીએ ડીલરો પાસે વધેલા સ્ટોકને ધ્યાનમાં રાખી ઓછું પ્રોડક્શન કર્યું હોવાથી તેમના વેચાણ ઘટ્યા છે.
ડિસ્કાઉન્ટ ઓફરો અને કોમોડિટી ભાવમાં વધારો.
ઇલેક્ટ્રિક વેહિકલના વિભાગમાં હાલમાં કુલ PV-પેસેન્જર વેહિકલના વેચાણનો હિસ્સો 11 ટકાનો છે. પરંતુ કંપનીનો માર્કેટ શેર FY23માં 84 ટકાથી ઘટીને 37 ટકા પર આવી ગયો છે, કારણ કે અન્ય બ્રાન્ડોએ નવા મોડેલો લોન્ચ કર્યા છે અને ડિસ્કાઉન્ટ આપ્યા છે. આગામી દિવસોમાં JLRના વેચાણમાં વધારો થવાની સંભાવના સીમિત જણાય છે. તેથી જ કંપનીએ પોતાનું EBIT માર્જિન ગાઈડન્સ 8.5 ટકાથી ઘટાડીને 5–7 ટકા કરી નાખ્યું છે. સપ્ટેમ્બર 2025ની શરૂઆતમાં સાયબર હુમલો થવાને કારણે ઉત્પાદન બંધ થયું અને મહિનાના અંત સુધી ધીમે ધીમે ફરી શરૂ થયું હતું. આ ઘટનાને પરિણામે કંપનીને દર સપ્તાહે આશરે 5 કરોડ પાઉન્ડનું નુકસાન થઈ શકે છે. પરિણામે કુલ EBIT પર 8થી 10 ટકાનો એટલે કે અંદાજે 20 કરોડ પાઉન્ડ જેટલો જેટલી અસર પડી શકે છે.
2025-26ના નાણાંકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં એટલે કે Q2 26માં હોલસેલ્સમાં પણ 24.2 ટકાનો ઘટાડો નોંધાયો છે. UKમાંથી USમાં નિકાસ પરની ટેરિફ 27.5 ટકાથી ઘટીને 10 ટકા કરી દેવામાં આવી છે. તેમ જ EU-યુરોપમાંથી US પર ટેરિફ 15 ટકા રાખવામાં આવ્યા છે. આ ઘટાડો સકારાત્મક છે, પણ માગમાં વાસ્તવિક વધારો થાય કે નહીં તે જોવાનું રહેશે.
નાણાંકીય વર્ષ 2025-26 માટે કંપનીએ 500–600 મિલિયન પાઉન્ડ જેટલી અસર પડવાની ગણતરી કરી છે. આ અસરનો બોજ ભલે સંપૂર્ણપણે ગ્રાહકોને માથે ન મૂકવામાં આવે તેવી સંભાવના છે. ભલે તે સંપૂર્ણ ખર્ચ ગ્રાહકોના માથા પર ન નાખવામાં આવે તો પણ 600 મિલિયન પાઉન્ડની અસર પડવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. ચીનમાં લક્ઝરી ટેક્સ 10 ટકા છે. હવેથી RMB એટલે કે 9 લાખથી વધુ કિંમતની મોટર પર લાગુ થશે પહેલાં આ મર્યાદા RMB 13 લાખની હતી. આ ફેરફાર પણ તેમના વેચાણને વધુ અસર કરશે.
સ્થાનિક સ્તરે પેસેન્જર વ્હીકલની સ્થિતિ
ડીલરો પાસે વધેલી ઈન્વેન્ટરીને કારણે વેચાણ થોડી વાર ધીમું રહી શકે છે. છતાં PV-પેસેન્જર વેહિકલ વિભાગના વેચાણમાં વધારો થવાની આશા હજીય બુલંદ છે. ટાટા મોટર્સે FY-2025-26ના વર્ષના સપ્ટેમ્બર માસમાં પ્રથમ વખત વોલ્યુમ વૃદ્ધિ નોંધાવી છે. GST રેશનલાઇઝેશન (નવા દરો)થી પણ કંપનીનો નફો વધશે, ખાસ કરીને સ્મોલ કાર અને CNG કાર સેગમેન્ટમાં, જ્યાં ટાટા મોટર્સની મજબૂત હાજરી છે. નવી Altroz અને Tiago કારના ફેસલિફ્ટ મોડેલો બજારમાં સારો પ્રતિસાદ મેળવી રહ્યા છે. ઇલેક્ટ્રિક વેહિકલના EV વિભાગમાં Harrier-ev, Nexon-ev, અને Curvv.ev સાથે લાઇફટાઇમ વોરંટી આપવામાં આવતી હોવાથી વેચાણમાં વધારો થવાની શક્યતા વધી જશે. નવું Sierra.ev મોડલ પણ ટૂંક સમયમાં લોન્ચ થવાનું છે.
ઉપરોક્ત દૃશ્યને ધ્યાનમાં રાખીને, SOTP મૂલ્યાંકન (Sum-of-the-Parts) માટે અલગ અલગ બિઝનેસ સેગમેન્ટને રક્ષણાત્મક ગુણાંક (conservative multiples) આપવામાં આવ્યા છે.
JLR માટેનું મૂલ્યાંકન કરતાં 7 ગણો મલ્ટિપલ આપવામાં આવ્યો છે. આ ગુણાંક BMW અને મર્સિડીઝ જેવી વૈશ્વિક પ્રતિસ્પર્ધી કંપનીઓના સરેરાશ 7થી 9 ગણા ટ્રેઈલિંગ અર્નિંગ્સના ધોરણે રાખવામાં આવ્યા છે. ભારતની OEM કંપનીઓમાં મારુતિ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનું ટ્રેડિંગ 30–35 ગણા મલ્ટિપલ પર થાય છે, કારણ કે ભારતીય બજારમાં હજુ પણ વિકાસની વિશાળ સંભાવના (growth headroom) છે. તુલનાત્મક રીતે, વૈશ્વિક બજારો પરિપક્વ (mature) છે, અને ત્યાં વેચાણનો મોટો ભાગ માત્ર રીપ્લેસમેન્ટ ડિમાન્ડ પરથી આવે છે. FY19 એટલે કે (Covid પહેલા)થી FY25 સુધી JLRના વોલ્યુમમાં દર વર્ષની 3% ઘટ થઈ છે. તેની સામે ભારતના પેસેન્જર વ્હીકલ બજારમાં દર વર્ષની 4 ટકાની વૃદ્ધિ થઈ છે. આ દર્શાવે છે કે JLRની વૃદ્ધિ ક્ષમતા મર્યાદિત છે, અને તેથી ઓછો ગુણાંક યોગ્ય છે.
PV બિઝનેસ માટેનું મૂલ્યાંકન
ટાટા મોટર્સના સ્થાનિક બજારમાં પેસેન્જર વ્હીકલ બિઝનેસ માટે 25 ગણો મલ્ટિપલ અપાયો છે.
આ ઓછો ગુણાંક રાખવાનો મુખ્ય કારણ એ છે કે ટાટા મોટર્સનો EBITDA માર્જિન ફક્ત 7 ટકા (FY25) છે, જ્યારે પ્રતિસ્પર્ધીઓનો માર્જિન 12 થી 20 ટકાની રેન્જમાં છે. ડિમર્જર પછી, JLRના નબળા પરિણામો અને PV બિઝનેસમાં અસ્થિરતાને ધ્યાનમાં લેતા ટાટા મોટર્સના શેરનું રિસ્ક-રીવોર્ડ સંતુલિત દેખાય છે. તેથી રોકાણકારો વર્તમાન બજાર ભાવે રોકાણ કરવાથી દૂર રહે તે તેમના હિતમાં છે. છતાંય હકીકત એ છે કે 65થી 72 ટકા નિષ્ણાતો ટાટા મોટર્સનું રોકાણ જાળવી રાખવાની કે પછી તેમાં લેવાલી કરવાની ભલામણ કરી જ રહ્યા છે.




