જિના શીખો લાઈફકેર લિમિટેડના શેર્સનું રોકાણ લાંબે ગાળે લાભદાયી

- કંપની આગામી એક વર્ષમાં 15–20 નવા OTC (ઓવર ધ કાઉન્ટર) પ્રોડક્ટ્સ લોન્ચ કરવાની યોજના ધરાવે છે
- બીજા ત્રિમાસિક ગાળાના કંપનીના પરિણામો જોયા પછી જિના શીખો લાઈફકેર લિમિટેડના શેર્સમાં લેવાલી કરવાની ભલામણ કરવામાં આવી છે
Choice Research Private Limitedના એક્સપર્ટ્સ કહે છે કે જીના સીખો લાઈફકેર લિમિટેડ (Jeena Sikho Lifecare Ltd.) – વૃદ્ધિની નવી દિશામાં ઝડપથી આગળ વધી રહેલી કંપની છે. કંપનીના શેરનો વર્તમાન બજાર ભાવ રૂ. 785નો છે. શેરનો ભાવ વધીને રૂ. 950નું મથાળું બતાવે તેવી સંભાવના છે. વર્તમાન બજાર ભાવથી જિના શીખો લાઈફકેર લિમિટેડના શેર્સમાં લેવાલી કરી શકાય છે.
જીના શીખો લાઈફકેર (JSLL) હાલ પોતાની ક્ષમતાઓ વધારવા અને નવી સેન્ટર સ્થાપવા તથા હોસ્પિટલ્સના બેડ્સ વધારવાના પ્રયાસ કરી રહી છે. તેમ જ કંપની એસેટ યુટિલાઈઝેશનમાં પણ સુધારો કરી રહી છે. તેની સાથે સાથે જ કંપની આગામી એક વર્ષમાં 15–20 નવા OTC (ઓવર ધ કાઉન્ટર) પ્રોડક્ટ્સ લોન્ચ કરવાની યોજના ધરાવે છે. કંપની નાણાંકીય વર્ષ 2026-27માં દસ નવા ઓવર ધ કાઉન્ટર પ્રોડક્ટ્સ લોન્ચ કરવા માગે છે. આ આયોજન સાથે જ કંપની વિદેશી બજારમાં પણ પ્રવેશ કરવાનો પણ પ્રયાસ કરી રહી છે. આમ JSLL-જિના શીખો લાઈફકેર લિમિટેડ એક મજબૂત સ્થિતિમાં આવી ગયેલી તથા સતત વૃદ્ધિ કરવા માટે ઉત્તમ સ્થિતિમાં આવી ગયેલી કંપની છે.
નાણાંકીય વર્ષ 2025-26થી 2028-29ના ત્રણ વર્ષ દરમિયાન કંપનીની આવક (Revenue)માં વધારો થવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. તેમ જ EBITDA- Earnings Before Interest, Taxes, Depreciation, and Amortization અને PAT-Profit After Tax- વેરા પછીનો નફો પણ અનુક્રમે 47.6 ટકા, 55.6 ટકા, અને 65.0 ટકાના CAGR– સર્વગ્રાહી વિકાસ દરથી વધશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. તેથી જ ચોઈસ રિસર્ચ પ્રાઈવેટ લિમિટેડના એક્સપર્ટ્સની ટીમે JSLL-જિના શીખો લાઈફકેર લિમિટેડના શેર્સમાં લેવાલી કરવાની (BUY) ભલામણ જાળવી રાખી છીએ અને DCF મૂલ્યાંકન પદ્ધતિના આધારે ટાર્ગેટ ભાવ અગાઉના રૂ. 900થી વધારીને રૂ. 950 નક્કી કર્યો છે. સપ્ટેમ્બર 2025માં પૂરા થયેલા બીજા ત્રિમાસિક ગાળાના કંપનીના પરિણામો જોયા પછી જિના શીખો લાઈફકેર લિમિટેડના શેર્સમાં લેવાલી કરવાની ભલામણ કરવામાં આવી છે, કારણ કે કંપનીની આવકમાં ને માર્જિનમાં મજબૂત વધારો જોવા મળી રહ્યો છે.
મજબૂત આવક વૃદ્ધિ અને માજિનમાં સુધારો
| શિર્ષક | વૃદ્ધિ (YoY) | વૃદ્ધિ (QoQ) | રકમ (INR Mn) | CIE અંદાજ સાથે તુલના |
| Revenue | +66.4% | +8.9% | 1,898 | (CIE: 1,920) |
| EBITDA | +128.5% | +16.9% | 920 | (CIE: 872) |
| PAT | +120.9% | +14.6% | 588 | (CIE: 580) |
| EBITDA Margin | YoY +1,318 bps / QoQ +329 bps | 48.5% | (CIE: 45.4%) |
જેએલએએલની ક્ષમતા વધારો : લાંબા ગાળાની વૃદ્ધિ માટેની રણનીતિ
હાલમાં કંપની-JSLL પાસે પાંચ અલગ અલગ હોસ્પિટલ્સમાં મળીને 2,220 કાર્યરત બેડ્સ છે બીજા 400 બેડ્સ વિકાસ હેઠળ છે. કંપની આગામી 3થી 5 વર્ષના ગાળામાં 7,000 માંડીને 10,000 બેડ્સ સુધી વિસ્તરણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરી ચૂકી છે. કંપની પાસે અત્યારે ઉપલબ્ધ 2220 બેડમાં 57 ટકા ઑક્યુપન્સી રેટને 80 ટકા ઓક્યુપન્સી સુધી લઈ જવાનું લક્ષ્યાંક કંપનીએ રાખ્યું છે. કંપની પાસે એક આયુર્વેદ કોલેજ સાથે હોસ્પિટલ પણ છે. આ હોસ્પિટલ 90 ટકા ઑક્યુપન્સી સાથે ચાલી રહી છે અને બે નવી કોલેજો પણ ચાલુ કરવાની નવી યોજના છે.
આયુર્વેદ કોલેજોના વિસ્તરણમાં થોડી વિલંબ થયો છે. કારણ કે AYUSH હેઠળ આયુર્વેદ કૉલેજનો સમાવેશ કરવા માટેની પ્રક્રિયા બાકી છે. એકવાર તે પ્રક્રિયા પૂર્ણ થાય તે પછી JSLL ઝડપથી પોતાના કોલેજ નેટવર્કને વિસ્તૃત કરશે. જિના શીખો લાઈફકેર લિમિટેડ ફ્રેન્ચાઈઝી મોડલ હેઠળ 50 નવી હોસ્પિટલ્સ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. આ રીતે કંપની તેના વિકાસને વેગ આપવા માગે છે.
OTCના પ્રોડક્ટ લોન્ચ કરી નફાકારકતા અને આવકમાં વધારશે
હાલમાં લગભગ 10 નવા OTC પ્રોડક્ટ્સ વિકસાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રોડક્ટ્સ2026-27ના અંત સુધીમાં બજારમાં આવશે. તેમનું પ્રથમ પ્રોડક્ટ Pet Shuddhi Kit-પટે શુદ્ધિ કીટનું છે. આ પ્રોડક્ટની કીટ રૂ.960ના ભાવે બજારમાં વેચાણ માટે મૂકવામાં આવશે. જિના શીખો લાઈફકેર લિમિટેડની હરીફ કંપનીઓ આ જ પ્રોડક્ટ બજારમાં રૂ. 115થી 200ની ભાવ રેન્જમાં વેચી રહી છે. આમ JSLL પોતાના સ્પર્ધકો કરતાં 5 ગણું વધુ ભાવ વસૂલે છે અને લગભગ 90 ટકા ગ્રોસ માજિન મેળવી શકે છે.
કંપનીના આ સેગમેન્ટના બિઝનેસ મોડેલને વધુ મોટા સ્તર સુધી લઈ જઈ શકાય તેમ છે. આ મોડેલમાં કંપનીએ નવી એસેટ્સ-અસ્ક્યામત વસાવવા માટે મોટ ખર્ચ કરવો પડે તેમ નથી. છતાં કંપનીની આવકમાં સંગીન વધારો થઈ શકે તેમ છે. આમ કંપની પાસે મિક્સ ગ્રોથ મોડેલ છે. તેનાથી કંપનીના આવકના સ્રોતમાં વધારો થશે. તેમ જ માર્જિનનું લેવલ પણ ખાસ્સું ઊંચું રહેશે. કંપનીનો ઓવર ધ કાઉન્ટર બિઝનેસ મજબૂત રીતે આગળ વધી રહ્યો છે. તેમાં કંપનીના વેરા પછીના નફાનું ધોરણ 18થી 20 ટકા જેટલું રહેવાની ધારણા બાંધવામાં આવી રહી છે. કંપનીના ઓનલાઈન માર્કેટિંગ અને ઓવર ધ કાઉન્ટરના ક્ષેત્રમાં આગળ વધવા માટે કરવામાં આવેલી પહેલને પરિણામે કંપનીના ટર્નઓવરમાં રૂ. 300થી 500 કરોડનો વધારો થઈ જવાની સંભાવના છે.
કંપનીની આવકની વાત કરવામાં આવે તો 2024માં રૂ. 320 કરોડની આવક હતી. 2025માં આવક વધીને રૂ. 470 કરોડની થવાનો અંદાજ છે. કંપનીની આવક 2026માં રૂ. 700 કરોડ અને 2028માં રૂ. 1510 કરોડને આંબી જાય તેવી સંભાવના છે. વાર્ષિક ધોરણે કંપનીની આવકમાં ઉપરોક્ત ચાર વર્ષના સમય ગાળામાં અનુક્રમે 58.2 ટકા, 44.5 ટકા, 49.1 ટકા, 57.7 ટકા અને 36.8 ટકાનો વધારો થવાની સંભાવના છે.આવકવેરા, વ્યાજ અને ઘસારા ખર્ચ તથા એમોર્ટાઈઝેશન પહેલા કંપનીનો એબેટા 0.9, 1.4, 2.3. 3.7 અને 5.3નો રહેવાનો અંદાજ છે. કંપનીની શેરદીઠ કમાણી ઉપરક્ત સમયગાળામાં વધુને અનુક્રમે 2024થી 2028ના ગાળામાં અનુક્રમે રૂ. 5.6, 7.2, 13.8, 22.8 અને 32.2ની થવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. આ સમયગાળામાં કંપનીની રિટર્ન ઓન ઇક્વિટી 43.5 ટકા, 38.3 ટકા, 52.7 ટકા, 58.5 ટકા અને 52.8 ટકાની રહેવાનો અંદાજ છે. તેમ જ રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોઈડ પણ અનુક્રમે 55.1 ટકા, 46.8 ટકા, 66.4 ટકા, 75.1 ટકા અને 67.9 ટકાનો રહેવાનો અંદાજ છે. આ ગાળામાં કંપનીનો પીઈ મલ્ટીપલ 141.3 ગણો, 109.6 ગણો, 57.0 ગણો, 34.5 ગણો અને 24.4 ગણો રહેવાની ધારણા છે.
કંપનીના પ્રમોટરના શેરહોલ્ડિંગની વાત કરવામાં આવે તો સપ્ટેમ્બર 2025ના અંતે 63.61 ટકા, જૂન 2025ના અંતે 63.53 ટકા અને માર્ચ 2025ના અંતે 63.53 ટકા હતું. કંપનીમાં એફઆઈઆઈનું ઇન્વેસ્ટમેન્ટ પણ વધી રહ્યું ચે. માર્ચ 2025માં એફઆઈઆઈનું હોલ્ડિંગ 5.95 ટકા હતું તે સપ્ટેમ્બર 2025માં વધીને 6.59 ટકા થયું છે. તમામ નિર્દેશકોને જોતાં કંપની આગામી મહિનાઓમાં મજબૂત વિકાસ કરે તેવી સંભાવના છે.



