• 8 October, 2025 - 9:07 PM

ચાલનારા માટે ફૂટપાથ ખાલી રાખવી ફરજિયાતઃ GRSA

  • ફૂટપાથ પર ફેરિયાઓ ન બેઠાં હોવા જોઈએ, ફૂટપાથ પર વાહનો પાર્ક ન કરેલા જોવા જોઈએ
  • હિટ એન્ડ રનનો ભોગ બનેલા લોકોમાંથી 64 ટકા લોકોને હજી સુધી વળતર મળ્યું જ નથી

ગુજરાત રોડ સેફ્ટી ઓથરિટીએ (GRSA)રાજ્યના દરેક રસ્તાઓ પરની ફૂટપાથ ચાલનારાઓ(Foothpath walkers) માટે અનામત રાખવાની વ્યવસ્થા કરવાનો આદેશ આપ્યો છે. ફૂટપાથ પર ફેરિયાઓ અડ્ડો જમાવીને બેસી ન જાય (Remove vendors)તેના પર ચુસ્ત નજર રાખવાની સૂચના આપી દેવામાં આવી છે. નાગરિકોની સલામતી માટે અને સરળતાથી રસ્તા પર સામાન્ય નાગરિકો અને સિનિયર સિટીઝન્સ કે સુપર સિનિયર સિટીઝન્સ હરીફરી શકે તે માટે પણ આ સુવિધા ઊભી કરવી જરૂરી છે.

ગુજરાતની તમામ અર્બન લોકલ બોડી એટલે કે મહાનગર પાલિકા, નગરપાલિકા અને ગ્રામીણ સ્તરની સંસ્થાઓને (Urban local bodies)ફૂટપાથ પર અન્ય કોઈ વસ્તુઓ કે ફેરિયાઓ અડ્ડો ન જમાવી લે તેની તકેદારી રાખવાની સૂચના ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીએ આપી દીધી છે. તેની સાથે જ રસ્તાઓ પરના હિટ એન્ડ રનના કેસો (Hit and run cases)નિયંત્રણમાં આવ તે માટે સરકાર તરફથી પણ પગલાં લેવામાં આવે તે જરૂરી હોવાનું ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી માને છે. તેને માટે ફૂટપાથ પર ફેરિયાઓ ન બેઠાં હોવા જોઈએ. ફૂટપાથ પર વાહનો પાર્ક ન કરેલા જોવા જોઈએ.(No vedors, NO parking of foothpaths)

ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીનું માનવું છે કે રસ્તાઓ પર થતાં અકસ્માત માટે પણ ફૂટપાથ પર થતાં એન્ક્રોચમેન્ટ જવાબદાર છે. ચાલીને જનારાઓ ખોટી રીતે મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. હિટ એન્ડ રનનો ભોગ બનાનારાઓને વળતર આપવા માટેની માત્ર 36 ટકા ફાઈલ જ અત્યાર સુધીમાં ક્લિયર થઈ છે. હિટ એન્ડ રનનો ભોગ બનેલા 64 ટકા લોકોને હજી સુધી વળતર મળ્યું જ નથી.(Pending compensation in Hit and run cases) ગુજરાત સરકાર તેમને વળતર અપાવવાની પ્રક્રિયાને ઝડપી બનાવે તે જરૂરી છે. તેથી જ ફૂટપાથ પરના એન્ક્રોચમેન્ટને દૂર કરવા કે ફૂટપાથ પરના અવરોધો દૂર કરવા અનિવાર્ય બની ગયા છે. પદાતિઓ નિશ્ચિંત થઈને તેના પર ચાલી શકવા જોઈએ. ઇન્ડિયન રોડ કોન્ગ્રેસે પણ ફૂટપાથ પદાતિઓ સરળતાથી ચાલી શકે તે માટે ખાલી રાખવા જણાવ્યું જ છે.

Read Previous

ગુજરાતમાં ખરીફ પાકનું વાવેતર: જુવાર, મકાઈ,લીલા ચણાનું વાવેતર ઘટ્યું, મગફળી બાજરી, કઠોળનું વધ્યું

Read Next

જીઆઈડીસીના ઔદ્યોગિક એકમો પાસેથી ગ્રામ પંચાયતો પ્રોપર્ટી ટેક્સ માગી શકે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular