લાર્સન એન્ડ ટુબ્રોની ઓર્ડર બુકમાં રૂ. 1 લાખ કરોડનો વધારો થતાં શેરના ભાવ ઊંચા જવાની સંભાવના
લાર્સન એન્ડ ટુબ્રોના શેરના ભાવમાં તગડો ઊછાળો જોવા મળી શકે
ભારતમાં એરપોર્ટથી લઈને મેટ્રો સુધીના પ્રોજેક્ટ્સમાં લાર્સન એન્ડ ટુબ્રો (L&T) દાયકાઓથી એક વિશ્વસનીય નામ રહ્યું છે. મધ્યમ કદના કોન્ટ્રાક્ટરથી એન્જિનિયરિંગ દિગ્ગજ સુધી પહોંચવાની કંપનીની સફરની ગતિ તેજ થઈ શકે છે. રેલવે વિકાસ નિગમ લિમિટેડ(RVNL)એ લાર્સન એન્ડ ટુબ્રોને મોટો એટલે કે અંદાજે રૂ. 1 લાખ કરોડનો ઓર્ડર આપ્યો છે. એક સમયે માત્ર ભારતીય રેલ્વે માટે પ્રોજેક્ટ્સના કામ લેનારા લાર્સન એન્ડ ટુબ્રો હવે મેટ્રો, હાઇવે, બંદર કનેક્ટિવિટી અને ટેલિકોમ ફાઇબર જેવા ક્ષેત્રોમાં ઝડપથી કામ કાજ વિસ્તારી રહ્યું છે. વિસ્તરી રહ્યું છે. તેનું ઓર્ડર બુક હવે 1 લાખ કરોડ રૂપિયા પાર કરી ગયું છે. તેની વાર્ષિક આવક કરતાં ચાર ગણું વધુ છે. તેની કુલ ઓર્ડર બુક રૂ. 6.12 લાખ કરોડની થઈ છે.
લાંબા સમય સુધી RVNLને મંત્રાલય તરફથી મળેલા પ્રોજેક્ટ્સ જ અમલમાં મૂકવાનું કામ ચાલશે. છેલ્લા પાંચ વર્ષથી લાર્સન એન્ડ ટુબ્રોએ ખુલ્લા ટેન્ડર ભરીને સ્પર્ધા કરવાની શરૂઆત કરી છે. લાર્સન એન્ડ ટુબ્રોની અત્યારની ઓર્ડર બુકમાં 50 ટકાથી વધુ પ્રોજેક્ટ્સ સ્પર્ધાત્મક બોલીમાં ભાગ લઈને મેળવેલા છે. સામાન્ય રીતે 12થી 13 ટકાના માર્જિનવાળા કામકાજ સ્વીકરતી લાર્સન એન્ડ ટુબ્રોએ 5થી 6 ટકાના માર્જિનવાળા પ્રોજેક્ટ પણ લેવા માંડ્યા છે.
કંપનીની પ્રતિષ્ઠા અને કાર્યક્ષમતા જોતાં કંપનીને EPC (એન્જિનિયરિંગ, પ્રોક્યુરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન)ના નવા કામ પણ મળવાની સંભાવના વધી ગઈ છે.
આવનારા દિવસોમાં મેટ્રો રેલ, સોલાર પાવર પ્લાન્ટ, આંતરરાષ્ટ્રીય EPC અને જૉઇન્ટ વેન્ચર પ્રોજેક્ટ્સ RVNLને વધુ ઊંચી માર્જિન આપશે એવી ધારણા છે. વંદે ભારત સ્લીપર ટ્રેન પ્રોજેક્ટ આગામી પાંચ વર્ષ દરમિયાન કંપનીને મોટું માર્જિન અપાવી શકે છે. કારણ કે કંપનીએ હવે માત્ર ડબલ લાઇનિંગ કે ઇલેક્ટ્રિફિકેશન પ્રોજેક્ટ્સ પૂરતી સીમિત નથી. તેણે અર્બન મેટ્રો અને મલ્ટી-મોડલ કરિડોર જેવા જટિલ પ્રોજેક્ટ્સ હાથ ધર્યા છે. ડિઝાઇન ક્ષમતા વધારી છે, જૉઇન્ટ વેન્ચર બનાવ્યા છે અને પ્રોજેક્ટ મોનિટરિંગ સિસ્ટમને મજબૂત બનાવી છે.
RVNL હવે આંતરરાષ્ટ્રીય EPC પ્રોજેક્ટ્સ તરફ પણ નજર ગડાવી રહ્યું છે. આ વર્ષે તે રૂ. 30,000–35,000 કરોડના વિદેશી પ્રોજેક્ટ્સ માટે ટેન્ડર કરવાની તૈયારીમાં છે, જેમાં 15–20% સુધીના માર્જિન મળી શકે છે. લાર્સન એન્ડ ટુબ્રો પાસે અત્યારે આંતરરાષ્ટ્રીય ઓર્ડર બુક રૂ. 4,000 કરોડની છે. આ ઓર્ડર બુકમાં પણ ખાસ્સો વધારો થઈ શકે છે.
L & Tના શેરનો ભાવ રૂ. 4350નું મથાળું બતાવે
તગડી ઓર્ડર બુક અને સારા પરફોર્મન્સને કારણે એનએસઈ-નેશનલ સ્ટોક એક્સચેન્જમાં લાર્સન એન્ડ ટુબ્રોના શેરનો ભાવ ત્રીજી ઓક્ટોબરે રૂ. રૂ. 3742.90 પર બંધ રહ્યો હતો. બજારની સ્થિતિ લાર્સન એન્ડ ટુબ્રોના શેર માટે અત્યારે અનુકૂળ છે. ચોથી ઓક્ટોબરની સ્થિતિએ કંપનીની4 ઓર્ડર બુક(ORDER BOOK) વધીને રા. 6,12,800ની થઈ ગઈ છે. તેથી કંપનીની આગામી વરસોમાં આવક વધશે, માર્જિન વધશે અને નફાકારકતા ઊંચે જશે. તેની સીધી અસર હેઠળ શેરના ભાવમાં પણ વધારો જોવા મળશે. કંપનીનું પરફોર્મન્સ સાતત્ય પૂર્ણ રહ્યું છે. કંપની તેના શેરહોલ્ડર્સને સારામાં સારુ ડિવિડંડ(DIVIDENT GIVING COMPANY) પણ આપી રહી છે. કંપનીનું મેનેજમેન્ટ મજબૂત હોવાથી પરફોર્મન્સ સુધરશે. તેથી રોકાણકારો માટે એક આકર્ષક સ્ક્રિપ છે. ટેકનિકલ એનાલિસ્ટનું કહેવું છે કે લાર્સન એન્ડ ટુબ્રોના શેરનો ભાવ રૂ. 4340થી ઉપરનું મથાળું બનવી શકે છે. આમ તેમાં અંદાજે 15 ટકાથી વધારેનો વધારો આવી શકે છે. આ એક માત્ર સંભાવના છે. તેને નિશ્ચિત ગણીને રોકાણ કરવું નહિ. પહેલી ઓક્ટોબર પછી લાર્સન એન્ડ ટુબ્રોના શેરમાં તેજીની ચાલ જોવા મળી રહી છે. એફએન્ડઓના સેગમેન્ટમાં પણ લાર્સન એન્ડ ટુબ્રોના શેરમાં ઓપન ઇન્ટરેસ્ટ વધી રહ્યો છે. ચોથી ઓક્ટોબરે તેના શેરનો ભાવ રૂ. 3752.60નો નોંધાયો હતો.