શેરબજારના રોકાણકારો હવે જાહેર ક્ષેત્રની ત્રણ બેન્કના શેરબજારના પરફોર્મન્સ પર નજર રાખે, નફો લણવાની સારી તક
શેરબજારના રોકાણકારો હવે જાહેર ક્ષેત્રની ત્રણ બેન્કના શેરબજારના પરફોર્મન્સ પર નજર રાખે, નફો લણવાની સારી તક
- કેનેરા બેન્ક, બેન્ક ઓફ બરોડા અને પંજાબ નેશનલ બેન્કના સુધરી રહેલા નાણાંકીય પરફોર્મન્સની અસર તેમના શેર્સના ભાવ પર જોવા મળી શકે
- વર્તમાન ભાવથી જાહેર ક્ષેત્રની ત્રણ બેન્કના શેર્સમાં ઇન્વસ્ટ કરીને કમાણી કરવાની તક શેરબજારના રોકાણકારો ઝડપી શકે છે
અમદાવાદઃ સરકારી બેન્કો-PSBsના પરફોર્મન્સમાં છેલ્લા દસ વર્ષમાં મજબૂત સુધારો જોવા મળ્યો છે. છતાં પણ હજુ પણ તેના શેર્સના ભાવ નીચી સપાટીએ પડ્યા છે. આ બેન્કોના આર્થિક પરફોર્મન્સમાં જરાય સુધારો જ ન થયો હોય તે રીતે તેના શેર્સના ભાવ વધતા નથી. 2024-25માં જાહેર ક્ષેત્રની બેન્કોએ મળીને કુલ રૂ. 1.80 લાખ કરોડનો વિક્રમ સર્જક નફો કર્યો છે. એસેટ ક્વોલિટી સારી છે. ક્રેડિટ આપવા માટેનો ખર્ચ ઓછો છે.
પબ્લિક સેક્ટરની બેન્કો ભૂતકાળમાં લોન લેવામાં આવેલી ભયંકર તેજી દરમિયાન ગંભીર મુશ્કેલીમાં હતી, કારણ કે બેન્કોએ ફસાયેલી મૂડીને બેડ લોન તરીકે સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. પરંતુ જ્યારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ તેમને ફસાયેલી મૂડી સામે નફામાંથી જોગવાઈ કરી દેવા અને સરવૈયાના ક્લિયર રાખવાની ફરજ પાડી હતી. આ તબક્કે બેન્કો પણ એનપીએને કારણે કેટલું દબાણ આવે છે તેનો સ્પષ્ટ અંદાજ આવ્યો હતો. 31 માર્ચ, 2018 સુધી, બેંકોના NPA (નૉન-પરફોર્મિંગ એસેટ્સ) રૂ. 10.4 લાખ કરોડ હતા. તેમાંથી રૂ. 9 લાખ કરોડ માત્ર ને માત્ર જાહેર ક્ષેત્રની બેન્કોના હતા.
બેન્કોના સરવૈયાને ચોખ્ખા કરી દેવા માટે ભારત સરકારે રૂ. 2.1 લાખ કરોડની નવી મૂડીનો બેન્કોમાં ઉમેરો કર્યો હતો. તેની સામે બાકી મૂડીને રાઈટ ઓફ કરવાનું વલણ અપનાવીને સમગ્ર સરવૈયાને બદલી નાખ્યું હતું. ત્યારથી બેન્કિંગ ક્ષેત્રની NPA 59 ટકા ઓછી થઈ છે. આજે એટલે કે 31મી માર્ચ 2025ની સ્થિતિએ એનપીએ ઘટીને રૂ. 4.3 લાખ કરોડ થઈ ગઈ છે, એમ ઇન્ડિયન બેન્કિંગ એસોસિયેશનના આંકડાંઓ દર્શાવે છે. આ રીતે જાહેર ક્ષેત્રની બેન્કના સરવૈયા બદલાયા છે અને નોન પરફોર્મિંગ એસેટ્સ સામે નફો એડજસ્ટ કરી દેવાના દબાણમાંથી જાહેરા ક્ષેત્રની બેન્કો બહાર આવી રહી છે. જાહેર ક્ષેત્રની બેન્કોએ 2024-25માં લગભગ રૂ. 1.8 લાખ કરોડનો વિક્રમ સર્જક નફો કર્યો હતા. બેન્કોએ ધિરાણ આપવાના ખર્ચમાં ઘટાડો કર્યો અને તેની એસેટ ક્વોલિટી સારી રહી હોવાથી આ શક્ય બન્યું છે. આમ જાહેરક્ષેત્રની બેન્કોની નેટ NPA ઘટીને 0.5 ટકા પર આવી ગઈ હતી. તેથી શેરબજારમાં બેન્કિંગ શેર્સની બોલબાલા વધી રહી છે.
નિફ્ટી બેન્ક ઇન્ડેક્સે 29 ટકા વળતર આપ્યું
Nifty PSU Bank Indexએ છેલ્લા એક જ વર્ષમાં રોકાણકારોને 29 ટકા રિટર્ન આપ્યું છે. જે Nifty 50એ આપેલા 10.5 ટકા, Nifty Private Bankના 14.4 ટકા અને Nifty Bankના 16.2 ટકા રિટર્ન કરતાં લગભગ બમણુ છે. જાહેર ક્ષેત્રની બેન્કના શેર્સના વાસ્તવિક વેલ્યુએશન સમજવા માટે પ્રાઇસ-ટુ-બુક મલ્ટિપલ પર ધ્યાન આપવામાં આવ્યું છે. પ્રાઈસ ટુ બુક મલ્ટીપલ બેંકોની તુલના માટે સૌથી અસરકારક માપદંડ હોવાનું સ્વીકારવામાં આવે છે. તેને આધારે જાહેર ક્ષેત્રની ત્રણ બેન્કોને શોર્ટ લિસ્ટ કરવામાં આવી છે. આ ત્રણ બેન્કના નાણાંકીય પરફોર્મન્સની તુલનાએ તેના શેર્સના ભાવ ખાસ્સા નીચા જણાય છે. જાહેર ક્ષેત્રની આ ત્રણ બેન્કમાં સૌથી પહેલી બેન્ક ઓફ બરોડા છે.
બેન્ક ઓફ બરોડા
બેન્ક ઓફ બરોડા-BoB માર્કેટ કેપ-બજાર મૂડીકરણને આધારે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા પછી બીજી સૌથી મોટી બેંક છે. બેન્કનું ટેકનોલોજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર 16,574 ડિજિટલ ટચપોઇન્ટ્સ ધરાવે છે. તેમાં 9,497 ATM, 48 ડિજિટલ બેન્કિંગ સર્વિસિસ, 18 ડિજિટલ સર્વિસ આઉટલેટ્સ, અને 5,041 સેલ્ફ-સર્વિસ પાસબુક કિયોસ્ક્સનો સમાવેસ થાય છે.
ડિજિટલ સ્ટ્રેન્થ ગ્રાહકોની સંખ્યા વધારવામાં મદદ કરે છે. બેન્કો ઓફ બરોડા ડિજિટલ ટ્રાન્ઝેક્શન સેગમેન્ટમાં મહત્વનો બજાર હિસ્સો-માર્કેટ શેર ધરાવે છે. તેમ જ ડેબિટ કાર્ડ ઈશ્યૂ કરવામાં બીજું સ્થાન ધાવે છે. તદુપરાંત UPI રેમિટન્સ અને IMPS બેનેફિશિયરીઝમાં ત્રીજું, સ્થાન ધરાવે છે. ડિજિટલ ચેનલ્સની મદદથી 99 ટકા નવા સેવિંગ્સ એકાઉન્ટના ગ્રાહકો મેળવવામાં આવી રહ્યા છે. 96 ટકા નવા સેલ્ફ-હેલ્પ ગ્રુપ ગ્રાહકો ઓનલાઈન મેળવામાં આવે છે. આમ ડિજિટલ મજબૂતી વત્તા બિઝનેસ સ્કેલનું વિસ્તરણ બેન્ક ઓફ બરોડાને અન્ય બેન્કોની તુલનાએ મોટી સરસાઈ અપાવે છે. સપ્ટેમ્બર 2025 સુધીમાં BoBનાં ગ્લોબલ ગ્રોસ બિઝનેસમાં 10.5 ટકાનો વધારો થયો છે. તેનો ગ્લોબલ ગ્રોસ બિઝને રૂ. 27.8 લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. તેમાંથી રૂ. 23.2 લાખ કરોડનો બિઝનેસ ભારતમાં અને બાકીનો બિઝનેસ વિદેશમાં થયો છે.
ગ્લોબલ ડિપોઝિટમાં વધારો
બેન્ક ઓફ બરોડાની ગ્લોબલ ડિપોઝિટ્સ 9.3 ટકા વધીને રૂ. 15 લાખ કરોડની થઈ છે. તેની સામે ધિરાણ એટલે કે એડવાન્સિસ 11.9 ટકા વધીને રૂ. 12.8 લાખ કરોડ પર પહોંચ્યું છે. આમ બેન્ક ઓફ બરોડાની ડિપોઝિટ્સ અને એડવાન્સિસમાં વ્યાપક વૃદ્ધિ થઈ છે. નાણાંકીય વર્ષ 2025-25ના બીજા ત્રિમાસિક ગાળાને અંતે એટલે કે સપ્ટેમ્બર 2025ના અંતે થાપણો-ડિપોઝિટ્સ 9.7 ટકા વધીને રૂ.12.7 લાખ કરોડની થઈ છે. કરન્ટ એકાઉન્ટ સેવિગ્સ એકાઉન્ટનો રેશિયો એટલે કે CASA રેશિયો 1.10 ટકા ઘટીને 38.4 ટકા થયો છે. બેન્કના ધિરાણની વાત કરીએ તો ગ્રોસ ડોમેસ્ટિક એડવાન્સિસ 11.5 ટકા વધીને રૂ.10.5 લાખ કરોડ સુધી પહોંચ્યું છે. બેન્ક દ્વારા ઘર માટે આપવામાં આવતી લોનમાં 17.6 ટકાનો, વાહન લોનમાં16.5 ટકાનો, પર્સનલ લોનમાં 18.6 ટકાનો અને મોર્ટગેજ લોનમાં 19.8 ટકાનો વધારો થયો છે.
બેન્ક ઓફ બરોડાના આર્થિક પરિણામો
બેન્ક ઓફ બરોડાનું આર્થિક પરફોર્મન્સ મસ્ત રહ્યું છે. 2025-26ના બીજા ત્રિમાસિક ગાળાને અંતે બેન્કની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ-વ્યાજની ચોખ્ખી આવક-NII 2.7 ટકા વધીને રૂ. 119.5 ભજ થઈ છે. તેમ જ ઇન્ટરેસ્ટ ઇન્કમ 4.1 ટકા વધીને રૂ. 315.1 અબજ સુધી પહોંચી છે. તેની સામે વ્યાજ ખર્ચ 4.9 ટકા વધીને રૂ. 195.6 અબજ સુધી પહોંચ્યો છે. વ્યાજ દરમાં ઘટાડા બાદ લોનનાં ચુકવણીઓ વધવાને કારણે ઇન્ટરેસ્ટ ઇન્કમ ઘટી છે અને તેની અસર ચોખ્ખી વ્યાજની આવક પર-NII પર પડી છે. પરિણામે બેન્ક ઓફ બરોડાનું નેટ ઇન્ટરેસ્ટ માર્જિન-NIM 15 બેઝિસ પોઈન્ટ એટલે કે 0.15 ટકા ઘટીને 2.9 ટકા થયું છે. બેન્ક ઓફ બરોડાની એસેટ ક્વોલિટી સતત સુધરી રહી છે. ગ્રોસ NPA (GNPA) 0.34 ટકા એટલે કે 34 bps-બેઝિસ પોઈન્ટ ઘટીને 2.2 ટકા થઈ છે. તેમ જ નેટ NPA 3 bps ઘટીને 0.6 ટકા થઈ છે. બેન્ક ઓફ બરોડાનો રિટર્ન ઓ એસેટ્સ-ROA (Return on Assets) 1.1 ટકા રહ્યો છે.
હવે બેન્ક ઓફ બરોડા 2026-27ના નાણાંકીય વર્ષમાં ધિરાણમાં-એડવાન્સિસમાં 11થી 13 ટકાનો વૃદ્ધિદર હાંસલ કરવાનો લક્ષ્ય ધરાવે છે. તેમાંય ખાસ કરીને રિટેલ બુકમાં 18થી 20 ટકાની વૃદ્ધિની અપેક્ષા બેન્ક ઓફ બરોડા રાખી રહી છે. બેન્કનું મેનેજમેન્ટ આ લક્ષ્ય સુધી પહોંચી જવાનો આત્મવિશ્વાસ ધરાવે છે. આ રહ્યા તેના કારણો. એક રૂ. 400 લોન માટે મંજૂર થઈ ગયેલા છે. પરંતુ હજી સુધી તે લોન પેટે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યા નથી. બીજું, રૂ. 250 અબજની લોન પ્રોસેસ હેઠળ છે. પાઇપલાઇનમાં છે. ત્રીજું, બેન્ક ઓફ બરોડાના નેટ ઇન્ટરેસ્ટ માર્જિન NIM 2025-26ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં સ્થિર રહેવાની અપેક્ષા છે. આ ગાળામાં એસેટ રીપ્રાઇસિંગનો સંપૂર્ણ અસર જોવા મળી શકે છે. ચોથી 2025-26ના ચોથા ત્રિમાસિક ગાળામાં રિપ્રાઇસિંગની અસર વદુ મજબૂત રીતે જોવા મળી શકે છે. 2025-26ના અંતે બેન્ક ઓફ બરોડાના નેટ ઇન્ટરેસ્ટ માર્જિન-NIM 2.9થી 3 ટકા રહેવાની ધારણા છે. પરિણામે બેન્ક ઓફ બરોડાના શેર્સના માર્કેટ પ્રાઈસમાં ખાસ્સો સુધારો જોવા મળી શકે છે.
પંજાબ નેશનલ બેંક
ભારતની ત્રીજા ક્રમને સૌથી મોટી સરકારી બેન્કમાં પંજાબ નેશનલ બેન્કનો સમાવેશ થાય છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા-SBI અને Bank of Baroda પછીનું ત્રીજું સ્થાન પંજાબ નેશનલ બેન્ક ધરાવે છે. PNBનું ભૌતિક નેટવર્ક બહુ વિશાળ છે: પંજાબ નેશનલ બેન્ક-પીએનબી 10,228 બ્રાંચનું નેટવર્ક ધરાવે છે. તેની પાસે 11,187 ATMનું નેટવર્ક મોજૂદ છે. સમગ્ર દેશમાં કુલ મળીને 32,278 બિઝનેસ કરસ્પૉન્ડન્ટ્સ સક્રિય છે. આમ કુલ મળી 53,693 ટચપોઇન્ટ્સ પીએનબી ધરાવે છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે જોઈએ તો PNBની બ્રાંચ દુબઈમાં છે, તેમજ લંડન, ભૂતાનમાં બેન્કનો પગ છે. તદુપરાંત મ્યાનમાર અને બાંગ્લાદેશમાં પ્રતિનિધિ ઓફિસ છે.
ડિપોઝિટ અને એડવાન્સિસમાં સ્થિર વૃદ્ધિ
સપ્ટેમ્બર 2025 સુધીમાં, PNBનું ગ્લોબલ ગ્રોસ બિઝનેસ રૂ. 27.8 લાખ કરોડનો થઈ ગયો છે. તેના ગ્લોબલ ગ્રોસ બિઝનેસમાં ગયા વર્ષની તુલનાએ 10.6 ટકાનો વધારો થયો છે. ભારતમાં તેનો કુલ બિઝનેસ રૂ. 26.8 લાખ કરોડને વળોટી ગયો છે. બાકીનો બિઝનેસ વિદેશી બજારોમાં કરી રહી છે. બીજીતરફ ગ્લોબલ ડિપોઝિટ્સ 10.9 ટકા વધીને રૂ. 16.2 લાખ કરોડની થઈ છે. તેમ જ એડવાન્સિસ-ધિરાણ 10.1 ટકા વધીને રૂ. 11.7 લાખ કરોડ થયા છે. પીએનબીનો CASA રેશિયો ઘટતાં ડિપોઝિટ મિક્સમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. પીએનબીની ઘરેલુ ડિપોઝિટ 10.4 ટકા વધીને રૂ. 15.6 લાખ કરોડની થઈ ગઈ છે. તેની સામે એડવાન્સિસ 10.5 ટકા વધીને રૂ. 11.2 લાખ કરોડ થયું છે. પીએનબીના કરંટ એકાઉન્ટ્સમાં 9 ટકાની વૃદ્ધિ થઈ છે. તેમ જ સેવિંગ્સ એકાઉન્ટ્સમાં 4.2 ટકાનો વધારો થયો છે. તેની સામે CASA રેશિયો 2.20 ટકા ઘટીને 37.3 ટકા થયો છે. તેની સાથે બેન્કની ક્રેડિટ-ધિરાણમાં પણ વધારો થયો છે. કોર્પોરેટ અને અન્ય કસ્ટમર્સને કરવામાં આવેલું ધિરાણ 43.2 ટકા વધીને રૂ. 4.8 લાખ કરોડ થયું છે. છૂટક ધિરાણ રિટેલ: 24.4 ટકા, કૃષિ ધિરાણ 16.5 ટકા, MSME-નાની, મધ્યમ કંપનીઓને આપવામાં આવતું ધિરાણ 16 ટકા વધ્યું છે. બેન્કની લોનમાં પણ વધારો થયો છે. છૂટક લોન-રિટેલ લોન 8.8 ટકા વધીને રૂ. 2.7 લાખ કરોડની થઈ છે. કૃષિ લોન 13 ટકા, MSME લોન 18.6 ટકા અને કોર્પોરેટ તથા અન્ય 7.9 ટકા વધી છે.
પીએનબીના માર્જિન પર પ્રેશર છે. પીએનબીની વ્યાજની આવક-ઇન્ટરેસ્ટ ઇન્કમ વધી હોવા છતાં NII-વ્યાજની ચોખ્ખી આવક ઘટી છે. પીએનબીનાએડવાન્સિસમાં મજબૂત વૃદ્ધિ થઈ છે. તેથી તેની વ્યાજની આવક-ઇન્ટરેસ્ટ ઇન્કમ 6.7 ટકા વધીને રૂ. 31.8 અબજની થઈ છે. તેની સામે બેન્કનો વ્યાજ ખર્ચ- ઇન્ટરેસ્ટ એક્સપેન્ડિંચર 10.6 ટકા વધીને રૂ. 21.4 અબજને આંબી ગયો છે. બીજા શબ્દોમાં કહીએ તો વ્યાજની આવક રૂ. 31,400 કરોડ થઈ છે. તેની સામે વ્યાજનો ખર્ચ 21,400 કરોડનો થયો છે. પરિણામે પીએનબીની વ્યાજની ચોખ્ખી આવક-NII 0.5 ટકા ઘટીને રૂ.10.5 અબજ પર પહોંચી છે. પીએનબીના NIM 0.34 ટાકનો ઘટાડો થયો છે. નેટ ઇન્ટરેસ્ટ માર્જિન 2.7 ટકા થયો છે.
એસેટ ક્વોલિટીમાં સતત સુધારો
પીએનબીની ગ્રોસ NPA 103 bps-બેઝિસ પોઈન્ટ એટલે કે 1.03 ટકા ઘટીને 3.5 ટકા થઈ છે. પીએનબીની નેટ NPA 10 bps ઘટીને એટલે કે 0.10 ટકા ઘટીને 0.4 ટકા થઈ છે. પીએનબીનો સ્લિપેજ રેશિયો 0.71 ટકા જ છે. આમ નવી આપવામાં આવતી લોનમાં એનપીએ થવાનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. પીએનબીનો Provision Coverage Ratio-PCR 96.9 ટકા છે. આ રેશિયો અત્યાર સુધીનો ઊંચામાં ઊંચો રેશિયો છે. પ્રોવિઝન કવરેજ રેશિયો બેન્કની એનપીએ ઓછી કરવા માટે નફામાંથી કરવામાં આવેલી જોગવાઈનો નિર્દેશ આપે છે. બીજીતરફ ધિરાણ આપવાના ખર્ચની વાત કરીએ તો પીએનબીનો ક્રેડિટ કૉસ્ટ નેગેટિવ રહી છે. બીજા શબ્દોમાં કહીએ તો અગાઉ એનપીએ સામે કરવામાં આવેલી જોગવાઈ હવે રિવર્સ થવા માંડી છે. તેની સારી અસરો જોવા મળીરહી છે. કરવામાં આવેલ વધારાના પ્રાવધાનો હવે રિવર્સ થવા માંડ્યા છે.
પીએનબીનો ચોખ્ખો નફો-નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે તુલના કરીએ તો તેમાં 14 ટકાનો વધારો થયો છે. ચોખ્નો નફો રૂ. 49 બિલિયન એટલે કે રૂ. 4900 કરોડનો થયો છે. પીએનબીના શેર્સની બુક વેલ્યુ પ્રતિ શેર 21 ટકા વધીને રૂ. 95.9 થઈ છે. તેમ જ રિટર્ન ઓન એસેટ-ROA 0.03 ટકા એટલે કે 3 bps વધીને 1.1 ટકા છે.
પ્રોફિટેબિલિટી ચક્ર બદલાયું
PNBને પ્રોફિટેબિલિટીમાં સુધારો થવાની અપેક્ષા છે. તેમાંય ખાસ કરીને NIMમાં શક્ય વધારો થવાની સંભાવના છે. (આગામી બે ક્વાર્ટરમાં નેટ ઇન્ટરેસ્ટ માર્જિનમાં 0.15 ટકા એટલે કે 15 bps સુધીનો સુધારો જોવા મળી શકે છે. આ ગાળામાં પીએનબીની ઓપરેટિંગ ક્ષમતા સુધરતી રહે તેવી મજબૂત શક્યતા છે. ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં પીએનબીની 30થી 40 ટકા મુદતી થાપણો એટલે કે ટર્મ ડિપોઝિટ્સનું રીપ્રાઇસિંગ થશે. તેથી NIMમાં વધારો થઈ શકે છે. બીજીતરફ પીએનબીનો કેશ રિઝર્વ રેશિયો (CRR)માં થઈ રહેલો ઘટાડો પણ પીએનબીના વિસ્તરણમાં સહાય કરી શકે છે. 2025-26ના બીજા ત્રિમાસિક ગાળામાં એટલે કે સપ્ટેમ્બર 2025માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રિટર્ન ઓન એસેટ-ROA 1.05 ટકા સુધી પહોંચ્યો હતો. આ સુધરેલા NIMનો અને સતત ઓપરેશનલ કાર્યક્ષમતા થઈ રહેલા સુધારાનો નિર્દેશ આપે છે.
પીએનબીના મેનેજમેન્ટની ધારણા છે કે ત્રીજા ત્રિમાસિક ગાળાના અંત સુધીમાં રિટર્ન ઓ એસેટ-ROA 1.10 ટકા સુધી પહોંચી શકે છે. તેમ જ નાણાંકીય વર્ષ 2026-27માં રિટર્ન ઓન એસેટ 1.10 ટકાથી પણ આગળ જઈ શકે છે. પીએનબીની થાપણોમાં 2025-26માં 9થી 10 ટકાનો વધારો થવાની અપેક્ષા છે. આ વર્ષે પીએનબીનો CASA રેશિયો 38 ટકાથી પણ વધુ રહેવાની સંભાવના છે. કાસા રેશિયો ઊંચો હોય તેટલા પ્રમાણમાં બેન્કની લૉ કોસ્ટ એટલે કે ઓછા વ્યાજનીચૂકવણીની ડિપોઝિટ્સમાં વધારો થાય છે. બીજીતરફ 2025-26ના અંત સુધીમાં પીએનબીની GNPA-ગ્રોસ એનપીએ-કુલ ફસાયેલી મૂડી 3 ટકાથી નીચે રહેવાની અને ચોખ્ખી ફસાયેલી મૂડી-નેટ એનપીએ-NNPA 1 ટકાથી નીચે લાવી દેવાનો ટાર્ગેટ બેન્કે નક્કી કરેલો છે. સમગ્રતયા પંજાબ નેશનલ બેન્કના શેર્સના શેરબજારના પરફોર્મન્સમાં સુધારો જોવા મળી શકે છે.
ભારતની ચોથા ક્રમ જાહેર ક્ષેત્રની બેન્ક-કેનરા બેંક
સ્ટેટ બેન્ક, બેન્ક ઓફ બરોડા અને પંજાબ નેશનલ બેન્ક પછીના ચોથા ક્રમે ભારતની કેનરા બેન્ક આવે છે. સપ્ટેમ્બર 2025 સુધીમાં કેનેરા બેન્કની કુલ 9,948 બ્રાંચો છે. તેમાંથી 9,321 સામાન્ય બ્રાંચ છે. કેનેરા બેન્કની 627 વિશિષ્ટ બ્રાંચ પણ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ન્યૂયોર્ક, લંડન અને દુબઈમાં કેનરા બેન્કની બ્રાંચો છે. કેનેરા બેન્ક પાસે ફિઝિકલ નેટવર્ક ઉપરાંત ડિજિટલ નેટવર્ક પણ છે. આજે કેનેરા બેન્કના 7,405 ATM સક્રિય છે. તેમ જ 3,461 રિસાયકલર્સ મોજૂદ છે. કેનેરા બેન્કના 11,076 બિઝનેસ કરસ્પૉન્ડન્ટ પોઇન્ટ્સનો પણ તેમાં સમાવેશ થાય છે. કુલ બેંકિંગ આઉટલેટ્સ: 21,028 છે. કેનેરા બેન્કના કુલ બિઝનેસ પોઈન્ટ્સમાંથી 31 ટકા ગ્રામ્ય વિસ્તારમાં છે. તમ જ અર્ધશહેરી વિસ્તારોમાં 30 ટકા બિઝનેસ પોઈન્ટ્સ છે. દેશના શહેરીમાં તેના 19 ટકા બિઝનેસ પોઈન્ટ્સ છે. મેટ્રો શહેરમાં તેના 19 ટકા બિઝનેસ પોઈન્ટ્સ છે.
ડિપોઝિટ અને એડવાન્સિસમાં મજબૂત વૃદ્ધિ
વાર્ષિક ધોરણે તુલના કરવામાં આવે તો સપ્ટેમ્બર 2025 સુધીમાં કેનેરા બેન્કનો ગ્લોબલ બિઝનેસ 13.55 ટકાના વધારા સાથે રૂ.26.8 લાખ કરોડનો વળોટી ગયો છે. તેમાંથી 24.8 લાખ કરોડનો બિઝનેસ ભારતમાં અને 2.03 લાખ કરોડનો બિઝનેસ ભારતની બહારનો છે. કેનેરા બેન્કની ગ્લોબલ ડિપોઝિટ્સ 13.40 ટકા વધીને રૂ. 15.28 લાખ કરોડની થઈ છે. તેની સામે ગ્લોબલ એડવાન્સિસ 13.74 ટકા વધીને રૂ. 11.51 લાખ કરોડનું થયું છે. ભારતમાં એકત્રિત કરેલી થાપણો એટલે કે ઘરેલું ડિપોઝિટ્સ 12.62 ટકા વધીને રૂ.13.9 લાખ કરોડ થઈ છે. તેની સામે કાસા-
CASA ડિપોઝિટ્સ 10.53 ટકા વધી છે. ઘણા વર્ષો પછી કાસા ડિપોઝિટ્સમાં પ્રથમ વખત 10 ટકાથી વધારેની વૃદ્ધિ થઈ છે. આમ બેન્કનો કાસા-CASA રેશિયો 30.69 ટકાનો છે.
કેનેરા બેન્કના ધિરાણમાં વધારો
કેનેરા બેન્કના ધિરાણમાં વધારો થઈ રહ્યો છે. ભારતમાં જ આપવામાં આવેલું કુલ ધિરાણ-ગ્રોસ ડોમેસ્ટિક એડવાન્સિસ 13.34 ટકા વધીને રૂ. 10.81 લાખ કરોડનું થયું છે. આ વૃદ્ધિ મુખ્યત્વે RAM સેક્ટરમાં એટલે કે Retail, Agriculture, MSME સેક્ટરમાં થયેલું છે. તેમાં 16.94 ટકાનો વધારો થયો છે. કેનેરા બેન્કની એસેટ ક્વોલિટી પણ મજબૂત છે. ગ્રોસ NPA 1.38 ટકા ઘટીને 2.4 ટકા થઈ છે. તેની સામે નેટ NPA 0.45 ટકા ઘટીને 0.5 ટકા થઈ ગઈ છે.
રેટ કટ્સ-દરમાં ઘટાડો થતાં બેન્કની આવક પર અસર પડી શકે છે. પરંતુ પ્રોફિટેબિલિટી આગામાં મહિનાઓમાં સુધરશે. 2025-26ના નાણાંકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળાને અંતે કેનેરા બેન્કની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ-NII 1.9 ટકા ઘટીને રૂ. 91.4 અબજ એટલે કે 91,400 કરોડની થઈ છે. તેની સામે વ્યાજની કુલ આવક 6.07 ટકા વધીને રૂ. 315.4 બિલિયન એટલે કે રૂ. 31540 કરોડની થઈ છે. બીજીતરફ કેનેરા બેન્કનો કુલ વ્યાજ ખર્ચ 9.68 ટકા વધીને રૂ. 22400 કરોડનો થયો છે. NIIમાં ઘટાડો મુખ્યત્વે રિઝર્વ બેન્ક દ્વારા એટલે કે રેગ્યુલેટર દ્વારા 100 bps રેપો રેટમાં કટના તરત પડેલા પ્રભાવના કારણે થયો છે. રેપોરેટમાં એક ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. તેની બેંકની લોન બુક પર 45થી 46 ટકા જેટલી અસર પડી છે. છતાં કેનેરા બેન્કનો ચોખ્ખો નફો-નેટ પ્રોફિટ 18.9 ટકા વધીને રૂ.47.7 બિલિયન એટલે કે 47,700 કરોડનો થયો છે. તેની શેરદીઠ બુક વેલ્યુ રૂ.106.6 પ્રતિ શેર થઈ છે. તેમ જ રિટર્ન ઓન એસેસટ-ROA 1.1 ટકાનો રહ્યો છે.
2025-26 માટે નક્કી કરેલા 13 કી પરફોર્મન્સ ઇન્ડિકેટર-KPIમાંથી 11 બેંક પહેલેથી હાંસલ કરી ચૂકી છે. બેન્કને અપેક્ષા છે કે NIMમાં ચોથા ત્રિમાસિક ગાળા પછી સુધરવાની શરૂઆત થવા માંડશે.
વેલ્યુએશનની દ્રષ્ટિથી વાત કરવામાં આવે તો Nifty PSU Bank અને પ્રાઈવેટ બેંકો કરતાં ડિસ્કાઉન્ટ પર કેનેરા બેન્કના શેરનો ભાવ જોવા મળી રહ્યો છે. જાહેર ક્ષેત્રની ઉપરોક્ત ત્રણેય બેંકો 0.9 ગણા Price-to-Book નજીકના ભાવથી સ્ટોક માર્કેટમાં ટ્રેડ થઈ રહ્યા છે. આ મલ્ટિપલ્સ તેમની 10 વર્ષની મધ્યમ સપાટી કરતાં ઉપર છે, પરંતુ વિશાળ PSU બેંક સેક્ટરનાં 1.2× P/B કરતાં નીચે છે. વીતેલા દસ વર્ષમાં PSU બેંકના વેલ્યુએશન દબાયેલા રહ્યા છે. એનપીએની સમસ્યાને કારણએ વેલ્યુએશન દબાયેલા રહ્યા છે. કારણ કે તેમની પ્રોફિટેબિલિટી નબળી રહી હતી. હવે ધિરાણ આપવાનું વધી રહ્યું ચે. તેમ જ તેમ જ કમાણી થવાની તક સારી થઈ રહી છે. તેથી પ્રોફિટેબિલીટી-નફાકારતાને કારણે વેલ્યુએશન પર આવતું દબાણ ઘટી રહ્યું છે.



