• 9 October, 2025 - 3:24 AM

Mutual Fund ના રોકાણકારોને ITR ભરવામાં પડી રહી છે ભારે મુશ્કેલી, આ છે કારણ

ree

 

કોરોનાને કારણે વેપાર-ધંધાના ગણિતો ફરી જતા ઘણા લોકો કમાણી માટે શેરબજારમાં રોકાણ તરફ વળ્યા છે. શેરબજારમાં ઘણા લોકોએ સારી કમાણી પણ કરી છે. આ કારણે સરકારની તિજોરીમાં કરવેરાની આવકમાં વધારો થયો છે. શેરબજારમાં સીધું રોકાણ કરીને લેવડ-દેવડ કરવી જોખમી હોવાથી ઘણા રોકાણકારો મ્યુચ્યુઅલ ફંડ થકી સ્ટોક માર્કેટમાં ઈન્વેસ્ટ કરે છે. તેમાં ફંડના મેનેજરો રોકાણકારો વતી શેરબજારમાં રોકાણ કરે છે અને હોલ્ડરોને તેમાંથી નફો કે નુકસાન મળે છે. તેમાંય જે રોકાણકારો એકસામટા રૂપિયા નથી રોકી શકતા તે અને પગારદારો SIP મારફતે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરે છે. હવે SIPમાં રોકાણ કરતા લોકોને આ વર્ષનું આવકવેરાનું રિટર્ન ITR ભરવામાં મુશ્કેલી પડી રહી છે.

 

આકારણી વર્ષ 2019-2020થી આવકવેરાની કલમ 112A મુજબ લોંગ ટર્મ કેપિટલ ગેઈન LTCG ઉપર 1 લાખથી વધુ ગેઈન હોય તો 10 ટકા ટેક્સ ભરવો પડે છે. આ ઉપરાંત ITRમાં સ્ક્રિપનું નામ, ISIN કોડ, રોકાણની તારીખ, રોકાણનું મૂલ્ય, વેચાણનું મૂલ્ય વગેરે માંગવામાં આવે છે. ઈક્વિટીના રોકાણકારો માટે આ વિગતો આપવી શક્ય છે પણ મ્યુચ્યુઅલ ફંડ અને ખાસ કરીને SIPના કેસમાંથી રિડમ્પશન કરવામાં આવે તો તેના માટે ઘણી મોટી કવાયત કરવી પડે છે. SIPના દરેક રિડમ્પશનમાં અલગ વિગત ભરવી માથાનો દુઃખાવો છે.

 
 
ree

પ્રમોદ પોપટ – Tax Consultant

 

ઉદાહરણ આપીને સમજીએ. તમે 10 વર્ષ માટે ઈક્વિટી-ઓરિયન્ટેડ SIP કરી હોય તો 11મા વર્ષે રિડેમ્પશન વખતે 120 હપ્તા થાય. 10 જુદા જુદા ફંડમાં રોકાણ થયું હોય તો 1200 વિગતો ITRની સાત કોલમમાં ભરવી પડે.

 

આ માટે કરદાતાને બે ઓપ્શન આપવામાં આવે છે.

 

1- એન્ટ્રી વિગત નાંખ્યા પછી ADD more કરી નવી એન્ટ્રી નાંખવી પડે.

 

2- Schedule 112A સ્પ્રેડ શીટમાં બનાવી CSV ફોર્મેટમાં ડાઉનલોડ કરવું પડે.

 
 
ree

 

રૂ. 1 લાખ સુધીનો લોંગ ટર્મ કેપિટલ ગેઈન કરમુક્ત હોવા છતાં આ બધી ગણતરી આપવી જ પડે છે. ધારો કે 1.60 લાખ રૂપિયાનો નફો થયો તો રૂ. 60,000 પર 10 ટકા પેટે રૂ. 6000 ટેક્સ માટે આટલી બધી એન્ટ્રી કરવી કરદાતાને અઘરી પડે છે. તેમાંય આ એન્ટ્રીની સરખામણી 1 નવેમ્બરથી શરૂ થયેલ AISની માહિતી સાથે કરવી પડશે. આમાં તો મ્યુચ્યુઅલ ફંડમાંથી થતી કમાણી કરતા તેને ITRમાં દર્શાવવાની કવાયત કરદાતાઓ માટે વધારે અઘરી થઈ જશે.

 

આવકવેરા ખાતાએ આ બાબતને તાકીદે ધ્યાનમાં લઈને જરૂરી સુધારા કરવા જોઈએ.

Read Previous

આજે NIFTY FUTUREમાં શું કરશો? | Stock Idea Of The Day

Read Next

રાલીઝ ઇન્ડિયાઃ દેવા મુક્ત કંપની સારા બિઝનેસ થકી તગડું રિટર્ન અપાવી શકે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular