અમેરિકાના પ્રમુખનો નવો $100,000 H-1B વીસા ફી એક્ઝિક્યુટિવ ઓર્ડર
H-1B વિઝા પર અમેરિકા જતાં ભારતીય નાગરિકોએ રૂ. 88 લાખની ફી ચૂકવવી પડશે
- ડોનાલ્ડ ટ્રમ્પના નવા જાહેરનામાને પરિણામે ભારતની આઈટી કંપનીઓ ઇન્ફોસિસ, ટીસીએસ, વિપ્રોની તકલીફમાં વધારો કરશે
અમેરિકાના પ્રમુખનો નવો $100,000 H-1B વીસા ફી એક્ઝિક્યુટિવ ઓર્ડર
H-1B વિઝા પર અમેરિકા જતાં ભારતીય નાગરિકોએ રૂ. 88 લાખની ફી ચૂકવવી પડશે
ડોનાલ્ડ ટ્રમ્પના નવા જાહેરનામાને પરિણામે ભારતની આઈટી કંપનીઓ ઇન્ફોસિસ, ટીસીએસ, વિપ્રોની તકલીફમાં વધારો કરશે
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,શનિવાર
અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના નવા એક્ઝિક્યુટિવ ઓર્ડર હેઠળ H-1B વીઝા પર અમેરિકા જવા ઇચ્છતા લોકો પાસેથી $100,000 (રૂ. 88 લાખ) ફી લાગુ કરવાનો નિર્ણય લીધો છે. 21 સપ્ટેમ્બર, 2025થી, યુ.એસ.ની બહારના દરેક H-1B કર્મચારી માટે નોકરીદાતાઓને દરેક પિટિશન પર એક લાખ અમેરિકી ડૉલરની ફી ચૂકવવી ફરજિયાત રહેશે. ડોનાલ્ડ ટ્રમ્પના નવા જાહેરનામાને પરિણામે ભારતની આઈટી કંપનીઓ ઇન્ફોસિસ, ટીસીએસ, વિપ્રોની તકલીફમાં વધારો કરશે
આ તોતિંગ ફી લગાવવા પાછળનો હેતુ અમેરિકામાં આઉટસોર્સિંગ-બહારથી માણસો લાવીને તેમની પાસેથી કામ કરાવવાની જોગવાઈનો દુરુપયોગ અટકાવવાનો છે. અમેરિકન નાગરિકોની નોકરીઓનું રક્ષણ કરવાનો છે. તેમ જ STEM-સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સના ક્ષેત્રમાં વધુ પગારદાર, ઉચ્ચ કુશળતાવાળા કામદારોને અમેરિકાન યુવાનોનો અગ્રક્રમ કે પ્રાથમિકતા આપવાનો છે. 19મી સપ્ટેમ્બરે મોડી સાંજે અમેરિકાના પ્રમુખે આ નવું જાહેરનામું બહાર પાડ્યું છે. તેના થકી એચ-1બી વિઝા પર આવનારા વિદેશી નાગરિકો પર મોટી બ્રેક લાગી જવાની શક્યતા છે.
ઈમિગ્રેશન અને નેશનાલિટી એક્ટની જોગવાઈ મુજબ નવું જાહેરનામું અમલમાં આવે તે તારીખથી 12 મહિના સુધી રહેશે. જાહેરનામાનો અમલ 21 સપ્ટેમ્બર, 2025ના વહેલી સવારે 12:01 વાગ્યાથી શરૂ થશે. અમેરિકા પ્રમુખના જાહેરાનામામાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકાની કંપનીઓ સસ્તાં વિદેશી કામદારો-પ્રોફેશનલ્સને નોકરી પર રાખવા માટે એચ-1બી વિઝાના પ્રોગ્રામનો દુરુપયોગ કરી રહ્યા છે. આ સસ્તાં વિદેશી પ્રોફેશનલ્સને રાખીને અમેરિકાના કુશળ કારીગરોને કાઢી મૂક્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પના ઓર્ડરમાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકાની કંપનીઓના પ્રસ્તુત વલણને પરિણામે અમેરિકના કમ્પ્યુટર સાયન્સ ગ્રેજ્યુએટ્સ થયેલા વિદ્યાર્થીઓમાં બેરોજગારી વધી રહી છે.
બીજું, H-1B ભરતીને કારણે મોટી સંખ્યામાં મૂળ અમેરિકન નાગરિકોની નોકરીમાંથી છટણીઓ થઈ છે. ડિફેન્સ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને પણ નોકરીમાંથી બદલીને ઓછા પગારે કામ કરતાં વિદેશીઓને લેવામાં આવી રહ્યા હોવાથી રાષ્ટ્રીય સુરક્ષા સામે જોખમ ઊભું થયું છે. તેથી જ નોકરીની દરેક પિટીશન પર 21 સપ્ટેમ્બર, 2025થી, યુ.એસ.ની બહારના દરેક H-1B કર્મચારી માટે નોકરીદાતાઓને દરેક પિટિશન પર એક લાખ અમેરિકી ડૉલરની ફી ચૂકવવી ફરજિયાત રહેશે. માત્ર અમેરિકાના રાષ્ટ્રીય હિત માટે જરૂરી ગણાતા કેસોમાં જ આ ફી વસૂલવામાંથી મુક્તિ આપવામાં આવશે.
આ સાથે જ અમેરિકાના પ્રમુખના નવા એક્ઝિક્યુટી ઓર્ડરને અમેરિકાના કુશળ કારીગરોના હિતમાં અમેરિકાની ઇમિગ્રેશન નીતિમાં નાટકીય ફેરફાર તરીકે જોવામાં આવી રહ્યો છે. પહેલા અમેરિકાના જ કેટલાક નોકરીદાતાઓએ અને હવે આખા ક્ષેત્રો દ્વારા વ્યાપકપણે અપનાવવામાં આવેલી પદ્ધતિઓનો ઉપયોગ કરીને H-1B કાયદા અને તેના નિયમોનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. અમેરિકાની કંપનીઓએ વિદેશથી કુશળ કારીગરોને નોકરીમાં રાખીને અમેરિકાની સરકારે મુકરર કરેલા વેતનના દરને અસરહીન બનાવી દબાવી દીધાં છે. તેથી અમેરિકાના યુવાનોને નોકરીના બજારમાં યોગ્ય પગાર મળતો નથી અને તેમને આર્થિક રીતે નુકસાન થઈ રહ્યું છે. આમ સર્વોત્તમ કુશળતાવાળા પ્રોફેશનલ્સને આકર્ષવા અને નોકરી પર રાખવા વધુ મુશ્કેલ બનાવી દેવામાં આવ્યું છે. તેની સૌથી વધુ અસર ખાસ કરીને વિજ્ઞાન (Science), ટેકનોલોજી (Technology), એન્જિનિયરિંગ (Engineering), અને ગણિત (Math)ના ક્ષેત્રના કુશળ કારીગરો પર પડશે.
એચ-1બી વિઝાનો દુરુપયોગ કરાયો
ડોનાલ્ડ ટ્રમ્પના એક્ઝિક્યુટીવ ઓર્ડરમાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકામાં વિદેશી STEM કામદારોની સંખ્યા વર્ષ 2000 થી 2019 દરમિયાન દોઢ ગણાથી પણ વધુ વધી ગઈ છે. આ સંખ્યા 12 લાખથી વધીને 25 લાખની થઈ ગઈ છે. આજ 19 વર્ષના ગાળામાં STEM રોજગાર (STEM Employment) માત્ર 44.5 ટકા જ વધ્યું છે. કમ્પ્યુટર અને ગણિત સંબંધિત વ્યવસાયોમાં વિદેશી કામદારોનો હિસ્સો 2000માં 17.7 ટકા હતો, જે 2019માં વધી 26.1 ટકા થયો છે. તેમાં વિદેશી STEM કામદારોના પ્રવાહનો મુખ્ય છે, કારણ કે H-1B વીસાનો દુરુપયોગ રહ્યો છે. ખાસ કરીને માહિતી ટેકનોલોજી (IT) કંપનીઓએ H-1B સિસ્ટમને મોટા પાયે હેરફેર કરી છે.
પરિણામે કમ્પ્યુટર સંબંધિત ક્ષેત્રોમાં અમેરિકન કામદારોને ગંભીર નુકસાન થયું છે. H-1B પ્રોગ્રામમાં IT કામદારોનો હિસ્સો નાણાંકીય વર્ષ 2003માં 32 ટકા હતો. છેલ્લા 5 વર્ષોમાં તેનો હિસ્સો સરેરાશ 65 ટકા કરતા વધુ થઈ ગયો છે. તેમની H-1B વિઝા પર નોકરી આપનારી કંપનીઓમાં IT આઉટસોર્સિંગ કંપનીઓનો સમાવેશ થાય છે. એક અભ્યાસમાં બતાવવામાં આવ્યું છે કે H-1B “Entry-level” પદો માટે કામદારોને રાખવાથી કંપનીઓને 36 ટકા ઓછી કિંમત પડે છે, જ્યારે એ જ પદ માટે પરંપરાગત પૂર્ણ-સમયના કામદારો રાખવામાં વધારે ખર્ચ થાય છે.
એચ-1બી વિઝાના પ્રોગ્રામના માધ્યમથી કંપનીઓ કૃત્રિમ રીતે ઓછી મજૂરી-ખર્ચનો લાભ ઊઠાવવા માટે પોતાના IT ડિવિઝન બંધ કરી દે છે, અમેરિકન સ્ટાફને નોકરીમાંથી કાઢે છે અને IT નોકરીઓને ઓછી મજૂરીવાળા વિદેશી કામદારોને આઉટસોર્સ કરે છે. H-1B વીસા પ્રોગ્રામના દુરુપયોગને કારણે IT ક્ષેત્રમાં નોકરી શોધતા કોલેજ ગ્રેજ્યુએટ્સ માટે પરિસ્થિતિ વધુ કઠીન બની છે.
અમેરિકાના કુશળ કારીગરો બેરોજગાર
ન્યૂયોર્કના ફેડરલ રિઝર્વ બેંકના એક અભ્યાસ અનુસાર, 22 થી 27 વર્ષની વયના કોલેજ ગ્રેજ્યુએટ્સમાં, કમ્પ્યુટર સાયન્સ અને કમ્પ્યુટર એન્જિનિયરિંગ વિષયના વિદ્યાર્થીઓને દેશમાં સૌથી વધુ બેરોજગારીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બેરોજગારી અનુક્રમે 6.1 ટકા અને 7.5 ટકા છે. જે તાજેતરના બાયોલોજી અને આર્ટ હિસ્ટર-ઇતિહાસના ગ્રેજ્યુએટ્સની બેરોજગારીની દર કરતાં બમણાથી વધુ છે. અમેરિકાના કમ્પ્યુટર સંબંધિત વ્યવસાયોમાં કામદારોમાં બેરોજગારીનો દર 2019માં સરેરાશ 1.98 ટકા હતો, જે 2025માં વધીને 3.02 ટકા પર પહોંચી ગયો છે. અમેરિકન ટેક કંપનીઓએ તેમના લાયકાત પ્રાપ્ત અને અત્યંત કુશળ અમેરિકન કર્મચારીઓને છૂટા કર્યા છે અને એકસાથે હજારો H-1B વર્કરોની નિમણૂંક કરી છે.
અમેરિકાના કુશળ કારીગરોને છૂટકા કરી વિદેશીઓને નિમણૂક આપી
એક સોફ્ટવેર કંપનીને FY 2025 માં 5,000 થી વધુ H-1B વર્કરો માટે મંજૂરી આપવામાં આવી હતી; લગભગ તે જ સમયે, તેણે કુલ 15,000 થી વધુ કર્મચારીઓને છૂટા કરવાની શ્રેણી જાહેર કરી. બીજી IT કંપનીને FY 2025 માં લગભગ 1,700 H-1B વર્કરો માટે મંજૂરી મળી હતી; તેણે જુલાઈમાં ઓરેગોનમાં 2,400 અમેરિકન કર્મચારીઓને છૂટા કરવાનો જાહેર કર્યો. ત્રીજી કંપનીએ 2022 થી આશરે 27,000 અમેરિકન કર્મચારીઓમાં ઘટાડો કર્યો છે, જયારે FY 2022 પછીથી તેને 25,000 થી વધુ H-1B વર્કરો માટે મંજૂરી મળી છે. ચોથી કંપનીએ જાણકારી પ્રમાણે ફેબ્રુઆરીમાં 1,000 નોકરીઓ દૂર કરી; તેને FY 2025 માટે 1,100 થી વધુ H-1B વર્કરો માટે મંજૂરી આપવામાં આવી હતી.
વિદેશી પ્રોફેશનલ્સને તાલીમ આપવા અમેરિકાના કુશળ કારીગરોને ફરજ પાડી
અમેરિકન IT કર્મચારીઓએ રિપોર્ટ આપ્યો છે કે તેમને તેમના કામ લઈ રહેલા વિદેશી કર્મચારીઓને તાલીમ આપવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા અને આ અપમાન વિશે nondisclosure agreements (ગોપનીયતા કરાર) પર હસ્તાક્ષર કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા, જે વિદાય પેકેજ મેળવવાની શરત હતી. આ સૂચવે છે કે H-1B વિઝાનો ઉપયોગ વ્યાવસાયિક ખાધો પૂરી કરવા અથવા અમેરિકામાં ઉપલબ્ધ ન હોય એવા અત્યંત કુશળ કર્મચારીઓને મેળવવા માટે કરવામાં આવતો નથી.
મની લોન્ડરિંગ માટે પણ એચ-1બી વિઝા પદ્ધતિનો ઉપયોગ
H-1B કાર્યક્રમનો દુરુપયોગ રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ એક ખતરો છે. દેશની કાનૂની અમલવારી એજન્સીઓએ H-1B પર આધારિત આઉટસોર્સિંગ કંપનીઓને ઓળખી અને તેમની તપાસ કરી છે, કારણ કે તેઓ વિઝા ફ્રોડ, કાળા નાણાં ધોવાનો કાવતરું, Racketeer Influenced and Corrupt Organizations Act હેઠળનું કાવતરું, અને અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સામેલ રહી વિદેશી કામદારોને અમેરિકામાં આવવા પ્રોત્સાહિત કરે છે.
અમેરિકાના યુવાનો સાયન્સ ટેક્નોલોજીમા જતા ઘટ્યા
ઉપરાંત, H-1B કાર્યક્રમના દુરુપયોગો રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો ઉભો કરે છે, કારણ કે તે અમેરિકન નાગરિકોને વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવાથી નિરોત્સાહિત કરે છે. તેને કારણે આ ક્ષેત્રોમાં અમેરિકા અગ્રણી હોવાની સ્થિતિ સામે જોખમ ઊભું થઈ રહ્યું છે. 2017 ના એક અભ્યાસે દર્શાવ્યું હતું કે જો કમ્પ્યુટર સાયન્સ ક્ષેત્રમાં વિદેશી કામદારોને લાવવામાં ન આવ્યા હોત તો 2001 માં અમેરિકન કમ્પ્યુટર વૈજ્ઞાનિકોના પગાર 2.6 ટકાથી 5.1 ટકા વધુ થઈ ગયો હોત અને અમેરિકન કામદારો માટે કમ્પ્યુટર સાયન્સમાં રોજગાર 6.1 ટકાથી 10.8 ટકા વધુ હોત.
એચ-1બીની પેન્ડિંગ અરજીઓ પર નિર્ણય નહિ લઈ શકાય
ડોનાલ્ડ ટ્રમ્પના એક્ઝિક્યુટીવ ઓર્ડરમાં હોમલેન્ડ સિક્યોરિટી સચિવને આદેશ આપવામાં આવ્યો છે કે INA ની કલમ 101(a)(15)(H)(i)(b) હેઠળ H-1B વિશેષ વ્યાવસાયિક કામદારો માટેની તે અરજીઓ, જેઓ હાલમાં યુનાઇટેડ સ્ટેટ્સની બહાર છે અને જેઓની સાથે $100,000 ની ચુકવણી નથી, તેમની અરજીઓ પર નિર્ણય લેવાનું પ્રતિબંધિત કરવામાં આવે, જેનો અમલ આ જાહેરનામાની અસરકારક તારીખથી 12 મહિના સુધી લાગુ પડશે, જેમ subsection (a) માં નક્કી કરવામાં આવ્યું છે. સ્ટેટ સચિવને પણ જરૂરીયાત મુજબ અને કાયદા દ્વારા મંજૂરી આપેલી હદ સુધી માર્ગદર્શિકા જારી કરવાની રહેશે, જેથી એપ્રુવ થયેલી H-1B અરજીઓના વિદેશી લાભાર્થીઓ દ્વારા B વિઝાનો ગેરઉપયોગ અટકાવી શકાય, ખાસ કરીને જયારે રોજગાર શરૂ થવાની તારીખ 1 ઑક્ટોબર, 2026 પહેલા હોય.
અમેરિકાની કંપનીએ કે નોકરીદાતાઓએ અમેરિકાની બહાર રહેલા વિદેશી નાગરિકની તરફથી H-1B અરજી દાખલ કરતા પહેલાં તેને લગતા તમામ દસ્તાવેજો મેળવવા ઉપરાંત સાચવી રાખવા પડશે. તેમ જ ડોનાલ્ડ ટ્રમ્પના નવા જાહેરનામાની કલમ 1માં દર્શાવવામાં આવેલી વિગતો મુજબની રકમની ચુકવણી કરવામાં આવી હોવાનું પણ દર્શાવવું પડશે. અમેરિકાના વિદેશ સચિવે H-1B વિઝા અરજી પ્રક્રિયા દરમિયાન આ જાહેરનામાની કલમ 1 માં દર્શાવેલ રકમની ચુકવણી મળી ગઈ છે કે નહિ તેની ચકાસણી કરવી પડશે. નક્કી કરેલા રકમની ચૂકવણી કરનારની જ વિઝા અરજીઓને મંજૂરી આપવી પડશે.