ન્યૂઝીલેન્ડ સરકારે રેસિડન્ટ વિઝા(Resident Visa)ની કેટેગરીમાં ફેરફાર કર્યા
વિદેશથી પોસ્ટ ગ્રેજ્યુએટ્સનો કોર્સ કરવા માટે આવતા વિદ્યાર્થીઓ વધુ લાંબા સમય સુધી ન્યૂઝીલેન્ડમાં રહે અને તેના આર્થિક વિકાસમાં ફાળો આપે તેવી ગણતરી સાથે ફેરફારો કર્યા
અમદાવાદ: કેનેડા, અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયા ભારતમાંથી વિદેશમાં સ્થાયી થવા માગતા યુવા વિદ્યાર્થીઓની એન્ટ્રીને સીમિત કરવા માટે પ્રયાસ કરી રહી છે ત્યારે બીજીતરફ ન્યૂઝીલેન્ડની સરકારે સ્કીલ્ડ માઈગ્રન્ટ કેટેગરીમાં રેસિડન્ટ વિઝાના નિયમોમાં ફેરફાર કરીને ગુજરાત અને ભારતના યુવાનો માટે નવો માર્ગ ખૂલ્લો મૂક્યો છે.(New Resident Visa) ન્યૂઝીલેન્ડ ગેટવે(Newzealand gateway)ના પ્રમોટર રિદ્ધેશ જાની કહે છે કે, ન્યૂઝીલેન્ડ સરકારે નીતિવિષયક ફેરફારો કરીને કુશળ કારીગરોને ન્યૂ ઝીલેન્ડમાં રોકી રાખવાનો અને લાંબા ગાળા સુધી દેશનો વિકાસમાં તેઓ ફાળા આપતા રહે તેવી ગણતરી સાથે જ બે નવા માર્ગ ખોલ્યા છે. હવે વન યર માસ્ટર્સ ડિગ્રી કરનાર પણ અનુભવ વિના રેસિડન્ટ વિઝા માટે અરજી કરી શકશે. આમ માસ્ટર્સ ડિગ્રી કર્યા પછી રેસિડન્ટ વિઝાના અરજદારે અનુભવ લેવાની કોઈ જ જરૂર નથી. માસ્ટર્સ ડિગ્રી મેળવ્યા પછી જોબ ઓફર મળી હોય તે વ્યક્તિ પણ રેસિડન્ટ વિઝા માટે અરજી કરી શકશે.
ન્યૂઝીલેન્ડ જવા માગતા યુવાનો માટે બે રસ્તા ખોલી આપ્યા
ન્યૂઝીલેન્ડના લાઈસન્સ ઇમિગ્રેશન એડવાઈઝ અને વિઝા સ્પેશિયાલિસ્ટ સંદીપ જાની કહે છે કે ત્રેવીસમી સપ્ટેમ્બરે ન્યૂઝીલેન્ડ સરકારે નવી જાહેરાત કરીને રેસિડન્ટ વિઝા માટે બે નવા રસ્તાઓ ખોલી દેવાનો નિર્ણય કર્યો છે. એક રસ્તો સ્કીલ્ડ લેવલનો છે. તેમાં પાંચ વર્ષનો અનુભવ ધરાવનારાઓને તક આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમાંથી બે વર્ષનો અનુભવ ન્યૂઝીલેન્ડમાં જ કામ કરવાનો હોવો જરૂરી છે. તેમ જ તેમનો કલાકદીઠ પગાર(salary per hour) ન્યુઝીલેન્ડની સરકારે નક્કી કરેલા પગાર કલાકના 33.56 ડૉલર કરતાં 10 ટકા વધારે હોવો જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો તેમને કલાકદીઠ પગાર 37 ડૉલરથી વધુ હોવો જોઈએ.
બીજો ટ્રેડ અને ટેકનિકલ-Trade and Technical skill)કુશળતા ધરાવનારાઓ માટે રસ્તો ખોલી આપ્યો છે. તેમાં લેવલ ચારમાં 120 પોઈન્ટે કે તેનાથી વધુ મેળવેલા હોવા જરૂરી છે. તેમાં ઓછામાં ઓછો ચાર વર્ષનો અનુભવ હોવો જરૂરી છે. તેમ જ 18 મહિના ન્યૂઝીલેન્ડમાં કામ કરેલું હોવું જોઈએ. એકથી ત્રણ લેવલમાં ઓછા ક્વોલિફિકેશન ધરાવતા યુવાનોને રેસિડન્ટ વિઝા મળે તેવો રસ્તો ખોલ્યો છે. જોકે તેને માટે સ્કીલ લેવલ 1નું હોવું જરૂરી છે. લેવલ ટુની પાત્રતા મેળવવા માટે વ્યક્તિ પાસે ડિપ્લોમા કે તેની બરોબરીની ડિગ્રી હોવી જરૂરી છે. લેવલ થ્રીના પાત્રતા માટે અરજદાર પાસે અનુભવ દર્શાવતું પ્રમાણપત્ર ત્રણ અને ચાર હોવું જરૂરી છે. તેમણે જોબ ટ્રેનિંગ મેળવેલી હોવી જરૂરી છે. તેને બદલે નેશનલ ઓક્યુપેશન લિસ્ટ બનાવીને જાહેર કરવાની ન્યૂઝીલેન્ડ સરકાર તૈયારી કરી રહી છે.
જોકે સ્થાનિક ક્વોલિફિકેશન ધરાવતા વિદ્યાર્થીઓને વધારાનું પ્રોત્સાહન આપવામાં આવશે. ન્યૂઝીલેન્ડ યુનિવર્સિટી લેવલની ડિગ્રી માટે વધારાના પોઈન્ટ્સ આપવામાં આવશે. માસ્ટર્સ કે ડોક્ટોર લેવલની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને રેસિડેન્સ તરફ જવું વધારે સરળ બનશે. પરંતુ, પોસ્ટ-ગ્રેજ્યુએટ ક્વોલિફિકેશનના પોઈન્ટ્સ માટે અન્ડરગ્રેજ્યુએટ ડિગ્રી ફરજિયાત રહેશે. ન્યૂઝીલેન્ડમાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે તે માટે ઇન્ટરનેશનલ એજ્યુકેશન પ્લાન ફોર ગ્રોથ હેઠળ આ નવતર આયોજન કરવામાં આવ્યા છે. નવા નિયમો ઓગસ્ટ 2026 થી અમલમાં આવશે. ત્યારે જ તેને લગતી વિગતવાર માહિતી સરકારે આગળ જાહેર કર્યું છે.
સંદીપ જાનીનું કહેવું છે કે ન્યૂઝીલેન્ડ વર્ક અનુભવની જરૂરિયાત 3 વર્ષથી ઘટાડીને હવે 2 વર્ષ સુધી મર્યાદિત કરવામાં આવી છે. તેમ જ વેતન આકારણી- વેજ એસેસમેન્ટ સરળ બનાવી દેવામાં આવ્યું છે. અરજી કરતી વેળાએ વધારે વેતન દર્શાવવાની ફરજ પડશે નહીં. માત્ર સમગ્ર વર્ક અનુભવ દરમિયાન મેડિયન વેજ જાળવેલો હોવો જરૂરી છે.
રેડ લિસ્ટ અને એમ્બર લિસ્ટ (Red and Amber list) તૈયાર કરાયું
રેસિડન્ટ વિઝા આપવા માટે ન્યૂઝીલેન્ડ સરકારે રેડ લિસ્ટ(લાલ) અને એમ્બર (પીળું) લિસ્ટ તૈયાર કર્યું છે. Red List અને Amber List વ્યવસાયોમાં ખાસ શરતો લાગુ પડશે. ડોક્ટોર કે માસ્ટર્સ ડિગ્રી ધારકો માટે પોઈન્ટ્સમાં વધારો કરવામાં આવ્યો છે. તેમ જ અનુભવનો ક્રાયટેરિયા હળવે કરીને સમય બે વર્ષનો કરવામાં આયો છે. ટ્રેડ અને ટેકનિશિયન માટે અલગ રસ્તો ખોલવામાં આવ્યો છે. જોકે, આ બધામાં ન્યૂઝીલેન્ડની શિક્ષણ સંસ્થાઓમાંથી મેળવેલી ડિગ્રીને જ પ્રાધાન્ય આપવામાં આવશે.
સ્કીલ લેવલ પ્રમાણે ડિગ્રી કઈ હોવી જરૂરી(Four skill level)
- સ્કીલ લેવલ 1માં અરજી કરવા માટે બેચલર-સ્નાતકની કે તેનાથી ઊંચી ડિગ્રી હોવી જરૂરી છે.
- સ્કીલ લેવલ-2માં અરજી કરનાર પાસે ડિપ્લોમા અથવા તો એડવાન્સ ડિપ્લોમાના પ્રમાણપત્ર હોવા જરૂરી ચે.
- સ્કીલ લેવલ 3માં અરજી કરનાર પાસે સર્ટિફિકેટ થ્રી અથવા સર્ટિફિકેટ-4ના લેવલની કુશળતા હોવી જરૂરી છે.
- ન્યુઝીલેન્ડની સરકાર ઓક્યુપેશન લિસ્ટ તૈયાર કરીને જાહેર કરવાની તૈયારીમાં હોવાથી વર્તમાન સમયની જરૂરિયાતનો અંદાજ આ લિસ્ટ જાહેર થયા પછી આવશે.