NIFTY FUTURE માં આજે શું કરશો?

નિફ્ટી ફ્યુચરમાં 17005ની ઉપર લેણ અને 16999ની નીચે વેચાણ કરી શકાય. ટાર્ગેટ રેન્જ 21, 60, 90 અને 180 પ્લસ. 6નો સ્ટોપલૉસ રાખીને ટ્રેડિંગ કરી શકાય. ઇન્ટ્રા ડેમાં 17080ની સપાટીએ અવરોધ જાણાય. આ સપાટીની ઉપર ટકી રહે તો બજાર 17171ની સપાટીને ટચ કરી શકે છે. 17171ની સપાટીએ બીજો અવરોધ છે. આ સપાટીની ઉપર બજાર બંધ આવે તો તેને એક પોઝિટીવ સંકેત તરીકે જોઈ શકાય છે. આ સપાટીથી ઉપર બે દિવસ સુધી બજાર બંધ આવે તો બજાર વધુ મજબૂત હોવાનો સંકેત ગણી શકાય. ઇન્ટ્રા ડેમાં બજાર 16934ની નીચે રહે તો તેને નેગેટીવ સંકેત ગણી શકાય. બજાર તેનાથી નીચે બંધ આવે તો ખૂબ જ નકારાત્મક ગણી શકાય.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં 816ની ઉપર લેણ કરી શકાય. ઘટાડે 809ની સપાટીએ વધુ લેણ કરી શકાય. ટાર્ગેટ 824, 855 પ્લસ. 804નો સ્ટોપલૉસ રાખીને કામકાજ કરી શકાય.
બેન્ક નિફ્ટી ફ્યુચર ઇન્ટ્રા ડેમાં 34641ની ઉપરની સપાટીએ લેણ અને 34620ની નીચેની સપાટીએ વેચાણ કરી શકાય. ટાર્ગેટ રેન્જ 90, 150 અને 600 પ્લસ. 21નો સ્ટોપલૉસ રાખીને કામકાજ કરી શકાય. ઉપરની તરફ 35300ની સપાટીએ અવરોધ જણાય. બીજો અવરોધ 35756ની સપાટીએ જણાય છે. બજાર 34620ની નીચે બંધ આવે તો અત્યંત નબળું હોવાનો સંકેત ગણી શકાય.
નિકુલ કિરણ શાહ સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ