• 22 November, 2025 - 11:30 PM

2026ની દિવાળીમાં નિફ્ટી 28000નું મથાળું બતાવે

કોન્સોલિડેશનના વર્તમાન તબક્કામાં લાંબા ગાળાના રોકાણકારો સ્ટ્રેટજિક બાયિંગ કરી શકે

ચોઈસ રિસર્ચ પ્રાઈવેટ લિમિટેડ(Choice Research Private Limited)ના એક્સપર્ટ્સનું કહેવું છે કે છેલ્લા થોડા સમયથી નિફ્ટી ચોક્કસ રેન્જમાં(Nifty Range bound) અથડાતી હોવાનું જોવા મળી રહ્યું છે. આ કન્સોલિડેશનનો તબક્કો છે. ત્યારબાદ સુધારાની ચાલ જોવા મળી શકે છે.

પરિણામે વર્તમાન સપાટી રોકાણકારોને વ્યૂહાત્મક ખરીદીની તક(Strategic buying opportunity for Investors) પૂરી પાડી રહી છે. ચાર્ટમાં કપ અને તેના હેન્ડલ જેવો આકાર રચાઈ રહ્યો છે. તેજી માટેના પાયાને મજબૂત બનાવતો હોય તેનો નિર્દેશ મળી રહ્યો છે. ઈએમએ- વધારાનો ટેકનિકલ સપોર્ટ પૂરો પાડી રહ્યો છે. 23800થી 24000ની રેન્જમાં ટેકનિકલ સપોર્ટ (Technical support in 23800Lr 24000 Range)પૂરો પાડી રહ્યો છે. આ સપાટીએથી બજાર બાઉન્સ બેક (Market likely to bounce back)થાય તો તેજીની નવી ચાલ શરૂ (Begining of new phars of bull run)થઈ શકે છે. લાંબ ગાળા માટે રોકાણ કરવા ઇચ્છતા રોકાણકારો માટે ક્વોલિટી સ્ટોક આકર્ષક મૂલ્યથી એકત્રિત કરી લેવાની આ એક સોનેરી તક છે. બજારમાં તેજીનો નવો તબક્કો ચાલુ થાય તે પહેલા શેર્સ ખરીદી લેવાની તક છે.

નિફ્ટી તેના વર્તમાન સપાટીને જાળવી રાખે તો લાંબા ગાળા માટેનો બ્રેકઆઉટ(Probability of breakout for long term)નો આરંભ થવાની સંભાવના છે. તેનાથી સુધારાની ચાલનો આરંભ થઈ શકે છે. આ તબક્કામાં પસંદ કરી લેવામાં આવેલા ક્વોલિટી સ્ટોક આગામી મહિનાઓમાં બજારના પરફોર્મન્સ કરતાં વધુ સારું પરફોર્મન્સ આપે તેવી શક્યતાછે. બજારનું સેન્ટીમેન્ટ સુધરતું જાય તેમ તેમ તેના પરફોર્મન્સમાં સુધારો થતો જાય તેવી સંભાવના છે.

2026ની દિવાળી સુધીમાં નિફ્ટી 28000ની સપાટીને આંબી જાય તેવી સંભાવના છે. તેની સાથે શેર્સના ભાવમાં પણ સુધારો જોવા મળી શકે છે. તેથી કન્સોલિડેશનના આ સમયમાં યોગ્ય રોકાણ કરી લેનારા રોકાણકારોને ફાયદો થઈ શકે છે.

Read Previous

ભારતની નવી નીતિથી ચીનનાં પેટમાં તેલ રેડાયું! WTOના દ્વાર ખખડાવ્યા, જાણો શું છે મામલો

Read Next

બેન્ક નિફ્ટીમાં સતત તેજીની ચાલ જોવા મળે, 2026ની દિવાળી સુધીમાં 62000ના મથાળે પહોંચી શકે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular