• 22 November, 2025 - 8:10 PM

પ્રત્યુષ સિંહા કમિટિનો ચોંકાવનારું તારણ SEBIના ટોપ અધિકારીને મળતા ખાસ સવલતોનો પર કોઈ જ નિયંત્રણ નથી


શેરબજારને નિયંત્રિત કરવા નિમાયેલી સેબીમાં જ પોલંપોલ

ખાનગી માહિતીઓ પૂરે પૂરી ધરાવતા સેબીના ટોચના અધિકારીઓ પર કોઈ જ કાયદાકીય બંધન લાગુ કરવામાં આવ્યું નહોતું.

ભારતના શેરબજારની ગતિવિધિઓમાં થતી ગેરરીતિઓ પર નિયંત્રણ રાખવા માટે રચવામાં આવેલા સિક્યોરીટીએ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા-SEBIના ચેરમેન અને WTMs ઉપર જે Ethics Code-નીતિ સંહિતાના નિયમો લાગુ કરવામાં આવ્યા હતા તે સંપૂર્ણપણે સ્વૈચ્છિક-Voluntary હોવાથી તેને કાનૂની રૂપે અમલમાં મૂકી શકાય તેવો હતો જ નહિ, આ કોડ ઓફ એથિક્સ ગઝેટમાં નોટિફાઈ પણ કરવામાં આવ્યો નહોતો. તનું ઉલ્લંઘન થાય ત્યારે કોઈ દંડ કે શિસ્તસભર એક્શનની જોગવાઈ નહોતી. બીજી તરફ SEBI સતત બજારના અન્ય ખેલાડીઓ એટલે કે બ્રોકર્સ, મ્યુચ્યુઅલ ફંડ, લિસ્ટેડ કંપનીઓ, રોકાણકારો પર કડક નિયમોને લાદીને તેમને દંડ કરી રહી હતી. આમ શેરબજારના ચોકીદાર ગણાતા SEBIના ટોચના અધિકારીઓ માટે અલગ અને નરમ કાયદો અમલમાં હતો, બીજીતરપ શેરબજાર માટે અત્યંત કડક નિયમો લાગુ કરવામાં આવ્યા હતા.

ભારત સરકાર દ્વારા રચાયેલી પ્રત્યુષ સિંહા હાઇ-લેવલ કમિટીએ SEBIના ચેરપર્સન અને Whole-Time Members (WTMs) માટે લાગુ પડતા Conflict of Interest અને Ethics Codeની સમીક્ષા કરીને પ્રસ્તુત અહેવાલ આપ્યો છે. પ્રત્યુષ સિંહા સમિતિએ 16 વર્ષથી ચાલતી આવી રહેલી ગંભીર ખામીઓને બહાર લાવી દીધી છે, તેને કારણે SEBIની પારદર્શિતા, નૈતિકતા અને રોકાણકાર સુરક્ષામાં મોટા સવાલો ઊભા થયા છે.

પ્રત્યુષ સિંહા સમિતિના રિપોર્ટમાં SEBIની કાર્યપ્રણાલી અને નૈતિક ખામીઓનું સ્પષ્ટ વિશ્લેષણ કરવામાં આવ્યું છે. શેરબજારના ખેલાડીઓ સામે નૈતિકતાનો દંડો પછાડતા આવેલા સેબીના અધિકારીઓની નીતિમત્ત માટેના 2008 થી 2024ના ગાળાના નિયમો સાવ જ નબળા અને પોકળ હતા. તેનો કાનૂની અમલ પણ શક્ય નહોતો. તેને કાયાદાનું પીઠબળ પણ નહોતું. બીજીતરફ SEBIના ટોચના અધિકારીઓને નૈતિક ‘વિશેષાધિકાર’ મળ્યા હતા.

SEBIના ચેરપર્સન અને WTMsને Insider  ગણવામાં આવતા જ નથી, વાસ્તવિકતા એ છે ક તેમની પાસે જ કંપનીઓ અંગેની ખાનગી- confidential માહિતી વધુમાં વધુ હોય છે. સેબીના અધિકારીઓ માટે 2008 કોડ હેઠળ લગભગ કોઈ ટ્રેડિંગ પ્રતિબંધ ન હતો. તેમ જ તમને માટે બજારથી દૂર રહેવાની પ્રક્રિયા ખૂબ જ નબળી અને અસ્પષ્ટ હતી. તેમ જ લેખિત સ્વરૂપમાં પણ તે માહિતી ઉપલબ્ધ નહોતી. SEBIની નૈતિક વ્યવસ્થામાંની આ માટેમાં મોટી ખામી હતી. ત્યારબાદ 2018ની સાલમાં નિયમોનું સ્વૈચ્છિક પાલન કરવાની એક આંટીઘૂંટી ભરેલી પ્રથા અમલમાં આવી હતી.

પ્રત્યુષ સિંહા કમિટીએ જણાવ્યું છે કે 2018થી SEBIના ચેરપર્સન અને WTMs માટે રોકાણ કરવાને લગતા પ્રતિબંધો સ્વૈચ્છિક રીતે  પાલન કરવાની વ્યવસ્થા અમલમા હતી. પરંતુ આ નિર્ણયને ક્યારેય લેખિત સ્વરૂપમાં રજૂ કરવામાં આવ્યો જ નથી. બોર્ડ અથવા વિત્ત મંત્રાલય સમક્ષ તેની રજૂઆત કરવામાં આવેલી નથી. તેથી આ નિયમ તેમને માટે કાયદેસર બંધનકર્તા જ બન્યો નથી. તેમના વહેવારોનું ઓડિટ કરવાની, તેમની કામગીરીનું નિયમન કરવાની કે પછી તેમને દંડ કરવાની કોઈ જ જોગવાઈ નથી. બીજા શબ્દોમાં કહીએ તો સેબીના ચેરમેન અને સંપૂર્ણ સમયના સભ્યો માટે તેનું પાલન કરવું સ્વૈચ્છિક રાખવામાં આવ્યું છે. આ બાબત નૈતિક રીતે ખોટી અને ખરાબ ગણી શકાય છે.

સેબીમાં કામચલાઉ અને કોન્ટ્રાક્ટ પર પણ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે છે. પ્રત્યુષ સિંહા કમિટીએ તેનાં છીંડાની વાત કરતા જણાવ્યું છે કે SEBIના Service Rules અને Code of Conduct કામચલાઉ કે પછી કોન્ટ્રાક્ટ પર લેવામાં આવતા કર્મચારીઓ લાગુ પડતા જ નથી. આઘાત પમાડે તેવી બાબત તો એ છે કે કામચલાઉ કે કોન્ટ્રાક્ટ પર કામ કરનારા કર્મચારીઓ પાસે પણ બહુ જ મોટા પ્રમાણમાં ખાનગી confidential માહિતી પહોંચતી હતી.

સેબીના નિયમોમાં ખામીઓ જ ખામીઓ

–     સેબીમાં Conflict of Interestની વ્યાખ્યા ખૂબ સંકુચિત હતી.

–     Confidential disclosuresની નિષ્પક્ષ તપાસ થતી જ નહોતી.

–     Whistle-blowerને સુરક્ષા મળતી જ નથ

–     Senior અધિકારીઓ માટે દંડની જોગવાઈ શૂન્ય

–     કર્મચારીઓ માટે કડક દંડ — ઉચ્ચ અધિકારીઓ માટે zero accountability.

–     સેબીમાં જ Transparencyનો અભાવ

ખામીઓના બજાર અને રોકાણકારો પર પડતી અસર

  • જ્યારે નિયામક પોતે જ નબળા કાયદા હેઠળ કામ કરે. રોકાણકારોની વિશ્વસનીયતા ઘટે છે.
  • મોટા ખેલાડીઓ અથવા political એજન્સીઓ regulator ઉપર પ્રભાવ પાડી શકે એવી ધારણા બળવાન થાય.
  • મોટામાં મોટાં છીંડાં એ છે કે સેબીના ટોચના અધિકારીઓને ઇન્સાઈડર ગણવામાં આવતા જ ન હોવાથી Insider Tradingના જોખમ વધી જાય છે
  • ડિસ્ક્લોઝરમાં વિરોધાભાસ હોવાથી બજારમાં પારદર્શિતાનો અભાવ આવી જાય છે
  • પસંદગીની વ્યક્તિઓ સામે જ સેબીના અધિકારીઓ દ્વારા કાયદા હેઠળ કડક પગલાં લેવામાં આવતા હતા. આમ શેરબજારના ખેલાડીઓ માટેના નિયમો કડક હતા, પરંતુ SEBI ટોચના અધિકારીઓ માટે નિયમો અત્યંત નરમ રાખવામાં આવતા હતા.
  • સેબીનું Compliance Culture નબળું પડી જાય છે. ટોચ accountabilityથી મુક્ત હોય, નીતિઓનું પાલન નબળું પડે ત્યારે કોમ્પ્લાયન્સ કલ્ચર આપોઆપ જ નબળું પડી જાય છે.

પ્રત્યુષ સિંહા સમિતિની ભલામણો

પ્રત્યુષ સિંહા સમિતિની ભલામણો સંપૂર્ણ સુધારા માટેનો માર્ગ ખોલી નાખે તેવી છે. પ્રત્યુષ સિંહા સમિતિએ સૂચવ્યું છે કે એકસરખા અને કાનૂની રીતે અમલમાં મુકાય તેવા નિયમો હોવા જરૂરી છે. સેબીની Senior leadershipને Insider તરીકે ગણીને નિયમો તૈયાર કરવા જોઈએ. સેબીના અધિકારીઓ માટે નિયમનું પાલન કરવું સ્વેચ્છિક રાખવામાં આવે છે તે ઉચિત નથી. તેમને માટે તે કાયદેસર બંધનકર્તા અને દંડને પાત્ર બનાવવા જરૂરી છે.

પ્રથમ વખત અહેવાલમાં સ્પષ્ટ લખાયું છે કે SEBIના બધા કર્મચારીઓ SEBIની ઇનસાઇડર ટ્રેડિંગ રેગ્યુલેશન્સ 2015 હેઠળ ‘ડીમ્ડ ઇનસાઇડર્સ’ છે. એટલે કે જો ઇનસાઇડર ટ્રેડિંગનો આરોપ થાય તો પોતાની નિર્દોષતા સાબિત કરવાની જવાબદારી કર્મચારીઓ પર છે. પરંતુ ચેરપર્સન અને WTMને આ શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યા નથી. જોકે તેઓને સમગ્ર સંસ્થાની સંવેદનશીલ માહિતીની સંપૂર્ણ ઍક્સેસ હોય છે.  SEBIના કર્મચારીઓને ઇક્વિટી અને ડેરીવેટિવ્સમાં રોકાણ સંપૂર્ણ પ્રતિબંધિત છે. પરંતુ SEBIના ચેરપર્સન/WTM માટે 2008ના કોડમાં લગભગ કોઈ પ્રતિબંધ જ મૂકવામાં આવ્યો નહોતો.

Read Previous

ફેક ન્યૂઝ પર કડકાઈ, સરકાર બદલશે IT નિયમો, બદનક્ષી કરતી ડિજિટલ સામગ્રી પર પ્રતિબંધ મૂકાશે

Read Next

બદલાતો ફેશન ટ્રેન્ડ, આર્ગેનિક કોટન, હેમ્પ ફેબ્રિક અને વેગન લેથરની વધી માંગ, શું થઈ રહી છે અસર?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular