• 1 December, 2025 - 11:11 AM

સપ્ટેમ્બર 2025 સુધીના છ માસમાં NRI ડિપોઝિટ્સમાં 40 ટકા ઘટી

ભારત–અમેરિકાના વ્યાજદર વચ્ચેનું અંતર  નાબૂદ થવા લાગ્યું હોવાથી ભારતમાં આવતી ડિપોઝિટ્સ પર બ્રેક લાગી

– રોકાણ પર વધુ આવક કરવા માટે NRI હવે સ્ટોક માર્કેટમાં રોકાણ વધારી રહ્યા હોવાથી શેરબજારની તેજીને વેગ મળશે

ભારતની બહાર જઈને વસેલા બિનનિવાસ ભારતીયો દ્વારા ભારતમાં રોકાણ કરવા પર જબરદસ્ત બ્રેક લાગી ગઈ છે. એપ્રિલ 2025થી સપ્ટેમ્બર 2025ના અંત સુધીમાં ભારતમાં આવતી બિનનિવાસી ભારતીયોની થાપણમાં 40 ટકાનો જબરદસ્ત ઘટાડો થઈ ગયો હોવાનું રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ જાહેર કરેલા આંકડાંઓ દર્શાવી રહ્યા છે. સપ્ટેમ્બરમાં પૂરા થયેલા છ માસિક ગાળામાં બિનનિવાસી ભારતીયોએ ભારતમા 6.1 અબજ ડૉલરનું રોકાણ કર્યું છે. એપ્રિલથી સપ્ટેમ્બર 2024ના ગાળામાં બિનનિવાસી ભારતીયોએ ભારતમાં 10.2 અબજ ડૉલરનું રોકાણ કર્યું હતું. અમેરિકા જેવી અર્થવ્યવસ્થાઓમાં નબળા આર્થિક સંજોગો અને અમેરિકા-ભારતના વ્યાજદરો વચ્ચેનો ગાળો ઘટી રહ્યો હોવાને કારણે FY26 દરમિયાન ભારતીય NRI ડિપોઝિટ્સમાં ઝડપથી ઘટાડો નોંધાયો છે.

FCNRB ડિપોઝિટ્સમાં મોટો ઘટાડો

Foreign Currency Non-Resident-Bank એટલે કે FCNR(B) ડિપોઝિટ્સમાં સૌથી વધુ અસર થઈ છે. FY2025-26ના પ્રથમ છ મહિનામાં નવા ઇન્ફ્લોઝ 87% જેટલા ઘટ્યા છે. જુલાઈ અને ઑગસ્ટમાં તો FCNR(B) ખાતાઓમાંથી નેટ આઉટફ્લો જોવા મળ્યો કારણ કે અનેક NRI એ પૈસા પાછા ખેંચી લીધા છે. જોકે NRI ડિપોઝિટ્સમાં બે પ્રકાર આવે છે. એક, FCNR(B) — ફોરેન કરન્સી ડિપોઝિટ્સ અને બે, NRE અને NRO ભારતીય રૂપિયામાં રાખવામાં આવતાં ખાતાંમાં મૂકવામાં આવતી ડિપોઝિટ્સનો સમાવેશ થાય છે. ડૉલર સામે ભારતીય રૂપિયો નબળો પડ્યો તેની અસર પણ જોવા મળી છે. અમેરિકી ડૉલર સામે ભારતીય રૂપિયો 2025માં 4.5 ટકા ગગડ્યો તેને કારણે 2025-26 પહેલા છ માસદરમિયાન NRE અને NRO ડિપોઝિટ્સ સ્થિર રહ્યા છે.

NRI ડિપોઝિટ્સ ઓછા થવા પાછળનાં કારણોમાં ઊંડા ઉતરીએ તો NRI ડિપોઝિટ્સ ઓછા થવા પાછળનાં કારણોની વિગતો આપતા વિશ્લેષકો જણાવે છે કે ભારત અને અન્ય વૈશ્વિક બજારો (ખાસ કરીને US) વચ્ચે વ્યાજદરનું ઘટતું અંતર પણ જવાબદાર છે. તેમ જ અનેક NRI દ્વારા સ્ટોક માર્કેટમાં મૂડીની ફરીથી હેરફેર કરવામાં આવી રહી હોવાથી પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારતમાં વ્યાજદર નીચે જતાં અને મોંઘવારી ઘટતાં બેન્ક રેટ કટ આવતા પણ એનઆરઆઈ ડિપોઝિટનો પ્રવાહ ઘટ્યો છે. ત્રીજું, અમેરિકા-USમાં આકરી મોંઘવારી અને નીતિગત અનિશ્ચિતતાની અસર પણ ડિપોઝિટના પ્રવાહ પર પડેલી જોવા મળી રહી છે.

તેથી જ કેટલાક આંકડા દર્શાવે છે કે NRI દ્વારા સ્ટોક માર્કેટમાં રોકાણ વધી રહ્યું હોવાના નિર્દેશો મળી રહ્યા છે. તેમ જ ઘણા NRI હવે ઘરે ઓછા પૈસા મોકલી રહ્યા હોય તેવી પણ શક્યતા છે. જોકે સપ્ટેમ્બર 2025માં કુલ બાકી NRI ડિપોઝિટ્સ $165.9 અબજ હતી. પ્ટેમ્બર 2024ની સરખામણીએ તેમાં ફક્ત 3 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. તેનું કારણ આપતા નિષ્ણાતો કહે છે કે અમેરિકા–ભારત વચ્ચે ઘટાડાતા વ્યાજઅંતર અને પશ્ચિમમાં વૃદ્ધિ ધીમા થવાને કારણે NRIની આવક પર પડતી અસર નવા ડિપોઝિટ ફ્લો પર અસર કરશે.

 

Read Previous

સોલાર પેનલ મેન્યુફેક્ચરર્સ ફરી ઇન્વર્ટેડ ડ્યૂટી સ્ટ્રક્ચરની જાળમાં ફસાયા

Read Next

14 ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર દૂર કર્યા પછી કોપર, વાયર, એલ્યુમિનિયમ, એલોય અને ફર્નિચરનાં QCO મુલતવી રાખવાની વિચારણા, MSME ને થશે ફાયદો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular