મિલકતના સોદાની જૂની સ્ટેમ્પડયૂટી ભરવા ઓનલાઈન અરજી કરનારોને મહિના સુધી ચલણ અપાતા નથી

અમદાવાદમાં પોલિટેકનિકમાં આવેલી ડેપ્યુટી કમિશનર સ્ટેમ્પની કચેરીમાં દસ્તાવેજ નોંધાવવા જનારાઓ પરેશાન
અમદાવાદઃ ગુજરાત સરકારે ૧૯૮૨ પછી અને ૨૦૦૧ની સાલ સુધીમાં એલોટમેન્ટ લેટર કે પછી શેરસર્ટિફિકેટ પર વેચવામાં આવેલ ફ્લેટ પાસેથી છેક ૪૦ વર્ષના ગાળા બાદ સ્ટેમ્પ ડયૂટી વસૂલવાનું નક્કી કર્યા પછી ફ્લેટનું વેચાણ થતાં સ્ટેમ્પ ડયૂટી ભરવા જનારાઓ ઓનલાઈન પુરાવાઓ રજૂ કરી દેતા હોવા છતાંય તેમને પૈસા જમા કરાવવાનું ચલણ ૨૫થી ૩૦ દિવસ સુધી આપવામાં આવતું નથી. અમદાવાદના પોલિટેકનિકમાં આવેલી સ્ટેમ્પ ડયૂટી કલેક્શન માટેની બંને કચેરીઓમાં આ જ હાલત પ્રવર્તતી હોવાનું જાણવા મળી રહ્યું છે.
પરિણામે જૂની મિલકતના સોદા થઈ ગયા પછી બાના અને ઓનમની અપાઈ ગયા બાદ પણ મહિના કે દોઢ મહિના સુધી સોદા ઊભા રહે છે. ડેપ્યુટી કલેક્ટરની કચેરીની આ સુસ્તીને પરિણામે દસ્તાવેજ થવાની પ્રક્રિયા મોડી થાય છે. તેને પરિણામ સરકારની પણ આવક વિલંબમાં મૂકાય છે. તેમ જ સ્ટેમ્પ કરવા જનારાઓનો સમયાનો પણ ાવેડફાટ થાયછે.
સૌથી વધુ નવાઈ પમાડે તેવી બાબત તો એ છે કે મકાન કે મિલકતનો સોદો કરનારાઓ તરફથી તમામ પુરાવાઓ મૂકી દેવામાં આવતા હોવા છતાં તે બરવા માટેનું ચલણ મળતું નથી.
સ્ટેમ્પડયૂટીના જાણકારોનું કહેવું છે કે એકતરફ સરકાર આવક વધારવા માટે આકાશપાતાળ એક કરી રહી છે. ત્યારે બીજીતરફ સરકારી અધિકારીઓ જ સરકારની આવક થવામાં વિલંબ કરાવી રહ્યા છે. આ પ્રકારના સોદાઓ વહેલા પૂરા થાય ્ને સ્ટેમ્પડયૂટી વહેલી જમા થઈ જાય તે માટે સરકારે અધિકારીઓને વધુ સક્રિય થવાની ફરજ પાડવી પણ એટલી જ જરુરી છે.



