• 9 October, 2025 - 3:24 AM

ગુજરાતમાં ત્રણમાંથી એક ડેરીની સહકારી મંડળીઓ હવે મહિલાઓ દ્વારા સંચાલિત, ડેરી ઉદ્યોગમાં વધી રહી છે મહિલાઓની  ભાગીદારી

ગુજરાતમાં સહકારી ક્ષેત્રમાં છેલ્લા પાંચ વર્ષ (2020-2025) દરમિયાન ડેરી સહકારી મંડળીઓમાં મહિલાઓની ભાગીદારીમાં વધારો જોવા મળ્યો છે. સરકારી આંકડા દર્શાવે છે કે મહિલાઓ દ્વારા સંચાલિત ડેરી સહકારી મંડળીઓની સંખ્યા 3,764 થી 21% વધીને 4,562 થઈ છે, જેની વાર્ષિક આવક 9,000 કરોડને વટાવી ગઈ છે.

ગુજરાત સહકારી વિભાગના એક અહેવાલ મુજબ, શાસન સ્તરે, તમામ દૂધ સંઘોમાં મહિલાઓ 25% ડિરેક્ટર પદ ધરાવે છે, અને હાલમાં 82 મહિલાઓ નિર્ણય લેનારા બોર્ડમાં સેવા આપે છે. આ પ્રતિનિધિત્વ પાયાના સ્તરની વ્યવસ્થાપન સમિતિઓમાં પણ વિસ્તરે છે, જ્યાં મહિલાઓની ભાગીદારી 70,200 થી 14% વધીને 80,000 સભ્યો થઈ છે. દર વર્ષે જુલાઈના પહેલા શનિવારે આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ ઉજવવામાં આવે છે.

આ મહિલાઓ હવે પાયાના સ્તરના સહકારી સ્તરે નીતિનિર્માણ, શાસન અને દેખરેખ જેવી મુખ્ય જવાબદારીઓ સક્રિયપણે સંભાળી રહી છે.

ઓપરેશનલ ડેટા એ પણ દર્શાવે છે કે મહિલાઓની આગેવાની હેઠળની સહકારી સંસ્થાઓએ તેમના દૂધ સંપાદનમાં 39%નો વધારો કર્યો છે, જે 2020 માં 4.1 મિલિયન લિટર પ્રતિ દિવસ (LPD) હતો તે 2025 માં 5.7 મિલિયન LPD થયો છે. આ જથ્થો હવે ગુજરાતના સહકારી મંડળીઓ દ્વારા દૈનિક દૂધ સંગ્રહના 26% જેટલો છે.

અધિકારીઓના જણાવ્યા મુજબ, ગુજરાતમાં મહિલાઓની આગેવાની હેઠળની ડેરી સહકારી મંડળીઓ માત્ર સામાજિક પરિવર્તનનું પ્રતીક બની નથી, પરંતુ ગ્રામીણ અર્થતંત્રમાં પણ નોંધપાત્ર યોગદાન આપી રહી છે. નાણાકીય રીતે, આ સહકારી મંડળીઓની દૈનિક આવક 17 કરોડથી વધીને 25 કરોડ થઈ છે, અને વાર્ષિક આવક 6,310 કરોડથી વધીને 9,000 કરોડથી વધુ થઈ છે ,જે 43% નો વધારો છે, જે ગ્રામીણ અર્થતંત્રમાં 2,700 કરોડનું યોગદાન આપે છે.

તેમણે કહ્યું કે આ વિકાસ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલા અને ગુજરાત વહીવટીતંત્ર દ્વારા અમલમાં મુકાયેલા સહકારી ક્ષેત્રના સુધારાઓ સાથે સુસંગત છે.

Read Previous

જરૂરિયાત એ શોધની જનની: ઇસરોએ અવકાશમાં ચણા ને ચોળાની ખેતીના પ્રયોગ કર્યા

Read Next

મુકેશ અંબાણી ફરી એકવાર ભારતના સૌથી ધનિક વ્યક્તિ બન્યા, અબજોપતિઓનાં લિસ્ટમાં શાહરૂખ ખાનની ઘાંસુ એન્ટ્રી, જૂઓ સંપૂર્ણ લિસ્ટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular