• 9 October, 2025 - 5:50 AM

OYO Public Issue રદ કરવા ફેડરેશન ઓફ હોટેલ એન્ડ રેસ્ટોરાં એસો. ઓફ ઇન્ડિયાની માગણી

ree

ફેડરેશન ઓફ હોટેલ એન્ડ રેસ્ટોરાં એસોસિયેશન ઓફ ઇન્ડિયાએ કરેલા આક્ષેપો પાયા વિનાના હોવાનું OYO પ્રમોટરોએ જણાવ્યું

OYOના મેનેજમેન્ટે વેરાની ચોરીના સંદર્ભમાં તેની સામે તપાસ કરવામાં આવી હોવાની હકીકતને છુપાવી હોવાનો આક્ષેપ કરતો એક પત્ર ફેડરેશન ઓફ હોટેલ એન્ડ રેસ્ટોરાં એસોસિયેશન ઓફ ઇન્ડિયાએ શેરબજારની ગતિવિધિઓનું નિયમન કરતી સંસ્થા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા-[SEBI] પત્ર લખીને OYO દ્વારા લાવવામાં આવી રહેલો PUBLIC ISSUEની પ્રક્રિયાને સસ્પેન્ડ કરી દેવાની માગણી કરવામાં આવી છે. જોકે OYO મેનેજમેન્ટ હોટેલ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના આક્ષેપો પાયાવિનાના હોવાનું જણાવીને તેને નકારી કાઢ્યા છે.

 

SEBIના ચેરમેનને લખવામાં આવેલા એક પત્રમાં એફએચઆરએઆઈના સેક્રેટરી જયસન ચાકોએ જણાવ્યું હતું કે, OYOનું મેનેજમેન્ટ PUBLIC ISSUE લાવવા માટેની પાત્રતા મેળવવાના લગતા કંપનીની હકીકત જાહેર કરવાના ધોરણોનું પાલન કરવામાં નિષ્ફળ ગઈ હોવાથી તેનો PUBLIC ISSUE રદ કરી દેવો જોઈએ

ree

OYOના મેનેજમેન્ટે વાજબી રીતે હરીફાઈ ન થાય તેવી બિઝનેસની નીતિરીતિ અપનાવીને ગેરરીતિઓ આચરી હોવાની બાબત પરત્વે FHRIA-ફેડરેશન ઓફ હોટેલ એન્ડ રેસ્ટોરાં એસોસિયેશન ઓફ ઇન્ડિયાના સત્તાવાળાઓએ ગત ઓક્ટોબરમાં પણ SEBIને જાણ કરી હતી. તેની સામેના મહત્વના કોર્ટ કેસ અંગેની પૂરતી માહિતી કંપનીએ તેના ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસમાં પૂર્ણપણે જાહેર કરી નથી. આ રીતે કંપનીએ ગેરરીતિ આચરી છે. તેની સામે OYOના મેનેજમેન્ટે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે ફેડરેશન ઓફ હોટેલ એન્ડ રેસ્ટોરાં એસોસિયેશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલા આક્ષેપ અધકચરી માહિતીને આધારે કરાયા છે. તેણે મૂકેલા આક્ષેપો પાયા વિનાના અને ઉપજાવી કાઢેલા છે. SEBIને લખવામાં આવેલા પત્રમાં ફેડરેશન ઓફ હોટેલ એન્ડ રેસ્ટોરાં એસોસિયેશન ઓફ ઇન્ડિયાએ એવો દાવો કર્યો છે કે OYOને ચલાવતી કંપની મેસર્સ ઓરાવેલ સ્ટેસ પ્રાઈવેટ લિમિટેડ અને તેની ગ્રુપ કંપનીઓ સામે સર્વિસ ટેક્સ અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની ચોરી કરવાનો એક કેસ કરવામાં આવેલો છે. તદુપરાંત ફેડરેશન ઓફ હોટેલ એન્ડ રેસ્ટોરાં એસોસિયેશન ઓફ ઇન્ડિયાનું સભ્યપદ ધરાવતા કેટલાક હોટેલ-માલિકોને સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ડિપાર્ટમેન્ટ તરફથી નોટિસ પાઠવવામાં આવી છે. આ નોટિસમાં OYO સાથે તેમણે કરેલા બિઝનેસના વહેવારોને લગતા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવાની માગણી કરવામાં આવી છે. આ હકીકતની જાહેરાત ઓયાના મેનેજમેન્ટ તેના ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસમાં કરી નથી. આ રીતે OYOજના મેનેજમેન્ટ આઈપીઓ લાવતા પૂર્વે કંપની અંગેની તમામ સાચી હકીકત જાહેર કરવા અંગેના નિયમોનો ભંગ કર્યો છે. તેથી તેનો આઈપીઓ રદ થવાને પાત્ર છે.

OYOના મેનેજમેન્ટનો સંપર્ક સાધવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે અમે ફેડરેશન ઓફ હોટેલ એન્ડ રેસ્ટોરાં એસોસિયેશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલા આક્ષેપોને નકારી રહ્યાં છીએ.
 
ree

 
 

અમારી કંપનીએ ટેક્સની કોઈ જ ચોરી કરી નથી. આજની તારીખે કંપની સામે વેરાની કોઈપણ ડિમાન્ડ ચૂકવાયા વિનાની નથી. અમારી કંપની કાયદાનું નિયમિત પાલન કરે છે. અમે દરેક સરકારી તપાસ એજન્સીઓને દરેક પ્રકારની તપાસ કરવામાં સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છીએ. તેમણે માગેલી માહિતી અને દસ્તાવેજી પુરાવાઓ પૂરા પાડી રહ્યા છીએ. તેની સાથે જોડાયેલી હોટેલ્સને પણ પેપર વર્ક કરવાની અને દરેક નિયંત્રણોના અમલીકરણને વળગી રહેવા જણાવ્યું છે. NCLTના ચૂકાદા સામે સુપ્રીમ કોર્ટમાં કરેલી અને પેન્ડિંગ પડેલી અપીલનો ઉલ્લેખ પણ હોટેલ એસોસિયેશને કર્યો છે. NCLTએ OYO સામેની કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રેઝોલ્યુશનની પ્રક્રિયા પડતી મૂકવાની પરવાનગી આપી હતી. આ સ્થિતિમાં કોઈપણ કંપનીને રોકાણકારો પાસેથી વધારાનું કોઈપણ ભંડોળ એકત્રિત કરવાની છૂટ આપી શકાય નહિ.

Read Previous

બુદ્ધિજીવીઓમાં શુક્રાણુઓની ઘટતી સંખ્યાની સમસ્યા કેમ વધુ વ્યાપક?

Read Next

રિજ્યોનલ ચેમ્બર્સ સાથે ગુજરાત ચેમ્બરનું ઓરમાયું વર્તન? સ્થાનિક મંડળોમાં ભારે નારાજગી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular