• 9 October, 2025 - 2:38 AM

વેપારીઓની બેઠક બોલાવીને  જીએસટીના દરના ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવા કડક સૂચના આપી

આશ્રમ રોડની જીએસટી કચેરીમાં જુદાં જુદાં એસોસિયેશનના ૬૦થી ૭૦ હોદ્દેદારોને બોલાવી તેમની સમસ્યા અંગે ચર્ચા કરી

અમદાવાદઃ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ-GSTના દરમાં કરવામાં આવેલા ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવાને મુદ્દે ચર્ચા કરવા માટે આજે અમદાવાદની જીએસટી કચેરી ખાતે જોઈન્ટ કમિશનર-Joint commissioner અને આસિસ્ટન્ટ કમિશનરે જુદાં જુદાં બિઝનેસ એસોસિયેશનના હોદ્દેદારોની બેઠક બોલાવીને જીએસટીના દર ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવાની દરેક વેપારીઓને કડક સૂચના આપી હતી(Pass on benefit of GST rate reduction to consumer). તેમાં કોઈ અવરોધ આવતો  હોય તો તે અંગેની જાણકારી ડિપાર્ટમેન્ટને આપવા જણાવ્યું હતું. આજે બોલાવેલી બેઠકમાં જુદાં જુદાં વેપારી એસોસિયેશનોના ૬૦થી ૭૦ હોદ્દેદારો અને સભાસદોએ હાજરી આપી હતી. સોમવારે અમદાવાદમાં રાજ્યકર વિભાગની અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી કચેરીમાં આ બેઠક યોજવામાં આવી હતી.

ઇલેક્ટ્રોનિક્સ, મોબાઈલ, ઇલેક્ટ્રિક, સ્ટેશનરી, રમકડાં, સૂકલ બેગ અને ગિફ્ટ આર્ટિકલના એસોસિયેશનના સભ્યો સાથે જોઈન્ટ કમિશનર હેમાંગી ગોસ્વામી તથા આસિસ્ટન્ટ કમિશનર મહેતા સાથેની બેઠકમાં વેપારીઓએ જણાવ્યું હતું કે મોટી કંપનીઓએ તેમના પ્રોડક્ટ્સના ભાવ ઘટાડાની વિગતો હજી સુધી તેમને મોકલી આપી નથી. કેટલીક કંપનીઓ પ્રોડક્ટ્સના પૂરજાઓ કે પ્રોડક્ટ્સ તૈયાર કરવા માટે વપરાતી વસ્તુઓના ભાવ વધી ગયા હોવાથી તેઓ પ્રોડક્ટ્સના ભાવ ઘટાડી શકે તેમ ન હોવાનું દુકાનદારોને મેન્યુફેક્ચરર્સે જણાવી દીધું હોવાનું શ્રી અમદાવાદ, વેપારી મહાસંગઠનના પ્રમુખ મેઘરાજ ડોડવાણીનું કહેવું છે.

 

તેમણે કહ્યું હતું કે એરકન્ડિશનર્સમાં વપરાતા કાપડના ભાવ વધી ગયા હોવાથી એરકન્ડિશનરના જીએસટીના દર ઘટયા હોવા છતાંય તેના ભાવ ઘટાડવા તકલીફ દાયક હોવાનું કંપનીો જણાવે છે. જોકે ઇલેક્ટ્રોનિક્સમાં ટેલિવિઝન અને ડિશ વૉશર સહિતના ઉપકરણોના ભાવ નીચા ગયા હોવાથી તેના વેચાણમાં 20 ટકાનો વધારો થઈ રહ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.

સ્ટેશનરીના વેપારીઓએ રો મટિરિયલ પર ૧૮ ટકા અને નોટબુક પર ૫ ટકા જીએસટી લાગુ કરવામાં આવ્યો હોવાથી તેમને પડી રહેલી તકલીફનો ખ્યાલ પણ વેપારીઓએ જીએસટીના અધિકારીઓને આપ્યો હતો. નોટબુકના ભાવ ઘટાડવામાં મુશ્કેલી પડી રહી હોવાનો તેમણે નિર્દેશ આપ્યો હતો.

બીજીતરફ પંખા અને સ્વિચબોર્ડના દરમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો ન હોવાથી તેના ભાવમાં ઘટાડો કરવાની કોઈ જ સંભાવના ન હોવાનો નિર્દેશ ઇલેક્ટ્રિક આઈટેમ્સના વેપારીઓએ આપ્યો હતો. સ્કૂલ બેગના વેપારીઓના એસોસિયેશને પણ આજે જીએસટી કચેરીમાં મળેલી બેઠકમાં પોતાનો પક્ષ રાખ્યો હતો. વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ સસ્તી પડે તે માટે તેના પરના જીએસટીના દરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો.

 

 

Read Previous

અંબુજા સિમેન્ટમાં લેવાલી કરાય

Read Next

અમદાવાદ ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલે-ITAT પુનરવલોકન કરવાની અરજીને કાઢી નાખી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular