• 9 October, 2025 - 3:34 AM

ગૌતમ અદાણીએ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સમીક્ષા કરી

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી આઠમી ઓક્ટોબરે નવી મુંબઈના નવા એરપોર્ટનું ઉદઘાટન કરશેઃ મુંબઈ એરપોર્ટ પરનો પેસેન્જર બોજ ઓછો થશે  

મુંબઈઃ મુંબઈના નવા ગ્રીનફિલ્ડ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (NMIA) ના ઉદ્ઘાટનનું કાઉન્ટડાઉન ચાલી રહ્યું છે, ત્યારે બુધવાર, ૮ ઓક્ટોબર ૨૦૨૫ ના રોજ ગૌતમ અદાણીએ તેની અંતિમ તૈયારીઓની વ્યાપક સમીક્ષા અને વ્યક્તિગત વોકથ્રુ માટે પ્રોજેક્ટ સ્થળની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન અદાણી ગ્રુપના ચેરમેને એરપોર્ટનું વિગતવાર નિરીક્ષણ કર્યું હતું, જે એકવાર સંપૂર્ણ રીતે કાર્યરત થઈ ગયા બાદ વાર્ષિક ૯ કરોડ મુસાફરોને સંભાળવાની ક્ષમતા ધરાવશે. આ ક્ષમતા તેને વિશ્વના સૌથી મોટા અને સૌથી અદ્યતન એરપોર્ટમાં સ્થાન આપશે.

ટેકનિકલ પ્રગતિ અને ઓપરેશનલ તૈયારીનું મૂલ્યાંકન કરવા ઉપરાંત ગૌતમ અદાણીએ એરપોર્ટને કાર્યરત બનાવનારા લોકો સાથે દિવસ વિતાવ્યો હતા. તેમણે ગ્રુપના વિઝન પર વિશ્વાસ મૂકતા જણાવ્યું હતું કે માળખાગત સુવિધાઓ ફક્ત સ્ટીલ અને કાચથી જ નહીં, પરંતુ માનવીય ભાવનાઓ અને હેતુથી બનાવવામાં આવે છે. ગૌતમ અદાણીએ બાંધકામ કામદારો સાથે વાતચીત કરીને તેમની અત્યાર સુધીની યાત્રાને સમજી, વિઝનને વાસ્તવિકતામાં ફેરવનારા ઇજનેરો અને પ્રોજેક્ટ ટીમોને પણ તેઓ મળ્યા હતા. સલામતીમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકાને સ્વીકારવા માટે અગ્નિશામક કર્મચારીઓ સાથે જોડાયા અને ટર્મિનલના રિટેલ આઉટલેટ્સમાંના એકમાં દિવ્યાંગ કર્મચારીઓ સાથે સમય વિતાવ્યો હતો.

આ મુલાકાત બદલ દરમિયાન ગૌતમ અદાણીએ કહ્યું હતું કે આ એરપોર્ટના દરેક રનવે, દરેક ટર્મિનલ અને દરેક ગેટ પર હજારો હાથ અને હૃદયની છાપ છે. આ એક
એરપોર્ટ જ નહીં, ભારતની ભાવનાઓનું સ્મારક છે, જે તેના લોકો દ્વારા, તેના લોકો માટે બનાવવામાં આવ્યું છે.  8 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન દ્વારા તેના ઔપચારિક ઉદ્ઘાટન પહેલાં તેને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક મુંબઈ એરપોર્ટ પરની મુસાફરોની ભીડ ઓછી કરવા, આર્થિક વિકાસને વેગ આપવા અને ભારતના ભવિષ્યના પ્રવેશદ્વાર તરીકે સેવા આપવા તૈયાર છે.

 

Read Previous

દિવાળી પહેલા સરકારી કર્મચારીઓ માટે મોટી ગિફ્ટ: કેન્દ્ર સરકારે DAમાં વધારો કર્યો, 1 કરોડથી વધુ લોકોને ફાયદો

Read Next

GCMMF(અમૂલ)નું ટર્નઓવર 60,000 કરોડની નજીક; શામલભાઈએ નવી ઊંચાઈઓ સર કરવાનો સંકલ્પ લીધો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular