• 9 October, 2025 - 3:38 AM

GDPના પોઝિટિવ ડેટાથી બજારમાં ધમધમાટ

જીડીપીના સારા ડેટા આવતા રોકાણકારોનો વિશ્વાસ બુલંદ થયો

ભારતીય શેરબજારનો આજે આરંભ થોડી સકારાત્મક ઝુકાવ સાથે થયો હોવાનું GIFT Nifty સૂચવે છે, ફ્યુચર્સ લગભગ 24,600 ની નજીક ટ્રેડ થઈ રહ્યા છે, જે લગભગ 47 પોઇન્ટ અથવા 0.9% ઉપર છે. આ સકારાત્મક આરંભ પાછળ મુખ્ય કારણ ભારતનો મજબૂત GDP ડેટા છે. જીડીપીના સારા ડેટા આવ્યા હોવાથી રોકાણકારોનો આત્મવિશ્વાસ વધ્યો છે. આ સેન્ટીમેન્ટની અસર જુદાં જુદાં સેક્ટર પર જોવા મળી રહી છે.  મજબૂત આર્થિક ગતિ અને સ્થિર વૈશ્વિક સંકેતોને આધાર આપતા બજાર એક મજબૂત શરૂઆત માટે તૈયાર થઈ રહ્યું છે, જોકે દિવસ દરમિયાન મૂવમેન્ટ સ્ટોક-સ્પેસિફિક હોઈ શકે છે.

Nifty 50 તેનું 100-DEMAની નીચે ટ્રેડ કરી રહ્યું છે. આ ટ્રેન્ડ નબળો હોવાનું દર્શાવે છે. નિફ્ટી -50ની 24,350 તૂટે તો આગળની નીચેની ખતરો બતાવે છે. મુખ્ય સપોર્ટ 24,350 અને 24,150 પર છે. તેની સામે પ્રતિકાર સપાટી-Resitance-રેસિસ્ટન્સ 24,600–24,800 પર જોવા મળે છે. ટ્રેડર્સને સલાહ આપવામાં આવે છે કે તેમણે દરેક વધઘટ પર નજર રાખવી જરૂરી છે. બજારમાં ટ્રેડિંગ કરનારાએ સાવધ રહેવું પડશે.  ચેતન રહેવું, આક્રમક પોઝિશન-Agressiv position લેવાથી બચવું જોઈએ. ટ્રેડરે 24,350 ની નજીક ખરીદી કરવા પર વિચાર કરવો જોઈએ. તેમ જ 24,980નો સ્ટોપ-લૉસ રાખીને કામકાજ કરવું જોઈએ. તેમ જ 24,700–24,800 ની આસપાસ પ્રોફિટ બુકિંગ કરી લેવું જોઈએ.

Bank Nifty 55,000 નીચે તૂટ્યા પછી નબળો દેખાય છે, પરંતુ 53,500–53,300 ની મજબૂત સપોર્ટ ધરાવે છે. બેન્ક નિફ્ટીમાં શોર્ટ-ટર્મ બાઉન્સ બેન્ક થવાની સંભાવના રહેલી છે. બેન્ક નિફ્ટિમાં પ્રતિકાર સપાટી-Resistance level 54,150 અને 54,900 પર જોવા મળે છે. ટ્રેડર્સ 53,300ની નજીક ખરીદી કરવાનો વિચાર કરી શકે છે. તેમ જ 53,000નો સ્ટોપ-લૉસ રાખીને 54,700 ટાર્ગેટ સાથે કામકાજ કરી શકાશે.

India VIX (ભય સૂચકાંક) શુક્રવારે 3.49% ઘટીને 11.75 પર પહોંચ્યો અને નીચા, રેંજ-બાઉન્ડ ઝોનમાં રહ્યો. આ સૂચવે છે કે બજારમાં શાંતિ છે, પરંતુ ટ્રેડર્સને સાવધાન રહેવું જોઈએ કારણ કે અચાનક તેજ મૂવમેન્ટ કદાચ બંને બાજુ થઈ શકે છે.

શુક્રવારે, વિદેશી રોકાણકારો (FIIs/FPIs)એ ભારતીય સ્ટોક્સ ₹8,313 કરોડના વેચ્યા, જ્યારે ઘરેલુ સંસ્થાકીય રોકાણકારો (DIIs) ₹11,487 કરોડના શેર ખરીદી, જે બજારને ટેકો આપતા રહ્યા.

Nifty ઑગસ્ટમાં નબળા નોટ પર બંધ થયો છે. નિફ્ટી ઓગસ્ટ મુખ્ય સપોર્ટ તોડી અને બે મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો છે. આ ઘટાડો મંદીનો નિર્દેશ આપે છે. ભારે કૉલ રાઇટિંગ અને પુટ પોઝિશન બદલવાનું નકારાત્મક સેન્ટિમેન્ટ પણ દર્શાવે છે. ઇન્ડેક્સ મુખ્ય મૂવિંગ એવરેજ નીચે મુજબની રહેવાની ધારણા છે. નિફ્ટી ઇન્ડેક્સ 24,800 પાર ન જાય તો ઉપરનું મૂવમેન્ટ મર્યાદિત રહેશે. નિફ્ટી ઇન્ડેક્સ 24,400 ની ઉપર રહે તો મહત્વપૂર્ણ ગણાશે. અન્યથા મોટા ગાબડાં પડવાની શક્યતાને નકારી શકાતી નથી. અત્યારે નિફ્ટીના ટ્રેડર્સને sell on rise-ઊછાળે વેચીની નીકળી જવાની ભલામણ કરવામાં આવી રહી છે.

 

Read Previous

ટેક મહિન્દ્રા લિમિટેડ (TECHM) | ખરીદોઃ (BUY) | ટાર્ગેટ ભાવ: રૂ. 1,931

Read Next

44ADને બદલે 44ADAમાં રિટર્ન ફાઈલ કરનારા પ્રોફેશનલ્સને આવકવેરા ખાતાની નોટિસ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Most Popular